વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૩
104
74016
225420
225316
2026-10-15T16:19:07Z
Meghdhanu
3380
/* Validated */
225420
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''ફૂલમાં અગ્નિ'''|||'''૧૯'''}}
'''</noinclude>હતો. બીજી રીતે જોતાં તો તે સીધો સાદો અનાકર્ષક પુરુષ લાગતો હતો. છતાં આ ત્રણેમાં તો જાણે એ જ મુખ્ય પુરુષ હોય એમ જણાતું હતું. એના ચહેરા ઉપર કોઈ ખાસ ગૌરવનું ચિહ્ન ન હતું, રાજદ્વારી ઉચ્ચ અધિકારીઓમાં દેખાય તેવો કાઈ પ્રતાપ પણ ત્યાં ન હતો. છતાં લાગે કે તેની પાસે જાણે કાંઈક એવું હતું જે કોઈની જ પાસે જોવા મળે તેમ ન હતું. એની દૃષ્ટિમાં ગજબની વીજળી બેઠી હતી.
{{gap}}કોઈક વખત મેઘલી રાતે, આકાશનાં સાતે સાત પડ વીંધી નાખે તેવી, લખલખતી, આછા આસ્માની રંગની, બાળી નાખે તેવી, તેજ તેજના અંબાર સમી, વીજળી પ્રગટ થઈ આવે છે, તેવી વીજળી એની આંખમાં બેઠી હતી. એ માત્ર સામે જુએ, અને એના એક દૃષ્ટિકોણથી, એ માણસને પગથી માથા સુધી એક જ વખત નિહાળે, એટલામાં તો, ગમે તેવો હિમ્મતવાળો માણસ હોય તો પણ, એ ધ્રૂજી ઊઠે, એના કટિવસ્ત્રની ગ્રંથી છૂટી પડે. એટલી બધી વેધકતા એની દૃષ્ટિમાં હતી. એવી દૃષ્ટિ વડે એ સામે જુએ અને એના ચહેરાનાં છાપ, દેખાવ, આકર્ષકતા, પ્રતાપ બધું જ જાણે ફરી જાય! ન જુએ ત્યાં સુધી એ કાંઈ જ ન લાગે. સામાન્ય માણસ જેવો માણસ લાગે. પણ જેવી એની દૃષ્ટિએ સામે મીટ માંડી, અને એમાંથી વેધકતા પ્રગટ થઈ કે, એનો આખો સીનો જ બદલાઈ જાય. હવા પણ ફરી જાય.
{{gap}}એવા આ કેસરી સિંહ સમો પુરુષ તે બીજો કોઈ નહિ, પણ જેના નામ માત્રથી કોશલપતિ પ્રસેનજીત જેવા ધ્રૂજતા, જેના નામના જાદુથી અંગુલિમાલ જેવા લૂંટારા મગધની હદમાં પ્રવેશ ન કરવામાં જ સલામતી જોતા, લિચ્છવીઓ જેવા યુદ્ઘનિપુણ નરવ્યાઘ્રોની સેના પણ, જેની સાથે લડાઈ લેવામાં જોખમ સમજીને, સો સો વખત પોતાના *<ref>*ગણરાજ્યોનું સભાસ્થાન. ત્યાં પરિષદ્ ભરાતી, સભાઓ થતી, મતો લેવાતા, પ્રશ્નો ચર્ચાતા. મત માટે તે વખતનો શબ્દ 'છંદ' છે, છંદ એટલે સ્વતંત્રતા.</ref>સંથાગારમાં સભાઓ ભરતી, ચંડપ્રદ્યોત જેવા અવંતીપતિ જેની<noinclude>

{{reflist}}</noinclude>
c1x39abgi3fh2tbs6lrxl15ffzro91v
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૪
104
74017
225424
225322
2026-10-15T16:24:02Z
Meghdhanu
3380
/* Validated */
225424
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૨૦||આમ્રપાલી}}
'''</noinclude>સામે થવામાં માનહાનિનું જોખમ જોતા જેની ચાલ, જેની કુનેહ, જેની કૂટનીતિ ભયાનક શસ્ત્રઅસ્રોને પણ તણખલાં જેવાં કરી દેવામાં સમર્થ ગણાતી, તે મગધનો પ્રતાપી બ્રાહ્મણ મહાઅમાત્ય વર્ષકાર હતો. લોકજીભે ચડેલું એનું નામ વસ્સકાર હતું. એની સાથે બેઠેલો તે પંડિત જુવાનદેવ. એ વર્ષકારનો મિત્ર અને સહાયક હતો. સામે શિલા ઉપર બેઠેલો તક્ષક તે મગધનો મહાન યુદ્ધપતિ સુનીધ હતો.
{{gap}}આ ત્રણે જણા અત્યારે અંગદેશની અને મગધની વચ્ચેના સબંધની વાત કરતા હતા. આ અકસ્માતી ફૂલને જોઈ ને એની વીજળિક અસર વિષે એ વિચાર કરી રહ્યા હતા. વર્ષકારનો ધીમો શાંત અવાજ આવ્યો : ‘સુનીધ! તને બરાબર ખાત્રી છે કે તારા સિવાય બીજા કોઈએ આ ફૂલ હજી જોયું નથી?‘
{{gap}}જવાબ આપતા પહેલાં સુનીધ ઘડીભર થોભ્યો. પછી ધીમેથી વિશ્વાસથી બોલ્યો: ’હા દેવ! મને ખાતરી છે!‘
{{gap}}’ઉદ્યાનરક્ષકે પણ?’
{{gap}}’ઉદ્યાનરક્ષકે પણ નથી જોયું!‘
{{gap}}’ત્યારે જો, આ ફૂલનું આપણે મન કોઈ મહત્ત્વ નથી; પણ લોકોના મનમાં જે કોઈ વાત વર્ષોથી જડ કરીને બેઠી હોય, તેને એકદમ ઉખેડી શકાતી નથી. એને માટે રાહ જોવાની ધીરજ જોઈએ. આ ફૂલ ભયંકર છે એમ બોલીએ તો, આપણને કોઈ બુદ્ધિ વિનાના માને. પણ અંગદેશ આપણો થયો છે, છતાં જ્યારે જ્યારે રાણી ગગ્ગરાએ રચેલી આંહીની અદ્ભુત પુષ્કરિણીઓ લોકો જુએ છે, ત્યારે ત્યારે એમને એ મહારાણી પાછાં સજીવન થતાં જણાય છે! આ પુષ્કરિણીઓ એમને વૈશાલીની સુંદર પુષ્કરિણીઓ સમાન લાગે છે. સામે કાંઠે વિદેહમાં એ ગણરાજ તંત્ર જુએ છે. ત્યાં હમ્મેશાં છ છ લક્ષનાં તો દાન થાય છે. એટલે આંહીંનું રાજતંત્ર એમને કંટકની માફક ખટકે છે. રાજપલટો થાશે એવી નાની પણ હવાની લેરખી ને એક વખત ચાલતી<noinclude></noinclude>
cwat7n8rpkg3nm4fa5wuagg0pc2mpua
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૫
104
74018
225427
225323
2026-10-15T16:30:36Z
Meghdhanu
3380
/* Validated */
225427
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''ફૂલમાં અગ્નિ'''|||'''૨૧'''}}
'''</noinclude>થઈ તો એ ખતરનાક નીવડશે. કેમ તક્ષકદેવ?‘
{{gap}}’આપણી યોજનાના મૂળમાં જ એ ઘા કરી જાશે !‘ તક્ષકદેવે કહ્યું.
