વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk રંગતાળી રંગતાળી 0 733 225462 225353 2026-10-17T04:26:48Z Snehrashmi 2103 [[Special:Contributions/~2026-54741-01|~2026-54741-01]] ([[User talk:~2026-54741-01|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/225353|225353]] પાછો વાળ્યો 225462 wikitext text/x-wiki {{header | title = રંગતાળી રંગતાળી | author = અજ્ઞાત | translator = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Garba.pdf" from="57" to="57"></pages>}} }} [[શ્રેણી:ગરબા]] nboev01w3bw8ke2ojfk0m2boy7cncnu વાગે ભડાકા ભારી રે 0 9028 225463 213745 2026-10-17T04:27:20Z Snehrashmi 2103 225463 wikitext text/x-wiki {{header | title = [[વાગે ભડાકા ભારી રે]] | author = હરજી ભાટી | translator = | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Bhajano ane bhaktipado.pdf" from="85" to="85"></pages>}} }} [[શ્રેણી:હરજી ભાટી]] [[શ્રેણી:ભજન]] jx5538fyksgz20j0tcfa83qahlikxjs પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૯ 104 74022 225438 225330 2026-10-16T14:41:05Z Meghdhanu 3380 /* Validated */ 225438 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|'''મગધનો યુવરાજકુમાર'''||'''૨૫'''}}<hr>'''</noinclude>હતો, અને ડાહ્યો નીતિજ્ઞ પણ જોઈતો હતો. જે સમય ન પારખે એની દોડ કેટલીક? છતાં એ રાહ જોઈ રહ્યો હતો. કારણ કે એને શ્રદ્ધા હતી કે વહેલે મોડે આનામાંથી જ એ જન્મશે. અને બીજી ખરી વાત તો એ હતી કે એના સિવાય બીજું કોઈ હતું નહિ. પણ એ જાણતો હતો કે રાજકુમારમાં ભવ્યતા જન્મે, તે પહેલાં કોણ જાણે એની કેટલી બધી ભયંકરતાઓને એણે એનામાં પાછી સમાવી દેવી પડશે. {{gap}}રાજકુમારનો વિદ્યુત્ વેગ, સાહસ, કટુતા, ઘર્ષણ જ લાવવાની મહેચ્છા, એ બધું જોતાં એને ઘણી વખત નિરાશા પણ થતી. વિદ્યાધામ તક્ષશિલામાં આચાર્ય થઈ ને બેસી જવાની એને ઈચ્છા થઈ આવતી. પણ એનો જીવનધર્મ આડે આવતો હતો, અને તક્ષશિલા પોતે જ હવે <sup>×<ref>×ઈરાન. </ref></sup>પાર્શવ શાસાનુશાસ[શાહંશાહ] જેવા મહાન બળવાન અરિની સામે કેટલું ટકશે એ શંકા હતી. અને એ પાર્શવનો વાવંટોળ છેક ચંપાનગરી સુધી ભવિષ્યમાં નહિ આવે એની કોઈ ખાતરી ન હતી. {{gap}}છતાં ભારતમાં એક મહા બળવાન રાજ્ય ઊભું કરવાની પોતે સ્વીકારેલી પોતાની જીવનપ્રણાલિકા જો આડે આવી ન હોત, તો તે મહાઅમાત્ય વર્ષકાર ક્યારનો કાં કોઈક ગુફામાં બેસી ગયો હોત, અથવા તો કાઈ વિદ્યાધામમાં આચાર્ય પદે શિષ્યોને ભણાવતો હોત. {{gap}}પણ પાર્શવ શાસાનુશાસને આગળ વધતો અટકાવવા માટે ભારતવર્ષમાં એક મહાબળવાન રાજ્ય ઊભું થવું જ જોઈએ. તો જ આર્યાવર્ત્ત રહે, નહિતર એ નામશેષ બની જાય. નાના રાજ્યો તો એક પછી એક નમી પડે ને પોતાની જાત બચાવવા મથે. માટે એક બળવાન કેંન્દ્રરાજ્ય સ્થપાવું જોઈએ. કેવળ એ જીવનધર્મ બજાવવા માટે જ મહાઅમાત્ય આંહી હતો. {{gap}}પણ રાજકુમારના વેગથી, એના મનમાં પળેપળે ઊઠતા તરંગરગથી,<noinclude><hr> {{reflist}}</noinclude> jh3nwcepi92wu8j9j3gsgq36x3k87rl પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૦ 104 74023 225439 225331 2026-10-16T14:44:31Z Meghdhanu 3380 /* Validated */ 225439 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>એની મહેચ્છાથી, એની નિશ્ચયાત્મક અણનમ વલણથી એ હવે કાંઈક કંટાળ્યો પણ હતો. કંટાળ્યો હતો છતાં, એ પોતાનું ધાર્યું પાર પાડવા માટેનું ઘણું દૃઢ મનોબળ ધરાવનારો વજ્જર પુરુષ હતો. એટલે એણે નિશ્ચય કર્યો હતો કે રાજકુમારને અમુક જ રીતે રહેવાની એણે સત્તાધીશની ઢબથી હવે આજ્ઞા જ આપવી રહી. આ વિષયમાં એનો શબ્દ છેલ્લો રહેવો જોઈએ. છેલ્લે છેલ્લે તો મહાઅમાત્યની દૃઢતા એટલી વધી ગઈ હતી કે, રાજકુમાર પોતે પણ, એને પૂછીને જ પગલું ભરવાની હિમ્મત કરી શકતો હતો. {{gap}}એટલે મહાઅમાત્યે રાજકુમારને અત્યારે આંહી આવેલો જોયો ત્યારે એને પહેલો એ જ વિચાર આવ્યો કે કોઈ નવા ઘર્ષણના સમાચાર આવતાં જ આ આંહી દોડ્યો આવ્યો લાગે છે. {{gap}}એણે રાજકુમારને દૃઢ રીતે અંકુશમાં લેવાની જરૂરિયાત જોઈ લીધી. {{gap}}અત્યારે એ રીતે જ કામ લેવાનો નિર્ણય લઈ લીધો. પણ એની વાત શી છે તે જાણવાની પહેલી જરૂર હતી. {{gap}}‘કોણ છે ત્યાં? રાજકુમાર તમે છો?’ તેણે વધુ નજીક જતાં કહ્યું : ‘તમે અત્યારે અને આંહીં?’ તે બોલીને રાજકુમારની સામે જોઈ રહ્યો. રાજકુમારનો દૃઢ નિશ્ચયી ચહેરો અત્યારે વજ્જર સમો જણાતો હતો. તેની મોટી વિશાળ લાલ આંખોમાંથી એક પ્રકારની અજબ અગ્નિરેખા પ્રગટતી હતી. રૂપાળો, તેજસ્વી, પરાક્રમી, શેહ પમાડે તેવો વીર જવાન એ જણાતો હતો. મહાઅમાત્ય એની વીરમૂર્તિ સામે થોડીવાર પ્રેમથી જોઈ રહ્યો. ‘ખરેખર પ્રતાપી નર હતો. એના પ્રતાપમાં જરાક જ જો મૃદુ રેખા હોત . . .' તે પોતાના નિર્ણયમાં વધારે દૃઢ થયો. {{gap}}‘શું છે રાજકુમાર?’ તેણે ફરીને પૂછ્યું: ‘અત્યારે આમ ક્યાં નીકળ્યા છો? ગુપ્તવેષ પણ ધાર્યો નથી. શી વાત છે?’ {{gap}}‘આંહીં તમને મળવા માટે જ હું આવ્યો છું મહાઅમાત્યજી!’ {{nop}}<noinclude></noinclude> cfgtixf2p16pg4nrc01gpvlt4vegcf4 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૧ 104 74024 225440 225332 2026-10-16T14:48:21Z Meghdhanu 3380 /* Validated */ 225440 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>'''{{rh|'''મગધનો યુવરાજકુમાર'''||'''૨૭'''}}'''<hr>'''</noinclude>{{gap}}‘કેમ?’ {{gap}}‘ગિરિવ્રજથી ઉપનંદનો સંદેશ આવ્યો છે!’ {{gap}}‘ઉપનંદનો સંદેશવાહક આવ્યો છે કે ઉપનંદ પોતે?’ {{gap}}‘એ તો ત્યાં ગિરિવ્રજમાં છે. એનો સંદેશવાહક પવનવેગે આવ્યો છે. ને પવનવેગે એણે પાછો જવાબ માગ્યો છે!’ {{gap}}મહાઅમાત્ય વિચારમાં પડી ગયો. ઉપનંદ ગિરિવ્રજમાં સેનાપતિ પદે હતો. એનો માણસ ઉતાવળે આંહીં આવે એનો અર્થ એ કે રાજગૃહમાં કાંઈક પણ બન્યુ હોવુ જોઈએ. {{gap}}‘કેમ આવ્યો છે. સંદેશવાહક? લિચ્છવીઓ કાંઈ નવી હિલચાલ કરે છે?’ {{gap}}‘ના, લિચ્છવીઓની હિલચાલ નથી. પણ આપણે ત્યાં ઘરફૂટ્યે ઘર જાય એવી વાત ઊભી થઈ છે.’ {{gap}}‘આપણે ત્યાં? શી?’ {{gap}}‘વાત લાંબી છે. મંત્રીરાજ! ઉપનંદના સંદેશવાહકને હું ત્યાં રાજમહાલયમાં મૂકીને આવ્યો છું. મને ખબર મળ્યા કે તમે આંહીં ચંપા ઉદ્યાનમાં છો, એટલે હું અહીં આવ્યો!’ {{gap}}‘પણ અમે ચંપા ઉદ્યાનમાં છીએ એ તમને કોણે કહ્યું?’ વર્ષકારના મનમાં લોકમાનસના રાજપલટાની વાત હજી ઘોળાતી હતી. રાજપલટાની હવાનો એને ભય હતો. પણ રાજકુમાર જવાબ આપે ત્યાં કોઈ રથ આ બાજુ આવવાનો અવાજ સંભળાયો. {{gap}}‘મેં કહ્યું હતું રથીને, એ જ આવ્યો લાગે છે. આપણે રાજમહાલયમાં જઈએ. ઉપનંદના સમાચાર પ્રમાણે તો રાજા રાજગૃહને લૂંટાવી દેવા માગે છે!’ રાજકુમાર ઉતાવળે બોલી ગયો. {{gap}}‘લૂંટાવી દેવા માગે છે? શું કહો છો તમે કુમાર? લૂંટાવી દેવા માગે છે એટલે શું? કોણે કહ્યું? શી વાત છે?’ એટલામાં તો રથ ત્યાં આવી પહોંચ્યો હતો. અજાતશત્રુએ એને<noinclude></noinclude> d54bxtzyo12mm0im5etscjxo5ajy4ur પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૨ 104 74025 225443 225333 2026-10-16T14:52:21Z Meghdhanu 3380 /* Validated */ 225443 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૨૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>અટકાવ્યો: ‘તમે સૌ આમાં બેસો. સુનીધ! તું પણ ચાલ. તારો ખપ પડશે. કદાચ અત્યારે જ એક બળવાન સેનાને રાજગૃહ તરફ આપણે મોકલવી પડે!' {{gap}}પોતાના રાજકુસાર શિષ્યની વેગવાણી મહાઅમાત્યને ગમી નહિ. તે એની એવી વાણીને ટેવાયેલો હતો. છતાં રાજગૃહ લૂંટાવવાની વાત સાંભળતાં એ પણ ચોંકી ઊઠ્યો. {{gap}}શું વાત હતી તે જાણવાનું એનું કુતૂહલ વધી ગયું. અને લાગ્યું કે વખતે રાજા બિંબિસારે ક્યાંક એંશીહજાર ગ્રામિકોને એમનો યુવરાજ પસંદ કરવાનું કહ્યું ન હોય! તો તો મગધમાં જ આંતરઘર્ષણ ઊભું થાય. {{gap}}વધુ કાંઈ બોલ્યા વિના તે સૌ રથમાં બેસી ગયા. પુષ્કરિણીને કિનારે કિનારે થઈ ને ધીમે ધીમે રથ રાજમહાલય તરફ ઊપડ્યો. {{gap}}ખોટું કુતૂહલ ઊભું ન થાય માટે રથને ધીમે ધીમે જ લેવાની સૂચના વર્ષકારે આપી હતી. પણ રથની આગળ જતા અજાતશત્રુના ઘોડાના તનમનાટથી એના મનમાં કેવા કેવા વેગ ભર્યા વિચારો અત્યારે ચાલી રહ્યા છે, એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાંઈક નવીન જ વાત હોવાનું અનુમાન કરતો મહાઅમાત્ય વર્ષકાર, પુષ્કરિણીના જળ તરફ જોઈ રહ્યો. લાખો નલિનીઓએ ત્યાં ફૂલો ઉઘાડ્યાં હતાં, પણ એ બધાં જ અત્યારે એને માટે નિરર્થક હતાં! {{gap}}એણે પડખે બેઠેલા તક્ષકદેવને કહ્યું: ‘આપણી યોજનાને ટાળવામાં જાણે કેમ આકાશીગ્રહોને પણ રસ હોય! અત્યારે આપણે તદ્દન શાંત રહેવાની જરૂર છે. ત્યારે એક પછી એક વાત આવતી જ રહે છે. આ કુમાર વળી કોણ જાણે કઈ વાતે અકળાયો હશે!’ {{gap}}‘એ ઉતાવળો છે.’ તક્ષકે કહ્યુ: ‘છેવટે વાતમાં કાંઈ માલ નહિ હોય!’ વર્ષકારે કહ્યું : ‘મને પણ એમ જ લાગે છે!’ રથ આગળ વધતો રહ્યો. {{nop}}<noinclude></noinclude> 9ory0n14sabygjqp3lf3svm63v5fwji પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૩ 104 74026 225445 225334 2026-10-16T14:55:20Z Meghdhanu 3380 /* Validated */ 225445 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><br/> <br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big>'''૩. રાજગૃહના વર્તમાન'''</big> | }} <br/> <br/> {{gap}}'''<big>ર</big>થ''' જેમ જેમ રાજમહાલય તરફ:આગળ વધ્યો, તેમ તેમ મહાઅમાત્ય વર્ષકારને રસ્તામાં અનેક વિચાર આવતા ગયા. કોઈ પણ પાડોશી રાજની કોઈ ગંભીર હિલચાલ વિષે એને જાણ નહોતી. લિચ્છવીઓમાં રહેલા એના <sup>*<ref> * ગુપ્તચર. सर्वेषामासन्ना: सत्रिण: संघानाम्. બધા ગણતંત્રમાં રાજાઓના ગુપ્તચરો રહેતા.</ref></sup>સત્રીએ જ, વૈશાલી વિષે વાત મોકલી હતી, એ પ્રમાણે ત્યાંની હવામાં આંતરિક ઘર્ષણ ઊભું થવાનું લાગતું હતું. એટલે તો વર્ષકાર પોતે ત્યાં ઉતાવળે પહોંચી જવાની જરૂરિયાત જોઈ રહ્યો હતો. આખો વજ્જિ પ્રદેશ સળગી ઊઠે એવી એ વાત હતી. એટલે લિચ્છવીઓની કોઈ વાત ન હોય. કોશલ પણ ફરકે તેમ ન હતું. અંગુલિમાલ લૂંટારાએ નવસો નવાણું આંગળીઓ ભેગી કરી હતી. એને હજાર ભેગી કરવી હતી. હવે એક જ ખૂટતી હતી. રાજા પ્રસેનજિતને ભય હતો કે એ ભયંકર લૂંટારો હજારમી આંગળી ક્યાંક એની જ ઉપાડે નહિ! એટલે એ ખાઈ પીને લૂંટારાની પાછળ જ પડ્યો હતો. એટલે એ ત્યાં કામમાં હતો. વત્સ અને અવંતી હમણાં માથું ઊંચું કરવાના મિજાજમાં જ ન હતાં. વર્ષકારને લાગ્યું કે કાં તો રાજકુમાર ઉતાવળે કોઈ ખોટા અનુમાનથી દોરવાયો હોય, અને કાં રાજગૃહમાં રાજા બિંબિસારે પોતે જ કોઈક નવા<noinclude><hr> {{reflist}}</noinclude> b1b4rnk2on0bpqia0vozbenbh09vy8h પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૫ 104 74028 225446 225435 2026-10-16T15:01:13Z Meghdhanu 3380 /* Validated */ 225446 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન ||૩૧}}<hr>'''</noinclude>જતા મહાઅમાત્યે નિહાળ્યા. કોઈ અગ્નિના પુંજ જેવો એ ઘડીમાં ઉગ્ર દેખાતો હતો. તો બીજી જ ક્ષણે એની આંખમાં અગાધ ઊંડાણ ભર્યા કોઈ નિશ્ચયની રેખા આવી જતી હતી. જુવાન રાજકુમારની તરફ મહાઅમાત્ય એક પળ જોઈ રહ્યો. એને હવે વશ રાખવો એ જેવું તેવું કામ ન હતું. એ વિચાર કરી રહ્યો હતો, એટલામાં અજાતશત્રુ બોલ્યો. એના શબ્દો ઉતાવળા હતા. આવેશ ભર્યા હતા. પણ એમાંથી દૃઢતા અને સત્તાધીશ આજ્ઞા કરનારની ખુમારી પ્રગટતાં હતાં. {{gap}}‘મહાઅમાત્યજી! આપણે અત્યારે ને અત્યારે બળવાન સૈન્ય લઈને રાજગૃહ તરફ દોડવું પડે તેમ છે! સુનીધને તૈયારી માટે કહો.’ {{gap}}વર્ષકાર કાંઈ બોલ્યો નહિ. તેણે અજાતશત્રુને આગળ વધવા દીધો. {{gap}}‘રાજગૃહથી સેનાનાયક ઉપનંદનો આ સંદેશવાહક આવ્યો છે. આ ઊભો. રાજગૃહ લૂંટાઈ જવાની તૈયારીમાં છે!’ {{gap}}‘એમ? કોણ લૂંટવા આવનાર છે? લિચ્છવીઓ? કે કોશલપતિ?’ વર્ષકારે કાંઈ ન હોય તેમ શાંતિથી કહ્યું: ‘એ બન્નેને આંગણે તો પોતપોતાના કંઈક પ્રશ્નો ઊભા થયા છે. આ તરફ એ ફરકી શકે તેમ નથી. ત્યાં બેઠેલા {{SIC|સત્રીઓના|સંત્રીઓના}}<sup>*<ref>* ગુપ્તચરો.</ref></sup> સમાચાર મને ગઈ કાલે જ મળ્યા છે!’ {{gap}}‘તે હશે; પણ લિચ્છવીઓ કરતાં ને કોશલપતિ કરતાં વધારે મોટા દુશ્મનો તમારે પોતાને આંગણે બેઠા છે એનું શું?’ {{gap}}‘એવા કોણ છે? શું સમાચાર મોકલ્યા છે સેનાનાયકે?’ {{gap}}‘આ રહ્યો સંદેશવાહક. સંદેશવાહી કટાહક જાતે જ એ તમને કહેશે!’ {{gap}}‘શું છે કટાહક?’ મહાઅમાત્યે સંદેશવાહી તરફ જોયું. ‘શું સમાચાર તું લાવ્યો છે? તુ રાજગૃહથી સીધો આવે છે?’ {{gap}}‘હાં મંત્રીરાજ! સીધો જ આવું છું.’ સંદેશવાહી કટાહકે બે<noinclude><hr> {{reflist}}</noinclude> 5pom82c1j64prpm0l9qqihejabpqir3 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૬ 104 74029 225447 225436 2026-10-16T15:04:15Z Meghdhanu 3380 /* Validated */ 225447 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>હાથ જોડ્યા: સેનાનાયકે કહેવરાવ્યું છે કે ગમે તે ક્ષણે હવે આ નગરી લૂંટાઈ જશે. હું પ્રયત્ન કરું તો પણ એને લૂંટાતી રોકી શકું તેમ નથી.’ {{gap}}‘પણ લૂંટનાર કોણ છે?’ {{gap}}‘મગધરાજ પોતે. અને <sup>*<ref>* રાજકુમારો</ref></sup> રાજન્યો અને શ્રમણ ગૌતમ!’ {{gap}}‘શ્રમણ ગૌતમ? શ્રમણ ગૌતમની આમાં શી વાત હોઈ શકે? એ તો ધર્મકથા કરે છે!’ {{gap}}‘પણ એની વાત જ બધાથી ભયંકર છે. રાજગૃહના દુર્ગને વધુ મજબૂત બનાવવાની આજ્ઞા તમે પોતે આપી હતી. મહાસેનાપતિ સુનીધ પણ એ કહી ગયા હતા.’ {{gap}}‘હા, તેનું શું છે?’ {{gap}}‘એ દુર્ગ મજબૂત બનાવવાનું હમણાં વિલંબમાં પડ્યું છે!’ {{gap}}‘વિલંબમાં પડ્યું છે? કેમ? કોના કહેવાથી?’ {{gap}}‘શ્રમણ ગૌતમના કહેવાથી!’ કટાહકે જરાક અભિનય સહિત કહ્યું. તેની દૃષ્ટિ સહેજ રાજકુમાર તરફ વળી. વર્ષકારે એ દૃષ્ટિનો તંતુ પકડી લીધો. પણ જાણે કાંઈ ન હોય તેમ તે બોલ્યો. {{gap}}‘શ્રમણ ગૌતમના કહેવાથી દુર્ગના કામમાં ઢીલ થઈ રહી છે, એમ તું કહે છે? એ બને નહિ, કટાહક! શી વાત છે તે બરોબર બોલ.’ {{gap}}કટાહકની દૃષ્ટિ રાજકુમાર તરફ જઈને પાછી ફરી આવતી જણાઈ. {{gap}}વર્ષકારને એ દૃષ્ટિનો ભેદ કળતાં હવે વાર ન લાગી. તે સમજી ગયો. રાજકુમારના વેગને આ બધા ઉત્સાહનું પાણી પાઈ રહ્યા હતા. એની પોતાની રાજનીતિથી આ વિરુદ્ધ હતું. એ કળી ગયો કે વાતમાં કાંઈ બહુ માલ નહિ હોય. અથવા પોતે ન જાણતો હોય તેવું કાંઈ નહિ હોય. તે કાંઈક સ્વસ્થ થયો. તેણે દૃઢ અવાજે કહ્યું: ‘જો કટાહક! જે વાત હોય તે બરાબર જે પ્રમાણે હોય તે પ્રમાણે કહે. તું કહે છે તેમ<noinclude><hr> {{reflist}}</noinclude> q38scszzapzi5uing0cqeuwi788ow76 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૭ 104 74030 225448 225437 2026-10-16T15:07:31Z Meghdhanu 3380 /* Validated */ 225448 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૩}}<hr>'''</noinclude>હોય, તો તો મારે પોતાને જ રાજગૃહ આવવું પડે. શી વાત છે બોલ?’ {{gap}}‘મહારાજ! જંગલમાંથી દુર્ગની મરામત માટે જે કાષ્ટ લાવ્યા હતા, તે બધું જ કાષ્ટ ધનીય ભિખ્ખુ ઉપાડી ગયો. અને એણે એની કુટીઓ પણ બનાવી કાઢી. એક ઉષ્ણ સ્નાનગૃહ કરી કાઢ્યું. લોકો એ જુએ છે ને છક્ક થાય છે. રાજકીય દારૂગૃહના ગણકને<sup>*<ref>* ગણક=મુનિમ. કારકુન. દારૂગૃહ એટલે કાષ્ટભંડાર. એ વખતે ઘણાં મકાનો કાષ્ટનાં પણ થતાં. આ પ્રસંગ ભગવાન બુદ્ધ રાજગૃહમાં ગૃધક્‌ટ પર્વત ઉપર વિહાર કરતા હતા તે વખતનો છે. તે વખતે મહાઅમાત્ય વર્ષકારે રાજા બિંબિસારને આ વાત કર્યાનો ઉલ્લેખ છે. બુદ્ધચર્યા, રાહુલ સાંકૃત્યાયન.</ref></sup> એણે કહ્યું કે મહારાજે પોતે એ ભિખ્ખુઓ માટે આપી દીધેલું છે. ગણકે એ સાચું માન્યું. કાષ્ટ બધું વપરાઈ ગયું.’ {{gap}}‘રાજગૃહના નાગરિકો બોલે છે આ શ્રમણ ગૌતમે ભેળંભેળા આદરી છે. પણ લોકને વંશનિકંદનને પંથે એ લઈ જનારો છે. સૌને અપુત્ર રહેવાને માર્ગે એ દોરી રહેલ છે. કોઈને આંગણે હવે દીવો રહેવાનો નથી. છેવટે નગરીમાં શ્રમણો અને શ્રમણો જ રહેશે. અને પછી ગમે તે દુશ્મન આવીને નગરને લૂંટી જશે.’ {{gap}}‘આહા! આ જ વાત છે નાં? ચાલ, હું પોતે મહારાજને મળવા આવું! પછી છે કાંઈ?’ {{gap}}‘એક બીજી વાત પણ છે દેવ!’ {{gap}}‘શી?’ {{gap}}કટાહક બોલતાં થોથરાતો લાગ્યો. તે બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો હતો. એટલામાં રાજકુમારે જ કહ્યું: ‘કહી દેને કટાહક! એટલે મહાઅમાત્યને ખ્યાલ આવે કે અમે આંહીં ઊંઘતા હઈશું, ત્યાંજ કાં તો રાજગૃહને લૂંટવાવાળા એને લૂંટી જાશે!’ {{gap}}‘બીજી શી વાત છે કટાહક?’ {{gap}}‘દેવ! આખા મગધદેશમાં જે મૌક્તિકમાળા દેશના એક મહામંગલ<noinclude><hr> {{reflist}}</noinclude> tg1bw2m4nmmjcbbhyz8lrmmezi1ynae પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૯ 104 74042 225441 225405 2026-10-16T14:49:24Z Snehrashmi 2103 /* Validated */ 225441 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|શોભિતે શું કહ્યું?||૪૫}}<hr>'''</noinclude>{{gap}}‘રાજા ઉદયનનો એક બીજો પણ દાવો છે. શાક્ય શ્રમણ ગૌતમનો વૈશાખી પૂર્ણિમાનો જન્મદિન, એ જ પોતાનો જન્મદિન ! શાક્ય ગૌતમ સાધુસામ્રાજ્ય સ્થાપે, તો પોતે કેમ એક મહારાજ્ય ન સ્થાપે ?’ {{gap}}‘એમ ? ત્યારે મગધ શું કરશે ? મગધ સુઈ રહેશે ?’ અજાતશત્રુ ઉતાવળે બોલી ગયો. {{gap}}‘સાંભળો પ્રભુ ! હું એ જ વાત ઉપર આવું છું.’ {{gap}}‘વત્સરાજ કહે છે જેની આંગળી કૂકડાએ કરડી ખાધી છે, એવો અમંગલ, વિંદેહના ‘કરાલ જનક’ જેવો ઉન્મત્ત રાજપુત્ર <sup>*<ref>* અજાતશત્રુનું નામ—અજાતશત્રુ નાનો હતો. ત્યારે એની આંગળી કૂકડાએ કરડી ખાધી, તે ઉપરથી નામ કુણિક. </ref></sup>કુણિક, એ મગધનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજકુમાર યુવરાજ હોય, તો મગધ દેશમાં હવે કેવળ કંટકના છોડવા ઊગશે. ગજપંક્તિઓને બદલે અજપંક્તિઓ દેખાશે !’ {{gap}}‘એ તો ઠીક હવે...’ અજાતશત્રુ આકળો થઈ ગયો : ‘જોઈએ છીએ ક્યાંની ગજપંક્તિઓ અજપંક્તિઓ બને છે. પણ તું જે વાત કરી રહ્યો હતો તે તો હજી આવી જ નહિ. શી વાત છે રાજમહાલયની ? પહેલાં એ જ કહે ને ! કોનો રાજમહાલય બળી ગયો છે?’ {{gap}}‘હું એ વાત બરાબર સમજાય માટે જ હું ઉદયન રાજાની પૂર્વભૂમિકા આપી રહ્યો હતો. આ ઉદયન રાજાની એક રાણી છે. એનું નામ માંગદીયા. એ એટલી તે અદ્‌ભુત સ્વરૂપવતી છે કે એક વખત તો એના પિતા માંગદીય, એને બીજા કોઈને નહિ, પણ શાક્ય શ્રમણ ગૌતમને પોતાને આપવાનો વિચાર કરી રહ્યો હતો !’ {{gap}}‘હેં ? ગૌતમને ?’ વર્ષકાર પણ શોભિતની વાતથી હવે આશ્રર્યમાં પડી ગયો. એને સમજાયું નહિ કે આ શી વાત થઈ રહી હતી. {{gap}}‘હા, શાક્ય રાજકુમાર ગૌતમને. એને એમ હતું કે એની પુત્રી રૂપરૂપના સાગર સમી છે. એની સામે કોઈની તપશ્ચર્યા ટકે જ નહિ.<noinclude><hr> {{reflist}}</noinclude> c7lnzc1w6yp0cvaz780xkqn3vy43onl પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૦ 104 74043 225442 225406 2026-10-16T14:52:02Z Snehrashmi 2103 /* Validated */ 225442 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૪૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>શ્રમણ ગૌતમની પણ નહિ.’ {{gap}}‘ હા, પછી ?’ {{gap}}‘પછી શું મહારાજ ! જેણે કપિલવસ્તુનું રાજ છોડ્યું હતું, જેણે સંસારની અસારતા અનુભવી લીધી હતી, જેની વાણીમાં ત્યાગ વિરક્તિનો દીપ પ્રકાશ આવી ગયો હતો, એ ડગે એવી વાત કોઈ માને ખરું ? એવી ખોટી આશા કોઈ રાખે ખરું ? પણ સ્વાર્થી અંધ હોય છે. માંગદીય બ્રાહ્મણે તો ખરેખર પ્રયત્ન કર્યો. એને એમ પણ હશે કે આ બ્રાહ્મણદ્વેષીને પોતે પરાજય આપ્યાનો યશ મેળવશે. પણ એને નિષ્ફળતા મળી. એ મળવાની જ હતી. પછી એ <sup>*<ref>*માંગદીય સૂત્ત Life of Buddha Edward J. Thomas. વધારે લંબાણથી The Harward Oriental Series Vol 28th માં છે.</ref></sup>રૂપસુંદરી ઉદયન રાજાની રાણી બની ! ખરી વાત જાણવા જેવી હવે આવે છે. {{gap}}‘રાણી બની પણ એ પોતાનો પરાજય ભૂલી ન શકી. એને લાગ્યું કે એના જગમોહિની રૂપને જેણે એક શંખલાનું માન્યું તે પુરુષ એનો મોટામાં મોટો દુશ્મન. એટલે શ્રમણ ગૌતમના નામે એના અંગમાં ક્રોધ ક્રોધ વ્યાપી જતો. એનું નામ એના રાજમહાલયમાં લેવાય નહિ. એની સમક્ષ એની વાત થાય નહિ. જો કોઈ દાસદાસી ભૂલમાં પણ શ્રમણ ગૌતમનું નામ લે તો એનું આવી જ બને ! {{gap}}‘આવી આ ડંખીલી રાણી શ્રમણ ગૌતમના નામને કૌસાંબી નગરીમાંથી વાળીચોળીને કાઢવા માટે ખડે પગે રાત દિવસ તૈયાર રહેતી. {{gap}}‘પણ મહારાજ ! લોકો અવળચંડીલા હોય છે. જે તમે સત્તાના જોરે કરવાનું ન ઇચ્છો, તે તો એ જાણી જાણીને કરવાના. {{gap}}‘એટલે રાણી તો જોતી રહી, અને કૌસાંબી નગરીમાં શ્રમણ ગૌતમનું નામ ઘેર ઘેર વ્યાપી ગયું. હવામાં એ ફેલાઈ ગયું. અને નામે ધનના ભંડાર ઠલવાવા લાગ્યા. એના ભિખ્ખુ ઘેર ઘેર સન્માન પામવા લાગ્યા. આ જોઈને રાણીનો ક્રોધ હાથ ન રહે, પણ થાય શું?’ {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> ehx9vf88j6mnpwj8gg27wa2k9ysmj4c પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૧ 104 74044 225444 225407 2026-10-16T14:55:00Z Snehrashmi 2103 /* Validated */ 225444 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|શોભિતે શું કહ્યું?||૪૭}}<hr>'''</noinclude>{{gap}}અજાતશત્રુ વિચારમાં પડી ગયો લાગ્યો. એ વિચાર કરી રહ્યો હતો કે રાજગૃહમાં પણ એક દિવસ એ જ સ્થિતિ આવવાની છે. પોતે પોતા વિષે જરાક વિચાર કરતો લાગ્યો. એને પણ શ્રમણ ગૌતમ રાજગૃહમાં હોય એ ખૂંચતું હતું. {{gap}}વર્ષકાર મહાઅમાત્યને શોભિતની વાતમાં ખરેખરો રસ પડ્યો. પોતે જે રાજનીતિનો મર્મ અજાતશત્રુને આપવા માગતો હતો તેનો જ જાણે કે આ પૂર્વ ભાગ આવી રહ્યો હતો. એને એ મદદગાર થઈ પડશે તેમ લાગ્યું. એણે પોતે ગૌતમની લોકપ્રિયતા રાજગૃહમાં વધતી જોઈ ને મનમાં એક નિશ્ચય કર્યો હતો કે શ્રમણ ગૌતમ સામે એક હરફ ન બોલવો. એમ તો એને હળતા મળતા રહેવું. પણ એનો પગદંડો મગધમાંથી ગમે તે રીતે ઉખેડી નાખવો, નહિતર એ આખા મગધદેશને મૂંડી નાખશે. {{gap}}એટલે શોભિતની વાત પ્રત્યે મહાઅમાત્ય વધુ ધ્યાન આપી રહ્યો. પોતાના બધા સત્રીઓમાં શોભિત પ્રત્યે એને વધારે વિશ્વાસ હતો. આજે એ વિશ્વાસ સાર્થક લાગ્યો. {{gap}}શોભિત આગળ વધ્યો. ‘હવે રાજા ઉદયનની એક બીજી રાણી છે. એનું નામ શ્યામિકા. એ શ્રમણ ગૌતમની ઉપાસિકા છે. એના નામે એ જીવન પણ અર્પી દે. એવી એની અવિચળ ગૌતમભક્તિ છે. રાણી માંગદીયાને આ ખબર પડી. પછી એણે શું કર્યું જાણો છો મહારાજ ?’ {{gap}}‘શું ?’ અજાતશત્રુએ ઉતાવળે જ કહ્યું: ‘શું કર્યું ?’ એને પોતાને હલ્લવિહલ્લની માતા યાદ આવી ગઈ. {{gap}}‘સ્ત્રીની ઈર્ષ્યા જે કરી શકે તે. એણે રાણી શ્યાયિકાનો આખો રાજમહાલય સળગાવી દીધો !’ {{gap}}‘હે ? સળગાવી દીધો ? ખરેખર ? શું કહે છે શોભિત ? સાચું છે ? આખો રાજમહાલય સળગાવી દીધો ? ત્યારે તો રાજા પણ ?’ મહા<noinclude></noinclude> 9z6uthgo1m62rl72tp2hi44uq0uicox પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૨ 104 74045 225452 225408 2026-10-16T16:41:49Z Snehrashmi 2103 225452 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૪૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>અમાત્ય વર્ષકાર આ વાત આવતાં ખરેખર ચોંકી ઊઠ્યો. એને એક પળભર લાગ્યું કે આવી જ વાત રાજગૃહમાં પણ એક દિવસ થઈ જવાની છે. એના મનમાં ઘડીભર એ ભય વ્યાપી ગયો. આંતરઘર્ષણની ભયંકરતાથી એ ધ્રૂજી ઊઠ્યો. {{gap}}‘ધરાર સળગાવી દીધો મહાઅમાત્યજી ! ' શોભિત બોલ્યો : 'રાજા ઉદયન ઊંઘતો રહ્યો. નગરી કૌશાંબી ઊઁધતી રહી. અને આખો મહાલય ખાખ થઈ ગયો. કાંઈ જ ન બચ્યું. રાણી શ્યામિકાની તો રાખ થઈ ગઈ, પણ તેની સાથેનાં પાંચસો દાસ દાસીઓએ પણ ખાખ બની ગયાં !’ {{gap}}‘અરર ! ભયંકર, ભયંકર, આ તો અતિ ભયંકર ! ત્યારે તો રાજા ઉદયન . . . પણ . . ’ વર્ષકારે ઉતાવળે પૂછ્યું. {{gap}}‘એને કાંઈ નથી થયું દેવ ! એ બીજા મહાલયમાં હતો.’ {{gap}}‘એટલે બચી ગયો, બરાબર.’ વર્ષકારે ઉતાવળે એ વાત ટૂંકાવી દીધી. ‘ પણ ત્યારે કૌશાંબીમાં તો હાહાકાર થઈ ગયો હશે ! રાજાએ શું કર્યુંં પછી ?’ {{gap}}‘શું કરે? રોઈને બેસી રહ્યો. જો કાંઈ ઉત્પાત કરે તો આખી નગરીને વાતની જાણ થઈ જાય, જે રાજકુટુબ જ આવું છે, તે ન જોઈએ એવી હવા એક પળમાં ફેલાઈ જાય અને એ તો વધુ ભયંકર ! વિદેહરાજ કરાલ જનકને લોકોએ મારી નાખ્યો, અને ગણતંત્ર રચી કાઢ્યું, અને એ ગણતત્રને પાછું વૈશાલી જેવા મહા સમર્થ ગણરાજ્યે પોતાની પાંખમાં લઈ લીધું, ત્યાર પછી રાજતંત્રો બધાં વિચારીને પગલું ભરતા થઈ ગયાં છે. એટલે ખુદ કૌસાંબીમાં તો આ વાત હજી પણ અકસ્માતમાં જ ખપે છે. પણ મેં રજેરજ હકીક્ત મેળવી છે. વાત મેં કહી તેમ જ બની છે. આમાંથી આપણે તો, કૌસાંબીમાં પણ આંતરિક ઘર્ષણ શરૂ થયું છે એટલું જ મહત્ત્વનું છે ! ઉદયન રાજા જે અંગદેશને પોતાને ત્યાં રાખવાનું સ્વપ્ન સેવે છે તેને<noinclude></noinclude> cjbdgowrurp961wmmvpt03ke8s63crl 225460 225452 2026-10-17T04:20:23Z Snehrashmi 2103 /* Validated */ 225460 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૪૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>અમાત્ય વર્ષકાર આ વાત આવતાં ખરેખર ચોંકી ઊઠ્યો. એને એક પળભર લાગ્યું કે આવી જ વાત રાજગૃહમાં પણ એક દિવસ થઈ જવાની છે. એના મનમાં ઘડીભર એ ભય વ્યાપી ગયો. આંતરઘર્ષણની ભયંકરતાથી એ ધ્રૂજી ઊઠ્યો. {{gap}}‘ધરાર સળગાવી દીધો મહાઅમાત્યજી !’ શોભિત બોલ્યો : ‘રાજા ઉદયન ઊંઘતો રહ્યો. નગરી કૌશાંબી ઊંઘતી રહી. અને આખો મહાલય ખાખ થઈ ગયો. કાંઈ જ ન બચ્યું. રાણી શ્યામિકાની તો રાખ થઈ ગઈ, પણ તેની સાથેનાં પાંચસો દાસ દાસીઓ પણ ખાખ બની ગયાં !’ {{gap}}‘અરર ! ભયંકર, ભયંકર, આ તો અતિ ભયંકર ! ત્યારે તો રાજા ઉદયન... પણ.. ’ વર્ષકારે ઉતાવળે પૂછ્યું. {{gap}}‘એને કાંઈ નથી થયું દેવ ! એ બીજા મહાલયમાં હતો.’ {{gap}}‘એટલે બચી ગયો, બરાબર.’ વર્ષકારે ઉતાવળે એ વાત ટૂંકાવી દીધી. ‘પણ ત્યારે કૌશાંબીમાં તો હાહાકાર થઈ ગયો હશે ! રાજાએ શું કર્યુંં પછી ?’ {{gap}}‘શું કરે? રોઈને બેસી રહ્યો. જો કાંઈ ઉત્પાત કરે તો આખી નગરીને વાતની જાણ થઈ જાય, જે રાજકુટુંબ જ આવું છે, તે ન જોઈએ એવી હવા એક પળમાં ફેલાઈ જાય અને એ તો વધુ ભયંકર ! વિદેહરાજ કરાલ જનકને લોકોએ મારી નાખ્યો, અને ગણતંત્ર રચી કાઢ્યું, અને એ ગણતંત્રને પાછું વૈશાલી જેવા મહા સમર્થ ગણરાજ્યે પોતાની પાંખમાં લઈ લીધું, ત્યાર પછી રાજતંત્રો બધાં વિચારીને પગલું ભરતા થઈ ગયાં છે. એટલે ખુદ કૌસાંબીમાં તો આ વાત હજી પણ અકસ્માતમાં જ ખપે છે. પણ મેં રજેરજ હકીકત મેળવી છે. વાત મેં કહી તેમ જ બની છે. આમાંથી આપણે તો, કૌસાંબીમાં પણ આંતરિક ઘર્ષણ શરૂ થયું છે એટલું જ મહત્ત્વનું છે ! ઉદયન રાજા જે અંગદેશને પોતાને ત્યાં રાખવાનું સ્વપ્ન સેવે છે તેને<noinclude></noinclude> sqmw72ey7p6en3cuusin9okexrvb9on પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૬૩ 104 74046 225461 225409 2026-10-17T04:24:46Z Snehrashmi 2103 /* Validated */ 225461 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|શોભિતે શું કહ્યું?||૪૯}}<hr>'''</noinclude>ત્યાં પણ આંતરઘર્ષણ છે !’ {{gap}}‘ઉદયન રાજા ક્યાં છે?’ {{gap}}‘હમણાં તો એ અવંતી ગયેલ છે !’ {{gap}}‘કેમ ?’ {{gap}}‘એની સલાહ લેવા હોય કે પછી વૈશાલી ગણતંત્રમાં <sup>*<ref>*નગરશોભિની નારી. દરેક નગરમાં એ વખતે એક સર્વોત્તમ સુંદર સ્ત્રીને જનપદકલ્યાણી એવું બહુમાન આપવામાં આવતું. રાજા, ઉપરાન્ત, સારથિ, નગરશ્રેષ્ઠી, દ્રોણપાલક, દ્વારપાલ ને નગશોભિની એ સાતની, નગરની ગૌરવશોભામાં ગણના થતી. શિશુનાગ વંશનો પહેલો રાજા શિશુનાગ એ નગશોભિનીનો પુત્ર હતો. બિંબિસારનો અભયકુમાર, અને ભિષગ્વર જીવક કૌમારભૃત્ય એ પણ નગરશોભિનીના પુત્રો હતા.</ref></sup> જનપદકલ્યાણીની કોઈ વાત આવી રહી છે ત્યારે ત્યાં આંતરઘર્ષણ થવાનો સંભવ છે એમ લાગે છે.’ {{gap}}‘એમ થાય તો આ બન્ને એ પ્રસંગનો લાભ લઈ લેવા માટે ખડે પગે તૈયાર થવા માગતા હોય. મગધે પણ જાગ્રત રહેવું પડશે, મહારાજ !’ {{gap}}વર્ષકારને તો વૈશાલીમાં ચાલી રહેલી હિલચાલની જાણ હતી. {{gap}}તે વખતે વૈશાલીમાં બે પક્ષ ઊભા થવાના ભણકારા પણ વાગી રહ્યા હતા. પોતે એટલા માટે વૈશાલી જવાની યોજના ઘડી જ રહ્યો હતો. {{gap}}પણ અચાનક શોભિતના શબ્દોએ એને કાંઈક સંભારી આપ્યું લાગ્યું. તે તરત ઊભો થઈ ગયો. {{gap}}‘સુનીધ ! તું ચાલ તો, આપણે પેલી વાત યુવરાજકુમારને કરવાની રહી જાય છે. તે કરવાનો આ વખત છે. કટાહકને પછી વિદાય આપશે ! તું થોભજે શોભિત !’ {{gap}}સુનીધ સેનાપતિ, વર્ષકાર ને યુવરાજકુમાર અંદરના ખંડમાં ગયા. {{gap}}તક્ષકદેવ ને શોભિત ઉદયન વિષેની વધુ વાતમાં પડ્યા.<noinclude><hr> {{reflist}}</noinclude> 2aolzle8a7uk7mfrl87xhdsaa6w9c9r પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૧ 104 74054 225451 225146 2026-10-16T16:39:15Z Amvaishnav 156 /* Proofread */ 225451 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|શિષ્ય અને ગુરુ||૫૭}}<hr>'''</noinclude>ગર્તમાં એક દિવસ પ્રસેનજીત પોતે જ ડૂબી જવાનો છે !' {{gap}}અજાતશત્રુ સાંભળી રહ્યો. તેને વર્ષકારની વાણીમાં પિતાનો સ્નેહટંકાર સભળાતો હતો. તે કાંઈક નમ્ર બની ગયો. સોળ મહાજનપદોની એટલી બધી અટપટી વાતો વર્ષકાર પાસે હતી કે એ સાંભળતાં અજાતશત્રુને લાગતું કે પોતે તો મહા 'અજ્ઞાન' છે. એ વખતે એ કુદરતી રીતે પોતાને વર્ષકારના હાથમાં મૂકી દેતો. વર્ષીકારને અજાતશત્રુ માટે મોટામાં મોટી આશા આ સ્થિતિમાં જ રહેલી દેખાતી હતી. {{gap}}‘ આમ આ ગર્તમાં ડૂબી જવાના છે એમ ?' {{gap}}'ગર્ત એટલે કુમાર! એવી ભયંકર પરિસ્થિતિ, કે જેમાં તમે ન આમ નીકળી શકો, કે ન તેમ નીકળી શકો. નીકળવા મથો તેમ તેમ ઊંડા ઊતરો. આનું નામ ગર્ત, ખાડો, કાદવ કીચડથી ભરપૂર. પ્રસેનજીત રાજાએ આ ભૂલ કરી, ત્યારે તમે તદ્દન નાના હતા. તમને એ યાદ હોવાનો સંભવ નથી. હવે એ ઈચ્છે છે કે અનેક શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠી કુમારો, સેનાપતિઓ, રાજકુમારો, શ્રમણપંથે પળે છે, વિરુધક પણ જો એ પંથે પળે, તો રાજમાં ઘર્ષણ ટળે. પણ હવે વિરુધક એ ખરેખર વિરુદ્ધ બન્યો છે. એનાં પરિણામ આજે શ્રાવસ્તીમાં દેખાય છે. રાજાએ રાણી અને યુવરાજ બન્નેને પદભ્રષ્ટ કર્યાં હતાં. શ્રમણ ગૌતમના શબ્દે ફરી પાછા મૂળ સ્થાનો સ્થાપ્યાં પણ ખરાં. પણ એ વિષ કુમારના મનમાં બેઠુંં છે. એનો મંત્રી અંબરીષ કાઈક તકની રાહ જોતો લાગે