વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૮ 104 74031 225474 225349 2026-10-18T12:15:21Z Snehrashmi 2103 /* Validated */ 225474 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૪||આમ્રપાલી}}
'''</noinclude>ચિહ્‌ન તરીકે પ્રસિદ્ધ છે, જે દેશમાં છે તે કલ્યાણકારી રત્નોની પેઠે દેશને કોઈ આપત્તિ આવતી નથી એમ મગધ લોકો માને છે, તે અઢારસેરની, એક કોટિસુવર્ણની મૌક્તિકમાલા, મહારાજે લૂંટાવી દીધી !’ {{gap}}‘હે?’ વર્ષકાર મહાઅમાત્યનો અવાજ ઊંચો થઈ ગયો. પણ તેણે તરત પોતાના ઉપર કાબુ મેળવી લીધો. ‘લૂંટાવી દીધી ? કોને આપી દીધી ? શ્રમણ ગૌતમને ?’ {{gap}}‘ના. રાજકુમાર હલ્લ અને વિહલ્લને.’ {{gap}}‘ઓ હો ! આ બીજી વાત છે? એ તો પાછી મેળવી લેવાશે. એમાં શું ?’ {{gap}}‘પણ શી રીતે પાછી મેળવી લેવાશે મહાઅમાત્યજી ?’ રાજકુમાર તીખા અવાજે બોલ્યો: ‘એ પાછી આપશે તો નાં ? પણ નહિ જ આપે તો ? જે માળા ભેટ મળી તે એની જ થઈ ગઈ. એ કાંઈ કોઈ પાછી આપે !’ {{gap}}વર્ષકાર જરાક ટટ્ટાર ને સીધો થઈ ગયો. રાજકુમારનો તીખો અવાજ એને ગમ્યો ન હતો. રાજકુમારને પગથી માથા સુધી માપી લેતો હોય તેમ એક તીક્ષ્ણ દૃષ્ટિથી એ એની સામે કાંઈક કરડાકીથી જોઈ રહ્યો. રાજકુમાર એની આ દૃષ્ટિથી પરિચિત હતો. એ દૃષ્ટિમાં લાખ લાખ શસ્ત્રોનું પાણી રહેતું હતું. એ એને ખબર હતી. એ પોતાના તીખા અવાજને સંભારીને કાંઈક છોભીલો પણ પડી ગયો. ત્યાં વર્ષકાર બોલ્યો: એનો અવાજ દૃઢ હતો. શબ્દો વીજળી જેવા હતા. {{gap}}‘રાજકુમાર ! આ રાજગાદી મગધ જેવા દેશની છે. જેવા તેવા દેશની નથી. કઈ વસ્તુ કોને ત્યાં કેટલો વખત રહેવા દેવી, એ મારે આંગળીને વેઢે છે. એવી વાત પણ જો તમારે મને શીખવાડવી પડે તો થઈ રહ્યું. આ ચંપાનગરીમાં જ આવતી કાલે શિયાળિયાં રોતાં દેખાશે ! મગધદેશનું મહાઅમાત્યપદું એ કાંઈ સોનારૂપાના*<ref> *સુવર્ણ, રજત, એ એ વખતના સિક્કા છે. સુવર્ણ કે હિરણ્ય.</ref> આસનનું<noinclude>
{{reflist}}</noinclude> 5xiw66pbuzajqxqkqmhyo5xkhmkl4ut પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૯ 104 74032 225475 225362 2026-10-18T12:20:11Z Snehrashmi 2103 /* Validated */ 225475 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}
'''</noinclude>સુંવાળું બીછાનું નથી.*<ref>*વાદવિવાદ.</ref>કથંકથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.’ ખાસ જાણે, રાજકુમારને કોઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યો હોય એમ વર્ષકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું. {{gap}}કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવો ઊભો હતો. પોતાને પૂછવાની કોઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચોંકી ગયો. એટલામાં તો મહાઅમાત્યે પોતે જ પૂછ્યું: {{gap}}‘કટાહક ! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનું છે ?’ {{gap}}કટાહકે નકારમાં ડોકું ધુણાવ્યું. તેના મોંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કોઈક વાત હતી જે આંહીં પહોંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બની ગયો. ત્યાં તો મહાઅમાત્યે ફરીને એ જ સવાલ પૂછયો: {{gap}}‘આ બે સિવાય કોઈ ત્રીજી વાત તારે કહેવાની છે? બોલ !’ {{gap}}કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વર્ષકારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર મળ્યો. {{gap}}‘સુનીધ !’ વર્ષકાર હવે સેનાપિત તરફ ફર્યો. ‘તેં કાંઈ જાણ્યું છે?’ {{gap}}સુનીધ આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યો: ‘મેં ? ના દેવ ! મારી પાસે તો કોઈ નવી વાત નથી !’ {{gap}}‘થયું ત્યારે.’ વર્ષકાર બોલ્યો. {{gap}}મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારનો આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક ! તું થોડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થોભ !’ {{gap}}કટાહક બે હાથ જોડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયો. {{gap}}એની પાછળ વર્ષકારની દૃષ્ટિ છેક બારણા સુધી જતી જણાઈ.<noinclude>
{{reflist}}</noinclude> 9hx1l3owher9xd00t6mamy5trbae3ko પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૦ 104 74033 225476 225363 2026-10-18T12:26:01Z Snehrashmi 2103 /* Validated */ 225476 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૬||આમ્રપાલી}}