{{gap}}’એટલે મેં કહ્યું કે આ ફૂલ ભયંકર છે. એ અગ્નિના તણખા જેવું છે. લોકો ઘાસ જેવા છે. અત્યારે જ એ ફૂલને આપણે ઉઠાવી લો. એને ગંગાના પ્રવાહમાં ફેંકી દ્યો!‘
{{gap}}’પણ પછી બીજું આવશે તો?‘ પંડિત તક્ષકદેવ બોલ્યો: ’શી ખાતરી કે બીજું નહિ આવે?‘
{{gap}}’બીજાં આવશે તો જોઈ લેવાશે, અત્યારે આને તો ફેંકી દો!’
{{gap}}મહાઅમાત્યની આજ્ઞા થતાં જ સુનીધે શિલા ઉપર ઊભા થઈ ધનુષ્યને લંબાવી તેની પ્રત્યંચામાં ભરાવીને વૃક્ષ ઉપરથી ફૂલને ઉપાડી લીધું.
{{gap}}’બસ. ચાલો હવે . . . . . ગંગાપ્રવાહમાં એને વહેવરાવી દેજે સુનીધ! એટલે પત્યું‘ વર્ષકાર બોલ્યો. ‘અને આપણે મુખ્યદ્વાર છોડીને જ બહાર નીકળો. વખત છે કોઈને શંકા જાય!‘
{{gap}}ત્રણે જણા મુખ્યદ્વારની દિશા છોડીને બીજે જ રસ્તે ચાલ્યા.
{{gap}}પણ જ્યાં એ ઉદ્યાનમાંથી બહાર નીકળી રાણી ગગ્ગરાની બંધાવેલી મનેાહર પુષ્કરિણીને કિનારે કિનારે જવા માટે આગળ વધ્યા કે ત્યાં પ્રવેશદ્વાર પાસે જ, એમણે એક ઉત્તુંગ તેજસી શ્યામ ઘોડાને ઊભેલો જોયો. જરાક વધારે દૃષ્ટિ કરતાં તે આશ્ચર્યથી થંભી ગયા. અસલ કમ્બોજનો અશ્વ! મગધનો કોઈ રાજપુરૂષ આવ્યો છે કે શું? એમના મનમાં શંકા થઈ ગઈ. બે ડગલાં આગળ ગયા ત્યાં તો એમને વધારે આશ્ચર્યમાં નાખી દે તેવો શુદ્ધ સોનેરી રણકાનો એક તેજસ્વી અવાજ સંભળાયો:
{{gap}}‘કોણ છે એ અત્યારે? ઉદ્યાનમાંથી કોણ આવી રહ્યું છે?‘
{{gap}}મહાઅમાત્ય વર્ષકાર આશ્ચર્યચકિત થઈ ગયા. એને નવાઈ<noinclude></noinclude>
b1psr02dcf1awoyinpk7eq376y9h1dc
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૬
104
74019
225428
225324
2026-10-15T16:33:07Z
Meghdhanu
3380
/* Validated */
225428
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૨૨||આમ્રપાલી}}
'''</noinclude>લાગી. એને ફૂલ સાંભરી આવ્યું. ખરેખર કાંઈક નવાજૂની બનેલી હોવી જોઈએ. નહિતર કોઈનો નહિ, અને મગધના રાજકુમાર અજાતશત્રુનો પોતાનો અવાજ અત્યારે આવે વખતે આંહી પુષ્કરિણીને કિનારે ક્યાંથી હોય? એ તો અત્યારે રાજમહાલયમાં નિરાંતની નિદ્રામાં હોય.
{{gap}}એટલે ચોક્કસ મગધમાં કાંઈક નવાજૂની બની લાગે છે. એને ગંગાકિનારાની વાત યાદ આવી ગઈ. લિચ્છવીઓ આગળ વધ્યા હશે કે શું? ચોક્કસ ખાતરી કરવા માટે તે ઉતાવળે પગલે ઘોડા તરફ જ આગળ વધ્યો. અને એટલામાં તો સામેના ભવ્ય તેજસ્વી શ્યામ ઘોડાને તેણે તરત યુવરાજના ઘોડા તરીકે ઓળખી કાઢ્યો.
{{gap}}મહાઅમાત્ય એકદમ આગળ વધ્યો.
{{gap}}યુવરાજ પોતે જ ત્યાં ઘોડા ઉપર હતો. એના ઉપર દષ્ટિ પડતાં જ વર્ષકારને ખાત્રી થઈ ગઈ કે ચોક્કસ મગધમાં કાંઈક પણ અવનવી ઘટના બનેલી હોવી જોઈએ. તે વિના રાજકુમાર અજાતશત્રુ પોતે અત્યારે આંહીં આવીને ઊભો ન રહે!
{{gap}}શું હશે? તેના મનમાં એકદમ ગંભીર પ્રશ્ન ઊભો થઈ ગયો.
{{gap}}રાજકુમારના ઉતાવળા વેગીલા સ્વભાવની પણ એને મનમાં મોટી ચિંતા રહેતી. રાજકુમાર તરફ વધુ નજીક જવા માટે તે આગળ સર્યો.<noinclude></noinclude>
95m0eh6rqlw0yjw293lt7scjv8elfj8
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૭
104
74020
225429
225325
2026-10-15T16:35:53Z
Meghdhanu
3380
/* Validated */
225429
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

{{સ-મ| |'''૨. મગધનો યુવરાજકુમાર''' | }}

{{gap}}'''રસાયન''' લેતાં ન આવડે તો એમ કહેવાય છે કે રસાયન જ માણસને હણી નાખે છે. એવું જ કાંઈક આ યુવરાજ વિષે હતું. ને વર્ષકારને રાતિદવસ એ ચિંતા પણ હતી. બીજી રીતે મગધના આ મહાપરાક્રમી તેજસ્વી રાજકુમારને એણે પોતે જ ઘડ્યો હતો. હિમાચલથી વિંધ્ય અને ગાંધારથી અંગદેશ સુધીનું એક મહાન ભવ્ય આર્યાવર્ત્ત સરજવાનું સ્વપ્નું, પણ પંડિત તક્ષકદેવ જેવાએ એને આપ્યું હતું. રાજકુમાર નાનો હતો, હજી એ ઘોડેસવારી શીખતો હતો, ધનુષની પ્રત્યંચાને ખેંચવાની રમ્મત કરતો હતો, ત્યારે જ પંડિત તક્ષકદેવે એનું હીર પારખી લીધું હતું. અને એણે જ વર્ષકારને કહ્યું હતું કે ‘તમારું સ્વપ્ન સિદ્ધ કરવાની તાકાત જો કોઈનામાં હોય તો તે આ એક કિશોરમાં છે. એને હાથમાં લો. ભૂગર્ભમાં સુતેલા મહારત્નની પ્રભા એનામાં છે. આર્યાવર્ત્તનું, ભારતના યુદ્ધ પછીનું, પહેલું મહાન સામ્રાજ્ય સ્થાપવાની શક્તિ હજી એનામાં દેખાય છે. રાજસૂય યજ્ઞનો અગ્નિ એ પ્રગટાવે તેમ છે. એના લોહીમાં અશ્વમેધની ચક્રવર્તી ભાવના બેઠી છે. ઈન્દ્રમહાઅભિષેકનો વારસો એ જાળવે તેમ છે. આ એક જ કુમાર મગધને આંગણે છે, જે તમારું સ્વપ્નુંં સિદ્ધ કરી શકે. બીજા બધા તો આપણે જોયા છે. એ કાં સાધુ થવા જન્મ્યા છે, કાં બીજા જ કામ માટે છે. હલ્લ છે,<noinclude></noinclude>
iuzgn8y3em5dtbnl4s7016bf3ixc5qc
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૮
104
74021
225430
225326
2026-10-15T16:39:40Z
Meghdhanu
3380
/* Validated */
225430
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|૨૪||આમ્રપાલી}}
'''</noinclude>વિહલ્લ છે, શીલવત છે, વિમલકોંડણ છે, જયસેન છે, નંદિષેણ છે, એમ ઘણા છે. પણ સામ્રાજ્ય સ્થાપના માટેની શક્તિ તો આના એકનામાં છે.’
