વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૧ 104 74014 225314 225093 2026-10-08T16:46:49Z Amvaishnav 156 /* Proofread */ 225314 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|'''ફૂલમાં અગ્નિ'''|||'''૧૭'''}}<hr>'''</noinclude>{{gap}}રાજપલટા વિષેની લોકકલ્પનાને ઉત્તેજી મૂકે તેવી એ વાત હતી. {{gap}}અને એટલા માટે એ વાત મૂળમાંથી તાત્કાલિંક દાબી જ દેવી જોઈએ. {{gap}}અત્યારે જે ત્રણ રાજકાર્યકરો જેવા માણસો બેઠા હતા તેમના મનમાં આવા વિચાર આવી રહ્યા હતા. મગધ અને વૈશાલી વચ્ચે ભયંકર ઘણું ચાલતું હતું, ત્યારે તો આવી નવી વાત ઘણી જ મોટી થઈ પડે તેવો સંભવ હતો. {{gap}}એટલે પેલા રાજપુરુષોને ચંપક વૃક્ષના એ નાનકડા પુષ્પમાં ભયંકર અગ્નિ પ્રગટતો દેખાતો હતો ! {{gap}}આ ત્રણ રાજપુરુષોમાં એક પ્રૌઢ વયનો હતો. બીજો વૃદ્ધ જેવો હતો. ત્રીજો તદ્દન જુવાન જણાતો હતો. {{gap}}જુવાનની સામે એક લાંબું ધનુષ પડ્યું હતું. અત્યારે પણ એને ખભે અખૂટ તૂણીર લટકતા હતા. એણે પોતાના રૂપાળા લાંબા સુંવાળા કેશને વસ્ત્રપટીથી બાંધી લીધા હતા. કેડ ઉપરના વસ્ત્રને મજબૂત ગ્રંથી મારી હતી. ઉપર કમ્મરપટો બાંધ્યો હતો. એના પગના ઉપાનમાં મહા મોલાં રત્નો જડ્યાં હતાં. અત્યારે ચાંદનીમાં એ રત્નો સજીવન આંખો જેમ ચમકી રહ્યાં હતાં. એની ડોકમાં એકબહુમૂલ્ય મૌક્તિકમાળા લટકતી હતી. {{gap}}પણ એની આકર્ષતા તો એની બેસવાની ઢબમાં હતી. એક જરા જેટલો પણ અવાજ આવે તો એક જ પળમાં એનું ખડગ હાથમાં જ હોય, એવી તૈયારીથી, વીરાસન વાળીને જ એ એક શિલા ઉપર બેઠો હતો. એની બેસવાની ઢબ એને સ્પષ્ટ રીતે એક યુદ્ધવીર તરીકે પ્રગટ કરી દેતી હતી. {{gap}}એ વીરના શિલાસન સામે શ્વેત આરસનું એક સુંદર નકશીભર્યું વિરામાસન હતું. તેના ઉપર બીજા બે પુરુષો બેઠા હતા. એ વિરામાસનની બન્ને બાજુએ બે મયૂરો હતા. સમુદ્રજલ જેવા સ્વચ્છ નીલ આરસમાંથી કોતરાયલા એ બે કલાધર મયૂરો, જાણે હમણાં જ કેકા<noinclude></noinclude> 8co8hmy4mppj4nphfd8vb1ttdnzjx34 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૨ 104 74015 225315 225094 2026-10-08T16:58:09Z Amvaishnav 156 /* Proofread */ 225315 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>કરી ઊઠશે, એવી અજબની ઉત્સુકતા શિલ્પીએ એમનામાં મૂકીને એમને ખરેખર જીવન્ત કરી મૂક્યા હતા ! {{gap}}વિરામાસન ઉપર બેઠેલા બન્ને પુરુષો એકદમ સાદા વેશમાં હતા. એમના શરીર ઉપર એક કટિવસ્ત્ર અને એક ઉપરીવસ્ર માત્ર હતાં. એમના લાંબા કેશ પાછળ છુટ્ટા લટકતા હતા. તે ત્યાં પલાંઠી લગાવીને સ્થિર બેઠા હતા. પણ એમની ડોકમાં પડેલી કોઈ દસ વીશ લક્ષ <sup>*<ref> * એ વખતનું નાણું-કાર્ષાપણ ત્રણ પ્રકારના હતા. તાંબાના, રજતના, સુવર્ણના પણ સુવર્ણનો સ્વર્ણ અથવા હિરણ્ય કહેવાતા. તે એંશી રતીના હતા. રજતના કાર્ષાપણ તે ચાલીસ રતીનો. તાંબાના કાર્ષાપણ પછી, અર્ધ કાર્ષાપણ, પાદ કાર્ષાપણ, અષ્ટમ કાર્ષાપણ એમ ભાગ પણ હતા. એ વિષે J. N. S. Vol IXV માં લેખ છે.