વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk મીડિયાવિકિ:Gadgets-definition 8 2525 225473 224782 2026-10-17T22:24:23Z NguoiDungKhongDinhDanh 3319 Remove deprecated options: requiresES6, targets, top ([[:m:GS|global sysop]] action) 225473 wikitext text/x-wiki == editing-tools == * charinsert[default|type=general]|charinsert.js|charinsert.css * HotCat[rights=edit]|HotCat.js * popups[type=general]|popups.js|navpop.css * TemplatePreloader|TemplatePreloader.js * IndicOCR[default]|IndicOCR.js * button-center[dependencies=ext.wikiEditor|default]|button-center.js * button-right[dependencies=ext.wikiEditor|default]|button-right.js * button-poem[dependencies=ext.wikiEditor|default]|button-poem.js * button-cite[dependencies=ext.wikiEditor|default]|button-cite.js * button-rule[dependencies=ext.wikiEditor|default]|button-rule.js * CropTool[dependencies=mediawiki.Uri,mediawiki.util]|CropTool.js * Cropimage|Cropimage.js == editing-tools-for-Page-namespace == * Easy_LST[default]|Easy_LST.js == editing-tools-for-Index-namespace == * Fill_Index|Fill_Index.js == interface == * pr_test_layout|pr_test_layout.js * dynamicLayoutOverrides[default]|dynamicLayoutOverrides.js * userMessages|UserMessages.js * PurgeTab[dependencies=mediawiki.util,mediawiki.api|default]|PurgeTab.js == compatibility == * Font-Awesome|Font-Awesome.css == development == * GoogleOCR|GoogleOCR.js == admin-tools == * CleanDeleteReasons[rights=delete]|CleanDeleteReasons.js * massdelete[rights=delete]|massdelete.js pdos4rf995pvu2mfzqskyvdschh35kt પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૫ 104 74058 225464 225150 2026-10-17T16:18:26Z Amvaishnav 156 /* Proofread */ 225464 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|શિષ્ય અને ગુરુ||૬૧}}<hr>'''</noinclude>પાસે હતી. એને હવે લાગ્યું કે આ મહાઅમાત્ય વર્ષકાર એટલા સમજાવે છે કે એ આવતી કાલે ધારે તો મગધના મુગટ જ ઉપાડી લ્યે ! તેના શરીરમાં ભય વ્યાપી ગયો. તેને સાંભરી આવ્યું. ચંડપ્રદ્યોતના પિતા અમાત્ય હતા. તેણે અવંતીનાથ વીતીહોત્રને હણીને જ પોતાના પુત્ર માટે રાજગાદી ન મેળવી ? આ મહાન અમાત્ય ફરે, તો પળના ચોથા ભાગમાં રાજગૃહ એને ત્યાં હોય ! {{gap}}એને પોતાની પરાધીનતા ખૂંચી રહી. અજ્ઞાનતા ખૂંચી રહી. સ્વતંત્ર પગલું લઈ ન શકવાની અશક્તિ ખૂંચી રહી. તેનો તેજોવધ થતાં તે એકદમ ઝાંખો પડી ગયો.