વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
એ કે લાલ દરવાજે તંબુ…
0
951
225395
203537
2026-10-14T05:36:41Z
~2026-55148-15
4713
રચનાકારનું નામ ખોટું છે.
225395
wikitext
text/x-wiki
{{header
| title = એ કે લાલ દરવાજે તંબુ…
| author = અવિનાશ વ્યાસ
| translator =
| section =
| previous =
| next =
| notes =

{{justify|
{{Left margin|4em|<pages index="Garba.pdf" from="12" to="12"></pages>}}

[[શ્રેણી:ગરબા]]
qtpvlz4tzhekntuwa4p94tb85tt7n8g
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૪
104
74037
225374
225118
2026-10-13T16:12:44Z
Amvaishnav
156
/* Proofread */
225374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૦||આમ્રપાલી}}
'''</noinclude>સુનીધ ? ' વર્ષકારે પાછળ દૃષ્ટિ કરી. પણ સુનીધ એક ડગલું આગળ ભરે તે પહેલાં જ કોઈ એક ભિખ્ખુ જેવો માણસ દ્વારમાંથી આવતો દેખાયો. તેને અટકાવવા માટે તેની પાછળ જ દ્વારપાલ પણ દોડતો આવી રહ્યો હતો.
{{gap}}વર્ષકારે પેલા ભિખ્ખુની સામે જોયુ. તરત તેને ઓળખી કાઢ્યો: ‘અલ્યા ! તુ ક્યાંથી ? શી વાત છે ? '
{{gap}}કોઈ કાંઈ સમજ્યું નહિહ. અજાતશત્રુ ઊભો રહી ગયો.
{{gap}}ભિખ્ખુ બે હાથ જોડીને આગળ વધી રહ્યો હતોઃ 'દેવ ! ધરાર સળગાવી દીધો.’ એટલામાં વર્ષકારે હાથની એક નિશાની કરી, અને દ્વારપાલ આગળ આવતો હતો તે ઉતાવળે પાછો ફરી ગયો. ભિખ્ખુ આગળ આવતો આવતો બોલી રહ્યો હતોઃ ‘ રાજા જોતો રહ્યો ને આખા મહેલ સળગી ગયો. પાંચસો દાસ દાસીઓ પણ સાથે જ સળગી ગયાં ! '
{{gap}}‘અરે ? પણ તું આ કોની વાત કરે છે ? આ શું છે મહાઅમાત્યજી ?
આ માણસ કોણ છે ? ' અજાતશત્રુ નવાઈ પામ્યો હતો.
{{gap}}‘તમે નીચે બેસો રાજકુમાર ! આપણે એની વાત સાંભળવી પડે તેમ છે. એ કોણ છે તમે જાણો છો ?'
{{gap}}'ના. કોણ છે ? ' અજાતશત્રુનો વેગ પોતાના અજ્ઞાનના ભાનથી શમી રહ્યો હતો.
{{gap}}'એ આપણા વત્સંદેશનો સત્રી છે. દરેક ગણરાજમાં ને બીજા રાજમાં સત્રીઓ બેઠા છે. તમે એ જાણો છો. એમના સમાચાર ઉપર આપણો આધાર છે. આનું નામ છે શોભિત. ઉદયન રાજાને ત્યાં કોસાંબીમાં એ આપણો સત્રી છે. શું છે શોભિત ? શી વાત છે ? કોનો રાજમહાલય સળગ્યો છે? કોણે સળગાવ્યો છે? તું અત્યારે ક્યાંથી આવી રહ્યો છે ?' વર્ષકારે એક પછી એક પ્રશ્ન પૂછવા મંડ્યા.
{{gap}}અજાતશત્રુને રાજગૃહની વાત વિષે ઘણી જ ઉતાવળ હતી. એને<noinclude></noinclude>
r0kwah6fngrg1rnxe7m7swm20qs8jiy
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૫
104
74038
225375
225119
2026-10-13T16:16:00Z
Amvaishnav
156
/* Proofread */
225375
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૪૧}}
'''</noinclude>રાજગૃહ દોડવું હતુ. પણ એને લાગ્યું કે આવનાર ભિખ્ખુની વાતમાં કાંઈક અજબ જેવું અવનવું જ જણાય છે. એટલે એ એક ઘડીભર શાંત જેવો થઈ ગયો.
{{gap}}શોભિતનું અચાનક આગમનનું કારણ વર્ષકારને પોતાને પણ હજી સમજાયું ન હતું. તેમ જ રાજમહાલય સળગવાની વાત પણ સમજાઈ ન હતી. રાજગૃહ વિષેની એ નથી એટલું જાણીને એ સ્વસ્થ થઈ ગયો હતો. તેણે શોભિતને આગળ બોલવાની નિશાની આપી.<noinclude></noinclude>
pvlvfjhxo1jddckopvt8fqw0f345spw
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૬
104
74039
225376
225120
2026-10-13T16:23:51Z
Amvaishnav
156
/* Proofread */
225376
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૪. શોભિતે શુ' કહ્યું ?''' | }}

{{gap}}''' ‘હું''' કૌશાંબી નગરીથી આવું છું… દેવ !
{{gap}}‘ ઉદયન રાજાની વાત છે મહારાજ !' શોભિતે આકર્ષક કથાની
શરૂઆત હોય તેમ કહ્યું.
{{gap}}'ઉદયન રાજાની વાત છે ? ' અજાતશત્રુ બોલ્યો. આ નામ આવતાં ઘડીભર રાજગૃહના સમાચાર પણ એને પાછા પડી જતા લાગ્યા. કટાહકને ઉતાવળે જવાબ આપવાનો છે એ પણ જાણે ભુલાઈ ગયું. શોભિતતી વાત એકદમ તદ્દન નવીન જ સમાચાર આપી જતી હતી.
{{gap}}શોભિત શ્રમણના વેષમાં હતો. તેની તરફ અજાતશત્રુ કુતુહુલતાથી જોઈ રહ્યો. મહાઅમાત્ય વર્ષકારની ઘણી ઘણી વાતમાં તે હજી કાંઈ જ સમજતો નથી, એવું ભાન થતાં, એ હવે વધારે શાંત થતો જતો હતો. ફરીને આસન ઉપર બેસતાં એ લગભગ શાંત થઈ ગયો. વર્ષકાર તેની તરફ જોઈ રહ્યો.
{{gap}}‘ વાત એવી છે મહારાજ !' શોભિત હાથ જોડીને બોલ્યો: 'અબહારના દુશ્મના જે નુકશાન ન કરી શકે તે ઘરના ઘર્ષણથી એક ક્ષણમાં થઈ જાય છે. કૌશામ્બીમાં એવું બની ગયું. તેની આ વાત છે !'
{{gap}}ઘરના ઘર્ષણને અટકાવવાની વાત વર્ષકારે હમણાં જ કરી<noinclude></noinclude>
1wn65unxkenlawevlhh780sxblt80yo
225377
225376
2026-10-13T16:24:22Z
Amvaishnav
156
225377
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૪. શોભિતે શું કહ્યું ?''' | }}