</ref></sup>કાર્ષાપણ મૌક્તિકમાળાએ એમને મહાન રાજપુરુષો તરીકે ઓળખાવવા માટે બસ હતી. સિંહલદ્વીપ વિના બીજે ક્યાંય ન અળે એવાં એ અંગુર અંગુર જેવડાં મૌક્તિક અત્યારે ચાંદનીમાં કૌમુદીબિંદુ હોય તેવાં શોભી રહ્યાં હતાં. {{gap}}વીરાસન વાળીને ત્યાં બેઠેલો જુવાન ઉત્સાહની સ્મૃતિ સમો દેખાતો હતો. જાણે એ પળે પળે તેજધારામાં નાહી રહ્યો હેાય તેમ એના શરીરમાંથી લાવણ્યની નવી નવી રેખાઓ પ્રગટતી હતી. તેનું શરીર અત્યંત કસાયલું, સપ્રમાણ, સુંદર, તેજસ્વી આકર્ષક હતું. ગરુડપંખી જેવી એની તેજસ્વી અણીદાર નાસિકામાં એક એવા તો પ્રકારનું આગ્રહી ગર્વીલું ગૌરવ દેખાતું હતું કે જોનારને એ આકર્ષી જ રાખે ! {{gap}}એની સામે બેઠેલા બન્ને રાજપુરુષો તરફ એ માનથી જોઈ રહ્યો હતો. એમના જરાક જ અવાજ કરતા પ્રશ્નના શબ્દોને પકડી લેવા માટે એ એકકાન થઈ ગયો હતો ! {{gap}}બન્ને રાજદ્વારી પુરુષોમાંથી જે પ્રૌઢ વયનો હતો તે અત્યારે બોલી રહ્યો હતો. એનો શબ્દ શાંત, ધીમો, સ્વસ્થ હતો. પણ એ શબ્દનો અક્ષરેઅક્ષર જાણે તોળાઈને આવતો હોય તેમ તોળાઈ ને આવતો<noinclude><hr> {{reflist}}</noinclude> 3opmvmjjjh40coxh5ekedit6pwsi7p1 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૩ 104 74016 225316 225095 2026-10-08T17:09:53Z Amvaishnav 156 /* Proofread */ 225316 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|'''ફૂલમાં અગ્નિ'''|||'''૧૯'''}}<hr>'''</noinclude>હતો. બીજી રીતે જોતાં તો તે સીધો સાદો અનાકર્ષક પુરુષ લાગતો હતો. છતાં આ ત્રણેમાં તો! જાણે એ જ મુખ્ય પુરુષ હોય એમ જણાતું હતું. એના ચહેરા ઉપર કાઈ ખાસ ગૌરવનું ચિહ્ન ન હતું, રાજદ્વારી ઉચ્ચ અધિકારીઓમાં દેખાય તેવો કાઈ પ્રતાપ પણ ત્યાં ન હતો. છતાં લાગે કે તેની પાસે જાણે કાંઈક એવું હતું જે કોઈની જ પાસે જોવા મળે તેમ ન હતું. એની દૃષ્ટિમાં ગજબની વીજળી બેઠી હતી. {{gap}}કોઇક વખત મેઘલી રાતે, આકાશનાં સાતે સાત પડ વીંધી નાખે તેવી, લખલખતી, આછા આત્માની રંગની, બાળી નાખે તેવી, તેજ તેજના અંબાર સમી, વીજળી પ્રગટ થઈ આવે છે, તેવી વીજળી એની આંખમાં બેઠી હતી. એ માત્ર સામે જુએ, અને એના એક દૃષ્ટિકોણથી, એ માણસને પગથી માથા સુધી એક જ વખત નિહાળે, એટલામાં તો, ગમે તેવો હિમ્મતવાળો માણસ હોય તો પણ, એ ધ્રૂજી ઊઠે, એના કટિવસ્ત્રની ગ્રંથી છૂટી પડે. એટલી બધી વેધકતા એની દૃષ્ટિમાં હતી. એવી દૃષ્ટિ વડે એ સામે જુએ અને એના ચહેરાનાં છાપ, દેખાવ, આકર્ષકતા, પ્રતાપ બધું જ જાણે ફરી જાય ! ન જુએ ત્યાં સુધી એ કાંઈ જ ન લાગે. સામાન્ય માણસ જેવો માણસ લાગે. પણ જેવી એની દૃષ્ટિએ સામે મીટ માંડી, અને એમાંથી વેધકતા પ્રગટ થઈ કે, એનો આખો સીનો જ બદલાઈ જાય. હવા પણ ફરી જાય. {{gap}}એવા આ કેસરી સિંહ સમો પુરુષ તે બીજો કોઈ નહિ, પણ જેના નામ માત્રથી કૌશલપતિ પ્રસેનજીત જેવા ધ્રૂજતા, જેના નામના જાદુથી અંગુલિમાલ જેવા લૂટારા મગધની હદમાં પ્રવેશ ન કરવામાં જ સલામતી જોતા, લિચ્છવીઓ જેવા યુદ્ઘનિપુણ નરવ્યાઘ્રોની સેના પણ, જેની સાથે લડાઈ લેવામાં જોખમ સમજીને, સો સો વખત પોતાના <sup>*<ref>*ગણરાજ્યોનું સભાસ્થાન. ત્યાં પરિષદ્ ભરાતી, સભાઓ થતી, મતા લેવાતા, પ્રશ્નો ચર્ચાતા. મત માટે તે વખતનો શબ્દ 'છંદ' છે, છંદ એટલે સ્વતંત્રતા.</ref></sup>સંથાગારમાં સભાઓ ભરતી, ચંડપ્રદ્યોત જેવા અવંતીપતિ જેની<noinclude><hr> {{reflist}}</noinclude> frh5sqqa4ik1tdqf8nd1gg30j66t8f0