<noinclude></noinclude> plvs6qyqzk4ko0ly2mmaj5eugnlmxv4 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૬ 104 74059 225465 225151 2026-10-17T16:25:52Z Amvaishnav 156 /* Proofread */ 225465 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> {{સ-મ| |<big>'''૬. મહાઅમાત્યે કહેલી વાત'''</big> | }} <br/> <br/> {{gap}}'''<big>વ</big>ર્ષકાર''' <sup>*<ref>* રાજકુમારો નવા જીતેલા દેશમાં રાજપ્રતિનિધિ તરીકે જાય ત્યારે તેમને બરાબર માર્ગદર્શન આપવા તેમ જ તે પાછા ષડ્યંત્ર રચી ન કાઢે તેની ભાળ સંભાળ રાખવા વિશ્વાસુ મહાઅમાત્યોને તેમની સાથે મોકલવાનો રિવાજ જણાય છે. જુઓ Political History of Ancient-India by H. Ray Chaudhari Page 196. કૌટિલ્ય પ્રમાણે આવા રાજકુમારોનો દરમાયો ૧૨૦૦૦ વાર્ષિક પણનો હતો.</ref></sup>મહાઅમાત્ય રાજકુમારના તેજોવધ કળી ગયા. એની ઘટ્ટ અસર જામવા ન દેવાનું જરૂરી હતું. ગોપાલ મહામંત્રી ગમે તેમ પણ લિચ્છવી હતો. એની એક એક વાત એને કેટલા ઊંડા ગર્તમાં ધક્કેલી દેશે એ હજી વધારે સ્પષ્ટ કરવાની જરૂરિયાત હતી. એ વાતને જો અજાતશત્રુ બરાબર ન સમજે તો પરિણામ એક જ આવે. આંહી તેજોવધ અનુભવતો રાજકુમાર મહામંત્રી ગોપાલ તરફ ઢળી પડે. તો ગોપાલ મહામંત્રી, મગધનું કે રાજકુમારનું કોઈનું નામનિશાન રહેવા ન દે. {{gap}}'મહારાજકુમાર ! બીજા તમામ નુકસાન કરતાં તમે રાજગૃહ દોડો તે નુકસાન સૌથી મોટું છે. રાજા બિંબિસાર પ્રત્યે માન હોવાની વાત કરીને, કૌશલ, કાશી, વત્સ, અવંતી, ગાંધાર બધા તમને પીંખી નાખશે. તમારા ઉપર દોડતા આવશે. પહેલા તો પ્રસેનજીત જ દોડશે –<noinclude><hr> {{reflist}}</noinclude> 00toip34s8iu9rdvl078c24y5tqt0d6 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૭ 104 74060 225466 225152 2026-10-17T16:39:25Z Amvaishnav 156 /* Proofread */ 225466 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|મહાઅમાત્યે કહેલી વાત||૬૩}}<hr>'''</noinclude>કહેશે, મારા બનેવીનું અપમાન કરનાર એ છે કોણ ? એ મારો ભાણેજ ન હોય ! એ દોડશે, અને વૈશાલીને તો એટલું જ જોઈએ છે. વત્સરાજ ઉદયન દોડશે. કહેશે બિંબિસાર રાજા અમારા મિત્ર છે, અવંતીરાજ ચંડપ્રદ્યોત આવશે. ચંપા નગરી પણ તમારી સામે ઊઠશે, એક પળના છઠ્ઠા ભાગમાં મગગદેશ પીંખાઈ જશે. તમે ઉતાવળા થઈ ને રાજગૃહ દોડો, એટલી જ વાર છે. ગોપાલે આ સમાચાર એટલા માટે આંહી મેાકલ્યા છે ! ' {{gap}}'અને ત્યાં બધું સહીસલામત છે એમ ? ’ {{gap}}ના. પણ તેનું આપણે જોઈ લઈશું. મને તો કટાહકની રીતભાત એવી લાગે છે કે તમને આકળા કરવા, તમને રાજગૃહ દોડાવવા, આપણે એમ દોડવું નથી. આટલી જ વાત છે. કેમ સુનીધ ?' {{gap}}‘ હા દેવ ! મને પણ એ સદેશવાહકતી ઉતાવળમાં ભેદ લાગે છે ! ગોપાલમંત્રી રાજાને સમજાવવા માટે ત્યાં બેઠા છે. એ પોતે કાંઈ કહેવરાવતા નથી. ઉપનદ સેનાપતિનો સદેશો આવે છે. એ પણ ઘણું સૂચક છે. એનો સંદેશો માનવા આપણે પ્રેરાઈએ જ. {{gap}}અજાતશત્રુ વિચારમાં પડી ગયો!. રાજગૃહ જવું કે ન જવું એનું મંથન એના મનમાં ચાલી રહ્યું. હજી એ પોતાની લાઘવ ગ્રંથીમાંથી પણ પૂરો મુક્ત થયો ન હતો. રાજા બિંબિસારે એની મહત્ત્વાકાંક્ષાને સંતોષવા માટે આંહીં અંગ જેવા દેશમાં એને રાજપ્રતિનિધિ જેવો મોટો અધિકાર સોંપી દીધેા હતો. પણ રાજકુમારને હવે લાગ્યું કે કદાચ એને મગધથી દૂર રાખવા માટેની જ, આ જુક્તિ હોવી જોઈએ. છતાં વર્ષકારની વાત વિષે કોઈ નિર્ણય લેવાનું એને એકદમ સૂઝતું ન હોય તેમ લાગ્યું. હજી સુનીધના નવા શસ્ત્રઅસ્ત્ર શી વાત છે એ પૂરેપૂરું સમજાયું ન હતું ! વર્ષકારે એને વધારે શકામાં ન રાખવામાં ડહાપણુ દીઠું. તે તરત બોલ્યો : 'મહારાજ ! સુનીધ બધી વાતનો હમણાં જ તમને ધટસ્ફાટ કરી દેવાનો છે, પણ પહેલાં આપણે આ<noinclude></noinclude> hl0td95p11y5riazlu5lim72s30d38v પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૮ 104 74061 225467 225153 2026-10-17T16:49:07Z Amvaishnav 156 /* Proofread */ 225467 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૬૪||આમ્રપાલી}}<hr>'''</noinclude>સમજી વ્યો. આ સંદેશવાહકને મોકલનાર ગેાપાલ છે, ઉપનંદ નહિ. ઉપનંદને તો માત્ર ગોપાલે પ્રેયોં છે. જેથી આપણે વિશ્વાસ રાખીને દોડીએ જ દોડીએ ! તમે ગોપાલ વિષે ઘણું જાણો છો, પણ કેટલુંક નથી જાણતા. એ સાંભળવા જેવું છે. એ સાંભળીને પછી નિર્ણય કરો !’ {{gap}}‘શી વાત છે મહાઅમાત્યજી ? આપણે ઉતાવળે કટાહકને મોકલી દેવો છે ! ' {{gap}}'આપણે એને મોકલી જ દઈએ. આપણે આવવાના કે નથી આવવાના તે કાંઈ કહેવાની જરૂર જ નથી ! તમે નિર્ણય કરો.’ {{gap}}અજાતશત્રુએ સુનીધ સામે જોયું. વર્ષકાર સામે જોયું. નિર્ણય કરવાની ગડમથલ એના મનમાં થતી લાગી. વર્ષકારે બે હાથ જોડ્યા: 'જુઓ કુમાર ! અત્યારે વૈશાલી ઉપર ભય છે. બરાબર એ જ વખતે ગોપાલનો આ સદેશો આવ્યો છે. આ ગોપાલ આંહીં આવ્યો ત્યારે તમે નાના હતા. એ વૈશાલી તજીને આંહીં આવ્યો છે. અને એ એક જ વાતને પરિણામે રાજાનો જમણો હાથ થઈ ગયો છે. ’ {{gap}}‘ પણ તેણે નગરી વૈશાલી તજી કેમ ? ' {{gap}}‘એ વાત જરા લાંબી છે, પણ જાણવા જેવી છે. વૈશાલીમાં સિંહનાયક સેનાપતિપદે આવ્યો માટે. એ પદે ખરી રીતે ગોપાલ આવવો જોઈતો હતો.' {{gap}}'પણ સિંહ તો સિંહ છે. એ પદ ગોપાલને લિચ્છઓએ ન આપવામાં કાંઈ ખોટુ કર્યું નથી.' {{gap}}‘એક રીતે ખોટું કર્યુંં છે. ને ગોપાળને એ અપમાન હાડોહાડ લાગ્યું માટે તે અહીં મગધમાં દોડી આવ્યો. સિંહ ને ગોપાળ બન્ને સગાભાઈ. ગોપાળ મોટો. સિંહ નાનેા. એમના પિતા મરણ પામ્યા