{{gap}}''' ‘હું''' કૌશાંબી નગરીથી આવું છું… દેવ !
{{gap}}‘ ઉદયન રાજાની વાત છે મહારાજ !' શોભિતે આકર્ષક કથાની
શરૂઆત હોય તેમ કહ્યું.
{{gap}}'ઉદયન રાજાની વાત છે ? ' અજાતશત્રુ બોલ્યો. આ નામ આવતાં ઘડીભર રાજગૃહના સમાચાર પણ એને પાછા પડી જતા લાગ્યા. કટાહકને ઉતાવળે જવાબ આપવાનો છે એ પણ જાણે ભુલાઈ ગયું. શોભિતતી વાત એકદમ તદ્દન નવીન જ સમાચાર આપી જતી હતી.
{{gap}}શોભિત શ્રમણના વેષમાં હતો. તેની તરફ અજાતશત્રુ કુતુહુલતાથી જોઈ રહ્યો. મહાઅમાત્ય વર્ષકારની ઘણી ઘણી વાતમાં તે હજી કાંઈ જ સમજતો નથી, એવું ભાન થતાં, એ હવે વધારે શાંત થતો જતો હતો. ફરીને આસન ઉપર બેસતાં એ લગભગ શાંત થઈ ગયો. વર્ષકાર તેની તરફ જોઈ રહ્યો.
{{gap}}‘ વાત એવી છે મહારાજ !' શોભિત હાથ જોડીને બોલ્યો: 'અબહારના દુશ્મના જે નુકશાન ન કરી શકે તે ઘરના ઘર્ષણથી એક ક્ષણમાં થઈ જાય છે. કૌશામ્બીમાં એવું બની ગયું. તેની આ વાત છે !'
{{gap}}ઘરના ઘર્ષણને અટકાવવાની વાત વર્ષકારે હમણાં જ કરી<noinclude></noinclude>
r28re66vdqstqplg8jad72jncn4yxsj
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૭
104
74040
225378
225121
2026-10-13T16:37:24Z
Amvaishnav
156
/* Proofread */
225378
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|શોભિતે શું કહ્યું?||૪૩}}
'''</noinclude>હતી. એણે અજાતશત્રુ સામે તેવુ. પણ રાજકુમારને વત્સંદેશના ઉદયનની અને અવંતીના ચંડપ્રદ્યોતની વાતમાં ગણતંત્રો કરતાં પણ વધુ રસ હતો. તે શોભિતની વાતનો અક્ષરે અક્ષર પકડવા એકકાન થઈ ને તેની સામે જોઈ રહ્યો હતો.
{{gap}}'વત્સદેશનો ઉદયન આપણો સૌથી બળવાન પ્રતિસ્પર્ધી છે તે તો મહારાજ જાણે છે. ગત મગધ મહારાજ ભિટ્ટયરાજના વખતમાં એણે જ આપણા ચંપાનગરીના જયને એક વખત પરાજ્યમાં ફેરવી નાખ્યો હતો. અને અંગરાજને રાજગાદી ઉપર પણ બેસારી દીધો હતો. અંગદેશ આપણા હાથમાં છે એ એને જરા પણ રૂચતું નથી.
{{gap}}'પણ કૌશામ્બીમાં અત્યારે જે બન્યું છે તે આપણા માટે બહુ સમયસરનું છે. એ આખી વાત સમજવા જેવી છે. અત્યારે તો અગદેશમાં આપણી બળવાન સેના આંહી પડી છે. અહાસેનાપતિ સુનીધ પોતે આંહી છે. મહાઅમાત્ય જેવા છે. મહારાજ પોતે રાજપ્રતિનિધિ તરીકે છે. એટલે વત્સરાજ શાંત દેખાય છે. પણ એ મનમાં શાંત નથી. એ તકની પ્રતીક્ષા કરે છે. અંગદેશ એને આંહી બેઠો છે. . . '
{{gap}}શોભિતે છાતી ઉપર હાથ મૂક્યો.
{{gap}}'એનું શું કારણ છે શોભિત ? આપણા હાથમાંથી અંગ લેવા જતાં તો એના દાંત હવે ખાટા થઈ જાય તેમ છે. એને શા માટે અગદેશ જ જોઈએ છે ? એની પાડોશમાં અવંતી છે. સિંંધુ સોવીર છે. મત્સ્ય છે. ત્યાં બળ વાપરે તો ? '
{{gap}}'અંગદેશ કોને ન જોઈ એ મહારાજ ? ' શોભિત બોલ્યો : 'જેના હાથમાં અંગદેશ હોય, તેને ત્યાં જબ્બર હાથીસેના પોસાય. તમામ જલવ્યવહાર ઉપર તેનો કાબૂ રહે. તામ્રલિપ્તિ ને સુવર્ણદ્વીપ જનારને અંગ દેશમાં જ આવવું પડે. ગાંધાર જેવાનું પણ બહાર જવાનું દ્વાર તો આ—ચંપાનગરી. અંગ દેશ જેના હાથમાં તે ‘ ભારતકુલભૂષણ ' એ મહા યશસ્વી નામ મેળવે. વત્સરાજ પોતાને 'ભારતકુલભૂષણ'<noinclude></noinclude>
k3fywmfvb3vpax37gxyn9ct4jmyqivv
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૮
104
74041
225379
225122
2026-10-13T16:53:53Z
Amvaishnav
156
/* Proofread */
225379
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૪||આમ્રપાલી}}
'''</noinclude>અત્યારે પણ મનાવે છે ! '
{{gap}}‘પણ ભારતદેશમાં એક ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યા વિના ? તે વિના એ ભારતકુલભૂષણ ક્યાંનો ?' વર્ષકાર બોલ્યો.
{{gap}}‘હા, ભન્તેમહાઅસત્ય ! તે વિના.' 'શોભિત ભિખ્ખુનો સ્વાંગ ભજવતો હોય તેમ બોલ્યો "એનો દાવો છે કે એ પાંડવોના છેલ્લા વારસ રાજા જનમેજયના વંશનો સીધો વારસ છે. એ અભિમાન વત્સરાજને હૈયે બેઠું છે. અવંતી એ અભિયાન કરી શકે તેમ નથી, અને મગધ દેશ, જ્યાંના બ્રાહ્મણોને પણ #<ref>#નામનો બ્રાહ્મણ.</ref>બ્રહ્મબંધુ કહેવામાં આવે છે, એ મગધ ‘ભારતકુલભૂષણ ' બને, અને સામ્રાજ્ય સ્થાપે તો તો થઈ રહ્યું ! ફરીને રાજા જરાસંધનો જુગ પ્રવર્તે ! વત્સરાજ આપણી સામે આ બધી જ વાતો કરે છે. એ સૌ મગધને પીંખવા, એટલા માટે, એક બન્યા છે.’
{{gap}}અજાતશત્રુ હવે એક ચિત્તે વાત સાંભળી રહ્યો.
{{gap}}વર્ષકાર રાજકુમારને હરક્ષણે નિહાળી રહ્યો હતો. શોભિતની વાતથી પોતાની નીતિને ટેકો મળતો જોઈ એ આનંદ પામી રહ્યો.
{{gap}}શોભિત આગળ વધ્યેા.
{{gap}}‘જનમેજય*<ref> *મહાભારતને જનમેજય.</ref> રાજાએ તક્ષશિલા જીત્યું હતું. તો ઉદયન રાજા પણ ગંધાર કમ્બોજ જીતવા ગયો હતો. વારાણસીથી તક્ષશિલા સુધીનું તેરસો જોજન મહારાજ્યનું સ્વપ્ન, મહારાજ ! કોને ન ગમે? એટલે વત્સરાજને અંગદેશ લેવો છે. એના મસ્તકમાં મા સરસ્વતી પોતે બેઠાં છે. ગજેન્દ્ર ગમે તેવો મત્ત હોય, રાજા ઉદયન એના કાનમાં એક ફૂંક મારે, એટલે એ ગજ અજ જેવો રાંક થઈ જાય ! અને એ ગજેન્દ્ર એનો દાસાનુદાસ થઈ રહે ! અવંતીના ચંડપ્રદ્યોત એની પાસેથી એ વિદ્યા લેવા ગયો, પણ વિદ્યા મેળવવાને બદલે, રાજકુમારી ખોઈને બેઠો એ વાત મહારાજથી ક્યાં અજાણી છે ? '<noinclude>