{{gap}}અને મહાઅમાત્ય વર્ષકારે પોતે જાતે દેખરેખ રાખીને રાજકુમારને નાનપણથી ઘડ્યો હતો. એની યુદ્ધકલા, એની હસ્તિકલા, એનું અશ્વજ્ઞાન, એની વાણી, એનું વીરત્વ બધું જ વર્ષકારનું સર્જન હતું.
{{gap}}પણ હવે મહામંત્રી વર્ષાકાર અને પંડિત તક્ષકદેવ બન્ને પોતાના આ પ્રતાપી શિષ્યથી પોતે જ ધ્રુજી રહ્યા હતા!
{{gap}}કારણકે એની મહત્ત્વાકાંક્ષા તો એમણે જગાડી હતી, પણ હવે એ મહત્ત્વાકાંક્ષાને જાણે કોઈ સીમા જ ન હતી. એને મહાન સમ્રાટ બનવાનું સ્વપ્નું તો એમણે આપ્યું, પણ મગધની આ રાજગાદી ઉપર થઈ ગયેલા, બળવાન જરાસંધને પણ ક્યાંય પાછા નાખી દે, એવું ભયંકર કૃતનિશ્ચયી મનેાબળ, એ પ્રગટ કરવા મંડ્યો હતો. એનો એક એક શબ્દ—બોલતો આત્મવિશ્વાસથી; પણ એ જ છેલ્લો શબ્દ હતો. એમાં ફેરફારને સ્થાન જ ન હતું. એની સામ્રાજ્ય સ્થાપવાની યોજના, કડીબદ્ધ, વ્યવસ્થિત, સંપૂર્ણ હતી. પણ એમાં આડે આવનાર માટે એ અગ્નિ, સમુદ્ર, શસ્ત્ર અને હલાહલ ઝેર બધું જ વાપરવાની શક્તિ ધરાવતો હતો.
{{gap}}એ વીરનર હતો એ ખરું; પણ મહાન વીરનરમાં જોવા મળે છે, એવી કોઈ સુંદર રેખાનો જન્મ હજી ત્યાં દેખાતો ન હતો. મહાઅમાત્ય વર્ષકારને ચિંતા એ જ હતી. એ વીજળી જેવો વેગ ધરાવતો હતો. સમુદ્ર જેવું અગાધ બળ દાખવતો હતો. અગ્નિ સમી સર્વનાશની શક્તિ દેખાડી રહ્યો હતો. તમામને પરાજ્ય આપવાની અદ્ભુત આત્મશ્રદ્ધાનો એ સ્વામી હતો. પણ માત્ર એક ગૌરવભરી સુંદર રેખા વિના, એનું વ્યક્તિત્વ બધાને ધ્રુજાવી દે તેવા જબ્બરજસ્ત વાવંટોળી મરૂતનું સ્વરૂપ ધારણ કરતું જતું હતું. લિચ્છવીઓ સાથેના હમણાના જ બંદર વિષેના ઝગડામાં એ વર્ષાકારે જોયું હતું.
{{gap}}વર્ષકાર મહાઅમાત્યને તો એક ગૌરવશાલી સાચો સમ્રાટ્ જોઈતો<noinclude></noinclude>
5107olvwcttksa0i2k8f455nqlo3d69
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૪
104
74027
225434
225345
2026-10-16T04:01:16Z
Snehrashmi
2103
/* Validated */
225434
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૦||આમ્રપાલી}}
'''</noinclude>જૂની વાત કરી નાખી હોય. રાજગૃહની નવાજૂની એનાથી અજાણી તો ન રહેતી. એણે ત્યાંની ઘણી વાત જાણી હતી, પણ એના મત પ્રમાણે એ કોઈ તાત્કાલિક ભયજનક વાત ન હતી. શું હશે એ એકદમ કળી શકાયું નહિ. રથ રાજમહાલય પાસે અટક્યો. તે શાંતિથી જ તેમાંથી ઊતર્યો. તક્ષકદેવ ને સુનીધ એની સાથે હતા.
{{gap}}તેમણે રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજમહાલય અત્યારે પણ ઝળાંઝળાં દીપાવલિથી પ્રકાશી ઊઠ્યો હતો. સેંકડો સુગંધી દીપો ત્યાં પ્રગટ્યા હતા.
{{gap}}ત્યાં ઊભેલા દ્વારરક્ષકોએ નમીને એક તરફ ખસી જઈ મહાઅમાત્યને જવા દીધા. રાજા બિંબિસારની માફક જ એના પુત્રે મહાલયમાં અમુક વખત પછી કોઈનો પણ પ્રવેશ ન થાય, એવી આજ્ઞા આપી રાખી હતી. આજે એ આજ્ઞાનો પ્રથમ જ ભંગ થતો જણાયો. મહાઅમાત્ય, રાજમહાલયના વચ્ચેના ખંડમાં આવ્યો. રાજકુમાર અજાતશત્રુ એમની પહેલાં ત્યાં આવી પહોંચ્યો હતો.
{{gap}}મૂલ્યવાન સોનેરી રૂપેરી આભૂષણો પહેરીને તે ત્યાં બેઠો હતો. સેંકડો દીપિકાઓના પ્રકાશથી આખો ખંડ અજવાળામાં નાહી રહ્યો હતો.
{{gap}}મહાઅમાત્યની દૃષ્ટિ હવે પ્રકાશમાં રાજકુમારને નીરખી રહી. તેની મુખમુદ્રા તો રૂપાળી, ગૌરવ ભરેલી, ગર્વિષ્ટ, તેજસ્વી જે હતી તે હતી. પણ તેની આંખમાં વજ્જરનું અણનમ લોહ આવી ગયું હતું. તે કોઈને, ખુદ ઇંદ્રને પણ નમવામાં માનતો ન હોય તેમ ટટ્ટાર સીધો અને દૃઢ બેઠો હતો. વર્ષકારે એક દૃષ્ટિમાં એ જોઈ લીધું. એ આગળ વધ્યો. રાજકુમારની સામે એક કોઈ સામાન્ય માણસ ઊભેલો જણાયો. વર્ષકાર સમજી ગયો. એ જ રાજગૃહનો સંદેશવાહક હોવો જોઈએ.