'''</noinclude>એ અદૃશ્ય થયો કે તરત તે રાજકુમાર તરફ ફર્યો. તેણે શાંત ધીમા દૃઢ અવાજે કહ્યું: ‘રાજકુમાર ! આ સિવાય રાજગૃહની બીજી કોઈ વાત તમારી જાણમાં છે ? હોય તો હજી બોલી નાખો !’ {{gap}}રાજકુમાર વિચાર કરી રહ્યો. પછી તેણે કહ્યું: ‘ના, બીજી કોઈ વાત મારા ધ્યાનમાં તો નથી !’ {{gap}}‘થયું ત્યારે. હું તમને કહું. પણ હવે ભડકતા નહિ. ઉતાવળા આવેશમાં આવી જતા નહિ. રાજનીતિને અને આવેશને બાપે માર્યા વેર હોય છે !’ {{gap}}‘પણ વાત શી છે મહાઅમાત્યજી ?’ {{gap}}‘એ હું કહું છું. જરા શાંતિ રાખો.’ {{gap}}થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહિ. મહાઅમાત્યે ડોકું પાછું વાળીને સુનીધ તરફ એક દૃષ્ટિ કરી. સુનીધ તરત ઊભો થઈ ગયો. તે છેક દ્વાર સુધી જઈ આવ્યો. દ્વારની બહાર પણ જરાક દૃષ્ટિ કરી આવ્યો. આવીને કાંઈ ન હોય તેમ પાછો પોતાની જગ્યાએ શાંત રીતે બેસી ગયો. રાજકુમારે આ બધું જોયા કર્યું. વર્ષકારની રાજનીતિ માટે એને માન હતું. તેણે જોયું કે એક નાનામાં નાની વિગતને પણ ને નજર બહાર જવા દે તેમ નથી. એણે ઘડેલાં માણસો પણ એની તલેતલ વસ્તુને તરત સમજી જઈ શકે છે. તેને આ ઘણું જ આશ્ચર્યજનક જણાયું. {{gap}}‘રાજકુમાર !’ વર્ષકારે અત્યંત ધીમા અવાજે કહ્યું. એનો અવાજ ધીમો હતો. પણ તેમાંથી એક પ્રકારનો આત્મવિશ્વાસી નિર્ભયતાનો રણકો ઊડતો હતો. {{gap}}‘રાજકુમાર ! મગધનું મહાનમાં મહાન બળ શેમાં છે એ તમે જાણો છો ?’ {{gap}}‘એની હાથીસેનામાં. કેમ ?’ અજાતશત્રુ બોલ્યો. {{gap}}બરાબર. તમને મેં શિખવાડયું હતું કે ‘કલિગાંગ ગજાઃ શ્રેષ્ઠાઃ’ કલિંગ અને અંગ દેશના હાથીઓ શ્રેષ્ઠતમ છે, તે તમે બરાબર અવધારણ<noinclude></noinclude> 8tmttzya1mturdr64xkn546myd78oi5 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૧ 104 74034 225477 225366 2026-10-18T12:31:09Z Snehrashmi 2103 /* Validated */ 225477 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૭}}
'''</noinclude>તો કરી લીધું છે. મગધે એટલા માટે, અંગદેશને પોતાનામાં ભેળવી જ લીધો છે. કલિંંગને ભેળવવો બાકી છે. એ ભળશે પછી તામ્રલિપ્તિ અને એક સુવર્ણદ્વીપ સુધી પહોંચવાની આપણી આકાંક્ષા છે. આંહીં સુવર્ણ, રજત, રત્ન, માણિક્ય, મોતીના ઢગલા થશે ! પણ એ બધી તે સ્વપ્નાંની વાતો છે. પણ જે મહાન સ્વપ્નાં રાખે છે, તેણે સાથે સાથે એક બીજી વાત પણ રાખવાની હોય છે. શી ? તમને ખબર છે?’ {{gap}}અજાતશત્રુએ બોલ્યા વિના જ ના પાડી. વર્ષકાર વાતને કઈ દિશામાં દોરી જવા માગે છે તે હજી એને માટે કુતૂહલનો જ વિષય હતો. એણે વાત ટૂંકાવવા માત્ર માથું હલાવ્યું. {{gap}}પણ વર્ષકારને કોઈ વાતની ઉતાવળ લાગી નહિ. તે તો બોલતો હતો તેમ જ બોલ્યો: {{gap}}‘આ પંડિત તક્ષકદેવ, તમને એ કહેશે. પાંડિતજી ! સ્વપ્નાં સેવનારે શું રાખવાનું હોય છે ?’ {{gap}}‘એક આસન. એક શાંતિ !’ તક્ષકદેવ બોલ્યો : ‘વર્ષોની ઉપાસના, વર્ષોંની ધીરજ !’ {{gap}}અજાતશત્રુ વાતમાં હજી કાંઈ સમજ્યો ન હતો. તે મનમાં ને મનમાં ગુંચવાતો હતો. પણ એનો વેગ ધીમે ધીમે શમી રહ્યો હતો. છતાં વર્ષકાર પાસે અધ્યયન કરીને નાનપણથી જ એ શીખ્યો હતો ને એણે જ એને ઘડ્યો હતો, એટલે કુદરતી રીતે તેની મર્યાદામાં રહેવાને એ ટેવાયલો હતો, નહિતર હમણાં ને હમણાં એ ઊભો થઈને, વાતને ઠોકરે ઊડાડી મૂકીને ‘મારું જ ધાર્યું થશે’ એમ કહીને, એ ત્યાંથી ચાલ્યો જ ગયો હોત ! એટલી બધી અધીરતા એના મનમાં આવી ગઈ હતી. {{gap}}પણ પોતાના શિષ્યને કેમ ઘડતો રહેવો તે વર્ષકાર જાણતો હતો. કાંઈ જ ઉતાવળ ન હોય તેમ એ શાંતિથી બોલ્યો: ‘જુઓ રાજકુમાર ! મગધનું બળ એની હાથી સેનામાં છે. અંગદેશ હાથીનું<noinclude></noinclude> 7gvlfd9tbui2h1insorzuhbuxxc3yco પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૨ 104 74035 225478 225371 2026-10-18T12:36:31Z Snehrashmi 2103 /* Validated */ 225478 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૩૮||આમ્રપાલી}}
'''</noinclude>ધામ છે. આપણે આ અંગદેશને એટલા માટે કોરે રાખ્યો છે. પણ એ તમારી પાસે ત્યાં સુધી છે, જ્યાં સુધી તમારે ત્યાં મગધમાં કોઈ આંતિરક ઘર્ષણ જન્મ્યું નથી. એક જ આંતરિક ઘર્ષણ–અને ચંપા નગરી તમારી નહિ હોય. એવા એક આંતિરક ઘર્ષણના ભણકારા મારે કાને આવી ગયા છે. મારે એ તમને કહેવાના છે. એ ટાળવાનો બધો આધાર તમારી શાંત રહેવાની તાકાત ઉપર છે. સમય આવ્યે તો જે થતું હશે તે થશે. પણ એ સમય આવ્યો નથી. હવે તમને જે ખબર નથી તે ખબર હું તમને આપું, સાંભળો. રાજની અઢાર સેરની મૌક્તિક માળા, હલ્લ વિહલ્લને રાજાએ આપી દીધી છે તેટલી જ વાત પૂરતી નથી. હત્થિગોપક*<ref>* હાથીનો રખેવાળ, મહાવત.</ref> ચંદને એક ખાસ સમાચાર મને મોકલાવ્યા છે.’ {{gap}}‘કે ?’ અજાતશત્રુ ઉતાવળો થઈ ગયો. {{gap}}‘કે રાજગૃહનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાગરાજ, મગધરાજનો કીર્તિમુગટ, દેશના એક આખા સૈન્ય જેટલું બળ ધરાવનારો... ગજપતિ..’ {{gap}}‘નાલગિરિ ?...’ અજાતશત્રુ અર્ધા ઊભા જેવો થઈ ગયો. {{gap}}‘નાલિગિર પણ જેની પાસે પાણી ભરે... તે..’ {{gap}}‘અરે ! ત્યારે તો પટ્ટહસ્તી સેચનક હાથી...’ {{gap}}‘હા. સેચનક હાથી !’ {{gap}}‘એનું શું છે ?’ {{gap}}‘એના ઉપર બેસીને એક દિવસ હલ્લ અને વિહલ્લ બન્ને રાજગૃહ છોડી દેવાના છે. મૌક્તિક માળા જવાની છે. હાથી પણ જવાનો છે.’ {{gap}}‘હાથી પણ જવાનો છે? શું કહ્યું તમે ? સેચનક હાથી જવાનો છે? શ્રેયનાગ ? તો તો થઈ રહ્યું !’ {{gap}}અજાતશત્રુ ઊભા જેવો થઈ ગયો. તેને ચહેરો ફરી ગયો, તેની આંખમાંથી અગ્નિ પ્રગટ્યો. તે દૃઢ અવાજે બોલ્યો: ‘મગધ દેશનો એ<noinclude>
{{reflist}}</noinclude> m5ufotkocunmgftiuznh099yk9auf4t પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૩ 104 74036 225479 225372 2026-10-18T12:43:44Z Snehrashmi 2103 /* Validated */ 225479 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૯}}