{{reflist}}</noinclude>
b3oqzh2ac6tfb63300hsue2bv1re97j
225380
225379
2026-10-13T16:55:01Z
Amvaishnav
156
225380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૪૪||આમ્રપાલી}}
'''</noinclude>અત્યારે પણ મનાવે છે ! '
{{gap}}‘પણ ભારતદેશમાં એક ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યા વિના ? તે વિના એ ભારતકુલભૂષણ ક્યાંનો ?' વર્ષકાર બોલ્યો.
{{gap}}‘હા, ભન્તેમહાઅમાત્ય ! તે વિના.' 'શોભિત ભિખ્ખુનો સ્વાંગ ભજવતો હોય તેમ બોલ્યો "એનો દાવો છે કે એ પાંડવોના છેલ્લા વારસ રાજા જનમેજયના વંશનો સીધો વારસ છે. એ અભિમાન વત્સરાજને હૈયે બેઠું છે. અવંતી એ અભિમાન કરી શકે તેમ નથી, અને મગધ દેશ, જ્યાંના બ્રાહ્મણોને પણ #<ref>#નામનો બ્રાહ્મણ.</ref>બ્રહ્મબંધુ કહેવામાં આવે છે, એ મગધ ‘ભારતકુલભૂષણ ' બને, અને સામ્રાજ્ય સ્થાપે તો તો થઈ રહ્યું ! ફરીને રાજા જરાસંધનો જુગ પ્રવર્તે ! વત્સરાજ આપણી સામે આ બધી જ વાતો કરે છે. એ સૌ મગધને પીંખવા, એટલા માટે, એક બન્યા છે.’
{{gap}}અજાતશત્રુ હવે એક ચિત્તે વાત સાંભળી રહ્યો.
{{gap}}વર્ષકાર રાજકુમારને હરક્ષણે નિહાળી રહ્યો હતો. શોભિતની વાતથી પોતાની નીતિને ટેકો મળતો જોઈ એ આનંદ પામી રહ્યો.
{{gap}}શોભિત આગળ વધ્યેા.
{{gap}}‘જનમેજય*<ref> *મહાભારતને જનમેજય.</ref> રાજાએ તક્ષશિલા જીત્યું હતું. તો ઉદયન રાજા પણ ગંધાર કમ્બોજ જીતવા ગયો હતો. વારાણસીથી તક્ષશિલા સુધીનું તેરસો જોજન મહારાજ્યનું સ્વપ્ન, મહારાજ ! કોને ન ગમે? એટલે વત્સરાજને અંગદેશ લેવો છે. એના મસ્તકમાં મા સરસ્વતી પોતે બેઠાં છે. ગજેન્દ્ર ગમે તેવો મત્ત હોય, રાજા ઉદયન એના કાનમાં એક ફૂંક મારે, એટલે એ ગજ અજ જેવો રાંક થઈ જાય ! અને એ ગજેન્દ્ર એનો દાસાનુદાસ થઈ રહે ! અવંતીના ચંડપ્રદ્યોત એની પાસેથી એ વિદ્યા લેવા ગયો, પણ વિદ્યા મેળવવાને બદલે, રાજકુમારી ખોઈને બેઠો એ વાત મહારાજથી ક્યાં અજાણી છે ? '<noinclude>

{{reflist}}</noinclude>
sz0rv07zcj2fjrevumksoz7pm7cqqfg
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૭
104
74175
225381
2026-10-14T04:46:20Z
Snehrashmi
2103
/* Not proofread */
225381
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૩||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૩}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
નગરસેલ્કિનીનુ ગારવ
૧૬૪
એના અરિ કાણું? મારે ત્યાં આવનારા ભલેને મોટા ચમરબંધી હોય,
ભલે ને શત કાટીપતિ હાય મારા સાન્નિધ્યમાં · એ કાં ઘેલા છે. કાં દર્દી
છે.’ ચારા સાન્નિધ્યમાં કાર્ય શસ્ત્રી નથી. કોઈ રાજનીતિજ્ઞ નથી. બધા જ
સરખા અકિંચન છે. આારી પાસે બેસનારા કાઈ જ પોતાપણુ` રાખનારા
નહિં હોય તે પછી અમિત્ર કોણ? મારી પાસે દિવ્યવાદન છે, કુદરતદીધી
શક્તિ છે. મારી પાસે મારું સ્વરાનું સામ્રાજ્ય છે. મારી પાસે દેવાની
સૃષ્ટિ છે. એ ષ્ટિ આાટે તે ભારતભરમાંથી ગમે તે આવશે. એ દુશ્મન
વે ને વાત કેવી ? મારા સાન્નિધ્યમાં બેઠેલેા માણુસ, એ તેા રસ-
સરિતાના તરસ્યા તૃષાતુર આત્મા બની જાય. એ સામન્ય માસ
રહ્યો છે કયાં ? એની તપાસ શી? ને વાત શી ? રૂપ અને ઈશ્વરે
આપ્યુ છે, કાઈ પણ અન્યાયી સત્તાને તાબે ન થવા માટે; તો સ ગીત,
મને ઈશ્વરે આપ્યું છે, કાઈ પણ માણસને દુશ્મન ન રહેવા દેવા માટે.
સપ્તભૂમિ પ્રાસાદમાં વૈશાલીના કાઈ જ દુશ્મન નિહ હાય તેની ગણત ંત્ર
ખાત્રી રાખે. મારી પાસે જ આરી વીણા પાસે બેઠેલા માણસ પણ
જો રાજદ્વારી માણસ રહી શકશે, તે હું વીણાના એકેએક તારને
તેાડીને ફેંકી દઈશ. એ રહી શકે જ નિહ. મારી કલા, તમામ રાજદ્વારી
ક્ષુલ્લકતાને સળગાવી દેવા માટે છે!'