{{gap}}પાસેના આસન ઉપર એણે જગ્યા લીધી. રાજકુમારના પ્રથમ બોલ માટે એ રાહ જોતો શાંત બેઠો રહ્યો. તક્ષકદેવ ને સુનીધ ત્યાં પાસે જ બેઠા. અજાતશત્રુના મોં ઉપર સેંકડો તરંગો આવીને ચાલ્યા<noinclude></noinclude>
krh31jhebbq4to3hjzdmaxcty8awgn7
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૫
104
74028
225435
225346
2026-10-16T04:07:10Z
Snehrashmi
2103
/* Validated */
225435
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન ||૩૧}}
'''</noinclude>જતા મહાઅમાત્યે નિહાળ્યા. કોઈ અગ્નિના પુંજ જેવો એ ઘડીમાં ઉગ્ર દેખાતો હતો. તો બીજી જ ક્ષણે એની આંખમાં અગાધ ઊંડાણ ભર્યા કોઈ નિશ્ચયની રેખા આવી જતી હતી. જુવાન રાજકુમારની તરફ અહાઅમાત્ય એક પળ જોઈ રહ્યો. એને હવે વશ રાખવો એ જેવું તેવું કામ ન હતું. એ વિચાર કરી રહ્યો હતો, એટલામાં અજાતશત્રુ બોલ્યો. એના શબ્દો ઉતાવળા હતા. આવેશ ભર્યાં હતા. પણ એમાંથી દૃઢતા અને સત્તાધીશ આજ્ઞા કરનારની ખુમારી પ્રગટતાં હતાં.
{{gap}}‘મહાઅમાત્યજી ! આપણે અત્યારે ને અત્યારે બળવાન સૈન્ય લઈને રાજગૃહ તરફ દોડવું પડે તેમ છે ! સુનીધને તૈયારી માટે કહો.’
{{gap}}વર્ષકાર કાંઈ બોલ્યો નહિ. તેણે અજાતશત્રુને આગળ વધવા દીધો.
{{gap}}‘રાજગૃહથી સેનાનાયક ઉપનંદનો આ સંદેશવાહક આવ્યો છે. આ ઊભો. રાજગૃહ લૂંટાઈ જવાની તૈયારીમાં છે !’
{{gap}}‘એમ ? કોણ લૂંટવા આવનાર છે ? લિચ્છવીઓ ? કે કૌશલપતિ ?’ વર્ષકારે કાંઈ ન હોય તેમ શાંતિથી કહ્યું: ‘એ બન્નેને આંગણે તો પોતપોતાના કંઇક પ્રશ્નો ઊભા થયા છે. આ તરફ એ ફરકી શકે તેમ નથી. ત્યાં બેઠેલા {{SIC|સત્રીઓના|સંત્રીઓના}}*<ref>* ગુપ્તચરો.</ref> સમાચાર મને ગઈ કાલે જ મળ્યા છે !’
{{gap}}‘તે હશે; પણ લિચ્છવીઓ કરતાં ને કોશલપતિ કરતાં વધારે મોટા દુશ્મનો તમારે પોતાને આંગણે બેઠા છે એનું શું ?’
{{gap}}‘એવા કોણ છે ? શું સમાચાર મોકલ્યા છે સેનાનાયકે ?’
{{gap}}‘આ રહ્યો સંદેશવાહક. સંદેશવાહી કટાહક જાતે જ એ તમને કહેશે !’
{{gap}}‘શું છે કટાહક ?’ મહાઅમાત્યે સંદેશવાહી તરફ જોયું. ‘શું સમાચાર તું લાવ્યો છે? તુ રાજગૃહથી સીધો આવે છે?’
{{gap}}‘હાં મંત્રીરાજ ! સીધો જ આવું છું.’ સંદેશવાહી કટાહકે બે<noinclude>

{{reflist}}</noinclude>
mwziiklj8ha7dx07k1kpth4lo6b5dm0
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૬
104
74029
225436
225347
2026-10-16T04:11:06Z
Snehrashmi
2103
/* Validated */
225436
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૨||આમ્રપાલી}}
'''</noinclude>હાથ જોડ્યા: સેનાનાયકે કહેવરાવ્યું છે કે ગમે તે ક્ષણે હવે આ નગરી લૂંટાઈ જશે. હું પ્રયત્ન કરું તો પણ એને લૂંટાતી રોકી શકું તેમ નથી.’
{{gap}}‘પણ લૂંટનાર કોણ છે ?’
{{gap}}‘મગધરાજ પોતે. અને *<ref>* રાજકુમારો</ref> રાજન્યો અને શ્રમણ ગૌતમ !’
{{gap}}‘શ્રમણ ગૌતમ? શ્રમણ ગૌતમની આમાં શી વાત હોઈ શકે? એ તો ધર્મકથા કરે છે !’
{{gap}}‘પણ એની વાત જ બધાથી ભયંકર છે. રાજગૃહના દુર્ગને વધુ મજબૂત બનાવવાની આજ્ઞા તમે પોતે આપી હતી. મહાસેનાપતિ સુનીધ પણ એ કહી ગયા હતા.’
{{gap}}‘હા, તેનું શું છે ?’
{{gap}}‘એ દુર્ગ મજબૂત બનાવવાનું હમણાં વિલંબમાં પડ્યું છે !’
{{gap}}‘વિલંબમાં પડ્યું છે ? કેમ ? કોના કહેવાથી ?’
{{gap}}‘શ્રમણ ગૌતમના કહેવાથી !’ કટાહકે જરાક અભિનય સહિત કહ્યું. તેની દૃષ્ટિ સહેજ રાજકુમાર તરફ વળી. વર્ષકારે એ દૃષ્ટિનો તંતુ પકડી લીધો. પણ જાણે કાંઈ ન હોય તેમ તે બોલ્યો.
{{gap}}‘શ્રમણ ગૌતમના કહેવાથી દુર્ગના કામમાં ઢીલ થઈ રહી છે, એમ તું કહે છે ? એ બને નહિ, કટાહક ! શી વાત છે તે બરોબર બોલ.’
{{gap}}કટાહકની દૃષ્ટિ રાજકુમાર તરફ જઈને પાછી કરી આવતી જણાઈ.
{{gap}}વર્ષકારને એ દૃષ્ટિનો ભેદ કળતાં હવે વાર ન લાગી. તે સમજી ગયો. રાજકુમારના વેગને આ બધા ઉત્સાહનું પાણી પાઈ રહ્યા હતા. એની પોતાની રાજનીતિથી આ વિરુદ્ધ હતું. એ કળી ગયો કે વાતમાં કાંઈ બહુ માલ નહિ હોય. અથવા પોતે ન જાણતો હોય તેવું કાંઈ નહિ હોય. તે કાંઈક સ્વસ્થ થયો. તેણે દૃઢ અવાજે કહ્યું: ‘જો કટાહક ! જે વાત હોય તે બરાબર જે પ્રમાણે હોય તે પ્રમાણે કહે. તું કહે છે તેમ<noinclude>

{{reflist}}</noinclude>
s9hxuxeqs20u88ps88mooo934445zj7
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૭
104
74030
225437
225348
2026-10-16T04:15:36Z
Snehrashmi
2103
/* Validated */
225437
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૩}}
'''</noinclude>હોય, તો તો મારે પોતાને જ રાજગૃહ આવવું પડે. શી વાત છે બોલ ?’