'''</noinclude>હાથી ક્યાંય ન જઈ શકે મહાઅમાત્યજી ! જો રાજા કોઈ પણ રાજકુમારને એ આપી દેશે, તો એ રાજકુમારને અને એ રાજકુમાર જે દેશમાં જશે એ આખા દેશને, બન્નેને, હું ઉજ્જડ કરી નાખીશ ! એ નાગરાજ કોઈને હાથે જઈ શકે જ નહિ. એ તો મગધનો મંગલપટ્ટહસ્તી છે ! પણ એમ હોય તો તો મને હમણાં જ રાજગૃહ જવા દ્યો... મારે જ રાજગૃહ જવું છે. એવું છે કે રાજા એ હાથી એમ કોઈને આપી દઈ શકે છે ? રાજા એ મહાન ગજરાજને આ પ્રમાણે આપી દે તો એ એનો વધ કરે છે એમ ગણાય અને ‘હસ્તિઘાતિનં હન્યુઃ’ હાથીના હણનારને તરત હણી નાખવાની મગગધદેશની પ્રણાલિકા છે. તમે જ એ મને કહી છે. મહાઅમાત્યજી ! મને જવા દો. હું જાઉં છું !... મગધનો પદ્મહસ્તી બીજે જાય ? અરે ! શી વાત છે?...’ {{gap}}રાજકુમાર અજાતશત્રુ ઊભો થઈ ગયો. એ ચાર ડગલાં આગળ વધ્યો. એનો હાથ તલવાર ઉપર જ થંભી ગયો હતો. {{gap}}પરંતુ એ વધારે આગળ વધે તે પહેલાં તો વર્ષકાર પોતે જ એના માર્ગમાં આડે આવીને ઊભો રહી ગયો હતો. {{gap}}‘રાજકુમાર !’ વર્ષકારનો અવાજ ફરી ગયો. મોટો થઈ ગયો. એનામાં શસ્ત્રોમાં ન હોય તેવું બળ આવ્યું. ‘મારી આજ્ઞા વિના તમે એક ડગલું પણ આગળ ભરી શકતા નથી. ચંપાનગરી છોડી શકતા નથી. હજી તમે આખી વાત ક્યાં જાણી છે ? તમને ખબર છે કે આ ચંપાનગરીમાં પણ આવતી કાલે તમારા રાજમહાલયને લોકો સળગાવી...’ {{gap}}પણ વર્ષકારનો શબ્દ મોંમાં જ રહી ગયો. બહારથી કોઈકનો એક મોટો અવાજ આવતો સંભળાયો : જાણે કેમ એના આ અધૂરા વાક્યનો કોઈ જવાબ આવતો હોય ! {{gap}}‘સળગાવી દીધો !... રાજા જોતો રહ્યો, ને સળગાવી દીધો !’ {{gap}}‘અલ્યા કોણ છે એ? શી વાત છે? આ કોણ બોલે છે<noinclude></noinclude> 1uacrn0r3x611eqgdzt9jhbvh7l3azt પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૪ 104 74037 225480 225374 2026-10-18T12:47:06Z Snehrashmi 2103 /* Validated */ 225480 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૦||આમ્રપાલી}}
'''</noinclude>સુનીધ ?’ વર્ષકારે પાછળ દૃષ્ટિ કરી. પણ સુનીધ એક ડગલું આગળ ભરે તે પહેલાં જ કોઈ એક ભિખ્ખુ જેવો માણસ દ્વારમાંથી આવતો દેખાયો. તેને અટકાવવા માટે તેની પાછળ જ દ્વારપાલ પણ દોડતો આવી રહ્યો હતો. {{gap}}વર્ષકારે પેલા ભિખ્ખુની સામે જોયું. તરત તેને ઓળખી કાઢ્યો: ‘અલ્યા ! તું ક્યાંથી ? શી વાત છે ?’ {{gap}}કોઈ કાંઈ સમજ્યું નહિહ. અજાતશત્રુ ઊભો રહી ગયો. {{gap}}ભિખ્ખુ બે હાથ જોડીને આગળ વધી રહ્યો હતો: ‘દેવ ! ધરાર સળગાવી દીધો.’ એટલામાં વર્ષકારે હાથની એક નિશાની કરી, અને દ્વારપાલ આગળ આવતો હતો તે ઉતાવળે પાછો ફરી ગયો. ભિખ્ખુ આગળ આવતો આવતો બોલી રહ્યો હતો: ‘રાજા જોતો રહ્યો ને આખો મહેલ સળગી ગયો. પાંચસો દાસ દાસીઓ પણ સાથે જ સળગી ગયાં !’ {{gap}}‘અરે ? પણ તું આ કોની વાત કરે છે ? આ શું છે મહાઅમાત્યજી ? આ માણસ કોણ છે ?’ અજાતશત્રુ નવાઈ પામ્યો હતો. {{gap}}‘તમે નીચે બેસો રાજકુમાર ! આપણે એની વાત સાંભળવી પડે તેમ છે. એ કોણ છે તમે જાણો છો ?’ {{gap}}‘ના. કોણ છે ?’ અજાતશત્રુનો વેગ પોતાના અજ્ઞાનના ભાનથી શમી રહ્યો હતો. {{gap}}‘એ આપણો વત્સદેશનો સત્રી છે. દરેક ગણરાજમાં ને બીજા રાજમાં સત્રીઓ બેઠા છે. તમે એ જાણો છો. એમના સમાચાર ઉપર આપણો આધાર છે. આનું નામ છે શોભિત. ઉદયન રાજાને ત્યાં કોસાંબીમાં એ આપણો સત્રી છે. શું છે શોભિત ? શી વાત છે ? કોનો રાજમહાલય સળગ્યો છે? કોણે સળગાવ્યો છે? તું અત્યારે ક્યાંથી આવી રહ્યો છે ?’ વર્ષકારે એક પછી એક પ્રશ્ન પૂછવા મંડ્યા. {{gap}}અજાતશત્રુને રાજગૃહની વાત વિષે ઘણી જ ઉતાવળ હતી. એને<noinclude></noinclude> czi57ybx02b7hwdo9eim7v94pwdzmzg પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૫ 104 74038 225481 225375 2026-10-18T12:49:04Z Snehrashmi 2103 /* Validated */ 225481 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|રાજગૃહના વર્ત્તમાન||૪૧}}
'''</noinclude>રાજગૃહ દોડવું હતું. પણ એને લાગ્યું કે આવનાર ભિખ્ખુની વાતમાં કાંઈક અજબ જેવું અવનવું જ જણાય છે. એટલે એ એક ઘડીભર શાંત જેવો થઈ ગયો. {{gap}}શોભિતનું અચાનક આગમનનું કારણ વર્ષકારને પોતાને પણ હજી સમજાયું ન હતું. તેમ જ રાજમહાલય સળગવાની વાત પણ સમજાઈ ન હતી. રાજગૃહ વિષેની એ નથી એટલું જાણીને એ સ્વસ્થ થઈ ગયો હતો. તેણે શોભિતને આગળ બોલવાની નિશાની આપી.<noinclude></noinclude> n0rkc2b7ny43qncrq0fl3xk0jx24ife પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૬ 104 74039 225482 225377 2026-10-18T12:51:28Z Snehrashmi 2103 /* Validated */ 225482 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૪. શોભિતે શું કહ્યું ?''' | }}