ત્યારે એ સેનાપતિપદે હતા. એ સેનાપતિપદ મોટા ગોપાળને મળવું જોઈએ. એનો એ અધિકાર હતો. વળી એની લાયકાતનો પણ પ્રશ્ન ન હતો. એ પણ મહા ધનુર્ધર હતો, એ પણ તક્ષશિલા વિદ્યાલયનો<noinclude></noinclude> nq9av5rbuvugjtg4n1v6b5cy260s7dc પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૯ 104 74062 225468 225154 2026-10-17T17:00:54Z Amvaishnav 156 /* Proofread */ 225468 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|મહાઅમાત્યે કહેલી વાત||૬૫}}<hr>'''</noinclude>વિદ્યાર્થી હતો. લડવા ઊતરે તો એક સહસ્ર યોદ્ધાઓને એકલો રોકી શકે એવા બળવાન હતો. ધનુષના બાણોનો એ જ્યારે સારપ્રાસાદ રચા, ત્યારે તો જોનારા મોંમાં આંગળી નાખી જતા ! બાણોના ઘટાટોપ નીચે પૃથ્વી ઉપર માણસો ફરતાં હોય તેવુ લાગે ! આ એનો સારપ્રાસાદ. એ સારરજ્જુ પ્રગટાવતો, ત્યારે તો જાણે એક પછી એક ચાલ્યાં આવતાં હજારો બાણોની અવિચ્છિન્ન પંક્તિ ત્યાં દેખાતી ! બાણોની એક લાંબી દોરડી જ જાણે જોઈ લો ! આવો પરાક્રમી સેનાપતિ હોય એ વૈશાલી નગરી માટે ગૌરવનો વિષય હતો. અને છતાં વૈશાલી સંથાગારમાં જનસભાએ નિર્ણય કર્યો કે, ગોપાલ નહિ, સેનાપતિપદે સિંહ નાયક આવે !' {{gap}}'પણ એમ શા માટે કર્યુંં? ' {{gap}}'વૈશાલી તો ગણતંત્ર છે કુમાર ! ત્યાં વ્યક્તિ ગમે તેવી બળવાન હોય, શક્તિશાળી હોય, વૈભવવાળી હોય, પણ એ સભાના નિર્ણય ઉપરવટ જઈ શકે જ નહિ. ગોપાલ બળવાન હતો. એટલે એ વૈશાલીના લોકોને કાંઈ લેખામાં ગણતો નહિ. ગમે તેની વાટિકા હોય, ગમે તેનું ઉદ્યાન હોય, ગમે તેનું આમ્રવન હોય, એ બધું જાણે બળને લીધે પોતાનું જ છે, એમ એ વર્તતો. જાણે કેમ પોતે વૈશાલીનો સર્વતંત્ર સ્વતંત્ર રાજા જ હોય ! ને વૈશાલીમાં ગણતંત્ર જ ન હોય ! સંથાગારમાં એક અવાજે નિર્ણય થયો. સેનાપતિપદે ગોપાલનો ભાઈ સિંહ આવે. ગોપાલને વૈશાલીથી દૂર એક વાટિકા આપી દ્યો. {{gap}}'ગોપાલે આ નિર્ણય જાણ્યો. એ એકલો વૈશાલીનગરીના સૈન્યને આહ્વાન આપતો ઊભો થઈ ગયા. આંતરઘર્ષણનો અગ્નિ પ્રગટ્યો. એ વખતે સેનાપતિ સિંહે અદ્ભુત કુનેહ બતાવી. {{gap}}'તે પોતે એકલો ગોપાળને મળ્યો. તેને વિનયથી સમજાવ્યો. 'મોટાભાઈ ! પદ તમારું છે. લાયક તમે છો. પણ સંથાગારનો નિર્ણય જો આપણે માથે નહિ ચડાવીએ તો, સેનાપતિપદ આપણા કુલમાંથી જ<noinclude></noinclude> m9swfxqq9rlkh5ubabf172rqjckus01 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૦ 104 74063 225469 225155 2026-10-17T17:10:31Z Amvaishnav 156 /* Proofread */ 225469 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૬૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>હંમેશને માટે ચાલ્યુ જશે. તમે એક વાત કેમ ભૂલો છો ? આપણે વિદેહના. વિદેહથી આંહી આવ્યા. આપણા