{{gap}}‘મહારાજ ! જંગલમાંથી દુર્ગની મરામત માટે જે કાષ્ટ લાવ્યા હતા, તે બધું જ કાષ્ટ ધનીય ભિખ્ખુ ઉપાડી ગયો. અને એણે એની કુટીઓ પણ બનાવી કાઢી. એક ઉષ્ણ સ્નાનગૃહ કરી કાઢ્યું. લોકો એ જુએ છે ને છક્ક થાય છે. રાજકીય દારૂગૃહના ગણકને*<ref>* ગણક=મુનિમ. કારકુન. દારૂગૃહ એટલે કાષ્ટભંડાર. એ વખતે ઘણાં મકાનો કાષ્ટનાં પણ થતાં. આ પ્રસંગ ભગવાન બુદ્ધ રાજગૃહમાં ગૃધકૂટ પર્વત ઉપર વિહાર કરતા હતા તે વખતનો છે. તે વખતે મહાઅમાત્ય વર્ષકારે રાજા બિંબિસારને આ વાત કર્યાનો ઉલ્લેખ છે. બુદ્ધચર્યા, રાહુલ સાંકૃત્યાયન.</ref> એણે કહ્યું કે મહારાજે પોતે એ ભિખ્ખુઓ માટે આપી દીધેલું છે. ગણકે એ સાચુ માન્યું. કાષ્ટ બધું વપરાઈ ગયું.’
{{gap}}‘રાજગૃહના નાગરિકો બોલે છે આ શ્રમણ ગૌતમે ભેળંભેળા આદરી છે. પણ લોકને વંશનિકંદનને પંથે એ લઈ જનારો છે. સૌને અપુત્ર રહેવાને માર્ગે એ દોરી રહેલ છે. કોઈને આંગણે હવે દીવો રહેવાનો નથી. છેવટે નગરીમાં શ્રમણો અને શ્રમણો જ રહેશે. અને પછી ગમે તે દુશ્મન આવીને નગરને લૂંટી જશે.’
{{gap}}‘આહા ! આ જ વાત છે નાં? ચાલ, હું પોતે મહારાજને મળવા આવું ! પછી છે કાંઈ?’
{{gap}}‘એક બીજી વાત પણ છે દેવ !’
{{gap}}‘શી ?’
{{gap}}કટાહક બોલતાં થોથરાતો લાગ્યો. તે બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો હતો. એટલામાં રાજકુમારે જ કહ્યું: ‘કહી દેને કટાહક ! એટલે મહાઅમાત્યને ખ્યાલ આવે કે અમે આંહીં ઊંઘતા હઈશું, ત્યાંજ કાં તો રાજગૃહને લૂંટવાવાળા એને લૂંટી જાશે !’
{{gap}}‘બીજી શી વાત છે કટાહક ?’
{{gap}}‘દેવ ! આખા મગધદેશમાં જે મૌક્તિકમાળા દેશના એક મહામંગલ<noinclude>

{{reflist}}</noinclude>
rnesgcdlcqrr8kzzscoqs4vo066ckgf
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૪
104
74047
225421
225410
2026-10-15T16:20:38Z
Amvaishnav
156
/* Validated */
225421
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૫. ગુરુ અને શિષ્ય''' |}}

{{gap}}'''મહાઅમાત્યે''' યુવરાજકુમારને હવે તરત જ વિશ્વાસમાં લઈ લેવાની જરૂરિયાત જોઈ લીધી હતી. એણે માત્ર મગધ નહિ, ભારતદેશ
ઉપર નજર નાખી જોઈ. ભારતનાં સોળ મહાજનપદો, સોળે
સોળ, વિભક્ત હતાં. ગાંધાર કમ્બોજ તરફથી પાર્શવ શાસાનુશાસ કે
કોઈ બીજું આ તરફ જો ધસી આવે, તો એમાંનું એક પણ તેની
સામે થવા માટે શક્તિમાન ન હતું. એ ભય હવે ઘણો વધતો જતો હતો.
{{gap}}તક્ષશિલા વિદ્યાનું ધામ હતું એ ખરું. તેમ જ એની પાસે જે
વિદ્યા હતી તે ક્યાંય ન હતી એ ખરું. પણ ધીમે ધીમે ગાંધાર અને
કમ્બોજ ભારતસંસ્કૃતિમાંથી જાણે વિદાય લેતાં હતાં. પાર્શવ શાસાનુશાસની મહત્ત્વાકાંક્ષા સિંધુની પાર પોતાની સત્તા જમાવવાની થતી
જતી હતી. તેણે એક વખત સિંધુ નદીમાં મગરમચ્છોની તપાસ માટે
જલનૌકાઓ પણ મોકલી હતી<ref>* આ ડરાયસ પહેલાંની વાત છે. B. C. ૫૨૨-૪૮૬</ref> જાણે કેમ, એ નદીનો એ સ્વામી હોય !
{{gap}}આવે વખતે કેવળ એક મગધમાં જ એની સામે થવાની શક્તિ હતી.
અને એ શક્તિનો વારસો આ અજાતશત્રુને મળ્યો હતો. બીજો કોઈ
હતો નહિ. એનામાં એ પ્રતાપ હતો. મહા વૈભવ જમાવવાની એને
ઈચ્છા હતી. મહાન સૈન્યો દોરવાની આકાંક્ષા હતી. એકચક્રી બનવાની
તમન્ના હતી.
{{nop}}<noinclude>
{{reflist}}</noinclude>
hql3lzt6vyv8tcjbut1pe8deu9lt434
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૫
104
74048
225422
225415
2026-10-15T16:22:01Z
Amvaishnav
156
/* Validated */
225422
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|ગુરુ અને શિષ્ય||૫૧}}
'''</noinclude>{{gap}}એનો નિશ્ચય દૃઢ હતો. વળી એને ભારત સંસ્કૃતિ પ્રત્યે માનબુદ્ધિ
હતી. એ શ્રમણ ગૌતમમાં કે કોઈ નિર્ગંથમાં ભળે તેવો ન હતો.
{{gap}}પણ તે ઉતાવળો હતો. આવેશભર્યો હતો. પગલું લેતા પહેલાં
થોભવાની શાંતિ એનામાં હતી જ નહિ. પણ એની આ બધી વાતને
હવે તરત જ જો થાળે ન પાડવામાં આવે, તો કૌશાંબી જેવું જ
રાજગૃહમાં પણ થઈ જાય.
{{gap}}ગમે તે પળે કોઈ આવેશભર્યું પગલું એ ભરી બેસે. પોતે
વૈશાલી જેવામાં કામગીરી માટે ગયો હોય, ત્યાં આંહી પાછળથી
છબરડો વળી જાય ! શોભિતે જે ભયંકર વાત કહી, તે વાત કાંઈ
ગણતરીમાં ન હોય એવી ભયંકર વાત આંહીં મગધને આંગણે થઈ
જાય ! વાત થઈ ગયા પછી શું થાય, એ ન કહેવાય. વખતે લોકો જ
વિફરે. રાજા બિંબિસાર પોતે જ કાં તો બીજાને રાજ સોંપી દે. એંશીહજાર ગ્રામીકોને ભેગા કરી એમનો યુવરાજ પસંદ કરવાનું કહી નાખે.