{{gap}}'''‘હું''' કૌશાંબી નગરીથી આવું છું દેવ ! {{gap}}‘ઉદયન રાજાની વાત છે મહારાજ !’ શોભિતે આકર્ષક કથાની શરૂઆત હોય તેમ કહ્યું. {{gap}}‘ઉદયન રાજાની વાત છે ?’ અજાતશત્રુ બોલ્યો. આ નામ આવતાં ઘડીભર રાજગૃહના સમાચાર પણ એને પાછા પડી જતા લાગ્યા. કટાહકને ઉતાવળે જવાબ આપવાનો છે એ પણ જાણે ભુલાઈ ગયું. શોભિતતી વાત એકદમ તદ્દન નવીન જ સમાચાર આપી જતી હતી. {{gap}}શોભિત શ્રમણના વેષમાં હતો. તેની તરફ અજાતશત્રુ કુતુહુલતાથી જોઈ રહ્યો. મહાઅમાત્ય વર્ષકારની ઘણી ઘણી વાતમાં તે હજી કાંઈ જ સમજતો નથી, એવું ભાન થતાં, એ હવે વધારે શાંત થતો જતો હતો. ફરીને આસન ઉપર બેસતાં એ લગભગ શાંત થઈ ગયો. વર્ષકાર તેની તરફ જોઈ રહ્યો. {{gap}}‘વાત એવી છે મહારાજ !’ શોભિત હાથ જોડીને બોલ્યો: ‘બહારના દુશ્મનો જે નુકશાન ન કરી શકે તે ઘરના ઘર્ષણથી એક ક્ષણમાં થઈ જાય છે. કૌશામ્બીમાં એવું બની ગયું. તેની આ વાત છે !’ {{gap}}ઘરના ઘર્ષણને અટકાવવાની વાત વર્ષકારે હમણાં જ કરી<noinclude></noinclude> bbrmqh5vjpnf1s5rdruhkqhfcjsso8l પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૭ 104 74040 225483 225378 2026-10-18T12:55:59Z Snehrashmi 2103 /* Validated */ 225483 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|શોભિતે શું કહ્યું?||૪૩}}
'''</noinclude>હતી. એણે અજાતશત્રુ સામે જોયું. પણ રાજકુમારને વત્સદેશના ઉદયનની અને અવંતીના ચંડપ્રદ્યોતની વાતમાં ગણતંત્રો કરતાં પણ વધુ રસ હતો. તે શોભિતની વાતનો અક્ષરે અક્ષર પકડવા એકકાન થઈ ને તેની સામે જોઈ રહ્યો હતો. {{gap}}‘વત્સદેશનો ઉદયન આપણો સૌથી બળવાન પ્રતિસ્પર્ધી છે તે તો મહારાજ જાણે છે. ગત મગધ મહારાજ ભટ્ટિયરાજના વખતમાં એણે જ આપણા ચંપાનગરીના જયને એક વખત પરાજયમાં ફેરવી નાખ્યો હતો. અને અંગરાજને રાજગાદી ઉપર પણ બેસારી દીધો હતો. અંગદેશ આપણા હાથમાં છે એ એને જરા પણ રૂચતું નથી. {{gap}}‘પણ કૌશામ્બીમાં અત્યારે જે બન્યું છે તે આપણા માટે બહુ સમયસરનું છે. એ આખી વાત સમજવા જેવી છે. અત્યારે તો અંગદેશમાં આપણી બળવાન સેના આંહી પડી છે. અહાસેનાપતિ સુનીધ પોતે આંહી છે. મહાઅમાત્યજી જેવા છે. મહારાજ પોતે રાજપ્રતિનિધિ તરીકે છે. એટલે વત્સરાજ શાંત દેખાય છે. પણ એ મનમાં શાંત નથી. એ તકની પ્રતીક્ષા કરે છે. અંગદેશ એને આંહી બેઠો છે...’ {{gap}}શોભિતે છાતી ઉપર હાથ મૂક્યો. {{gap}}‘એનું શું કારણ છે શોભિત ? આપણા હાથમાંથી અંગ લેવા જતાં તો એના દાંત હવે ખાટા થઈ જાય તેમ છે. એને શા માટે અંગદેશ જ જોઈએ છે ? એની પાડોશમાં અવંતી છે. સિંંધુ સોવીર છે. મત્સ્ય છે. ત્યાં બળ વાપરે તો ?’ {{gap}}‘અંગદેશ કોને ન જોઈ એ મહારાજ ?’ શોભિત બોલ્યો : ‘જેના હાથમાં અંગદેશ હોય, તેને ત્યાં જબ્બર હાથીસેના પોસાય. તમામ જલવ્યવહાર ઉપર તેનો કાબૂ રહે. તામ્રલિપ્તિ ને સુવર્ણદ્વીપ જનારને અંગ દેશમાં જ આવવું પડે. ગાંધાર જેવાનું પણ બહાર જવાનું દ્વાર તો આ—ચંપાનગરી. અંગ દેશ જેના હાથમાં તે ‘ભારતકુલભૂષણ’ એ મહા યશસ્વી નામ મેળવે. વત્સરાજ પોતાને ‘ભારતકુલભૂષણ’<noinclude></noinclude> fu5s0wv8m05fxmyj1z7orpbugu1xz1g પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૮ 104 74041 225484 225380 2026-10-18T12:58:57Z Snehrashmi 2103 /* Validated */ 225484 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૪૪||આમ્રપાલી}}
'''</noinclude>અત્યારે પણ મનાવે છે !’ {{gap}}‘પણ ભારતદેશમાં એક ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપ્યા વિના ? તે વિના એ ભારતકુલભૂષણ ક્યાંનો ?’ વર્ષકાર બોલ્યો. {{gap}}‘હા, ભન્તેમહાઅમાત્ય ! તે વિના.’ ‘શોભિત ભિખ્ખુનો સ્વાંગ ભજવતો હોય તેમ બોલ્યો : ‘એનો દાવો છે કે એ પાંડવોના છેલ્લા વારસ રાજા જનમેજયના વંશનો સીધો વારસ છે. એ અભિમાન વત્સરાજને હૈયે બેઠું છે. અવંતી એ અભિમાન કરી શકે તેમ નથી, અને મગધ દેશ, જ્યાંના બ્રાહ્મણોને પણ #<ref>#નામનો બ્રાહ્મણ.</ref>બ્રહ્મબંધુ કહેવામાં આવે છે, એ મગધ ‘ભારતકુલભૂષણ’ બને, અને સામ્રાજ્ય સ્થાપે તો તો થઈ રહ્યું ! ફરીને રાજા જરાસંધનો જુગ પ્રવર્તે ! વત્સરાજ આપણી સામે આ બધી જ વાતો કરે છે. એ સૌ મગધને પીંખવા, એટલા માટે, એક બન્યા છે.’ {{gap}}અજાતશત્રુ હવે એક ચિત્તે વાત સાંભળી રહ્યો. {{gap}}વર્ષકાર રાજકુમારને હરક્ષણે નિહાળી રહ્યો હતો. શોભિતની વાતથી પોતાની નીતિને ટેકો મળતો જોઈ એ આનંદ પામી રહ્યો. {{gap}}શોભિત આગળ વધ્યો. {{gap}}‘જનમેજય*<ref> *મહાભારતનો જનમેજય.</ref> રાજાએ તક્ષશિલા જીત્યું હતું. તો ઉદયન રાજા પણ ગંધાર કમ્બોજ જીતવા ગયો હતો. વારાણસીથી તક્ષશિલા સુધીનું તેરસો જોજન મહારાજ્યનું સ્વપ્ન, મહારાજ ! કોને ન ગમે? એટલે વત્સરાજને અંગદેશ લેવો છે. એના મસ્તકમાં મા સરસ્વતી પોતે બેઠાં છે. ગજેન્દ્ર ગમે તેવો મત્ત હોય, રાજા ઉદયન એના કાનમાં એક ફૂંક મારે, એટલે એ ગજ અજ જેવો રાંક થઈ જાય ! અને એ ગજેન્દ્ર એનો દાસાનુદાસ થઈ રહે ! અવંતીના ચંડપ્રદ્યોત એની પાસેથી એ વિદ્યા લેવા ગયો, પણ વિદ્યા મેળવવાને બદલે, રાજકુમારી ખોઈને બેઠો એ વાત મહારાજથી ક્યાં અજાણી છે ?’ {{nop}}<noinclude>
{{reflist}}</noinclude> rqmgy5dze4wcqz9867mbzjcqepcqs3y પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૫ 104 74058 225485 225464 2026-10-18T13:00:39Z Snehrashmi 2103 /* Validated */ 225485 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|શિષ્ય અને ગુરુ||૬૧}}