પિતા સકલે મહામહેનતે લિચ્છવીઓમાં લિચ્છવી તરીકેનું આવું મોટું પદ પ્રાપ્ત કર્યું છે. આપણે એ પિતૃસમૃદ્ધિ ખોઈએ નહિ એ જોવાનું છે. લિચ્છવીઓના ગણતંત્રને આપણે બળવાન બનાવવું છે. અત્યારે આ તક છે. તમે જો મગધના બિંબિસારને મળો, તો એ તમને તરત રાખી લેશે. વળી બિંંબિસારને સાધવાની આ એક તક છે. તમે વૈશાલીથી નારાજ થઈને નીકળો છો, એ વાત એને અસર કરશે જ કરશે. {{gap}}‘ કુમાર ! ત્યારથી ગોપાલ આંહી મગધમાં છે. સિહ વૈશાલીમાં છે. એ બન્ને ગણતંત્રનો કૈમ વિજય થાય તે માટે એક છે. તમારે ત્યાં મગધમાં આંતરઘર્ષણ થાય, તો વૈશાલી અત્યારે એને ત્યાં આવી પડનારા ઘર્ષણમાંથી, સાંગોપાંગ પાર ઊતરી જાય. ગોપાલે તમને એટલા માટે ઉતાવળે બોલાવ્યા છે. તમે ત્યાં રાજગૃહ દોડો-એટલે તરત અગ્નિ પ્રગટે તેમ છે !' {{gap}}‘ત્યારે તો આપણે આપણા ઘરમાં અગ્નિ રાખ્યો છે. . . . એમ કહોને ! રાજાને . . . આ શું સૂઝ્યું હશે ? ' {{gap}}'સિંહ નાયક માત્ર યોદ્ધો નથી, મહાન રાજદ્વારી પુરુષ છે. તેણે તે વખતે જ ગોપાલને સમજાવ્યુ હતું. 'મોટાભાઈ ! તમે મહા ધનુર્ધર છો. હું પણ કાંઈક જાણું છું. આપણે ધારીએ તો લિચ્છવીઓને એક વખત તો સારપ્રાસાદથી કે સારમંડપથી ઢાંકી દઈ શકીએ. કે આકાશ પહોંચતી સાર સોપાન–બાણોની નિસરણી—બતાવીને આપણા પરાક્રમનું ભાન કરાવી દઈએ. પણ આ વૈશાલી જેવી મહાન નગરી, આપણી પાસે કાંઈક બીજું જ માગે છે. યાદ કરો, વિદેહના સ્વચ્છંદી રાજતંત્રથી ભાગીને પિતાજી આંહી આવ્યા, તે વખતે આ ગણતંત્રે જ એને આશ્રય આપ્યો હતો. એણે આપ્યો તો વિદેહ ગણતંત્રમાં ભળી શક્યું. મલ્લદેશ ગણતંત્રમાં ભળી ગયો. હવે આ મગધ છે. તમે મગધમાં હસો તો એમાં છેવટે ગણતંત્રનો વિજય છે.' આ રીતે ગોપાલે વૈશાલી<noinclude></noinclude> mgl856oihvx0s8kk1c5t325kgl3kalg પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૫ 104 74098 225470 225457 2026-10-17T17:16:33Z Amvaishnav 156 /* Validated */ 225470 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૧}}<hr>'''</noinclude>રથને સાચવીને ઊભા રહી જતા હતા. અશ્વો પણ ત્યાં સ્થિર ઊભા રહી જતા હતા. એક પછી એક જેમ જેમ સદસ્ય આવતા ગયા તેમ તેમ એ મંડપ તરફ જતા ગયા. એમને બરાબર સ્થાન નિર્ણય આપવા માટે ત્યાં સંથાગારમાં જ <ref>* સદસ્યોને યોગ્ય જગ્યાએ બેસારવાના નિયમ જાળવનારો, આસન વિજ્ઞાપક.