શ્રમણ ગૌતમની છાયામાં આવું કોઈ ગણસત્તા જેવું તંત્ર કરી બેસે…
મગધમાં એટલાં બધાં જુદાં જુદાં રાજકીય પરિવર્તનોની અત્યારે
શક્યતા હતી, કે વર્ષકાર મહાઅમાત્ય કોઈ પણ ભોગે, આંતરઘર્ષણ
તો અટકાવવા જ માગતો હતો.
{{gap}}અજાતશત્રુ અત્યારે રાજગૃહ દોડે, એના ઉગ્ર ઉતાવળા સ્વભાવની
છાપ લોકો ઉપર પડે, તેમાં એને પોતાને પણ પારાવાર નુકસાન
હતું. રાજકુમારે એ સમજવાની પળ હવે આવી ગઈ હતી.
{{gap}}ખરી રીતે તો એણે અત્યારે ઘણામાં ઘણી શાંતિ જાળવવાની હતી.
{{gap}}પણ આ ઉપરાંત વર્ષકારને બીજી કોઈ ભયંકર રમત રમાતી
હોવાની શંકા આવી ગઈ હતી. એટલે તે અજાતશત્રુને પૂરેપૂરા વિશ્વાસમાં
લઈ લેવા માગતો હતો. કટાહકનું આગમન એને ઘણું જ ભેદી
જણાયું હતું. કટાહકની વાત કરવાની રીતમાં સ્પષ્ટ રીતે એ વસ્તુ દેખાઈ
આવી હતી. એટલે એ સચેત થઈ ગયો હતો. યુવરાજકુમાર અજાતશત્રુને<noinclude></noinclude>
tiicp5chn1u7h5g6jv7qgrda80y5kkt
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૬
104
74049
225423
225414
2026-10-15T16:23:50Z
Amvaishnav
156
/* Validated */
225423
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૫૨||આમ્રપાલી}}
'''</noinclude>જાણે કેમ ઉશ્કેરવા માટે જ એ આવ્યો હોય, એવી એની ઢબછબ હતી. ઉપનંદ સેનાપતિની આ બુદ્ઘિ નહી. એ બુદ્ઘિ બીજા કોઈની.
{{gap}}જે સમયે વૈશાલીમાં આંતરઘર્ષણના ભણકારા વાગી રહ્યા હતા,
બરાબર તે જ સમયે, આ તેજસ્વી જુવાનને આંહીં આંતરઘર્ષણમાં
રોકી દેવાની આ એક યોજના જણાતી હતી.
{{gap}}એની લોકપ્રિયતાને ફટકો મારી મગધજનોને પણ ગણતંત્રને પંથે
ચઢાવી દે, એવી જ આ યુક્તિ હતી.
{{gap}}આ યુક્તિ મગધના રાજગૃહમાંથી આવી હતી. એમાં ઉપનંદ
સેનાપતિ તો કદાચ સમજ્યા વિનાની ચાલ જ ચાલ્યો હોય !
{{gap}}ત્યારે આ જુક્તિ કરી કોણે ?
{{gap}}હલ્લ—વિહલ્લનાં એ કામ નહિ. બીજા રાજકુમારો પણ એટલી
દીર્ઘદૃષ્ટિ બતાવે તે શક્ય નહિ. માદ્રી રાણી, સોમા, એમાંથી કોઈ રાણીનું
પણ એ કામ નહિ. રાજા બિંબિસાર તો શ્રમણ ગૌતમની છાયામાં
ઢળતો જતો હતો તેનું પણ કામ નહિ. વર્ષકાર ઘડીભર વિચારમાં પડી
ગયો. પણ તેણે આખી વાતનો દોર હવે પકડી પાડ્યો. અજાતશત્રુને
તરત જ બરાબર રીતે હાથમાં લઈ લેવાની એણે જરૂરિયાત જોઈ.
{{gap}}તે સમજી ગયો. આ કામ બીજા કોઈનું નહિ. પેલો એક ભયંકર
લિચ્છવી, જે રાજા બિંબિસારનો જમણા હાથ થઈ ને વર્ષોથી રાજગૃહમાં
મહામંત્રી જેવો થઈ બેઠો હતો, તેનું જ આ કામ હોવું જોઈએ.
એણે અત્યારે આ તક પકડી હોવી જોઈએ.
{{gap}}વર્ષકાર વિચાર કરી રહ્યો. સેચનક હાથી જાય, મૌક્તિકમાળા જાય, જે જવું હોય તે ભલે જાય, પણ અજાતશત્રુ આવેગમાં
આવીને રાજગૃહ તરફ દોડે, તો એનું પોતાનું તો ભાવિ જ ઘડાઈ
જાય એવી આ એક મોહજાળ હતી. બિંબિસારના જમણા હાથ સમા
મહામંત્રી ગોપાલની જ એ કુનેહ ચાલ હતી. એ લિચ્છવી હતો. વૈશાલીને
બચાવી લેવા માટે એણે આ દેખીતી યુવરાજભક્તિ જેવી ભક્તિ<noinclude></noinclude>
9kuvufzaodh9zdx8ttmsuzihdmt6y6v
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૭
104
74050
225425
225416
2026-10-15T16:25:54Z
Amvaishnav
156
/* Validated */
225425
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|ગુરુ અને શિષ્ય||૫૩}}
'''</noinclude>અત્યારે બતાવી હતી.
{{gap}}એની જ આ યુક્તિ હતી. એણે યુવરાજ, મગધ, બધાં તદ્દન
નિર્મૂળ થઈ જાય એવી મોહકવાત ઊભી કરી હતી ! યુવરાજ અજાતશત્રુના
અંતરના ભાવને તો વર્ષકારે જોઈ લીધો હતો.
{{gap}}તેમાં એક જ વાત પ્રધાનપદે હતી, મગધ દોડવાની. સેચનકને
બચાવી લેવાની. હલ્લ વિહલ્લને કબજે લેવાની. રાજા બિંબિસારને
પણ, જો જરૂર હોય તો પદભ્રષ્ટ કરી નાખવાની. યુવરાજ અત્યારે જ
પોતાના સેનનું બળ, સેનરચના, ગિરિવ્રજ્જની કઠણ પર્વતમાળાઓ,
દુર્ગમ પંથ, એ બધાના વિચારમાં જાણે પડી ગયો હોય તેમ લાગતું હતું.
{{gap}}વર્ષકારે તેને અચાનક ચાલતાં ચાલતાં જ જગાડ્યો: ‘મહારાજ
કુમાર ! વાત ત્યાં કરવા જેવી ન હતી. પણ આપણો સર્વનાશ થાય
એવી મોહક વાત કટાહક તમારે માટે લાવ્યો છે! એ મારે તમને
કહેવાનું હતું. એ શા માટે આવ્યો છે એ તમારે જાણી લેવા જેવું છે !’
