વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk રંગતાળી રંગતાળી 0 733 225353 203648 2026-10-12T11:58:19Z ~2026-54741-01 4709 [[Special:Contributions/Meghdhanu|Meghdhanu]] ([[User talk:Meghdhanu|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/203648|203648]] પાછો વાળ્યો 225353 wikitext text/x-wiki રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી
મા ચાચડના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી
મા ઘીના દીવડાવાળી રે રંગમાં રંગતાળી
મા ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા અંબે આરાસુરવાળી રે રંગમાં રંગતાળી
મા કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી
મા કલકત્તામાં દિસે કાળી રે રંગમાં રંગતાળી
મા અમદાવાદે ભદ્રકાળી રે રંગમાં રંગતાળી
મા દૈત્યોને મારવાવાળી રે રંગમાં રંગતાળી
મા ભક્તોને મન વહાલી રે રંગમાં રંગતાળી
માએ કનકનો ગરબો લીધો રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો દીવડો કીધો રે રંગમાં રંગતાળી
માંહી બત્રીસ બત્રીસ જાળી રે રંગમાં રંગતાળી
માંહી નાના તે વિધની ભાત રે રંગમાં રંગતાળી
માએ શણગાર સજ્યા સોળે રે રંગમાં રંગતાળી
મા ફરે રે કંકુડાં ઘોળી રે રંગમાં રંગતાળી
માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
[[શ્રેણી:ગરબા]] 0yzujd4pq05p2e8m8fjhny17zutavf6 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૪ 104 74027 225345 225107 2026-10-11T16:26:45Z Amvaishnav 156 /* Proofread */ 225345 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૦||આમ્રપાલી}}
'''</noinclude>જૂની વાત કરી નાખી હોય. રાજગૃહની નવાજૂની એનાથી અજાણી તો ન રહેતી. એણે ત્યાંની ઘણી વાત જાણી હતી, પણ એના મત પ્રમાણે એ કોઈ તાત્કાલિક ભયજનક વાત ન હતી. શું હશે એ એકદમ કળી શકાયું નહિ.હ. રથ રાજમહાલય પાસે અટક્યો. તે શાંતિથી જ તેમાંથી ઊતર્યો. તક્ષકદેવ ને સુનીધ એની સાથે હતા. {{gap}}તેમણે રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજમહાલય અત્યારે પણ ઝળાંઝળાં દીપાવલિથી પ્રકાશી ઊઠ્યો હતો. સેંકડો સુગંધી દીપો ત્યાં પ્રગટ્યા હતા. {{gap}}ત્યાં ઊભેલા દ્વારરક્ષકોએ નમીને એક તરફ ખસી જઈ મહાઅમાત્યને જવા દીધા. રાજા બિબિસારની માફક જ એના પુત્રે મહાલયમાં અમુક વખત પછી કોઈનો પણ પ્રવેશ ન થાય, એવી આજ્ઞા આપી રાખી હતી. આજે એ આજ્ઞાનો પ્રથમ જ ભંગ થતો જણાયો. મહાઅમાત્ય, રાજમહાલયના વચ્ચેના ખંડમાં આવ્યો. રાજકુમાર અજાતશત્રુ એમની પહેલાં ત્યાં આવી પહોંચ્યો હતો. {{gap}}મૂલ્યવાન સોનેરી રૂપેરી આભૂષણો પહેરીને તે ત્યાં બેઠો હતો. સેંકડો દીપિકાઓના પ્રકાશથી આખો ખંડ અજવાળામાં નાહી રહ્યો હતો. {{gap}}મહાઅમાત્યની દૃષ્ટિ હવે પ્રકાશમાં રાજકુમારને નીરખી રહી. તેની મુખમુદ્રા તો રૂપાળી, ગૌરવ ભરેલી, ગર્વિષ્ટ, તેજસ્વી જે હતી તે હતી. પણ તેની આંખમાં વજ્જરનું અણનમ લોહ આવી ગયું હતું. તે કોઈને,ખુદ ઇંદ્રને પણ નમવામાં માનતો ન હોય તેમ ટટ્ટાર સીધો અને દૃઢ બેઠો હતો. વર્ષકારે એક દષ્ટિમાં એ જોઈ લીધું. એ આગળ વધ્યો. રાજકુમારની સામે એક કાઈ સામાન્ય માણસ ઊભેલો જણાયો. વર્ષકાર સમજી ગયો. એ જ રાજગૃહનો સંદેશવાહક હોવો જોઈએ. {{gap}}પાસેના આસન ઉપર એણે જગ્યા લીધી. રાજકુમારના પ્રથમ બોલ માટે એ રાહ જોતો શાંત બેઠો રહ્યો. તક્ષકદેવ ને સુનીધ ત્યાં પાસે જ બેઠા. અજાતશત્રુના મોં ઉપર સેંકડો તરંગો આવીને ચાલ્યા<noinclude></noinclude> nfykhxzrp47vrlhs7yt8lda204z60qn પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૫ 104 74028 225346 225108 2026-10-11T16:38:52Z Amvaishnav 156 /* Proofread */ 225346 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન ||૩૧}}