છે; ટૂંકામાં ત્યાં પણ આ અગ્નિ પ્રગટી ચૂક્યો છે ! સમૃદ્ધિ ને વૈભવથી છલકાતી શ્રાવસ્તીને, હું રાજા ઉદયનની રાણી શ્યામિકાના મહેલની જેમ, થોડા જ સમયમાં રાખના ઢગલા રૂપે થઈ જતી નિહાળુ છું ! બહુ થોડા વખતમાં શ્રાવસ્તી નગરી નહિ હોય !' {{gap}}‘ અરે ! ' {{gap}}'સાચી વાત છે કુમાર ! પણ એ વાત થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એ થવાની છે ચોક્કસ. શ્રાવસ્તી ને સાકેતમાં ધનજય,<noinclude></noinclude> lbn70j7dmhm7schi4qsfm3c4olkpv65 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૨ 104 74055 225453 225147 2026-10-16T16:50:43Z Amvaishnav 156 /* Proofread */ 225453 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૫૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>અનાથપિડદ, પુણ્યવર્ધન એ બધા શતકોટિપતિ શ્રેર્ષ્ઠીઓ છે તે સાચું. મહાકૌશલનો વિસ્તાર મગધદેશ કરતાં આઠ ગણો છે તે પણ સાચું. શ્રાવસ્તી શ્રેષ્ઠી પુણ્યવર્ધનની વિશાખા જેવી કુલવધૂના એક <sup>*<ref>* માથાનો શણગાર</ref></sup>પ્રસાધનનું મૂલ્યાંકન નવકોટિ એક લક્ષ થાય છે, એવી સમૃદ્ધિ ત્યાં છલકાય છે, તે સાચું. પણ ઈંદ્રનો વૈભવ તમારે ત્યાં કેમ નથી ? આંતર ઘર્ષણનું એક જ અગ્નિબિંદુ — અને તમામ સમૃદ્ધિ એક પળના અષ્ટમભાગમાં ખાખ ! આંતરઘર્ષણ પ્રસેનજીતને ત્યાં આવી ચૂક્યું છે. ઉદયનને ત્યાં આવી ચૂકુયું છે. વૈશાલીમાં આવવાના ભણકારા છે. આપણે માત્ર રાહ જોવાની છે કુમાર ! શાંતિથી રાહ જોવાની છે. ક્યાંય દોડવાનું નથી. મગધના વિસ્તાર માટે આ બધાં જ પાડોશી રાજતંત્રો અને ગણતંત્રો ઘેાડા જ વખતમાં ખુલ્લાં મેદાન જેવાં થવાનાં છે ! આપણે ત્યાં જઈને રાજ સંભાળવાનું છે ! રાહ જુએ! અને જે અગ્નિ ત્યાં સ્થપાઈ ચૂકયો છે, તેને જરા ફૂંક મારતા રહો ! બસ ! ' {{gap}}'તમે કહેા છો. તે બરાબર છે પણ મહાઅમાત્ય ! આપણને મામા પ્રસેનજીત દર વખતે ડારે, વૈશાલી દર વખત ડારે, ઉદયન ડારે, પ્રદ્યોત ડારે, અને આપણે ડરતું જ રહેવું એમ ? આ ભીરુતા ક્યાં સુધી ? સમાધાન શાંતિ આ બધું ક્યાં સુધી ? મગધરાજનું શ્રેણિય બિરુદ હવે તો લજવાય છે ! મામાએ અંગદેશના ધનંજય જેવા શ્રેષ્ઠીને પોતાને ત્યાં બોલાવી લીધો. આપણે જવા દીધો. એ શ્રેષ્ઠીએ સાકેત નગરી વસાવી છે. શ્રાવસ્તીથી સાત જોજન દૂર. જોનારા કહે છે કે સાકેતનગરી બીજી શ્રાવસ્તી નગરી જ જોઈ લ્યો ! અને ધનંજય શ્રેષ્ઠી અંગ દેશમાંથી જતાં આપણને કેટલું નુકસાન ? આપણી પાસે પ્રસેનજીત મામાએ માગણી કરી, 'અમારા દેશભરના ગૌરવ જેવો કે વૈભવશાલી શ્રેષ્ઠી નથી, માટે એક શ્રેષ્ઠી તમારે ત્યાંથી અમને મોકલો, ' ત્યારે જ રાજાએ ના પાડી હાત તો ? પણ એમણે તો સંબંધ બંધાય માટે ધનંજય શ્રેણીને મોકલ્યા. આ ધનંજય<noinclude><hr> {{reflist}}</noinclude> hug9w6b4yjvpwutdun8mfy1ospv80oi પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૩ 104 74056 225454 225148 2026-10-16T17:05:25Z Amvaishnav 156 /* Proofread */ 225454 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|શિષ્ય અને ગુરુ||૫૯}}<hr>'''</noinclude>શ્રેષ્ઠી જતાં અંગદેશમાંથી શું ગયું તે તમે સંભારોને ! દસ હજાર ધેનુનો એક વ્રજ, એવા ચાર વ્રજ આ ધનંજય શ્રેષ્ઠી રાખતો. ચાલીસ હજાર ચોરસ હાથ એટલે એક નિવર્તન. એવા સો નિવર્તન એટલે એક હળ. આવા પાંચસો હળનો આ શ્રેષ્ઠી માલિક હતો. એ બધો વૈભવ ત્યાં ગયો. એક હજાર ગાડાં એને ત્યાં હમેશાં આવતાં જતાં એ વૈભવ શ્રાવસ્તીમાં ગયો. સંબધો બાંધી બાંધીને રાજ રાખવાની નીતિ ક્યાં સુધી ? અને હજી પણ કાશીનગરી, જે એણે મારી જ માતા કૈાશલાદેવી — વૈદેહી માતાને અંગશૃંગાર માટે આપી દીધી છે, તેના ઉપર એ અધિકાર તો પોતાનો જ સમજે છે. રાજમાતા <sup>*<ref>* મહાકોશલની ગણના વિદેહમાં પણ થતી. કૌશલ રાજાઓને ઘણી વખત વૈદેહ કહેતા, રાણી સબંધે વૈદેહી શબ્દ નામ કરતાં વધારે વિશેષણના રૂપમાં વપરાયો લાગે છે. વેદજ્ઞાન. તેમાં ઈહન એટલે પ્રયત્ન કરનાર, તે વૈદે હ. વૈદેહી એટલે પંડિતા. જેમકે વૈદૈહિકા ગૃહપત્ની, દિવ્યાવદાન પ્રમાણે પણ રાજા બિંબિસાર, રાણી, વૈદૈહિ [ કૌશલાદેવી ], અજાતરાત્રુ કુમાર, મહાઅમાત્ય વર્ષકાર એમ આપેલ છે.</ref></sup>વૈદેહિ તો માત્ર ધન ઉપાર્જન લે ! વહેલે મોડે આપણે કાશી નગરી માટે એની સાથે લડવું જ પડશે ! બધાને પ્રસન્ન રાખીને મગધમાં શાંતિ રાખવાની રાજાની નીતિનો હવે અંત ક્યારે ? લિચ્છવીને પ્રસન્ન રાખવા, પ્રસેનજીતને પ્રસન્ન રાખવો, ઉદયનને, પ્રદ્યોતને, શાક્ચોને બધાને પ્રસન્ન જ રાખ્યા કરવા એમ ? અને આટલું પૂરતું ન હોય તેમ રાજા હવે કમ્બોજને પેલો વૃદ્ધ રાજા <sup>×<ref>× પુષ્પ સારિત્ </ref></sup>પુક્કુસાતિ એને ભેટ સાગાદો મોકલે છે ને ત્યાં સંબંધ બાંધવા મથે છે. તમે તો સાંભળ્યુ હશે નાં ?' {{gap}}‘શું ?' {{gap}}'કમ્બોજરાષ્ટ્રના વ્યાપારીઓ રાજગૃહમાં આવે તેનો કર મગધરાજે માફ કર્યો છે !'<noinclude><hr> {{reflist}}</noinclude> ka8ba3qailh6ez2ljkm7xped7h56oyc પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૪ 104 74057 225455 225149 2026-10-16T17:15:10Z Amvaishnav 156 /* Proofread */ 225455 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૬૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}‘શું કરવા ?’ {{gap}}'ત્યાંના શ્રેષ્ઠીઓએ કહ્યુ કે અમારા રાજા પુક્કુસાતિ સજ્જન છે. કોઈનું દિલ દુભવતા નથી !’ {{gap}}‘ પણ એમાં કર માફ ? ' {{gap}}‘ અરે! કર તો માફ કર્યો, પણ કમ્બોજરાજે આઠ શ્રેષ્ઠ શાલો મોકલી, તો અગધમાંથી એને સુવર્ણપટ ઉપર ઉત્તમ હિંગળોકથી લખેલો શ્રમણગૌતમ ઉપદેશ મોકલાયો. કહે છે રાજા પુક્કુસાતિ પગે ચાલતો, આંહી આવવા માટે એક વખત નીકળવાનો છે ! ’ {{gap}}'આંહી એટલે ? આંહીં શું છે?' {{gap}}'આંહી એટલે રાજગૃહમાં !' {{gap}}'પણ શા માટે ?' {{gap}}‘ શા માટે ? શ્રમણગૌતમને મળીને એને પણ પ્રવ્રજ્યા લેવી છે !' {{gap}}વર્ષકાર મોટેથી ખડખડાટ હસી પડ્યો : ‘રાજકુમાર ! ત્યારે તો સમજો કે શ્રમણગૌતમ જ આપણો મોટામાં મોટો મિત્ર છે. અનેક રાજમુગટો એ મગધસામ્રાજ્ય માટે ખાલી કરાવે છે. લડ્યા વિના જ સમ્રાટપદ મગધનું છે. ગૌતમશ્રમણ આપણો મોટામાં મોટો મિત્ર છે ! આપણે એનુ બહુમાન રાખતા રહેવું, કુમાર ! ' {{gap}}‘ પણ એ મગધના અનેક સેનાપતિઓને ભિખ્ખુ કરી નાખશે, કેટલાકને તો કરી નાખ્યા છે, તેનુ શું? પછી રણક્ષેત્ર માટે રહેશે કોણ ? ' {{gap}}'એનું થઈ રહેશે. તમને આ સુનીધ આજે જ એક નવી વાત કરશે. કેમ સુનીધ ? ' {{gap}}‘ હા પ્રભુ ! મારું તો એમ માનવું છે કે રણક્ષેત્રમાં એક કે બે અસ્ત્રશસ્ત્ર જ બસ છે. માણસોનો ઠઠારો ભલે બીજા કરતા !' {{gap}}પણ અજાતશત્રુ સુનીધની વાત સાંભળતાં જ ચોંકી ગયો. સુનીધની શક્તિ વિષે એણે સાંભળ્યું હતું. કોઈ ભયંકર શસ્ત્રઅસ્ત્રની વાત એની<noinclude></noinclude> efgf7kob9yda35db936nuldwul6lhqj પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૫ 104 74098 225456 225193 2026-10-17T03:58:59Z Snehrashmi 2103 /* Proofread */ 225456 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh||વૈશાલી સંથાગાર||૧૦૧}}<hr>'''</noinclude>રથને સાચવીને ઊભા રહી જતા હતા. અશ્વો પણ ત્યાં સ્થિર ઊભા રહી જતા હતા. એક પછી એક જેમ જેમ સદસ્ય આવતા ગયા તેમ તેમ એ મંડપ તરફ જતા ગયા. એમને બરાબર સ્થાન નિર્ણય આપવા માટે ત્યાં સંથાગારમાં જ <ref>* સદસ્યોને યોગ્ય જગ્યાએ બેસારવાના નિયમ જાળનનારો, આસન વિજ્ઞાપક.</ref>આસનપણાપક આવીને ઊભો રહી ગયો હતો. તે દરેકને પોતાના વય, અધિકાર પ્રમાણે સ્થાન બતાવી રહ્યો હતો. {{gap}}સંથાગારના મંડપમાં જવા માટેની ભવ્ય સુંદર સોપાન પરંપરાને મહાઅમાત્ય વર્ષકાર દૂરથી નિહાળી રહ્યો હતો. અતિથિ તરીકે જેની સાથે તે જવા માગતો હતો તે બ્રાહ્મણ યજમાન આર્યકનો રથ હજી આવ્યો ન હતો. વર્ષકાર આંહીં થાભે ને પોતે સમયસર આવે તે વધુ ટીક, એવી વાત આર્યકે નક્કી કરી હતી. વર્ષકાર તેની રાહ જોતો થોભ્યો હતો. સામેની સપ્તરંગી આરસની સોપાન પરંપરાને એ જોઈ રહ્યો. એ પરંપરાની બન્ને બાજુએ ધોળા શુભ્ર હાથીદાંત જેવી આરસની સુંદર હૈયારખી આવી રહી હતી. વચ્ચે વચ્ચે એમાં નક્શીદાર સ્ફટિકની સ્તમ્ભિકાઓ ઊભી કરી હતી. સ્તમ્ભિકાઓ ઉપર વૈશાલીના ધ્વજ ચિહ્‌ન જેવા વનરાજ સિંહોની જુદી જુદી સ્થિતિની અનેક આકૃતિઓ એના ઉપર મુકાયેલી હતી. કોઈ આકૃતિ બેઠી હતી. કોઈ ઊભી હતી. કોઈ મોજમાં હતી. કોઈ ત્રાડ દેતા કેસરીની છટા પ્રગટ કરતી હતી. વૈશાલીનો મહાન સિંહધ્વજ રત્નખચિત સુવર્ણદંડમાં લહેરાતો સંથાગારના શિખર ઉપર ફરફરી રહ્યો હતો. એ ધ્વજના ગૌરવ માટે એકેએક લિચ્છવી પોતાનું જીવન આપે તેમ હતો. વર્ષકારની દૃષ્ટિ એ ભવ્ય ધ્વજ તરફ જઈને પછી ચારે તરફના મેદાનમાં ફરી વળી. તે આઘેના ઉદ્યાનોમાં, પુષ્કરિણીઓના કિનારા ઉપર જઈ પહોંચી. એની નજરે પડેલા દૃશ્યથી એ ડોલી ગયો. સિંહ સમા બળવાન લિચ્છવી જુવાનો ત્યાં રંગ-બેરંગી વસ્ત્રોમાં ઉત્સાહની મૂર્તિ સમા ઊભા હતા. મદોન્મત્ત હાથીઓની પંક્તિઓ એક બાજુ ડોલી રહી હતી. કમ્બોજના, સિંધસોવીરના, ગાંધારના, ઉત્તમ ઉત્તુંગ અશ્વોના CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude><hr> {{Reflist}}</noinclude> 3p5bxxg6szbhkd3zadsu9r0oafu7utg 225457 225456 2026-10-17T03:59:55Z Snehrashmi 2103 225457 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૧}}<hr>'''</noinclude>રથને સાચવીને ઊભા રહી જતા હતા. અશ્વો પણ ત્યાં સ્થિર ઊભા રહી જતા હતા. એક પછી એક જેમ જેમ સદસ્ય આવતા ગયા તેમ તેમ એ મંડપ તરફ જતા ગયા. એમને બરાબર સ્થાન નિર્ણય આપવા માટે ત્યાં સંથાગારમાં જ <ref>* સદસ્યોને યોગ્ય જગ્યાએ બેસારવાના નિયમ જાળનનારો, આસન વિજ્ઞાપક.</ref>*આસનપણાપક આવીને ઊભો રહી ગયો હતો. તે દરેકને પોતાના વય, અધિકાર પ્રમાણે સ્થાન બતાવી રહ્યો હતો. {{gap}}સંથાગારના મંડપમાં જવા માટેની ભવ્ય સુંદર સોપાન પરંપરાને મહાઅમાત્ય વર્ષકાર દૂરથી નિહાળી રહ્યો હતો. અતિથિ તરીકે જેની સાથે તે જવા માગતો હતો તે બ્રાહ્મણ યજમાન આર્યકનો રથ હજી આવ્યો ન હતો. વર્ષકાર આંહીં થાભે ને પોતે સમયસર આવે તે વધુ ટીક, એવી વાત આર્યકે નક્કી કરી હતી. વર્ષકાર તેની રાહ જોતો થોભ્યો હતો. સામેની સપ્તરંગી આરસની સોપાન પરંપરાને એ જોઈ રહ્યો. એ પરંપરાની બન્ને બાજુએ ધોળા શુભ્ર હાથીદાંત જેવી આરસની સુંદર હૈયારખી આવી રહી હતી. વચ્ચે વચ્ચે એમાં નક્શીદાર સ્ફટિકની સ્તમ્ભિકાઓ ઊભી કરી હતી. સ્તમ્ભિકાઓ ઉપર વૈશાલીના ધ્વજ ચિહ્‌ન જેવા વનરાજ સિંહોની જુદી જુદી સ્થિતિની અનેક આકૃતિઓ એના ઉપર મુકાયેલી હતી. કોઈ આકૃતિ બેઠી હતી. કોઈ ઊભી હતી. કોઈ મોજમાં હતી. કોઈ ત્રાડ દેતા કેસરીની છટા પ્રગટ કરતી હતી. વૈશાલીનો મહાન સિંહધ્વજ રત્નખચિત સુવર્ણદંડમાં લહેરાતો સંથાગારના શિખર ઉપર ફરફરી રહ્યો હતો. એ ધ્વજના ગૌરવ માટે એકેએક લિચ્છવી પોતાનું જીવન આપે તેમ હતો. વર્ષકારની દૃષ્ટિ એ ભવ્ય ધ્વજ તરફ જઈને પછી ચારે તરફના મેદાનમાં ફરી વળી. તે આઘેના ઉદ્યાનોમાં, પુષ્કરિણીઓના કિનારા ઉપર જઈ પહોંચી. એની નજરે પડેલા દૃશ્યથી એ ડોલી ગયો. સિંહ સમા બળવાન લિચ્છવી જુવાનો ત્યાં રંગ-બેરંગી વસ્ત્રોમાં ઉત્સાહની મૂર્તિ સમા ઊભા હતા. મદોન્મત્ત હાથીઓની પંક્તિઓ એક બાજુ ડોલી રહી હતી. કમ્બોજના, સિંધસોવીરના, ગાંધારના, ઉત્તમ ઉત્તુંગ અશ્વોના CC-0. In Public Domain. Gurukul Kangri Collection, Haridwar<noinclude><hr> {{Reflist}}</noinclude> 81cp9zqbdjm7ozcn73nddmw05w8wxfj પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૬ 104 74099 225458 225194 2026-10-17T04:07:46Z Snehrashmi 2103 /* Proofread */ 225458 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>હણહણાટથી આખું મેદાન જાણે વીરોની રણભૂમિ સમું શોભી રહ્યું હતું. {{gap}}વૈશાલીના ઉત્તમમાં ઉત્તમ સૈનિકો, રાજન્યો, કર્મચારીઓ, અધિ- કારીએ, સભાના સદસ્યો, જેમ જેમ આવતા ગયા તેમ તેમ મેદાનની ને સંથાગારના મંડપની શોભા અવર્ણનીય થવા માંડી. કોઈ એક પણ નિર્માલ્ય માણસ ત્યાં નજરે પડતો ન હતો. જોતાં નજર ખેંચી ન રાખે એવો કોઈ જુવાન જણાતો ન હતો. કોઈ એક બીજા તરફ, પ્રેમ સહાનુભૂતિ સિવાય બીજા ભાવથી જોતો હોય તેમ દેખાતું ન હતું. નિયમ એ નિયમ જ છે, અને એ નિયમ જ રહેશે, પછી ગમે તે વાત હોય, ને ગમે તે લિચ્છવી હોય, અને ગમે તેવો એ મહાન હોય, પણ નિયમ અનિવાર્ય રહેવાનો જ છે, એવી એક દૃઢ વ્યવસ્થાભરી છાપ ત્યાં પ્રગટી હતી. પરિણામ માટે જાણે શંકા જ ન હોય તેમ, બધા ઉત્સાહથી સંથાગારના {{SIC|મડપ|મંડપ}} તરફ જોઈ રહ્યા હતા. {{gap}}મહાઅમાત્ય વર્ષકાર આ બધું નિહાળી રહ્યો. શ્રમણ ગૌતમે રાજગૃહમાં વારંવાર કહ્યું હતું કે દેવતા ન જોયો હોય તો, લિચ્છવીઓ જુઓ, એ એને સાચું લાગ્યું. એ પોતે પણ એમની પ્રશંસામાં પળભર ડગી ગયો. એટલામાં સામેની બાજુએથી એક રથ આવતો એણે જોયો. રથને ધોળા ઘોડા જોડ્યા હતા. કોણ આવે છે એ જોવા માટે અનેકોએ ડોક લંબાવી. ‘આ તો મહાનમન પોતે !’ હવાની લેરખીમાંથી વર્ષકાર પાસે થઈ ને એક વાત ચાલી ગઈ. {{gap}}‘ત્યારે આવ્યા તો ખરા !’ કોઈક બોલ્યું. પણ બોલનારની સામે જ કોઈ લિચ્છવી જુવાનની તરત ટકોર આવી. ‘એટલે ? તમે શું બોલો છો તમને ખબર છે ? લિચ્છવી થઈ ને સંથાગારમાં ન આવે ? કોઈ દિવસ એ બને ખરું?’ {{gap}}બોલનાર શરંમીદો બનીને જમીન તરફ જોઈ ગયો. વર્ષકારે આ સંવાદ કાનોકાન સાંભળ્યયો. વૈશાલીના સંથાગાર પ્રત્યે કેટલી ભાવભક્તિથી સામાન્યમાં સામાન્ય લિચ્છવી પણ જુએ છે, તેનો એમાં સ્પષ્ટ રણકો<noinclude></noinclude> gyhfq058sv99hod6oa9rgzn0n51xrvp પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૭ 104 74100 225459 225195 2026-10-17T04:17:03Z Snehrashmi 2103 /* Proofread */ 225459 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૩}}<hr>'''</noinclude>હતો. સંથાગાર હરેકનો છે, હરેક માટે છે. હરેકને ત્યાં ન્યાય મળવાનો જ છે. ગણતંત્રના લોહીના કણેકણમાં આવી ગયેલી આ ભાવનાને જોઇને વર્ષકાર સચિંત બની ગયો. એ ભાવના જ એક મહાન અજેય વસ્તુ હતી. ગણતંત્ર અને અન્યાય કરે જ નહિ એ શ્રદ્ધા જેવી તેવી વાત ન હતી. ગણતંત્રો ટકે છે જ આ શ્રદ્ધા ઉપર. વર્ષકાર આ શ્રદ્ધાને જોઈ રહ્યો. {{gap}}‘મહાનમન આવ્યા છે, પણ એ એકલા જ કેમ ?’ કોઈ એક તરુણે બૂમ પાડી. {{gap}}‘એકલા જ છે? આમ્રપાલી તો હજી આવી નથી!’ {{gap}}‘ના, નથી આવી. પણ આ કોઈક આવે !’ સૌની દૃષ્ટિ મેદાનમાંથી સંથાગાર તરફ આવી રહેલા એક સુંદર ધોળા ઉત્તુંગ કામ્બોજ અશ્વ ઉપર પડી. એ અશ્વ જાણે આખી નગરીનું ગૌરવ વધારી રહ્યો હોય તેમ સુંદર છટાભરી ચાલથી આવી રહ્યો હતો. એનું એ નૃત્ય નિહાળવા લિચ્છવીઓ થંભી ગયા હતા. એની આસપાસ મહાન ભાલાધારીઓનાં અને બીજાં અશ્વરોહી જૂથ આવતાં હતાં. કેટલાક ધનુર્ધરો ત્યાં પડખે ચાલતા હતા. મોઢા આગળ શસ્ત્રધારી સૈનિક માર્ગ મુકાવતા આવી રહ્યા હતા. {{gap}}વર્ષકારે ત્યાં દૃષ્ટિ કરી. મેઘ ગર્જનનું આહ્‌વાન ઉપાડી લે તેવો, કેસરી સિંહ સમો એક અશ્વારોહી પુરુષ આવતો દેખાયો. એને આવતો જોઈને એને માર્ગ આપવા માટે બન્ને બાજુ ઊભેલા લિચ્છવીઓની મોટી પંક્તિઓ બની ગઈ હતી. બન્ને બાજુ હાથ જોડીને નમન કરતો ને નમન ઝીલતો, વૈશાલીનો મહાન સેનાનાયક, સિંહ સેનાપતિ પોતે આવી રહેલા જણાયો. એની આંખમાં વર્ષકારે કોઈ મહામોલા રત્નની તેજચમક જેવી એક અનોખી જ ચમક જોઈ. લાગે કે આંખ નથી– દૈવી નેત્રરત્નો જ છે ! એના ચહેરા ઉપર પણ દેવોને દુર્લભ એવી મૃદુતા બેઠી હતી. તે જે દિશામાં જોતો, તે દિશાના કણેકણને જાણે એ જીવન્ત હોય તેમ પ્રેમભરેલી દૃષ્ટિથી નિહાળતો હતો. નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની છાયા જાણે એના ઉપર ઢળી પડી હોય<noinclude></noinclude> jlkns4s071fgxu8nbnaeu1gcghc2mni પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૫ 104 74190 225449 225432 2026-10-16T15:08:34Z Meghdhanu 3380 225449 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૦૦|ગીતાધ્વનિ|}}</noinclude>{{center|'''અધ્યાય ૪ થો'''}} {{gap}}૧૧ (૨) ભજું – ફળું, પ્રગટું, જણાઉં. {{gap}}૧૭ કર્મ – ધર્મ, શાસ્ત્રો મંજૂર કરેલું કર્મ; અકર્મ – અધર્મ, શાસ્ત્રે મના કરેલું કર્મ. વિકર્મ – આ શબ્દ માત્ર આ જ શ્લોકમાં ગીતામાં વપરાયો છે. કોઈ એનો અર્થ બીજાનું કર્મ = પરધર્મ કરે છે, કોઈ વિશેષ કર્મ – ખાસ ધર્મ કરે છે, કોઈ કર્મ = ધર્મ ન આચરવો – કર્મત્યાગ કરે છે. કોઈ મંજૂર નહીં અને મના પણ નહીં, એવું કર્મ કરે છે અને કોઈ વિપરીત કર્મ – શાસ્ત્રે કહ્યું હોય તેનાથી ઊંધું કર્મ એવો કરે છે. ફરીથી એ શબ્દ આવતો ન હોવાથી અર્થનો નિશ્ચય કરવો કઠણ છે અને બિનજરૂરી પણ છે. {{gap}}૧૯ (૧) કર્મ, ધર્મ અને આરંભ ત્રણે શબ્દો ઘણુંખરું ગીતામાં એક જ અર્થમાં વપરાયા છે. {{gap}}૨૪ અન્વય – બ્રહ્મનિષ્ઠે જે બ્રહ્માજ્ય (૦રૂપી ઘી) બ્રહ્માગ્નિમાં બ્રહ્માર્પ્યું (=૦માં અર્પણ કર્યું), તે બ્રહ્મકર્મની નિષ્ઠાથી (=૦ને લીધે) બ્રહ્મરૂપ જ થાય. {{gap}}૨૫ (૨) દેવોના યજ્ઞ દ્વારા ઉપાસના. {{gap}}૨૬ સંયમાગ્નિ – કુમાર્ગથી ઇન્દ્રિયોને રોકવા – રૂપી તપોયજ્ઞ; ઇન્દ્રિયાગ્નિ – સુમાર્ગે ઇન્દ્રિયોને કેળવવા – રૂપી સ્વાધ્યાય યજ્ઞ. – 98<noinclude>{{block center/e}}</noinclude> 5ej90elleobzxb01u1p1lapi1b2zh3g પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૬ 104 74191 225450 2026-10-16T15:12:13Z Meghdhanu 3380 /* Proofread */ 225450 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|ટિપ્પણીઓ||૧૦૧}}</noinclude> ૨૭ (૪) આત્મ(ચિત્ત)નો (ધારણા–ધ્યાન– સમાધિ–વાળો) સંયમરૂપી યોગ. ૩૧ (૧) યજ્ઞની પ્રસાદીરૂપ અમૃત(આત્મજ્ઞાન)ના ભોગી. {{center|'''અધ્યાય ૫મો'''}} ૪(૩) બેમાં એકેયને – બે પૈકી એકમાંયે. ઘણા એમ અનુવાદ કરે છે કે “એકેય પામતાં પૂરો, બંનેનું ફળ મેળવે.” આ બરાબર નથી લાગતું. કારણ? ફળ તો એક આત્મજ્ઞાન અથવા મુક્તિ જ છે, માટે બંનેનું ફળ મેળવે, એમ કહેવામાં ભ્રમ ઉત્ત્પન્ન થાય છે. પાંચમા શ્લોકમાં આ સ્પષ્ટ છે. ૧૩ મોઢું, બે આંખ, બે કાન, બે નસકોરાં, બે મળદ્વાર – આવા નવ દરવાજાવાળા નગરે = શરીરમાં. ૧૯ ઠર્યા – સ્થિર થયા. ૨૧(૨) આત્મામાં જે સુખ રહ્યું છે તે. ૨૨(૩) નાશે – નાશ પામે. {{center|'''અધ્યાય ૬ઠો'''}} ૩ પહેલી લીટીમાં કારણ એટલે (સમત્વ બુદ્ધિવાળા કર્મયોગનું) સાધન, બીજી લીટીમાં કારણ એટલે હેતુ-<noinclude>{{block center/e}}</noinclude> lteqkjnja5fiwkvbo6pfrr7bu53dvub