{{gap}}‘શા માટે ? એણે જે વાત કરી તેને તમે તો ટેકો આપ્યો છે!’
{{gap}}એટલીવારમાં ત્રણે જણા અંદરના ખંડમાં પહોંચી ગયા હતા.
ત્યાં એક સોનેરી દીપિકા પ્રકાશ આપી રહી હતી. ઝાંખા પ્રકાશમાં
મહાઅમાત્યે ચારે તરફ એક દૃષ્ટિ નાખી લીધી.
{{gap}}‘કોઈ નથી…’ અજાતશત્રુ બોલ્યો. અને તે ત્યાં એક આસન
ઉપર બેઠો. વર્ષકાર તેની સામે બેઠો. થોડીવાર શાંતિ થઈ ગઈ.
વર્ષકારે ગંભીર શાંત અવાજે કહ્યું: ‘જુઓ મહારાજ કુમાર !’
આંહી જે વાત થાય છે તે જેવી તેવી નથી. જો એ તમને જાળવતાં
આવડશે તો ભારતવર્ષ–અંગદેશથી માંડીને ગાંધાર સુધીનું, અને
હિમાચલથી માંડીને અવંતી સુધીનું, તમારા નામની યશધ્વજા ફરકાવશે.
મહારાજ યુધિષ્ઠિર પછી રાજસૂયયજ્ઞ કરવાનું મહાભાગ્ય તમને ફળશે.
અશ્વમેધનુ તેજપુણ્ય મળશે. મારો જન્મ સાર્થક થશે. પણ એ બધું
તમારામાં શાંત રહેવાની શક્તિ હોય તો થાય તેમ છે. ન હોય તો<noinclude></noinclude>
aa15wdsu7bun3adhtb76hczlidrkiae
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૮
104
74051
225426
225417
2026-10-15T16:27:21Z
Amvaishnav
156
/* Validated */
225426
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''
{{rh|૫૪||આમ્રપાલી}}
'''</noinclude>કાંઈ ન થાય. તો અમને અમારે પંથે જવા દો. હું મારે પંથે પડી
જાઉં. ક્યાંક આચાર્ય થઈને બેસી જાઉં. સુનીધ એને ઠીક પડે તે
કરે. તક્ષકદેવ જંગલમાં જાય !’
{{gap}}‘પણ વાત શી છે તમારી ? એ તો તમે હજી કાંઈ કહ્યું
નથી. આજની કટાહકની વાત તમે સાંભળી છે. તમે જ એને ટેકો પણ
આપ્યો છે. આપણે હજી પણ શાંતિ રાખવાની છે એમ ? શાંતિ ક્યાં
સુધી રાખવી છે?’
{{gap}}‘આપણી યોજના વિશાળ છે. શાંતિ માગે તેવી છે!’
{{gap}}'તો તો મહાઅમાત્યજી ! હું માનું છું, છેવટે આપણા હાથમાં
દ્રોણી રહેશે !’
{{gap}}‘એમ નથી મહારાજ ! તમે જે ભય સેવો છો, તેને હું ઓછો
ગણતો નથી. પણ મારી વાત તદ્દન જુદી જ છે! એ તમે સાંભળશો
ને તમે તમારા માટે જ તૈયાર થયેલા મહાગર્ત્ત જોઈને ધ્રૂજી ઊઠશો.
આમાં તો આપણો સર્વનાશ થાય તેમ છે!’
{{gap}}‘હું તો માનું છું સેચનક હાથી આપણા હાથમાંથી છૂટી જાય,
તેજ વખતે આપણો સર્વનાશ છે. મગધની રાજગાદી આપણે ત્યારે
ખોઈ બેસવાના. એનાથી બીજો સર્વનાશ કેવોક હશે? આ જાણવા
છતાં હાથ જોડીને બેઠા રહેવું છે એમ? સેચનક ક્યાંય થવો નથી
મહાઅમાત્યજી! એ એક જ એક મહાન સૈન્ય બરાબર છે!’
{{gap}}‘જુઓ મહારાજ ! મને ખબર છે કે આપણા હાથમાં સેચનક
છે ત્યાં સુધી આપણી તરફ કોઈ દૃષ્ટિ માંડી શકે તેમ નથી, દૃષ્ટિ
માંડવાની હિમ્મત કરે તેમ નથી. કોશલરાજ રાજા પ્રસેનજીતનું રાજ
આપણા કરતાં આઠ ગણું મોટું, એનું સૈન્ય મહાબળવાન. એનો
હાથી એકપુંડરિક એ જેવો તેવો નહિ, છતાં આ સેચનક પાસે એ
પાણી ભરે ! એટલે તો એ શાંત રહ્યો છે. વૈશાલીની મૈત્રી કેળવી રહ્યો
છે. ઉદયન રાજાની હસ્તિની ભદ્રાવતી મહા કુશળ. પોતે ગજશાસ્ત્રમાં<noinclude></noinclude>
kzk2qpd876d9cwcrsk5etzn066wk6i2
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૯
104
74052
225431
225144
2026-10-15T16:42:33Z
Amvaishnav
156
/* Proofread */
225431
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|ગુરુ અને શિષ્ય||૫૫}}
'''</noinclude>મહાનિપુણ છે. એટલે એણે એને અભેદ્ય બનાવી દીધી છે. છતાં એ પણ સેચનક પાસે કાંઈ નહિ ! ઉદ્દયન પણ આ જાણે છે. એટલે તે કાશીનગરીના દરવર્ષે મળનારા શ્વેત હાથીના મેળામાં એ દોડે છે. આ વખતે પણ એ આવવાનો છે. આ વખતે ત્યાં બધા થઈ ને એક સહસ્ર શ્વેત હસ્તિ આવવાના છે. પણ એ ભલે આવે. સેચનક અદ્વિતીય જ રહેવાનો છે, અવંતીના ચંડપ્રદ્યોતનો હાથી નલગિરિ, મહા બળવાન. રણક્ષેત્રમાં એ આવે એટલે એના સ્વરૂપ પાસે કોઈ ન ટકે. પણ
મગધરાજના સેચનક હાથીથી ચંડપ્રદ્યોત પણ ધ્રૂજે છે. પંચાલનો જન્મચિત્ર હાથી સાંભળ્યો છે. પણ એ રણહાથી આની તોલે આવે તેમ નથી. બધા હત્થીપાલકો આ વાત જાણે છે. એવા મહા બળવાન સેચનક હાથી આપણા હાથમાંથી જવાનો હોય, અને તે છતાં હું તમને એ જવા દેવા સુધીની શાંતિની વાત કરું, ત્યારે તો જાણવું કે, કોઈ બીજો મહા ભયંકર ગર્ત્ત આપણા માટે તૈયાર થયેલો હોવો જોઈએ. તમે એક જ ઉતાવળિયું પગલુ ભરો, અને એ ગર્તમાંથી કોઈ જ દિવસ ન નીકળી શકો. એ ગર્ત્તમાં તમારે ડૂબ્યે જ છૂટકો. એવી આ વાત છે યુવરાજકુમાર !'