'''</noinclude>પાસે હતી. એને હવે લાગ્યું કે આ મહાઅમાત્ય વર્ષકાર એટલો સમર્થ છે કે એ આવતી કાલે ધારે તો મગધનો મુગટ જ ઉપાડી લ્યે ! તેના શરીરમાં ભય વ્યાપી ગયો. તેને સાંભરી આવ્યું. ચંડપ્રદ્યોતના પિતા અમાત્ય હતા. તેણે અવંતીનાથ વીતીહોત્રને હણીને જ પોતાના પુત્ર માટે રાજગાદી ન મેળવી ? આ મહાન અમાત્ય ફરે, તો પળના ચોથા ભાગમાં રાજગૃહ એને ત્યાં હોય ! {{gap}}એને પોતાની પરાધીનતા ખૂંચી રહી. અજ્ઞાનતા ખૂંચી રહી. સ્વતંત્ર પગલું લઈ ન શકવાની અશક્તિ ખૂંચી રહી. તેનો તેજોવધ થતાં તે એકદમ ઝાંખો પડી ગયો.<noinclude></noinclude> 41b0jjevh3pvjphlozpeq311hpfnzbz પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૬ 104 74059 225486 225465 2026-10-18T13:02:50Z Snehrashmi 2103 /* Validated */ 225486 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૬. મહાઅમાત્યે કહેલી વાત''' | }}

{{gap}}'''વર્ષકાર''' *<ref>* રાજકુમારો નવા જીતેલા દેશમાં રાજપ્રતિનિધિ તરીકે જાય ત્યારે તેમને બરાબર માર્ગદર્શન આપવા તેમ જ તે પાછા ષડ્‌યંત્ર રચી ન કાઢે તેની ભાળ સંભાળ રાખવા વિશ્વાસુ મહાઅમાત્યોને તેમની સાથે મોકલવાનો રિવાજ જણાય છે. જુઓ Political History of Ancient-India by H. Ray Chaudhari Page 196. કૌટિલ્ય પ્રમાણે આવા રાજકુમારોનો દરમાયો ૧૨૦૦૦ વાર્ષિક પણનો હતો.</ref>મહાઅમાત્ય રાજકુમારનો તેજોવધ કળી ગયા. એની ઘટ્ટ અસર જામવા ન દેવાનું જરૂરી હતું. ગોપાલ મહામંત્રી ગમે તેમ પણ લિચ્છવી હતો. એની એક એક વાત એને કેટલા ઊંડા ગર્તમાં ધક્કેલી દેશે એ હજી વધારે સ્પષ્ટ કરવાની જરૂરિયાત હતી. એ વાતને જો અજાતશત્રુ બરાબર ન સમજે તો પરિણામ એક જ આવે. આંહી તેજોવધ અનુભવતો રાજકુમાર મહામંત્રી ગોપાલ તરફ ઢળી પડે. તો ગોપાલ મહામંત્રી, મગધનું કે રાજકુમારનું કોઈનું નામનિશાન રહેવા ન દે. {{gap}}‘મહારાજકુમાર ! બીજા તમામ નુકસાન કરતાં તમે રાજગૃહ દોડો તે નુકસાન સૌથી મોટું છે. રાજા બિંબિસાર પ્રત્યે માન હોવાની વાત કરીને, કૌશલ, કાશી, વત્સ, અવંતી, ગાંધાર બધા તમને પીંખી નાખશે. તમારા ઉપર દોડતા આવશે. પહેલા તો પ્રસેનજીત જ દોડશે—<noinclude>
{{reflist}}</noinclude> avqyqbzf5ntn5rr5bhyr8tm3unym56z પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૭ 104 74060 225487 225466 2026-10-18T13:07:01Z Snehrashmi 2103 /* Validated */ 225487 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત||૬૩}}
'''</noinclude>કહેશે, મારા બનેવીનું અપમાન કરનાર એ છે કોણ ? એ મારો ભાણેજ ન હોય ! એ દોડશે, અને વૈશાલીને તો એટલું જ જોઈએ છે. વત્સરાજ ઉદયન દોડશે. કહેશે બિંબિસાર રાજા અમારા મિત્ર છે, અવંતીરાજ ચંડપ્રદ્યોત આવશે. ચંપા નગરી પણ તમારી સામે ઊઠશે, એક પળના છઠ્ઠા ભાગમાં મગધદેશ પીંખાઈ જશે. તમે ઉતાવળા થઈ ને રાજગૃહ દોડો, એટલી જ વાર છે. ગોપાલે આ સમાચાર એટલા માટે આંહી મોકલ્યા છે !’ {{gap}}‘અને ત્યાં બધું સહીસલામત છે એમ ?’ {{gap}}ના. પણ તેનું આપણે જોઈ લઈશું. મને તો કટાહકની રીતભાત એવી લાગે છે કે તમને આકળા કરવા, તમને રાજગૃહ દોડાવવા, આપણે એમ દોડવું નથી. આટલી જ વાત છે. કેમ સુનીધ ?’ {{gap}}‘હા દેવ ! મને પણ એ સંદેશવાહકની ઉતાવળમાં ભેદ લાગે છે ! ગોપાલમંત્રી રાજાને સમજાવવા માટે ત્યાં બેઠા છે. એ પોતે કાંઈ કહેવરાવતા નથી. ઉપનંદ સેનાપતિનો સંદેશો આવે છે. એ પણ ઘણું સૂચક છે. એનો સંદેશો માનવા આપણે પ્રેરાઈએ જ.’ {{gap}}અજાતશત્રુ વિચારમાં પડી ગયો. રાજગૃહ જવું કે ન જવું એનું મંથન એના મનમાં ચાલી રહ્યું. હજી એ પોતાની લાઘવ ગ્રંથીમાંથી પણ પૂરો મુક્ત થયો ન હતો. રાજા બિંબિસારે એની મહત્ત્વાકાંક્ષાને સંતોષવા માટે આંહીં અંગ જેવા દેશમાં એને રાજપ્રતિનિધિ જેવો મોટો અધિકાર સોંપી દીધો હતો. પણ રાજકુમારને હવે લાગ્યું કે કદાચ એને મગધથી દૂર રાખવા માટેની જ, આ જુક્તિ હોવી જોઈએ. છતાં વર્ષકારની વાત વિષે કોઈ નિર્ણય લેવાનું એને એકદમ સૂઝતું ન હોય તેમ લાગ્યું. હજી સુનીધના નવા શસ્ત્રઅસ્ત્ર શી વાત છે એ પૂરેપૂરું સમજાયું ન હતું ! વર્ષકારે એને વધારે શંકામાં ન રાખવામાં ડહાપણુ દીઠું. તે તરત બોલ્યો : ‘મહારાજ ! સુનીધ બધી વાતનો હમણાં જ તમને ઘટસ્ફોટ કરી દેવાનો છે, પણ પહેલાં આપણે આ<noinclude></noinclude> fkle42l1fs3ajxhxvsbea6vl71r5e96 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૮ 104 74061 225488 225467 2026-10-18T13:10:57Z Snehrashmi 2103 /* Validated */ 225488 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૪||આમ્રપાલી}}
'''</noinclude>સમજી લ્યો. આ સંદેશવાહકને મોકલનાર ગોપાલ છે, ઉપનંદ નહિ. ઉપનંદને તો માત્ર ગોપાલે પ્રેર્યો છે. જેથી આપણે વિશ્વાસ રાખીને દોડીએ જ દોડીએ ! તમે ગોપાલ વિષે ઘણું જાણો છો, પણ કેટલુંક નથી જાણતા. એ સાંભળવા જેવું છે. એ સાંભળીને પછી નિર્ણય કરો !’ {{gap}}‘શી વાત છે મહાઅમાત્યજી ? આપણે ઉતાવળે કટાહકને મોકલી દેવો છે !’ {{gap}}‘આપણે એને મોકલી જ દઈએ. આપણે આવવાના કે નથી આવવાના તે કાંઈ કહેવાની જરૂર જ નથી ! તમે નિર્ણય કરો.’ {{gap}}અજાતશત્રુએ સુનીધ સામે જોયું. વર્ષકાર સામે જોયું. નિર્ણય કરવાની ગડમથલ એના મનમાં થતી લાગી. વર્ષકારે બે હાથ જોડ્યા: ‘જુઓ કુમાર ! અત્યારે વૈશાલી ઉપર ભય છે. બરાબર એ જ વખતે ગોપાલનો આ સંદેશો આવ્યો છે. આ ગોપાલ આંહીં આવ્યો ત્યારે તમે નાના હતા. એ વૈશાલી તજીને આંહીં આવ્યો છે. અને એ એક જ વાતને પરિણામે રાજાનો જમણો હાથ થઈ ગયો છે.’ {{gap}}‘પણ તેણે નગરી વૈશાલી તજી કેમ ?’ {{gap}}‘એ વાત જરા લાંબી છે, પણ જાણવા જેવી છે. વૈશાલીમાં સિંહનાયક સેનાપતિપદે આવ્યો માટે. એ પદે ખરી રીતે ગોપાલ આવવો જોઈતો હતો.’ {{gap}}‘પણ સિંહ તો સિંહ છે. એ પદ ગોપાલને લિચ્છવીઓએ ન આપવામાં કાંઈ ખોટુ કર્યું નથી.’ {{gap}}‘એક રીતે ખોટું કર્યુંં છે. ને ગોપાળને એ અપમાન હાડોહાડ લાગ્યું માટે તે અહીં મગધમાં દોડી આવ્યો. સિંહ ને ગોપાળ બન્ને સગાભાઈ. ગોપાળ મોટો. સિંહ નાનો. એમના પિતા મરણ પામ્યા ત્યારે એ સેનાપતિપદે હતા. એ સેનાપતિપદ મોટા ગોપાળને મળવું જોઈએ. એનો એ અધિકાર હતો. વળી એની લાયકાતનો પણ પ્રશ્ન ન હતો. એ પણ મહા ધનુર્ધર હતો, એ પણ તક્ષશિલા વિદ્યાલયનો<noinclude></noinclude> 1yt7dnysnv2nc4cu7joenao1rhuxmys પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૭૯ 104 74062 225489 225468 2026-10-18T13:14:15Z Snehrashmi 2103 /* Validated */ 225489 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત||૬૫}}
'''</noinclude>વિદ્યાર્થી હતો. લડવા ઊતરે તો એક સહસ્ર યોદ્ધાઓને એકલો રોકી શકે એવા બળવાન હતો. ધનુષના બાણોનો એ જ્યારે સારપ્રાસાદ રચતો, ત્યારે તો જોનારા મોંમાં આંગળી નાખી જતા ! બાણોના ઘટાટોપ નીચે પૃથ્વી ઉપર માણસો ફરતાં હોય તેવું લાગે ! આ એનો સારપ્રાસાદ. એ સારરજ્જુ પ્રગટાવતો, ત્યારે તો જાણે એક પછી એક ચાલ્યાં આવતાં હજારો બાણોની અવિચ્છિન્ન પંક્તિ ત્યાં દેખાતી ! બાણોની એક લાંબી દોરડી જ જાણે જોઈ લો ! આવો પરાક્રમી સેનાપતિ હોય એ વૈશાલી નગરી માટે ગૌરવનો વિષય હતો. અને છતાં વૈશાલી સંથાગારમાં જનસભાએ નિર્ણય કર્યો કે, ગોપાલ નહિ, સેનાપતિપદે સિંહ નાયક આવે !’ {{gap}}‘પણ એમ શા માટે કર્યુંં?’ {{gap}}‘વૈશાલી તો ગણતંત્ર છે કુમાર ! ત્યાં વ્યક્તિ ગમે તેવી બળવાન હોય, શક્તિશાળી હોય, વૈભવવાળી હોય, પણ એ સભાના નિર્ણય ઉપરવટ જઈ શકે જ નહિ. ગોપાલ બળવાન હતો. એટલે એ વૈશાલીના લોકોને કાંઈ લેખામાં ગણતો નહિ. ગમે તેની વાટિકા હોય, ગમે તેનું ઉદ્યાન હોય, ગમે તેનું આમ્રવન હોય, એ બધું જાણે બળને લીધે પોતાનું જ છે, એમ એ વર્તતો. જાણે કેમ પોતે વૈશાલીનો સર્વતંત્ર સ્વતંત્ર રાજા જ હોય ! ને વૈશાલીમાં ગણતંત્ર જ ન હોય ! સંથાગારમાં એક અવાજે નિર્ણય થયો. સેનાપતિપદે ગોપાલનો ભાઈ સિંહ આવે. ગોપાલને વૈશાલીથી દૂર એક વાટિકા આપી દ્યો. {{gap}}‘ગોપાલે આ નિર્ણય જાણ્યો. એ એકલો વૈશાલીનગરીના સૈન્યને આહ્‌વાન આપતો ઊભો થઈ ગયા. આંતરઘર્ષણનો અગ્નિ પ્રગટ્યો. એ વખતે સેનાપતિ સિંહે અદ્‌ભુત કુનેહ બતાવી. {{gap}}‘તે પોતે એકલો ગોપાળને મળ્યો. તેને વિનયથી સમજાવ્યો. ‘મોટાભાઈ ! પદ તમારું છે. લાયક તમે છો. પણ સંથાગારનો નિર્ણય જો આપણે માથે નહિ ચડાવીએ તો, સેનાપતિપદ આપણા કુલમાંથી જ<noinclude></noinclude> 857r9dpj5khhzzq4owmz0804nx6byco પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૦ 104 74063 225490 225469 2026-10-18T13:17:23Z Snehrashmi 2103 /* Validated */ 225490 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૬||આમ્રપાલી}}
'''</noinclude>હંમેશને માટે ચાલ્યું જશે. તમે એક વાત કેમ ભૂલો છો ? આપણે વિદેહના. વિદેહથી આંહી આવ્યા. આપણા પિતા સકલે મહામહેનતે લિચ્છવીઓમાં લિચ્છવી તરીકેનું આવું મોટું પદ પ્રાપ્ત કર્યું છે. આપણે એ પિતૃસમૃદ્ધિ ખોઈએ નહિ એ જોવાનું છે. લિચ્છવીઓના ગણતંત્રને આપણે બળવાન બનાવવું છે. અત્યારે આ તક છે. તમે જો મગધના બિંબિસારને મળો, તો એ તમને તરત રાખી લેશે. વળી બિંંબિસારને સાધવાની આ એક તક છે. તમે વૈશાલીથી નારાજ થઈને નીકળો છો, એ વાત એને અસર કરશે જ કરશે. {{gap}}‘કુમાર ! ત્યારથી ગોપાલ આંહી મગધમાં છે. સિંહ વૈશાલીમાં છે. એ બન્ને ગણતંત્રનો કૈમ વિજય થાય તે માટે એક છે. તમારે ત્યાં મગધમાં આંતરઘર્ષણ થાય, તો વૈશાલી અત્યારે એને ત્યાં આવી પડનારા ઘર્ષણમાંથી, સાંગોપાંગ પાર ઊતરી જાય. ગોપાલે તમને એટલા માટે ઉતાવળે બોલાવ્યા છે. તમે ત્યાં રાજગૃહ દોડો–એટલે તરત અગ્નિ પ્રગટે તેમ છે !’ {{gap}}‘ત્યારે તો આપણે આપણા ઘરમાં અગ્નિ રાખ્યો છે... એમ કહોને ! રાજાને... આ શું સૂઝ્યું હશે ?’ {{gap}}‘સિંહ નાયક માત્ર યોદ્ધો નથી, મહાન રાજદ્વારી પુરુષ છે. તેણે તે વખતે જ ગોપાલને સમજાવ્યું હતું. ‘મોટાભાઈ ! તમે મહા ધનુર્ધર છો. હું પણ કાંઈક જાણું છું. આપણે ધારીએ તો લિચ્છવીઓને એક વખત તો સારપ્રાસાદથી કે સારમંડપથી ઢાંકી દઈ શકીએ. કે આકાશ પહોંચતી સાર સોપાન–બાણોની નિસરણી—બતાવીને આપણા પરાક્રમનું ભાન કરાવી દઈએ. પણ આ વૈશાલી જેવી મહાન નગરી, આપણી પાસે કાંઈક બીજું જ માગે છે. યાદ કરો, વિદેહના સ્વચ્છંદી રાજતંત્રથી ભાગીને પિતાજી આંહી આવ્યા, તે વખતે આ ગણતંત્રે જ એને આશ્રય આપ્યો હતો. એણે આપ્યો તો વિદેહ ગણતંત્રમાં ભળી શક્યું. મલ્લદેશ ગણતંત્રમાં ભળી ગયો. હવે આ મગધ છે. તમે મગધમાં હશો તો એમાં છેવટે ગણતંત્રનો વિજય છે.’ આ રીતે ગોપાલે વૈશાલી<noinclude></noinclude> 13exxhgci7it8ml8mh6lb6kng7y74g8 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૧ 104 74064 225491 225156 2026-10-18T15:53:57Z Amvaishnav 156 /* Proofread */ 225491 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૭}}