'''</noinclude>જતા મહાઅમાત્યે નિહાળ્યા. કોઈ અગ્નિના પુંજ જેવો એ ઘડીમાં ઉગ્ર દેખાતો હતો. તો બીજી જ ક્ષણે એની આંખમાં અગાધ ઊંડાણ ભર્યા કોઈ નિશ્ચયની રેખા આવી જતી હતી. જુવાન રાજકુમારની તરફ અહાઅમાત્ય એક પળ જોઈ રહ્યો. એને હવે વશ રાખવો એ જેવું તેવું કામ ન હતું. એ વિચાર કરી રહ્યો હતો, એટલામાં અજાતશત્રુ બોલ્યો. એના શબ્દો ઉતાવળા હતા. આવેશ ભર્યાં હતા. પણ એમાંથી દૃઢતા અને સત્તાધીશ આજ્ઞા કરનારની ખુમારી પ્રગટતાં હતાં. {{gap}}' મહાઅમાત્યજી ! આપણે અત્યારે ને અત્યારે બળવાન સૈન્ય લઈને રાજગૃહ તરફ દોડવું પડે તેમ છે ! સુનીધને તૈયારી માટે કહો. ’ {{gap}}વર્ષકાર કાંઈ બોલ્યો નિહ. તેણે અજાતશત્રુને આગળ વધવા દીધો. ‘ રાજગૃહથી સેનાનાયક ઉપનંદનો આ સંદેશવાહક આવ્યો છે. આ ઊભો. રાજગૃહ લૂંટાઈ જવાની તૈયારીમાં છે ! {{gap}}'એમ ? કોણ લૂંટવા આવનાર છે ? લિચ્છવીઓ ? કે કૌશલપતિ ?' વર્ષકારે કાંઈ ન હોય તેમ શાંતિથી કહ્યું: 'એ બન્નેને આંગણે તો પોતપોતાના કંઇક પ્રશ્નો ઊભા થયા છે. આ તરફ એ ફરકી શકે તેમ નથી. ત્યાં બેઠેલા સત્રીઓના*<ref>* ગુપ્તચરો.</ref> સમાચાર મને ગઈ કાલે જ મળ્યા છે !' {{gap}}'તે હશે; પણ લિચ્છવીઓ કરતાં ને કૌશલપતિ કરતાં વધારે મોટા દુશ્મનો તમારે પોતાને આંગણે બેઠા છે એનું શું ?' {{gap}}'એવા કોણ છે ? શું સમાચાર મોકલ્યા છે સેનાનાયકે ? ’ {{gap}}'આ રહ્યો સદેશવાહક. સંદેશવાહી કટાહક જાતે જ એ તમને કહેશે !' {{gap}}‘શું છે કટાહક ? ' મહાઅમાત્યે સદેશવાહી તરફ જોયું. 'શું સમાચાર તું લાવ્યો છે? તુ રાજગૃહથી સીધો આવે છે?' {{gap}}‘હાં મંત્રીરાજ ! સીધો જ આવું છું. ' સદેશવાહી કટાહકે બે<noinclude>
{{reflist}}</noinclude> akjovlz9gy1cnz6bth3pmjp8s2qe4hw પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૬ 104 74029 225347 225109 2026-10-11T16:56:34Z Amvaishnav 156 /* Proofread */ 225347 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૨||આમ્રપાલી}}
'''</noinclude>હાથ જોડ્યાઃ સેનાનાયકે કહેવરાવ્યું છે કે ગમે તે ક્ષણે હવે આ નગરી લૂંટાઈ જશે. હું પ્રયત્ન કરું તો પણ એને લૂંટાતી રોકી શકું તેમ નથી.' {{gap}}‘ પણ લૂંટનાર કોણ છે ? ' {{gap}}'મગધરાજ પોતે. અને *<ref>* રાજકુમારો</ref> રાજન્યો અને શ્રમણ ગૌતમ ! ' {{gap}}'શ્રમણ ગૌતમ? શ્રમણ ગૌતમની આમાં શી વાત હોઈ શકે? એ તો ધર્મકથા કરે છે !' {{gap}}'પણ એની વાત જ બધાથી ભયંકર છે. રાજગૃહના દુર્ગને વધુ મજબૂત બનાવવાની આજ્ઞા તમે પોતે આપી હતી. મહાસેનાપતિ સુનીધ પણ એ કહી ગયા હતા. ' {{gap}}‘હા, તેનું શું છે ? ’ {{gap}}'એ દુર્ગ મજબૂત બનાવવાનું હમણાં વિલંબમાં પડ્યું છે ! {{gap}}'વિલંબમાં પડ્યું છે ? કેમ ? કોના કહેવાથી ? ’ {{gap}}'શ્રમણ ગૌતમના કહેવાથી !' કટાહકે જરાક અભિનય સહિત કહ્યું. તેની દૃષ્ટિ સહેજ રાજકુમાર તરફ વળી. વર્ષકારે એ દૃષ્ટિનો તંતુ પકડી લીધો. પણ જાણે કાંઈ ન હોય તેમ તે બોલ્યો. {{gap}}'શ્રમણ ગૌતમના કહેવાથી દુર્ગના કામમાં ઢીલ થઈ રહી છે, એમ તું કહે છે ? એ બને નહિ, કટાહક ! શી વાત છે તે બરાબર બોલ.’ {{gap}}કટાહકની દૃષ્ટિ રાજકુમાર તરફ જઈને પાછી કરી આવતી જણાઈ. {{gap}}વર્ષકારને એ દૃષ્ટિનો ભેદ કળતાં હવે વાર ન લાગી. તે સમજી ગયો. રાજકુમારના વેગને આ બધા ઉત્સાહનું પાણી પાઈ રહ્યા હતા. એની પોતાની રાજનીતિથી આ વિરુદ્ધ હતું. એ કળી ગયો કે વાતમાં કાંઈ બહુ માલ નહિ હોય. અથવા પોતે ન જાણતો હોય તેવું કાંઈ નહિ હોય. તે કાંઈક સ્વસ્થ થયો. તેણે દૃઢ અવાજે કહ્યું: 'જો કટાહક ! જે વાત હેાય તે બરાબર જે પ્રમાણે હોય તે પ્રમાણે કહે. તુ કહે છે તેમ<noinclude>
{{reflist}}</noinclude> blbt63q8jol2enyoebey0qyrixiropy પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૭ 104 74030 225348 225110 2026-10-11T17:10:42Z Amvaishnav 156 /* Proofread */ 225348 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૩}}
'''</noinclude>હોય, તો તો મારે પોતાને જ રાજગૃહ આવવું પડે. શી વાત છે બોલ ? ’ {{gap}}'મહારાજ ! જંગલમાંથી દુર્ગની મરામત માટે જે કાષ્ટ લાવ્યા હતા, તે બધું જ કાષ્ટ ધનીય ભિખ્ખુ ઉપાડી ગયા. અને એણે એની કુટીઓ પણ બનાવી કાઢી. એક ઉષ્ણ સ્નાનગૃહ કરી કાઢ્યું. લોકો એ જુએ છે ને છક્ક થાય છે. રાજકીય દારૂગૃહના ગણકને*<ref>* ગણક=મુનિમ. કારકુન. દારૂગૃહ એટલે કાષ્ટભંડાર. એ વખતે ઘણાં મકાનો કાષ્ટનાં પણ થતાં. આ પ્રસંગ ભગવાન બુદ્ધ રાજગૃહમાં ગૃધકૂટ પર્વત ઉપર વિહાર કરતા હતા તે વખતનો છે. તે વખતે મહાઅમાત્ય વર્ષકારે રાજા બિંબિસારને આ વાત કર્યાનો ઉલ્લેખ છે. બુદ્ધચર્યા, રાહુલ સાંકૃત્યાયન.</ref> એણે કહ્યું કે મહારાજે પોતે એ ભિખ્ખુ માટે આપી દીધેલું છે. ગણકે એ સાચુ માન્યું. કાષ્ટ બધું વપરાઈ ગયું.' {{gap}}'રાજગૃહના નાગરિકો બોલે છે આ શ્રમણ ગૌતમે ભેળંભેળા આદરી છે. પણ લોકોને નિકંદનને પંથે એ લઈ જનારો છે. સૌને અપુત્ર રહેવાને માર્ગે એ દોરી રહેલ છે. કોઈને આંગણે હવે દીવો રહેવાનો નથી. છેવટે નગરીમાં શ્રમણો અને શ્રમણો જ રહેશે. અને પછી ગમે તે દુશ્મન આવીને નગરને લૂંટી જશે.’ {{gap}}'આહા ! આ જ વાત છે નાં? ચાલ, હું પોતે મહારાજને મળવા આવું ! પછી છે કાંઈ?' {{gap}}'એક બીજી વાત પણ છે દેવ ! ’ {{gap}}'શી ? ' {{gap}}કટાહક બોલતાં થોથરાતો લાગ્યો. તે બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો હતો. એટલામાં રાજકુમારે જ કહ્યું: ‘ કહી દેને કટાહક ! એટલે મહાઅમાત્યને ખ્યાલ આવે કે અમે આંહીં ઊઘતા હશું, ત્યાંજ કાં તો રાજગૃહને લૂંટવાવાળા એને લૂંટી જાશે ! ’ {{gap}}'બીજી શી વાત છે કટાહક ?' {{gap}}'દેવ ! આખા મગધદેશમાં જે મૌક્તિકમાળા દેશના એક મહામંગલ<noinclude>
{{reflist}}</noinclude> 67gu7l14ih57eiiaun2xuw2er6v85fs પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૮ 104 74031 225349 225111 2026-10-11T17:22:16Z Amvaishnav 156 /* Proofread */ 225349 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૩૪||આમ્રપાલી}}