‘ તે હશે. . . ’ગણતંત્રના વૃદ્ધ જનો મેલી ઊચા પણુ
આ શર્ત ન સ્વીકારાય.
‘આ શરત એ શરત નથી. એ તો જાણે કે ગણતંત્રને ખુલ્લા
આહ્વાન છે. એ શરત ન સ્વીકારાય. કદાપિ ન સ્વીકારાય.’
‘આ તો જાણે પોતે સથાગારની અધિષ્ઠાત્રી, ને સથાગાર
પરિષદ્ એની દાસી ! આવી વાત આંહી ચાલતી લાગે છે. એ હિ
બને. આ શરત નહિ સ્વીકારાય!'
એક પછી એક મૃત આવવા માંડયા.
મામલા તોફાને ચડતા જતા હતો. એ જોઈને આમ્રપાલીએ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
2w2hc5tigojk3p97zqtg18qmlzyfdj3
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૮
104
74176
225382
2026-10-14T04:46:50Z
Snehrashmi
2103
/* Not proofread */
225382
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૪||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૪}}
'''</noinclude>૧૬૪
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આમ્રપાલી
તરત પોતાના પગ ગૌરવભેર ત્યાંથી પાછો વાળ્યો. તે સંથાગાર તરફથી
ફરી ગઈ: તમે નિશ્ચય કરો મહાજના ! ' તે દૃઢતાથી મેલી: ‘ આરા
નિયમ અચલ છે. . . .અને અચલ રહેવાના છે. મારી કલાને હું કોઈની
દાસી નહિં મનાવું ! '
ત્યારે ગણતંત્રના નિશ્ચય જાણે લો. ગણતત્ર આ નિયમનાં
સ્વીકારે. અને ગણતંત્રના નિયમ સ્વીકારવા જ રહેશે ! ' એકી સાથે
અનેક અવાજ આવ્યા.
પણ આમ્રપાલી એ શબ્દો સાંભળવા ઊભી રહી નહિ. ચેડી-
વારમાં તા અને રથ નીલપદ્મભવન તરફ જતો દેખાયા.
સિહ સેનાપતિ સચિંત બની ગયા. જે આમ્રપાલી ગણતત્રને
માન આપવા તૈયાર થઈ હતી, તે આમ્રપાલી ત્યાં રહી ન હતી. માન
આપનારી આમ્રપાલી વૈશાલીની એક નગરવાસિની હતી. વૈશાલી એના
સનમાં એ વખતે કેન્દ્રસ્થાને હતું. તે વૈશાલીમય બની ગઈ હતી.
અને આજે? આજે હવે એ આમ્રપાલીને કલા આત્મા જાગ્યો
હતો. આજે એની વીણા એને માટે મુખ્ય બતી ગઈ હતી. એના
મુક્તમાનને કાર્ય મર્યાદા નહિ. કાઈ નિયમ નિહ. એ 'કાઈની દાસી
નહિ. આ ભાવના મુખ્ય બતી રહી એને ત્યાં રૂપની, રંગની, પ્રેમતી,
સંગીતની, જાણે કે એક મહાન સરિતા વહેવાની હતી. એમાં આવનાર
ઉપર નિયસન આવે તે એની કલાનુ' એમાં ગૌરવ શું ? આજે એનું
મન આ દષ્ટિ રાખતું હતું. આજે એને એની કલા પ્રતિભાનો વિજય
ટકારવ કરવાનો હતો. એના નારીને તે જ કાંઈક આશ્વાસન મળે.
સિંહ સમજતા હતા. ગણતંત્રના શબ્દ એ વૈશાલીમાં હરેક માટે આજ્ઞા
હતી. તે જ ગણતંત્રની એકતા ટકે, પણ આમ્રપાલી જેવી અસાધારણ
પ્રાંતભાને કેવળ જડ નિયમાથી બાંધવાની પ્રથા એ ગણત ંત્રની પેાતાની
જ દુર્બળતાના એકરાર હતો. આમ્રપાલીને મનાવવાની એને હજી
આશા હતી. તે ગણતંત્રની સામે જોઈ રહ્યો. હજી ત્યાં સંથાગારમાં
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Harichar<noinclude></noinclude>
h2zxsuv5oa5fvsu088jjxla7cil737e
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૭૯
104
74177
225383
2026-10-14T04:47:02Z
Snehrashmi
2103
/* Not proofread */
225383
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૫||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૫}}
'''</noinclude>Digitized by Ana Samaj Foundation Chennai and eGangotri
નગરશાભિનીનુ ગારવ
૧૬૫
તોફાનની હવા હતી. પણ ઘેાડીવારમાં શાંતિ થઈ એટલે એ બેધ્યાઃ
૯ ભન્તે ગણત ંત્ર ! એક વાત સમજવા જેવી છે. જેની પાસે ચીજ જ
અલૌકિક છે, તેને પોતાની કાઈ ને કાઈ શરત મૂકવાની ધૂન જાગી
આવે, એ શું સ્વાભાવિક નથી? એ વખતે જો એને ન સમજીએ, તે
નગરીની અહાનુભાવતા નથી. ઉદાહરણથી સમજે. વસંદેશના ઉદ્દયન
વીણાવાદનના કેટલા રસિયા આત્મા છે? વૈશાલીમાં આમ્રપાલીની વીણા
અલૌકિક છે. એસ ન બને કે વત્સરાજ આ અલૌકિક વસ્તુના આકર્ષણે
આંહી આવે ? '