'''</noinclude>તજી. ત્યારથી એ આંહી છે. {{gap}}'રાજકુમાર ! વૈશાલી નગરીનો જો કોઈ મહાનમાં મહાન નાગરિક હોય તો તે આ સિંહ સેનાપતિ છે. એણે તે દિવસે એ મહાન નગરીને ખરેખર બચાવી લીધી-રાજા બિંબિસારે તક ગુમાવી. એ તક પછી કોઈ પળે પાછી ન આવી તે ન જ આવી ! અને હવે ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી ! અત્યારે વૈશાલી બળવાનમાં બળવાન ગણતંત્ર છે. મગધને વહેલે મોડે એ ગળી જવાનુ છે ! ’ {{gap}}'ગોપાલ … આંહી આવ્યો એ બરાબર છે. પણ એણે મગધ-વૈશાલીને સંબંધથી જોડીને અગ્નિ પણ પ્રગટાવી રાખ્યો છે. એ શી રીતે થયું? રાજાએ એમાં સંમતિ કેમ આપી હશે?' {{gap}}‘એણે રાજાને પોતાના અપમાનની વાત કરી. રાજા તે વખતે ગુપ્તવેષે વૈશાલી પહેાંચેલ. દુશ્મનનો દુશ્મન એ મિત્ર, એ ગણતરીએ એને સ્થાન આપવાનું નક્કી થયું. રાણી વાસસીનું આકર્ષણ પણ ખરું. પછી સિંહ સેનાપતિએ ગોપાળની વિનતીથી પોતાની પુત્રી વાસવી રાજાને આપી. રાજા બિંબિસાર નવા નવા સંબંધો બાંધી મગધને મજબૂત બનાવવાની રાજનીતિ અપનાવી રહ્યા હતા. એમાં *<ref>*આનો આધાર Tibetan Tales—The Tibetan Dulva [derived from Indian Sources] by H. Anton Von Senilfrier & Ralston છે. સિંહ નાયકના પિતા સકલ મૂળ વિદેહના પ્રધાન હતા, એટલે એની પૌત્રી પણ વૈદેહી કહેવાતી હોવી જોઇએ. રાજા બિંબિસારને પાંચસો રાણી હતી. [ વિનય પિટક્, મહાવગ્ગ ] એમાં બે ચાર વૈદેહી પણ હોઈ શકે. </ref> વાસવીનું આકર્ષણ પણ ખરું. રાજાની આ નબળાઈ ગણો, રાજનીતિ ગણો, સબંધો બાંધી રાજ ટકાવવાની ઘેલછા માનો, જે માનો તે, બહારનો એ અગ્નિ આજે મગધમાં છે. એનું પરિણામ અત્યારે જ તમે જોઈ શકો છો. મગધમાં જ મહાન આંતર ઘર્ષણ ઊભું થાય એવી આ તક ગોપાલે પકડી છે.<noinclude>
{{reflist}}</noinclude> cbgeloqen7stfwz68u43s2tesk4n4f1 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૨ 104 74065 225492 225157 2026-10-18T16:04:26Z Amvaishnav 156 /* Proofread */ 225492 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૬૮||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}'વૈશાલી નગરીનું નાવ અત્યારે મતભેદના મહાન ખડક ઉપર અથડાવાની તૈયારી છે. {{gap}}'જાણે એક જ વ્યક્તિ હોય તેમ દરેક પ્રશ્નમાં એક મતે ઊભી રહેતી એ નગરીમાં આજે મતભેદ આવ્યો છે. તે વખતે ગોપાલે તમને રાજગૃહ તરફ દોડાવવાની આ માયા પ્રગટાવી છે, તમે વિચાર કરી જુઓ, કુમાર !' {{gap}}'વૈશાલીમાં શાનો મતભેદ જાગે તેમ છે અહાઅમાત્યજી ? ’ {{gap}}'ત્યાં મહાનસન નામે એક નાગરિક છે. તેની અત્યંત અત્યંત રૂપવતી આમ્રપાલી કન્યા છે. એનુ એવુ રૂપ છે કે એવી રૂપમોહિની જો વૈશાલી બહાર જાય તેા નગરી આખી એક પગે યુદ્ધ કરવા તૈયાર થાય; અને જો વૈશાલીમાં જ એ રહે–તો આખી નગરીમાં ઘેર ઘેર ઘર્ષણ ઊભું થાય ! ' {{gap}}'કેમ ? ' {{gap}}'ત્યાંના વર્ષોજૂના ×<ref>× પ્રવેણી પુસ્તક, એ ન્યાયની બાબતમાં છેલ્લામાં છેલ્લો અધિકાર ધરાવતું પુસ્તક ગણાતું. એનો શબ્દ અનુલ્લંઘનીય હતો. </ref>પ્રવેણી પુસ્તકમાં એક નિયમ છે. નગરીની શ્રેષ્ઠ રૂપમોહિની નગરશોભિની તરીકે રહે. એ જનપદકલ્યાણીનું પદ શાભાવે, એ ગૃહિણી ન થઈ શકે. આંતરઘર્ષણ ટાળવા માટે આ નિયમ થયેલો લાગે છે. અત્યારે એ નિયમ ત્યાં ચાલુ છે.’ {{gap}}'આવો નિયમ ?' {{gap}}'વર્ષોંથી ત્યાં ચાલ્યો આવે છે કુમાર ! બધે જ ગણતંત્રો ને રાજતંત્રોમાં નગરશોભિનીનું તો અનેાખુ સ્થાન છે જ. પણ વૈશાલીનગરીએ આ વિશેષતા દાખવી છે. એનો કોઈ દિવસ ભંગ થયો જાણ્યો નથી ! લોકો પણ એનો ભંગ સહે તેમ નથી. આમ્રપાલીને નગરશોભિની તરીકે રાખવાની વાત સંથાગારમાં આવવાની, મહાનમન એ વાતની ના પાડે, આમ્રપાલી પણ ના પાડે, અને સભા એક મતે<noinclude>
{{reflist}}</noinclude> jefu0zp2m2qjc2bct2izmp44es7fesl પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૩ 104 74066 225493 225158 2026-10-18T16:13:10Z Amvaishnav 156 /* Proofread */ 225493 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૯}}
'''</noinclude>કે બહુમતે જુદો નિર્ણાય લે, તો તે વખતે વૈશાલીમાં મહા ભયંકર ઘર્ષણ જન્મે. સિંંહ સેનાપતિ અત્યારે એ ચિંતામાં જ હોવો જોઈએ. ત્યાંની એવી હવા છે, આપણા સત્રી ત્યાં છે. મગધ પણ આ વખતે જ જો આંતિરક ઘર્ષણમાં સંડોવાયું હોય તો એને ઘણી મોટી રાહત મળે ! રાજા બિંબિસારે પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૈનિક જીવન સમયે જે તક ગુસાવી દીધી હતી, તે જાતી આજે પાછી ફરતી દેખાય છે. તમારે એ ગુમાવવી હોય તો તમે રાજગૃહ દોડી શકો છો. હલ્લ વિહલ્લ, સેચનક હાથી, મૌક્તિક માળા એ બધાં જ ગોપાલે ઊભાં કરેલાં પ્રલોભનમાં તમે પડી શકો છો. અથવા તો આ સુનીધની યોજનામાં સાથ આપી શકો છો. હવે જેવી તમારી ઈચ્છા, રાજકુમાર !' {{gap}}વર્ષકારે હવે રાજકુમાર સ્વતંત્ર હોય તેમ વાત કરીને, એનું મન વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. {{gap}}'તમારો માર્ગ ખુલ્લો છે. સુનીધ ! મહારાજ જે સૈન્ય માગે તે આપણે તૈયાર કરી દો ! પણ મહારાજ ! તમે જે વખતે મગધ તરફ દોડી રહ્યા હશો, બરાબર એ જ વખતે, મને તો ભય છે કે કાં તો પહેલા અગ્નિ આંહીં ચંપા નગરીમાં જ પ્રગટી જાશે ! ' {{gap}}‘પ્રગટી જાશે? આંહી ? ચંપા નગરીમાં ? આંહી શું છે ? ’ અજાતશત્રુ હવે તો ખરેખર ચોંકી ગયો. એ પોતાને ચંપા નગરીમાં તદ્દન સલામત માની રહ્યો હતો. જ્યારે આ તો જુદી જ વાત આવી રહી હતી. પોતાના આ અજ્ઞાને તો એને ભોં ભેગો કરી દીધો. વર્ષકાર વિના લેવાતું એક પગલું એને નાશના કારણ રૂપ જણાવા માંડ્યું. {{gap}}'કહું સુનીધ ! પેલું મહારાજને બતાવ તો ! ' {{gap}}સુનીધે પોતાની પાસેનું નાનકડુ ચંપાકળીનું ફૂલ કાઢ્યું. અજાતશત્રુની સામે ધર્યું. અજાતશત્રુ એમાં કાંઈ સમજ્યો નહિ, માત્ર એનું આશ્ચર્ય વધ્યું.<noinclude></noinclude> 447sek8r6w5i8lrujcdlanm4i88a913 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૪ 104 74067 225494 225159 2026-10-18T16:25:55Z Amvaishnav 156 /* Proofread */ 225494 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૭. સુનીધે શુ કહ્યું ?''' | }}