{{gap}}'શી વાત છે મહાઅમાત્યજી ? '
{{gap}}વર્ષકારે સાવચેતી ખાતર ચારે તરફ ફરીને એક દૃષ્ટિ કરી. ધીમેથી એ વધારે સ્વસ્થ થઈને બેઠો. જરાક શાંત થયો. દૃઢ, ધીમો, પણ કોઈ ભાવિની આગાહી આપતો હોય તેવો, એનો અવાજ આવ્યો. ‘ મહારાજ કુમાર ! હું યુગયુગના બ્રાહ્મણલોહીને વહેનારો શુદ્ધ અકિંચન બ્રાહ્મણુ છું. હું ભારતમાં એક મહાન ચક્રવર્તી ભવ્ય સામ્રાજ્ય જોવાની આશા રાખી રહ્યો છું. ભારતવર્ષ તો જ ટકે. પંડિત તક્ષકદેવ જે મહાન ભારતદેશની વાત કરે છે તેનો શતાંશ વારસો પણ, આજે આ સોળ મહાજનપદોમાંથી કોઈની પણ પાસે છે ? કોઈની પાસે દસ સહસ્રનું હાથીદળ છે? કોઈની પાસે બે ચાર લક્ષ પદાતી છે? કોઈ મેદાનમાં સહસ્રોનુ અશ્વદળ ખડું કરી શકે<noinclude></noinclude>
qgy2qcxggmli8gy9bzql594s5ij8l3o
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૦
104
74053
225433
225145
2026-10-15T16:56:31Z
Amvaishnav
156
/* Proofread */
225433
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૫૬||આમ્રપાલી}}
'''</noinclude>તેમ છે? જે ભારતવર્ષ હતું, તેનુ આ તો એક ખંડેર છે ! આપણે જે જોઈએ છીએ તે. એ ખંડેરમાં પ્રાણ પૂરવા માટે હું આવ્યો છું. મારે જીવવું છે તો, એટલા માટે. નહિતર મારે મગધ ને હિમાચળ બધાં જ સરખાં છે. પણ મારો બધો આધાર તમારા ઉપર છે કુમાર ! એટલા માટે હું તમને દોરવા મથી રહ્યો છું.’ વર્ષકાર થોડી વાર થોભ્યો ને પછી બોલ્યો:
{{gap}}‘તમે જેટલા આગ્રહી છો, જેટલા વીર છો, જેટલા દૃઢ છો, તેટલા જ શાંત હો તો ટકશો. નહિતર ગમે તે તમારે માટે એક ગર્ત્ત ઊભો કરી દેશે, તમે તેમાં હાથે કરીને દોટ દેશો. પછી જીવનભર મથશો, પણ એ ગર્ત્તમાંથી તમે નીકળી નહિ શકો. અત્યારે આ કટાહકની વાત એવો ગર્ત્ત લાવે છે. તમે તમારી આસપાસ જુઓ. તમારા જ મામા રાજા પ્રસેનજીતને જુઓ. કેવું બળવાન રાજ ? પણ એ એક એવા ગર્ત્તમાં પડ્યા છે કે, એમાંથી એ નીકળવા મથે તો પણ એમાંથી એ નીકળી શકવાના નથી ! જુઓ સાંભળો, નાનકડી જેવી વાત, રાજાઓ માટે કેવા મહાન ખાડા ઊભા કરી જાય છે તે. પ્રસેનજીતની જ વાત સાંભળો. શ્રમણ ગૌતમ શાક્યકુલનો, એટલા માટે પ્રસેનજીતને મોહ થયો કે હું શાકયકુલની રાજરાણી લાવું. તે કપિલવસ્તુ દોડ્યો. પણ કપિલવસ્તુના શાક્યો જે ઈંદ્રને પણ પોતાનાથી હલકો ગણે, તે રાજાને કન્યા આપે ખરા ? પણ ન આપે તો આ તો કૌશલદેશનો મહાન રાજવી. શાક્ય ગણતંત્રને જ તોડી નાખે. એટલે એણે એક હલકા કુલની કન્યા આપી. તેનું નામ વાસભખત્તિયા. આ રાણીનો પુત્ર તે *<ref> * વિડુડ્ભ</ref>વિરુધક. અત્યારે એ ત્યાં યુવરાજ છે. પણ રાજા પ્રસેનજીત ઈચ્છે છે કે એ જો શ્રમણ ગૌતમના સંધમાં ભળી જાય તો ઘર્ષણ ટળે. ત્યાં શ્રાવસ્તીમાં શ્રમણ ગૌતમનું અનોખું જ સ્થાન છે. પણ વિરુધક શેનો માને ? તમે તો આ વાત થઈ ત્યારે નાના હતા. પણ આ<noinclude>

{{reflist}}</noinclude>
q14jmfpne4v0ggtzwgfy2afegp3dx1e
પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૫
104
74190
225432
2026-10-15T16:44:55Z
Meghdhanu
3380
/* Proofread */
225432
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૦૦|ગીતાધ્વનિ||}}</noinclude>{{center|'''અધ્યાય ૪ થો'''}}
{{gap}}૧૧ (૨) ભજું – ફળું, પ્રગટું, જણાઉં.
{{gap}}૧૭ કર્મ – ધર્મ, શાસ્ત્રો મંજૂર કરેલું કર્મ; અકર્મ –
અધર્મ, શાસ્ત્રે મના કરેલું કર્મ. વિકર્મ – આ શબ્દ માત્ર
આ જ શ્લોકમાં ગીતામાં વપરાયો છે. કોઈ એનો અર્થ
બીજાનું કર્મ = પરધર્મ કરે છે, કોઈ વિશેષ કર્મ – ખાસ
ધર્મ કરે છે, કોઈ કર્મ = ધર્મ ન આચરવો – કર્મત્યાગ કરે
છે. કોઈ મંજૂર નહીં અને મના પણ નહીં, એવું કર્મ કરે
છે અને કોઈ વિપરીત કર્મ – શાસ્ત્રે કહ્યું હોય તેનાથી ઊંધું
કર્મ એવો કરે છે. ફરીથી એ શબ્દ આવતો ન હોવાથી
અર્થનો નિશ્ચય કરવો કઠણ છે અને બિનજરૂરી પણ છે.
{{gap}}૧૯ (૧) કર્મ, ધર્મ અને આરંભ ત્રણે શબ્દો ઘણુંખરું
ગીતામાં એક જ અર્થમાં વપરાયા છે.
{{gap}}૨૪ અન્વય – બ્રહ્મનિષ્ઠે જે બ્રહ્માજ્ય (૦રૂપી ઘી)
બ્રહ્માગ્નિમાં બ્રહ્માર્પ્યું (=૦માં અર્પણ કર્યું), તે
બ્રહ્મકર્મની નિષ્ઠાથી (=૦ને લીધે) બ્રહ્મરૂપ જ થાય.
{{gap}}૨૫ (૨) દેવોના યજ્ઞ દ્વારા ઉપાસના.
{{gap}}૨૬ સંયમાગ્નિ – કુમાર્ગથી ઇન્દ્રિયોને રોકવા – રૂપી
તપોયજ્ઞ; ઇન્દ્રિયાગ્નિ – સુમાર્ગે ઇન્દ્રિયોને કેળવવા – રૂપી
સ્વાધ્યાય યજ્ઞ.

98<noinclude>{{block center/e}}</noinclude>
rzs2j7m4tdlg88t5c80nn9rxcydtz9e