• એ તા આવે . . ક્રમ ન આવે?'
પણ એ જ વખતે આપણી રાજદ્વારી વસ્તુ એમાં આડે
આવવાની ! '

એ તે બરાબર છે. વૈશાલી નગરી પહેલી ! ’
‘ત્યારે સમજવાનું જ એ છે, ભન્તે ગણતંત્ર: આમ્રપાલી બીજું
કાંઈ નથી કહેતી. એ કહે છે હું તો કલાની જુગજુગ પ્યાસી નારી છું.
મારી કલા પહેલી. મારી એ વસ્તુ શંકાથી પર. તે જ મારું ગૌરવ.
અસંખ્ય રૂપવતી સાથે મને મૂકીને તમે તમારા જ આત્માને
હણી નાખે છે.. આ વાત છે. ભન્તે ગણતંત્ર ! મને લાગે છે એની
એ શરત આમ સ્વીકારાય. આઠ દિવસ એને ત્યાં આવનારા સહી-
સલામત. આઠ દિવસ પહેલાં એને ત્યાં કાઈ તપાસ નહિ. આ દિવસ
એ શ'કાથી પર, સત્તાથી પર !'

જાશે ! ‘
અરે! પણ ભન્તે નાયક ! આઠ દિવસમાં તે આડે જુગ વીતી
‘એટલું પરાક્રમ જે વૈશાલીમાં નહિ હાય—તા તેા વૈશાલી ટકી
રહી ભન્તે ગણુસંધ !'
સિહના વાકયે સૌ વિચારમાં પડી ગયા. આ રીતે ઘણું ટળતું
હાય તે ટાળવા જેવું હતું એમ ઘણાને લાગ્યું. એ ઉપરાંત આમ્રપાલીનું
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
sufthw7f9l4hxk2napz3ghb5drjk93g
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૦
104
74178
225384
2026-10-14T04:47:17Z
Snehrashmi
2103
/* Not proofread */
225384
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૬||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૬}}
'''</noinclude>________________
૧૬૬
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આમ્રપાલી
અલૌકિક રૂપ ભૂલ્યે ભુલાતું ન હતું. એ રૂપમાં આત્તાવાહી અવાજ હતા. હજી પણ એનું ગજબનું આકર્ષણ જાણે આંહીં રહી ગયુ હતું. એ રૂપનું આહ્વાન હવામાં ફરતું હતું. એની સત્તાવાહી આજ્ઞાને માનવી જ પડે એવા એના પ્રભાવ હતો.
એકી સાથે એક અવાજ ઊઠયો : ' ભુતે નાયક ! તમારી વાત કમ્પ્યૂલ છે. જાએ. પણ હવે સંથાગાર નહિ મળે. આ વાત છેલ્લી છે. એને માન્ય ન હોય તો પછી સથાગારની આજ્ઞા જ સર્વોપરી છે. મહાનમનને સંભળાવી દેજો. આમ્રપાલીને પણ કહી દેન્તે. વૈશાલીના ધ્વનિ સાથે સથાગાર વેરાયે.
અસ !'
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
olic1hm6cuvospb402520u04fpp7w39
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૧
104
74179
225385
2026-10-14T04:47:30Z
Snehrashmi
2103
/* Not proofread */
225385
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૭||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૭}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
૧૮. અલૈાકિક વૈશાલી !
સિંહ નાયક જે કે રાજદ્વારી પુરુષ હતો અને વળી ગણ-
તંત્રના અગ્રી ઉપાસક હતા, છતાં એ વિશાળ દ્રષ્ટિવાળા મહાનુભાવ
હતો. એ સમજતા હતા. અલૌકિક પ્રતિભાને સેંકડો મૂખાંઆ, કેવળ
એક સ્થળમાં ભેગા બેસવાથી કે ખેલવાથી, જડ નિયમબધન આપે,
એ બહુમતવાદ પણ નથી, અને ગણતંત્ર પણ નથી ! આમ્રપાલી નારીને
માટે કદાચ નિયમ હેાય; કાંઈ એની કલા માટે કાઈ નિયમ હાય ! ગણતંત્રની
આ એક ભયંકર નિર્મૂળતા હતી. ગમે તેવી પ્રતિભાને પણ, એ અત્ય ંત
સામાન્ય હોય તેમ ગણીને, એને એ પેાતાના નિયમ પ્રમાણે જ ઘડવાની !
પણ એવું જડ ગણતંત્ર વહેલેમાડે અપાર શક્તિશાળી વ્યક્તિ-
એના ઉદ્ગમને રૂંધી નાખે. દેશના અલૌકિક બળને વ્યં ફેંકી દે.
વ્યક્તિની જુગજુગ જૂતી વારસા શક્તિને અત્યંત સામાન્ય માનીને વેડફ્રી
નાખે. એવાં ગત વા–છેવટે પોતાના ક્ષુલ્લક મતભેદોથી જ પોતે મરે
વ્યક્તિમાં જેમ ગણતંત્ર માટે ત્યાગ કરવાની શક્તિ જોઈ એ, તેમ
ગણત ંત્રમાં અસામાન્ય પ્રતિભાને સમજવાતી મહાનુભાવતા જોઈ એ.
એવાં ગણતંત્રો જ ટકે. સિંહ નાયક આ સમજતા હતા. આમ્રપાલી
ાસે જે હતું, તે આખી માનવજાતને ફેરવી નાખનારું જબરજસ્ત
સામર્થ્ય હતું. વૈશાલીની જનપદકલ્યાણી એ કાઈ સામાન્ય નારી નથી,
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
76qs2fehbzfjwlg8e159qxa3w74bu6k
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૨
104
74180
225386
2026-10-14T04:47:43Z
Snehrashmi
2103
/* Not proofread */
225386
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૮||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૮}}
'''</noinclude>Tigitized by Anya Samaj Foundation Channai and Gangotri
૧૬૮
આમ્રપાલી
એ ભાવનાથી જ એ `ઉત્તેજિત થઈ હતી. એતી શરતા એટલા માટે
હતી. એને મન એની કલાભાવના જ સર્વોપરી હતી.
પણ સિંહનાયકને હવે એક બી∞ ચિંતા થઈ. આમ્રપાલી આ
શરત ન સ્વીકારે તો ? તો ગણતંત્રે હવે છેલ્લો શબ્દ કહી દીધા હતા.
એના અર્થ એટલો જ કે ધણુ અનિવાર્ય હતું. તેણે ગમે તે રીતે
આમ્રપાલીને મનાવવી રહી.
સાંજ પડયે તે વૈશાલીમાં ફરવા નીકળી પડયો.
વૈશાલીના યુદ્ધોદ્યાનમાં એ આવ્યો. ત્યાં ચારે તરફ આવેલા ભવ્ય
અહાલયોના રત્નચિત ઝરૂખા જોતા જોતા તે વૈશાલીના વિશાળ
મેદાનમાં આવ્યો. આજે વાતાવરણ બદલાયેલું જણાતું હતું. કયાંય
સચાગારના ઘર્ષણની વાત થતી ન હતી. બધે મનાતું હતું કે પ્રવેણી
પુસ્તકનુ આન રહ્યું છે. હજારા ધોડેસવારો ને રથીએ ત્યાં નિયમ–
બહુ રહીને અધારામાં પણ ધનુા ઘાના અભ્યાસ કરતા દેખાયા.
પરદેશી, સોદાગરા, સાવાહે, દૂરદૂરના રાજકુઆરે, નગર-
શ્રેણીઓ, આ લિચ્છવી જુવાનોને કૌતુકથી નિહાળતા ત્યાં ઊભેલા
તેણે જોયા.
એક જગ્યાએ થીઓની સ્પર્ધા ચાલતી હતી. બીજી જગ્યાએ
હાથીએ ૢયુદ્ધની તાલીમ લેતા હતા. રથીએ જાબુડી રેશમી દોરીથી
વેગમાં દોડતા રથાને કાબુમાં રાખવા માટે તનતોડ મહેનત કરતા જણાતા
હતા. રાજહંસ જેવા ધોળા સુંદર ઉત્તુંગ કામ્બેજ અશ્વો જોડેલા
રથમાં બેસીને કયાંક કયાંક નગદ્વેષી અને જેટ્ટા આ બધું જોતા
બેઠા હતા. નગરી આખી, આનંદ, વિનેĒ, પ્રમાદ, ઉત્સાહ અને ઉલ્લા-
સમાં હતી. ઘણું ટળી ગયાની હવા ફેલાઈ ગઈ હતી. પણ એટલે જ
જ
સિંહને ચિંતા થતી હતી કે હવે જો ઘણુ પ્રગટશે, તે તે અગ્નિની
જેમ નગરીને તરત ભરખી લેશે !
ઠેકાણે ઠેકાણે વ્યાયામ થતા હતા. કયાંક રથમાં બેઠેલા શ્રેષ્ઠી-
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Harichar<noinclude></noinclude>
38tnpzajjlaas532ysr07y6dqi7bqr2
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૩
104
74181
225387
2026-10-14T04:47:54Z
Snehrashmi
2103
/* Not proofread */
225387
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૬૯||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૬૯}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
અલૌકિક વૈશાલી
૧૬૯
એના હીરામાણિકય સૌાિનુ તેજ જોવા લોકેાનાં ટાળાં મળ્યાં હતાં.
કચાંક વાત થતી હતી. કયાંક વિનોદ ચાલતો હતો. એક જગ્યાએ
એક માણસ તલવારસાં જોઈ ને માસનાં ને નગરીનાં ભવિષ્ય ભાખતો
હતા. એમાં એ મગધની નગરીનું ભવિષ્ય ભાખતા હતા. એને
વિનાશ હતા.
કે
સિંહનાયક આ બધુ જોતા જોતા આગળ વધ્યા. જ્યાં જુએ
ત્યાં સશકત સુંદર અશ્વિતીકુમારી જેવા, દેવના દીકરા હોય તેવા, રૂપાળા
લિચ્છી જુવાને નજરે પડતા હતા. નગરીમાં કાઈ નિબળ ન હતું.
કાઈ અકિંચન ન હતું. કયાંય કાઈ ક્ષુદ્ર કે ક્ષુલ્લક દેખાતુ ન હતું.
ખધે જ શો હતુ તાલીમ હતી. નિયમ અને શિસ્તપાલન હતાં. વૈશાલી
નગરીના વિચાર આવતાં સિંહ નાયકની છાતી અભિયાનમાં ને ઉલ્લા-
સમાં ખૂલી રહી. ઘડીભર એને થયું કે આખા ભારતવર્ષનાં બધાં રાજ-
તંત્રો ભલે ભેગાં થાય વૈશાલી અજેય રહેવાનો !