{{gap}}''' 'સુનીધ !'''આ ફૂલ શું છે? ને શાની વાત છે ?’ થોડીવાર પછી રાજકુમાર બોલ્યો. {{gap}}'મહારાજ ! આ ચંપાનગરીમાં વર્ષોજૂની એક માન્યતા છે. ચંપક વનમાં એક ચંપાનું વૃક્ષ છે. એને કોઈ દી ફૂલ આવતાં જ નથી. પણ જ્યારે આવે ત્યારે ચોક્કસ રાજપલટો થાય ને થાય ! અમે આજે ચંપક વનમાં આ ફૂલ જોયું. કોઈને જાણ થાય એ પહેલાં હાથ કરી લીધું છે. એ આ ફૂલ છે. આ ફૂલ ત્યાં રહ્યું હોત તો બે દિવસમાં જ હવા ફરી ગઈ હોત. લોકમાન્યતાનું એવું બળ છે મહારાજ ! એટલે ચંપાનગરી પણ સળગે તેમ છે !' {{gap}}અજાતશત્રુ વાત સાંભળીને થંભી ગયો. તેને ખાત્રી થઈ ગઈ કે મહાઅમાત્ય વર્ષકારની દીર્ઘ દષ્ટિ પાસે પોતે પાણી ભરે છે. પણ એનામાં આ સમજણ આવતાં જ એણે તરત કહ્યું : ‘આપણે કટાહકને શું જવાબ દેવો છે મહાઅમાત્યજી ? ’ {{gap}}'તે તો તમારે નક્કી કરવાનું છે કુમાર !’ {{gap}}'હું નક્કી કરનારો કોણ ? ’ {{gap}}વર્ષકાર ચમકી ગયો. અજાતશત્રુને લાગે કે એના ગૌરવનો ભંગ થાય છે ને એ વસ્તુ ઈચ્છવા જેવી ન હતી. એ માત્ર સમય ઓળખે<noinclude></noinclude> p8dyu6vfotdoti2jxlgr1hn1w7kd71n 225495 225494 2026-10-18T16:26:46Z Amvaishnav 156 225495 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૭. સુનીધે શું કહ્યું ?''' | }}

{{gap}}''' 'સુનીધ !''' આ ફૂલ શું છે? ને શાની વાત છે ?’ થોડીવાર પછી રાજકુમાર બોલ્યો. {{gap}}'મહારાજ ! આ ચંપાનગરીમાં વર્ષોજૂની એક માન્યતા છે. ચંપક વનમાં એક ચંપાનું વૃક્ષ છે. એને કોઈ દી ફૂલ આવતાં જ નથી. પણ જ્યારે આવે ત્યારે ચોક્કસ રાજપલટો થાય ને થાય ! અમે આજે ચંપક વનમાં આ ફૂલ જોયું. કોઈને જાણ થાય એ પહેલાં હાથ કરી લીધું છે. એ આ ફૂલ છે. આ ફૂલ ત્યાં રહ્યું હોત તો બે દિવસમાં જ હવા ફરી ગઈ હોત. લોકમાન્યતાનું એવું બળ છે મહારાજ ! એટલે ચંપાનગરી પણ સળગે તેમ છે !' {{gap}}અજાતશત્રુ વાત સાંભળીને થંભી ગયો. તેને ખાત્રી થઈ ગઈ કે મહાઅમાત્ય વર્ષકારની દીર્ઘ દષ્ટિ પાસે પોતે પાણી ભરે છે. પણ એનામાં આ સમજણ આવતાં જ એણે તરત કહ્યું : ‘આપણે કટાહકને શું જવાબ દેવો છે મહાઅમાત્યજી ? ’ {{gap}}'તે તો તમારે નક્કી કરવાનું છે કુમાર !’ {{gap}}'હું નક્કી કરનારો કોણ ? ’ {{gap}}વર્ષકાર ચમકી ગયો. અજાતશત્રુને લાગે કે એના ગૌરવનો ભંગ થાય છે ને એ વસ્તુ ઈચ્છવા જેવી ન હતી. એ માત્ર સમય ઓળખે<noinclude></noinclude> 5au4jo2lv4siywy4ddyb2r1f4xo0vaj પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૫ 104 74068 225496 225163 2026-10-18T16:34:47Z Amvaishnav 156 /* Proofread */ 225496 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૧}}
'''</noinclude>એટલી જ વાત કરવાની હતી. ગૌરવભંગનો ધા તો એના મનમાં બેઠો રહે. એક દિવસ એને એ સામેના પક્ષમાં ધકકેલી દે. મહાઘર્ષણનું એ જ કારણ થઈ જાય. એ રાક્ષસ કયારે ઊભો થાય એ પણ કહેવાય નહિ. અચાનક ઊભો થઈ જાય ! {{gap}}તરત જ કુમારને વિશ્વાસમાં લેતો હોય તેમ તે ધીમેથી બોલ્યો: {{gap}}'મહારાજકુમાર ! સુનીધ આપણે માટે એ અસ્ત્રશસ્ત્ર તૈયાર કરે છે. હજી તૈયાર થયાં નથી. તૈયાર થઈ રહ્યાં છે. મહારાજ પહેલાં એ જુએ. એ તૈયાર થાય ત્યાં સુધીના સમય જાળવી લેવા માટે જ આ છે. સુનીધ ! આપણે મહારાજકુમારને માહિતી આપીએ, ચાલેા ને, ત્યાં જ જઈએ.’ {{gap}}‘ત્યાં એટલે ક્યાં ? ’ {{gap}}‘આંહીં પાસે જ છે, ' વર્ષકારે કહ્યું: ‘ મારી વાટિકામાં.’ {{gap}}ત્રણે જણા રાજમહાલયના પાછળના ભાગમાં જવા ઊપડ્યા. ત્યાં એક નાનકડુ ગુપ્તદ્વાર હતું. મહાઅમાત્યની વાટિકા તરફ જતી એક નાનકડી વીથિકાનું એ મુખદ્વાર હતું. ખાસ સંકટ વખતે જ એનો ઉપયોગ થતો. તેઓ ત્યાં દ્વાર ઉપર પહોંચ્યા. દ્વારપાલ તેમને જોઈને આભો જ બની ગયો. તેણે ઉતાવળમાં આજ્ઞા પ્રમાણે દ્વાર ખોલ્યું. એને એમ જ રાખવાનુ કહીને ત્રણે જણા મહાઅમાત્યની વાટિકા તરફ ગયા. {{gap}}વાટિકાના છેક પાછળના ભાગમાં એક ઝાંખો દીપ બળી રહ્યો હતો. સુનીધ તેમને તે તરફ લઈ ગયો. {{gap}}દીપ કોઈ ભૂગર્ભ રચનાના મોં ઉપર સકેતરૂપે જલતો હોય તેમ લાગ્યું. {{gap}}તે ત્યાં પહોંચ્યા અને સુનીધે તેમને અંદરના ભાગમાં દોર્યાં. અંદર થોડાં પગથિયાં ઊતર્યાં. એક ઝાંખી પ્રકાશકેડી કોઈ મહાન શિલાથી રચાયલા કુદરતી ખંડ તરફ એમને દોરી જતી દેખાઈ. {{gap}}ખંડ ચારે તરફથી રક્ષાયેલો હતો. બહારથી લેશ પણ દેખાય તેમ ન હતો. અત્યારે ત્યાં દીપકો પ્રકાશી રહ્યા હતા. પણ નવાઈની<noinclude></noinclude> eo6mp2vox4twnv1xl7od437r88f10cj