'''</noinclude>ચિહ્ન તરીકે પ્રસિદ્ધ છે, જે દેશમાં છે તે કલ્યાણકારી રત્નોની પેઠે દેશને કોઈ આપત્તિ આવતી નથી એમ મગધ લોકો માને છે, તે અઢારસેરની, એક કોટિસુવર્ણની મૌક્તિકમાલા, મહારાજે લૂંટાવી દીધી !’ {{gap}}‘ હે? ' વર્ષકાર મહાઅમાત્યનો અવાજ ઊંચો થઈ ગયો. પણ તેણે તરત પોતાના ઉપર કાબુ મેળવી લીધો. ‘લૂંટાવી દીધી ? કોને આપી દીધી ? શ્રમણ ગૌતમને ?' {{gap}}‘ ના. રાજકુમાર હલ્લ અને વિહલ્લને. ' {{gap}}'ઓ હો ! આ બીજી વાત છે? એ તો પાછી મેળવી લેવાશે. એમાં શું ? ’ {{gap}}' પણ શી રીતે પાછી મેળવી લેવાશે મહાઅમાત્યજી ? ’ રાજકુમાર તીખા અવાજે બોલ્યો: ‘ એ પાછી આપશે તો નાં ? પણ નહિ જ આપે તો ? જે માળા ભેટ મળી તે એની જ થઈ ગઈ. એ કાંઈ કોઈ પાછી આપે ! ' {{gap}}વર્ષકાર જરાક ટટ્ટાર ને સીધો થઈ ગયો. રાજકુમારનો તીખો અવાજ એને ગમ્યો ન હતો. રાજકુમારને પગથી માથા સુધી માપી લેતો હોય તેમ એક તીક્ષ્ણ દષ્ટિથી એ એની સામે કાંઈક કરડાકીથી જોઈ રહ્યો. રાજકુમાર એતી આ દૃષ્ટિથી પરિચિત હતો. એ દૃષ્ટિમાં લાખ લાખ શસ્ત્રોનુ પાણી રહેતું હતું. એ એને ખબર હતી. એ પોતાના તીખા અવાજને સંભારીને કાંઈક છોભીલો પણ પડી ગયો. ત્યાં વર્ષકાર બોલ્યોઃ એનો અવાજ દૃઢ હતો. શબ્દો વીજળી જેવા હતા. {{gap}}‘રાજકુમાર ! આ રાજગાદી અગધ જેવા દેશની છે. જેવા તેવા દેશની નથી. કઈ વસ્તુ કોને ત્યાં કેટલો વખત રહેવા દેવી, એ મારે આંગળીને વેઢે છે. એવી વાત પણ જો તમારે મને શીખવાડવી પડે તો થઈ રહ્યું. આ ચંપાનગરીમાં જ આવતી કાલે શિયાળિયાં રોતાં દેખાશે ! મગધદેશનું મહાઅમાત્યપદું એ કાંઈ સોનારૂપાના*<ref> *સુવર્ણ, રજત, એ એ વખતના સિક્કા છે. સુવર્ણ કે હિરણ્ય.</ref> આસનનું<noinclude>
{{reflist}}</noinclude> 77no11u0mm9gk8zq77jqmts8hm308z8 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૯ 104 74032 225350 225113 2026-10-11T17:23:39Z Amvaishnav 156 225350 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}
'''</noinclude> સુંવાળું બીછાનું નથી. કથ કથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.' ખાસ જાણે, રાજકુમારને કાઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યા હોય એસ વકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું. કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવા ઊભા હતા. પેાતાને પૂછવાની કાઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચાંકી ગયા. એટલામાં તો હા- અરાયે પોતે જ પૂછ્યું: કટાહક ! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનુ છે ? ' કટાહક નકારમાં ડોકુ’ ધુણાવ્યું. તેના માંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કાઈક વાત હતી જે આંહી' પહેાંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બુતી ગધે!. ત્યાં તો શ્યાઅગત્યે કરીને એ જ સવાલ પૂછયો: * આ એ સિવાય કાઈ ત્રીજી વાત તારે કહેવાની છે? એલ !' કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વધુ કારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યાં. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર અત્યા. ‘ સુતીધ ! ' વકાર હવે સેનાપિત તરફર્યાં. જાણ્યું છે? ’ તે કાંઈ સુનીધ આશ્ચર્યમાં તેની સામે એઈ રહ્યોઃ “ મે ? ના દેવ ! આરી પાસે તે કાઈ નવી વાત નથી ! ’ " થયું ત્યારે.' વકાર મળ્યો. મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારને આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક ! તુ ઘેાડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થાભ ! ' કટાહક બે હાથ તેડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયું. એતી પાછળ વર્ષ કારની દિષ્ટ છેક બારણા સુધી જતી જણાઈ. સ્વાદિયવાદ. CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> lbquuh2jm5flm99z684cdo033cfvnii 225351 225350 2026-10-11T17:24:09Z Amvaishnav 156 225351 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}
'''</noinclude>સુંવાળું બીછાનું નથી. કથ કથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.' ખાસ જાણે, રાજકુમારને કાઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યા હોય એસ વકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું. કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવા ઊભા હતા. પેાતાને પૂછવાની કાઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચાંકી ગયા. એટલામાં તો હા- અરાયે પોતે જ પૂછ્યું: કટાહક ! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનુ છે ? ' કટાહક નકારમાં ડોકુ’ ધુણાવ્યું. તેના માંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કાઈક વાત હતી જે આંહી' પહેાંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બુતી ગધે!. ત્યાં તો શ્યાઅગત્યે કરીને એ જ સવાલ પૂછયો: * આ એ સિવાય કાઈ ત્રીજી વાત તારે કહેવાની છે? એલ !' કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વધુ કારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યાં. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર અત્યા. ‘ સુતીધ ! ' વકાર હવે સેનાપિત તરફર્યાં. જાણ્યું છે? ’ તે કાંઈ સુનીધ આશ્ચર્યમાં તેની સામે એઈ રહ્યોઃ “ મે ? ના દેવ ! આરી પાસે તે કાઈ નવી વાત નથી ! ’ " થયું ત્યારે.' વકાર મળ્યો. મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારને આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક ! તુ ઘેાડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થાભ ! ' કટાહક બે હાથ તેડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયું. એતી પાછળ વર્ષ કારની દિષ્ટ છેક બારણા સુધી જતી જણાઈ. સ્વાદિયવાદ. CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude></noinclude> rfutw6klkreg6rfx9jjuoxy8fpfznz2 સભ્યની ચર્ચા:Omikpuri 3 74170 225344 2026-10-11T15:56:30Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225344 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Omikpuri}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૧:૨૬, ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ (IST) jygddnbt1qptlkzc6fmys7uxhmlovdl સભ્યની ચર્ચા:VICKY SANGHI 3 74171 225352 2026-10-12T06:12:01Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225352 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=VICKY SANGHI}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૧:૪૨, ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ (IST) 873z7xrd0ozyx72aw21c5swc2vzn81y