‘ આ લિચ્છવી જુવાનને કાઈ રોકી શકે ? ' તેને વિચાર આવ્યો
અને એ જ વખતે ધનુર્ધર મહાલી સાંભરી આવતાં તેની આંખ ભીની
થઈ ગઈ. અંધ ધનુÜરના અલૌકિક ત્યાગની ગાથા એના મનમાં
રમી રહી. વૈશાલી માટે થઈ ને એણે વગર દલીલે એકાંતવાસ સ્વી-
કાર્યાં હતા. અને છતાં ત્યાં બેઠાં પાંચસે લિચ્છવીઓને વિદ્યાતાલીમ
આપવાની અને તાલાવેલી લાગી હતી !
તે નીલપાસરોવરને કિનારે આવી પડ઼ોંચ્યા. સંધ્યાના રંગા પાણીને
સાનેરી રંગથી છાઈ રહ્યા હતા. ને પોયણાં ચદ્રને જોવા અરધું છાનુ
હસતાં હતાં.
સરોવરને કિનારે કિનારે અર્ધવર્તુલાકારમાં વૈશાલીનું વિલાસ-
ભવન ‘ પુષ્પવિહાર,’ આવ્યું હતું. નીચે પાણીમાં સ ંગેમરમરની મ’પિકા-
એના પડછાયા હાલતા હતા. જ્યાં ત્યાં મધુર કંઠની હેલી વરસી રહી
હતી, દીપાલિએથી શાભતી અનેક જલનૌકા સરાવરમાં રમવા
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridhar
---<noinclude></noinclude>
5smelt0qwm6xhvy297crha99yfiko5o
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૪
104
74182
225388
2026-10-14T04:48:09Z
Snehrashmi
2103
/* Not proofread */
225388
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૦||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૦}}
'''</noinclude>૧૭૦
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આસપાલી
માટે જતી દેખાતી હતી. સિંહનાયક ત્યાં એક પળભર થંભી ગયા.
વૈશાલીના આ ભાગમાં સુંદરતાની અવધ હતી. પાણી સુંદર હતાં.
ભવના સુંદર હતાં. રૂઋવેયાં રસ્તાઓ સુંદર હતા. ત્યાંના પુષ્પાની
રંગબેરંગી છંટા સુંદર હતી. નારીઓનાં જુથનાં જુથ સુંદરતાની સરિતા
વહાવતાં હતાં. વૈશાલી નગરી એક અને અલોકિક, ગંગનાંગણુની ક્રાઈ
અપ્સરા જેવી, આંહી દેખાતી હતી. સિંહ ત્યાં થંભી ગયા. આ બધું
જોઈ જ રહ્યો. થેડે દૂર જઈ ને તે પાછો કર્યાં. પણ તેની મુખમુદ્રા
ઉપર હવે ચિંતાની રેખા આવતી હતી.
એના અંતઃકરણમાં એક ઊંડી ઊંડી ગ્લાનિની છાયા : જાગી
ગઈ હતી. એના મનમાં પ્રશ્ન થતો હતા: આટલા બધા વૈભવ ને
વિલાસને પરિણામે, પ્રાના નારા કરનાર વસ્તુ તે આમાંથી નહિ જન્મે ?
લિમ્બીઓ સુંવાળા રેશમ માટે એમનું લાકડાનું કઠણ આશીકું તે
સિંહ છેડી દે ને ? ’
તેણે વિચાર કરતાં પોતાના ધોડો ત્યાં જ થંભાવ્યા. અને પછી
એને છેડી દીધા. તાલીમ પામેલા અશ્વ ત્યાં શાંત ઊભો રહી ગયા.
થાડે દૂર દેખાતા આમ્રપાલીના ‘ નીલપદ્મભવન ' તરફ જવા માટે એ
આગળ પગપાળા એકલા ચાહ્યા.
સિંહ નીલપદ્મભવન ' પાસે પહોંચ્યા. આમ્રપાલીના કલાલક્ષી
અત્યંત આગ્રહી સ્વભાવનુ આજે એને નવું જ દન થયું હતુ . એને
મનમાં હવે ચિંતા પેદી હતી. એને ડર તે એ હતો કે જો મહાનમન
વિચાર ફેરવી બેસશે, ને કાઈ પણ મહાન ધનુર સાથે આમ્રપાલી
વિષે વાગ્યાન જેવું પણ કરશે, તે હજારા જુવાન લિચ્છવીએ ધનુષના
ટકારવ કરતા સામસામા પક્ષમાં તત્કાલ ફેરવાઈ જશે. અને એ
એક જ ઘણું વૈશાલીને હણી નાખશે !
સિંહનાયક મનમાં આ દૃશ્યને જોતા હેાય તેમ વ્યથાથી ઘેાડીવાર
ચેાભી ગયા. એ પાસેના એક આરસ એટલા ઉપર બેસી ગયા. ત્ય
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridwar<noinclude></noinclude>
srpczr7avfik3w7gjhgnxto1ipyarjs
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૫
104
74183
225389
2026-10-14T04:48:21Z
Snehrashmi
2103
/* Not proofread */
225389
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૧||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૧}}
'''</noinclude>Digitized by Arva Samai Foundation Chennai and eGangotri
અલૈાકિક વૈશાલી

ષ્ટિએ રૂપભર્યાં નીલપદ્મભવન'ને નિહાળી રહ્યો.
c
૧૭૧
તેના મનમાંથી શ્રદ્ધાભર્યાં મોટા અવાજ અતે ઉઠયોઃ વૈશાલી !
વૈશાલી ! સિંહનાયક તે પ્રાણ હશે ત્યાંસુધી તને અખંડ રાખવા
ઝઝૂમશે જ ઝઝૂમરો, પરિણાઞ ગમે તે આવે. એ તે ઝઝૂમશે જ.’ આ
સંકલ્પથી નવું બળ મળ્યું હોય તેમ તે આગળ વધ્યા. આગળ તીલ-
પદ્મભવન”ના દ્વારમાં પેસતાં જ એક કાંસ્યલટા વાગી. અને તરત કલ્પ-
નાની મૂર્તિએ સખી દાસીએ ત્યાં સામે આવીને ઊભી રહી ગઇ. ઇંદ્રભવન
જેવા અનેક સુંદર ખંડામાં થઈ ને તે આમ્રપાલીના પેાતાના ભવનમાં
આપ્યો. આમ્રપાલી ત્યાં હીંડાળા ઉપર એકી હતી. તે કાંઈક વિચારમાં
પડી ગઈ હેાય તેમ જણાતું હતું. સિંહનાયકને જોતાં જ તે એકી થઈ ને
સામે આવી. તેણે અભિવાદન કર્યું. પાસેના એક ચ ંદનના રત્નજડિત
માજો ઉપર સિહ બેસી ગયા. તે વિચાર કરી રહ્યો. વૈશાલીને પોતાને
એક મહાન કામ મળ્યું છે. અથવા એણે આગળ પડીને ઉપાડ્યું છે.
ગણત ત્રોને સ્થિર કરવાનુ. વૈશાલી નગરીએ એ માટે આમ્રપાલીને
આમંત્રી છે. એ જો આંહી જનપદકલ્યાણી હાય, તેા ગણતંત્ર તરફ
અનેકાને સદ્ભાવ જાગે. ગણત ંત્ર સ્થિર થાય. રાજતત્રો ઊડી જાય.
આ વાત પણ આમ્રપાલીને હવે કરવી જ રહી. તે આમ્રપાલીને સામેના
એક બીજા બાજઠ ઉપર બેસતી નહાળી રહ્યો.
તેણે ધીમા મક્કમ શાંત નિરુપદ્રવી અવાજે વાત શરૂ કરી:
‘આમ્રપાલી ! હું કહેવા આવ્યો બ્રુ. તારી એ શરત ગણુતા ત્ર
નહિ સ્વીકારે ! ’
k
આમ્રપાલી દૃઢતાથી તેને જોઈ રહી.
સિંહનાયક આગળ બલ્કે પણ જનત ત્રપરિષદ્ હજી એક વાત
કબૂલે છે. આ દિવસની સૂચના આપ્યા પછી જ, તારું ભવન તપાસી
શકાય. એટલે એક રીતે તારી શરત ગણતંત્ર માન્યજ કરે છે. તારે
આ વેળુ વેકુર. એ ફળીમાં વેરતા.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridhar<noinclude></noinclude>
f3chkdnkrcn3sgzbihhjqaozjpyozfk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૬
104
74184
225390
2026-10-14T04:48:35Z
Snehrashmi
2103
/* Not proofread */
225390
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૨||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૨}}
'''</noinclude>૧૭૨
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
હવે ગણતત્રની ઇચ્છાને માન આપવું રહ્યું ! '

આમ્રપાલી
પણ હું તે! સ્ત્રી છું… ભન્તે સિંહનાયક ! હું આ દુષ્ટ નિયમ
જ ફેંકી દઉં છું. હું એકલી સહસ્રો સામે ઊભી છુ. તમારા આગ્રહને
વશ થઈને જ મે શરતો મૂકી હતી ! '