</ref>*આસનપણાપક આવીને ઊભો રહી ગયો હતો. તે દરેકને પોતાના વય, અધિકાર પ્રમાણે સ્થાન બતાવી રહ્યો હતો. {{gap}}સંથાગારના મંડપમાં જવા માટેની ભવ્ય સુંદર સોપાન પરંપરાને મહાઅમાત્ય વર્ષકાર દૂરથી નિહાળી રહ્યો હતો. અતિથિ તરીકે જેની સાથે તે જવા માગતો હતો તે બ્રાહ્મણ યજમાન આર્યકનો રથ હજી આવ્યો ન હતો. વર્ષકાર આંહીં થાભે ને પોતે સમયસર આવે તે વધુ ઠીક, એવી વાત આર્યકે નક્કી કરી હતી. વર્ષકાર તેની રાહ જોતો થોભ્યો હતો. સામેની સપ્તરંગી આરસની સોપાન પરંપરાને એ જોઈ રહ્યો. એ પરંપરાની બન્ને બાજુએ ધોળા શુભ્ર હાથીદાંત જેવી આરસની સુંદર હૈયારખી આવી રહી હતી. વચ્ચે વચ્ચે એમાં નકશીદાર સ્ફટિકની સ્તમ્ભિકાઓ ઊભી કરી હતી. સ્તમ્ભિકાઓ ઉપર વૈશાલીના ધ્વજ ચિહ્‌ન જેવા વનરાજ સિંંહોની જુદી જુદી સ્થિતિની અનેક આકૃતિઓ એના ઉપર મુકાયેલી હતી. કોઈ આકૃતિ બેઠી હતી. કોઈ ઊભી હતી. કોઈ મોજમાં હતી. કોઈ ત્રાડ દેતા કેસરીની છટા પ્રગટ કરતી હતી. વૈશાલીનો મહાન સિંહધ્વજ રત્નખચિત સુવર્ણદંડમાં લહેરાતો સંથાગારના શિખર ઉપર ફરફરી રહ્યો હતો. એ ધ્વજના ગૌરવ માટે એકેએક લિચ્છવી પોતાનું જીવન આપે તેમ હતો. વર્ષકારની દૃષ્ટિ એ ભવ્ય ધ્વજ તરફ જઈને પછી ચારે તરફના મેદાનમાં ફરી વળી. તે આઘેના ઉદ્યાનોમાં, પુષ્કરિણીઓના કિનારા ઉપર જઈ પહોંચી. એની નજરે પડેલા દૃશ્યથી એ ડોલી ગયો. સિંહ સમા બળવાન લિચ્છવી જુવાનો ત્યાં રંગ-બેરંગી વસ્ત્રોમાં ઉત્સાહની મૂર્તિ સમા ઊભા હતા. મદોન્મત્ત હાથીઓની પંક્તિઓ એક બાજુ ડોલી રહી હતી. કમ્બોજના, સિંધસોવીરના, ગાંધારના, ઉત્તમ ઉત્તુંગ અશ્વોના<noinclude><hr> {{Reflist}}</noinclude> 7gm61ds6if3i8m6j7rcmpkyf31z1e17 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૬ 104 74099 225471 225458 2026-10-17T17:18:23Z Amvaishnav 156 /* Validated */ 225471 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>હણહણાટથી આખું મેદાન જાણે વીરોની રણભૂમિ સમું શોભી રહ્યું હતું. {{gap}}વૈશાલીના ઉત્તમમાં ઉત્તમ સૈનિકો, રાજન્યો, કર્મચારીઓ, અધિકારીઓ, સભાના સદસ્યો, જેમ જેમ આવતા ગયા તેમ તેમ મેદાનની ને સંથાગારના મંડપની શોભા અવર્ણનીય થવા માંડી. કોઈ એક પણ નિર્માલ્ય માણસ ત્યાં નજરે પડતો ન હતો. જોતાં નજર ખેંચી ન રાખે એવો કોઈ જુવાન જણાતો ન હતો. કોઈ એક બીજા તરફ, પ્રેમ સહાનુભૂતિ સિવાય બીજા ભાવથી જોતો હોય તેમ દેખાતું ન હતું. નિયમ એ નિયમ જ છે, અને એ નિયમ જ રહેશે, પછી ગમે તે વાત હોય, ને ગમે તે લિચ્છવી હોય, અને ગમે તેવો એ મહાન હોય, પણ નિયમ અનિવાર્ય રહેવાનો જ છે, એવી એક દૃઢ વ્યવસ્થાભરી છાપ ત્યાં પ્રગટી હતી. પરિણામ માટે જાણે શંકા જ ન હોય તેમ, બધા ઉત્સાહથી સંથાગારના {{SIC|મડપ|મંડપ}} તરફ જોઈ રહ્યા હતા. {{gap}}મહાઅમાત્ય વર્ષકાર આ બધું નિહાળી રહ્યો. શ્રમણ ગૌતમે રાજગૃહમાં વારંવાર કહ્યું હતું કે દેવતા ન જોયો હોય તો, લિચ્છવીઓ જુઓ, એ એને સાચું લાગ્યું. એ પોતે પણ એમની પ્રશંસામાં પળભર ડગી ગયો. એટલામાં સામેની બાજુએથી એક રથ આવતો એણે જોયો. રથને ધોળા ઘોડા જોડ્યા હતા. કોણ આવે છે એ જોવા માટે અનેકોએ ડોક લંબાવી. ‘આ તો મહાનમન પોતે !’ હવાની લેરખીમાંથી વર્ષકાર પાસે થઈ ને એક વાત ચાલી ગઈ. {{gap}}‘ત્યારે આવ્યા તો ખરા !’ કોઈક બોલ્યું. પણ બોલનારની સામે જ કોઈ લિચ્છવી જુવાનની તરત ટકોર આવી. ‘એટલે ? તમે શું બોલો છો તમને ખબર છે ? લિચ્છવી થઈ ને સંથાગારમાં ન આવે ? કોઈ દિવસ એ બને ખરું?’ {{gap}}બોલનાર શરંમીદો બનીને જમીન તરફ જોઈ ગયો. વર્ષકારે આ સંવાદ કાનોકાન સાંભળ્યયો. વૈશાલીના સંથાગાર પ્રત્યે કેટલી ભાવભક્તિથી સામાન્યમાં સામાન્ય લિચ્છવી પણ જુએ છે, તેનો એમાં સ્પષ્ટ રણકો<noinclude></noinclude> r9munb45c1n2cd6kfez4176y33ojkrn પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૧૭ 104 74100 225472 225459 2026-10-17T17:20:06Z Amvaishnav 156 /* Validated */ 225472 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''<hr>{{rh|વૈશાલી સંથાગાર||૧૦૩}}<hr>'''</noinclude>હતો. સંથાગાર હરેકનો છે, હરેક માટે છે. હરેકને ત્યાં ન્યાય મળવાનો જ છે. ગણતંત્રના લોહીના કણેકણમાં આવી ગયેલી આ ભાવનાને જોઇને વર્ષકાર સચિંંત બની ગયો. એ ભાવના જ એક મહાન અજેય વસ્તુ હતી. ગણતંત્ર મને અન્યાય કરે જ નહિ એ શ્રદ્ધા જેવી તેવી વાત ન હતી. ગણતંત્રો ટકે છે જ આ શ્રદ્ધા ઉપર. વર્ષકાર આ શ્રદ્ધાને જોઈ રહ્યો. {{gap}}‘મહાનમન આવ્યા છે, પણ એ એકલા જ કેમ ?’ કોઈ એક તરુણે બૂમ પાડી. {{gap}}‘એકલા જ છે? આમ્રપાલી તો હજી આવી નથી!’ {{gap}}‘ના, નથી આવી. પણ આ કોઈક આવે !’ સૌની દૃષ્ટિ મેદાનમાંથી સંથાગાર તરફ આવી રહેલા એક સુંદર ધોળા ઉત્તુંગ કામ્બોજ અશ્વ ઉપર પડી. એ અશ્વ જાણે આખી નગરીનું ગૌરવ વધારી રહ્યો હોય તેમ સુંદર છટાભરી ચાલથી આવી રહ્યો હતો. એનું એ નૃત્ય નિહાળવા લિચ્છવીઓ થંભી ગયા હતા. એની આસપાસ મહાન ભાલાધારીઓનાં અને બીજાં અશ્વરોહી જૂથ આવતાં હતાં. કેટલાક ધનુર્ધરો ત્યાં પડખે ચાલતા હતા. મોઢા આગળ શસ્ત્રધારી સૈનિક માર્ગ મુકાવતા આવી રહ્યા હતા. {{gap}}વર્ષકારે ત્યાં દૃષ્ટિ કરી. મેઘ ગર્જનનું આહ્‌વાન ઉપાડી લે તેવો, કેસરી સિંહ સમો એક અશ્વારોહી પુરુષ આવતો દેખાયો. એને આવતો જોઈને એને માર્ગ આપવા માટે બન્ને બાજુ ઊભેલા લિચ્છવીઓની મોટી પંક્તિઓ બની ગઈ હતી. બન્ને બાજુ હાથ જોડીને નમન કરતો ને નમન ઝીલતો, વૈશાલીનો મહાન સેનાનાયક, સિંહ સેનાપતિ પોતે આવી રહેલા જણાયો. એની આંખમાં વર્ષકારે કોઈ મહામોલા રત્નની તેજચમક જેવી એક અનોખી જ ચમક જોઈ. લાગે કે આંખ નથી– દૈવી નેત્રરત્નો જ છે ! એના ચહેરા ઉપર પણ દેવોને દુર્લભ એવી મૃદુતા બેઠી હતી. તે જે દિશામાં જોતો, તે દિશાના કણેકણને જાણે એ જીવન્ત હોય તેમ પ્રેમભરેલી દૃષ્ટિથી નિહાળતો હતો. નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની છાયા જાણે એના ઉપર ઢળી પડી હોય<noinclude></noinclude> prqs80uu3qcrv0alpfwh9bi7tr5vp9c