ગઈ ? '
અને કાલે તે કહ્યું હતું તે વાત શુ હવામાં ઊડી
ના. એ વાત છે. એ હવામાં ઊડી ગઈ નથી. પણ કાલે મને
મારી કલાનું દર્શન થયું ન હતું. આજે મને એ મળ્યુ છે. મારી કલા
જો તમારી દાસી બને, તે હું રૌરવ નરકમાં પડુ. એવા જીવદ્રોહ
હું કરું—એના કરતાં તો જલસમાધિ લઉ, અગ્નિ પ્રવેશ કરું, કે
છેવટે મારી વીણા તે। અને મૂંગા સ્વાતી અંજલિ અર્પે ! વીણા અને
એના તારા એ શું છે, એ મૂંગા તારાની અને મારી વચ્ચે શું ચાલી રહ્યુ છે,
એ જાણવાની તમારામાંચો કોઈનામાં જ તાકાત નથી. મારી વીણાને
પોતાની સ્વતંત્ર મુક્ત હવા છે .. અને હું નારી, મારે પણ મારી હવા
છે. હું તમારા આ ગણુત ંત્રને આ દુષ્ટ નિયમ જ સ્વીકારતી નથી !
આવાં ગણતંત્રો કેટલા દી ? ’
ન
સિંહનાયક અપમાન ગળી ગયો. એ અપમાન કાંઈ ન હોય તેમ
એણે આગળ ચલાવ્યું: આમ્રપાલી ! એવા વખત આવશે જ્યારે આ
નિયમ જ ઊડી જશે ! '

કયારે ?'
· જો હુઅણુાં તુ વૈશાલીને બચાવશે તા . . . '
૬ પશુ વૈશાલીને બચાવવા માટે હું શું મારા જીવદ્રોહ કરું ?
મારા સ્ત્રીત્વને અપમાનું ? મારી કલાને તમારી સત્તાની દાસી બનાવું?
સિંહે પોતાને શાંત અવાજ વધુ શાંત કર્યાં. પણ એમાં અનેાખી
ગૌરવ વાણી દેખાતી હતી.
‘ પ્રજાઓના ઉદ્ધાર માટે એટલું સ્વાર્પણ કર્યે જ છૂટકા છે આત્ર-
પાલી ! વૈશાલી વતી એ હું માગી લઉં હું. વૈશાલી રહેશે, તે જ એનુ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
eqy37g02ddq5z15m6k2cq2kamb8zjg3
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૭
104
74185
225391
2026-10-14T04:48:46Z
Snehrashmi
2103
/* Not proofread */
225391
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૩||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૩}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
અલૈાકિક વૈશાલી
૧૭૩
કાસ રહેશે. અને આ બધાં ગણતા તે જ ટકરશે. તા આપખુદ ભયંકર
રાજતત્રો જશે. હુ તારું, તારા સ્ત્રીત્વનું, તારી કલાનુ, અને તારા
જીવનનું ગણે તે તારા જીવનનું, પણ કેવળ સ્વાર્પણ માગી લઉં છું.
વૈશાલી વતી માગી લઉં છું. આમ્રપાલી ! તારી; કલા અમર રહેા.
તારું ગૌરવ અખંડ રહેા. ત્યાં રૂપની, રસની, રંગની, સ ગીતની, જીવન-
સૌરભતી, શાંતમધુરતાની, જે હેલી વરસશે તે કૈકને જીવનભરના વૈશાલીના
ગુનગાન કરતા કરી મૂકશે. વૈશાલીની મહત્તા ગણતંત્રને સ્થિર કરશે.
આ કોઈ ક્ષુલ્લક રાજત ંત્રનો પ્રપંચ નથી. તું વૈશાલીની છે. હું વૈશાલી
માટે આ માગું છું. ગણતંત્રે જે શરત સ્વીકારી છે તેથી તારી કલાનું
ગૌરવ હવે સચવાઈ રહે છે. તારે ત્યાં સાચા આવનારા કાઈ પણ
સંગીતરપિપાસુ આત્મા લેશ પણ ક્ષેાભ નાંહ અનુભવે. તારી કલા
મુક્ત અને સ્વતંત્ર. સત્તાથી પર, અનિયત્રિત. હું માત્ર વૈશાલો માટે,નહિ–
પણ અત્યારની અને આવી રહેલી અનેક પ્રજાની મુક્તિ માટે તારી
પાસે આ માગું છું. રાજતંત્રોએ અનેક અભાગી નારીઓને યાતના
આપી છે, તેમાંથી જો સમસ્ત નારીમંડળનો ઉદ્ધાર કરવા માટે તુ
આગળ નહિ આવે, તે ખીજું કાણુ આવશે ? તુ' વૈશાલીને આજે ઉગારી
લે. આમ્રપાલી ! તુ એક વખત ભવિષ્યની વૈશાલીની મહા નારીનું
પત્ર મેળવશે.' સિંહ પોતાના શબ્દોની અસર જોવા થાભ્યો. ફરી
એણે કહ્યું :
‘તે કાલે શું કહ્યું હતુ ? ધનુર્ મહાલીને શું પૃથ્વીની હવા
અને પ ંખીનાં ગાન, અને સૂરજને પ્રકાશ, અને પુષ્પોની વાતા, અને
જળતર ંગાની સ્વલીલા, ધનુર્ મહાલીને શું એ ગમતું નહિં હોય ?
પણ ના, વૈશાલીની ચારે તરફ દુશ્મન છે. તેમાંના કાર્ક પણ જાણી
જાય કે વૈશાલીના મહાલી હવે મડાલી રહ્યો નથી, તે! એના ભયંકર
આધાત પ્રત્યાઘાત ઊપડે. એટલા માટે એણે પોતે સામે પગલે ચાલીને
કેવળ અંધકારવાસ સ્વીકારી લીધે ! મહાલી કર્યાં છે એ હવે કાઈ
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
oiuzwwhpy6ilpgqf5wvxll7v3qwp4zn
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૮
104
74186
225392
2026-10-14T04:48:57Z
Snehrashmi
2103
/* Not proofread */
225392
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૪||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૪}}
'''</noinclude>૧૭૪
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
પાલી
નહિં જાણે. અને તેથી જ એ અચાનક નીકળી આવશે, એ ભય બધા
પાડાશી રાજતંત્રો સેવી રહેશે ! ' સિંહે જોયું કે એના શબ્દો ધારી
અસર કરી રહ્યા હતા. એણે આગળ કહ્યું:
‘ હાલીના આ ભવ્ય સ્વાર્પણુના જ્યારે પણ હું વિચાર કરું છું ત્યારે
લાગે છે કે વૈશાલી અહાન હશે, મહાલી ધનુર તેા મહાનામાં પણ અહાન
છે! અને તે પાંચસો લિચ્છવી જુવાનાને તૈયાર કરવાના છે. ભલે પોતે
પગ બન્યા, પણ પેાતાની વિદ્યાના વારસો ા વૈશાલીને મળતા જ
રહેવા જોઈ એ. અને એ પગ પણ પ્રેમ કરતાં થયા ? . . એ વાત . .'
આમ્રપાલીએ સહેજ હાથ ઊંચા કર્યાં. એના માં ઉપર મહાલીના
સંસ્મરણુથી વિષાદની છાયા પથરાઈ ગઈ હતી. તેણે શોકઘેરા અવાજે
કહ્યું: ‘ ભન્તે નાયક ! વૈશાલીના ઉદ્દાર માટે, પ્રજાએામાં ગણતંત્રની
ભાવનાને ફેલાવવા માટે, શું અમૂલ્ય એવું નારીનું નારીવ જ ખપનું
છે? બીજો કાઈ માર્ગ જ નથી ?'
‘ મહાન બનનારનુ સ્વાર્પણુ આમ્રપાલી ! અહાન હોય છે. કા
બીજો માર્ગ મને દેખાતા નથી ! ’
* વૈશાલીને મારા પ્રાણ આપું તે ? . . . ' આમ્રપાલી અત્યંત
દુ:ખથી લી.

'તો તો ભયંકરતા વધી પડશે અમ્યપાલો ! જબરજસ્ત આંતર-
વિગ્રહ જાગશે. મહાનમનને ઘા પડશે. એને લાગશે પુત્રીના ભોગ અપાયા.
એના પક્ષનાં તમામ ગણતંત્રને ધિક્કારતાં થઈ જશે. વૈશાલી તેા તારું
સ્ત્રીત્વ માગે છે, પાલી ! પ્રજાએના ઉદ્દાર માટે તારા મૃત શરીરને
નહિ, જીવતા શરીરને ખપ પડયો છે. હું વૈશાલી ગણતંત્રના સિંહ
સેનાપતિહારા નારીએ વતી, સેકડો જનસંખ્યા વતી, આ ભાગ
માગું છું!'

‘ભતે નાયક ! મારા જ આ માટે ખપ પડયો છે ? ' આમ્ર-
પાલીના અંતઃકરણમાં હવે તેા એક છેલ્લે ભયંકર ઘા થઈ રહ્યો હતો.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Haridwar<noinclude></noinclude>
lipitx6fb1m1byp1zlv4n06zogg68x0
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૮૯
104
74187
225393
2026-10-14T04:49:09Z
Snehrashmi
2103
/* Not proofread */
225393
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૫||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૫}}
'''</noinclude>Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
અલોકિક વૈશાલી
૧૭૫
તજવાની આ છેલ્લી પળે પાતે શું તજતી હતી, તેને હવે ખરેખરા
ખ્યાલ આવી રહ્યો હતો. પોતે ગમે તેટલું મહાન સ્વાર્પણુ કરે, પણુ
જનસમાજની દૃષ્ટિએ એ આમ્રપાલી રહેતી ન હતી, જે અદ્ભુત
આમ્રપાલી એ હતી, એ આમ્રપાલી જ આળસી જતી હતી! ઈશ્વરે
એને અદ્ભુત સ્ત્રીત્વ આપ્યું હતું. આજે એ એને છેડીને હમેશને
માટે જતુ રહેતુ હતુ… !
તે અત્યંત દુઃખથી શાકઘેરા અવાજે મેલી: ‘ નાયક ! મને શ્વિરે
સ્ત્રી બનાવી છે. અને સ્ત્રી અટાડવી એ એક એના જ હાથમાં છે. હું
સૌથી પહેલી અને છેલી સ્ત્રી છું. બીજું બધું એની પછવાડે છે. હું
સ્ત્રી; નાયક ! હું સ્ત્રીત્વ નહિ છે।પુ !'

સિંહનાયક ખિન્ન થઈ ગયાઃ · થયું ત્યારે આમ્રપાલી ! આ વૈશાલી-
નગરી હવે ગણતરીના દિવસેાની અતિથિ બની રહે છે. જે વૈસાલી
અત્યારે તક્ષશિલા, રાજગૃહ, શ્રાવસ્તી, અવંતી, કાશી, ચંપા, બધાને
ટક્કર આરે તેવી છે, તે થાડા વખતમાં હતી ન હતીથઈ જશે. તારું
સ્ત્રીત્વ અમર રહે! આમ્રપાલી ! હું જાઉં છું. ' તે જવા માટે
એ શ્વે.
આમ્રપાલીના હૃદય સાંસર એક ઘા થઈ રહ્યો હતો. પોતે જ
વૈશાલીના વિનાશનું કારણ બની રહી હતી. તે દુ:ખિત હૃદયે ખેલી
ઊડી ‘હાય રે! વૈશાલી ! તું લઈ લઈને મારું સ્ત્રીત્વ લેશે ? પછી
સારી પાસે શું રહેશે ? ’
4
‘લોકકલ્યાણ માટે સ્વાપણ કરેલા દેહ, આમ્રપાલી ! એ દેહ
તે મહાન આત્માનું મંદિર બની જાય છે. આત્મા શરીરમાં નથી રહેતા.
વિચારમાં રહે છે. ભાવનામાં રહે છે !'
આમ્રપાલી એક ઘડીભર શાંત થઈ ગઈ. ઘેાડીવાર પછી તે દૃઢ
દુઃખભર્યાં, શાકરા અવાજે એલી ઊડી: ‘નાયક ! આ બધા તર્કવાદ
ભયંકર છે. પણ વૈશાલી માટે થઈને હું મારું યૌવન, યશ, જીવન
CC-0. In Public Domain. Gurukul Kangn Collection, Haridhar<noinclude></noinclude>
bo6z479bfww3p6bhkf8dbzzyj098q9s
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૯૦
104
74188
225394
2026-10-14T04:49:19Z
Snehrashmi
2103
/* Not proofread */
225394
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''
{{rh|૧૭૬||આમ્રપાલી}}

{{rh||આમ્રપાલી||૧૭૬}}
'''</noinclude>.
૧૭૬
Digitized by Arya Samaj Foundation Chennai and eGangotri
આસપાલી
અધુ જ સમર્પણ કરું છું. આવતી કાલથી હુ પુષ્પવેહાર રહેવા
જઈશ જા, પણ નાયક ! લિન્ત્રીએ વિલાસી બન્યા છે માટે તેમને
નાશ નજીક છે! આવતી કાલથી હું આમ્રપાલી, મહાનમનની પુત્રી,
નૌલપદ્મભુવનની અધિષ્ટાત્રી, મારી અદ્ભુત વીણાના સપ્તતારની વાણી,
કાલથી હું હવે વારાંગના અય્યપાલી બની જાઉં છું. હવે મારી અદ્ભુત
વીણાના સ્વરા દ્વારા જ જીવન સૌરભની ઝાંખી કરવી રહી ! ભન્તે નાયક !
આવતી કાલથી જ હું પુવિહારમાં રહેવા જાઉ છું. . . આજ આ
છેલ્લા દિવસ છે. . . આવતી કાલથી . . . નગરદ્યાય કરાવા . . .
.. હું
પુષ્પવિહારમાં હોઈશ . .'
એટલું ખેલતામાં એને કંઠે રૂધાઈ જતો લાગ્યો. તે વીજળીની
ઝડપથી બેઠી થઈને અંદર દેડી ગઈ. અંદરના ખંડમાં જતાં જ એના
દાખેલા સ્તનને અવાજ સિંહનાયકને કાને આવ્યું.

સિહે જવા માટે પગ ઉપાડયો હતો તે ખાંચાયાઃ દેવી ! વૈશાલી
તો પ્રસન્નચિત્તે આપેલા ભાગ લે છે. આમ્રપાલી ! હું પોતે તને બધનમુકત
કરું છું. જા, હું નગરીના જનસંધને કેમ વાળવા તે જોઈશ. આવે
ભોગ વૈશાલીને ખપતા નથી. ન ખપે. એનુ મહાન નગરીનું બિરુદ
જોખમાય ! આંસુ સાથે આપેલા ભાગ વૈશાલીને ન ખપે અશ્ત્રપાલી !’
આંસુ ? ' અમ્નપાલી એકદમ બારણામાં બહાર આવી. તેને
C
ચહેરો કડક અને ઉચ્ચ હતા.
· આંસુ કયાં છે નાયક ? ' તે સીધી ટટ્ટાર ઉન્નત બની ગઈ :
આંસુ તે નાયક ! હવે શરીરમાં કયાંયે નથી, આત્મામાં છે. અને તે
તે વહાલી વૈશાલી આર્ટ હમેશાં ખરશે ! આવી નગરી . . અને આવી ? ’
સિંહના જવાબ સાંભળવા માટે ઊભી ન રહેતાં તે તરત જ અંદરના
ખંડમાં દોડી ગઈ.
ચંદનના સુગંધી તેલથી મહેકતી સાનાની દીવીઓ પાસે થઈને
નાયક ધીમે ભારે પગલે બહાર ચાઢ્યા ગયા.
CC-0. In Public Domain. Gurukul Kangi Collection, Harichar<noinclude></noinclude>
fcp5kqvqomk32cokveelj8buhab2d84