વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૬
104
74069
225497
225164
2026-10-19T16:28:47Z
Amvaishnav
156
/* Proofread */
225497
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૨||આમ્રપાલી}}
'''</noinclude>વાત હતી, કોઈ કહેતાં કોઈ માણસ ત્યાં દેખાતુ ન હતું ! સુનીધ તેમને હજી થોડા આગળ દોરી ગયો.
{{gap}}અજાતશત્રુ જોઈ રહ્યો. તેની સંમુખ કોઈક એ નાનકડી યંત્રરચના દેખાતી હતી. પણ એમાં તે કાંઈ સમજ્યો નહિ.
{{gap}}સુનીધ આગળ આવ્યો. એક યંત્રરચનામાં એણે આસપાસથી વીણીને થોડાંક પાંદડાં નાખ્યાં. અને પછી હાથવડે કાંઈક કલ સરખી કરી. પણ એક ક્ષણમાં એ પાંદડાં જાણે પ્રખળ વેગવાળાં તીર ઊડતાં હોય તેમ ઊડ્યાં ! સરર સુસવાટ કરતાં અજાતશત્રુના કાન પાસેથી જ આઘાં નીકળી ગયાં. કુમાર આશ્ચર્યમાં બે કદમ પાછો હઠી ગયો !
{{gap}}‘મહારાજકુમાર !' સુનીધે કહ્યું : ‘આ એક પ્રયોગાત્મક શસ્ત્રઅસ્ર તૈયાર થાય છે !'
{{gap}}'કોણ ? તું તૈયાર કરે છે ?’
{{gap}}‘હા.સહારાજ ! ’
{{gap}}શું છે એનું નામ ? '
{{gap}}'એનુ નામ અમે મહાશિલાકંટક આપ્યુ છે. હજી એને માટે જોઈતું વજ્જરલોહ આવ્યું નથી. એ આવશે એટલે એ તૈયાર થશે. જ્યારે એ સંપૂર્ણ તૈયાર થશે અહારાજ ! ત્યારે તેમાં મૂકેલી એક કાંકરા જેવી તુચ્છ વસ્તુ પણ, મહાશિલાના બળથી એ ફેંકાશે. એમાં એક જ કાંકરો મૂકાશે અને એ એટલા તો વીજળીક બળથી ફૂંકાશે કે, સામે સેચનક હાથી પોતે કેમ નથી, એ ઊડીને ક્યાંયને ક્યાંય પડશે ! એ આ મહાશિલાકંટક છે! તૈયાર થનાર યંત્રરચનાનું આ તો એક નાનકડું પ્રતીક માત્ર છે. '
{{gap}}હમણાં જે વેગથી એના કાન પાસેથી પાંદડાં ઊડી રહ્યાં હતાં તે અજાતશત્રુ સંભારી રહ્યો.
{{gap}}એને ભારે નવાઈ લાગી. આવી વાત એણે સાંભળી ન હતી. એને આ બન્ને રાજપુરુષોનુ માપ સમજાઈ ગયું. એને એમના પ્રત્યે<noinclude></noinclude>
l5yrr8f71e29b3n3okbeca0u1bzsj20
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૭
104
74070
225498
225165
2026-10-19T16:42:55Z
Amvaishnav
156
/* Proofread */
225498
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૩}}
'''</noinclude>આશ્ચર્ય થયું. સાન થયું. ચેતવા જેવું પણ લાગ્યું.
{{gap}}તે સુનીધની સામે જોઈ રહ્યો. સુનીધ બે ડગલાં આગળ વધ્યો હતો. નાનકડી એક બીજી પ્રતીક રચના હોય તેવી એક યંત્રરચનાને તે હાથ અડાડીને ખોલી રહ્યો હતો.
{{gap}}'આ એક બીજું છે મહારાજ ! '
{{gap}}'એ શું છે વળી ? ’
{{gap}}'એનું નામ અમે રથમુશળ ડરાવ્યું છે. આ રચનામાં અશ્વની જરૂર નહિ. રથની જરૂર નહિ. સારથિની જરૂર નહિ. અરે! કોઈ યોદ્ધાની પણ જરૂર નહિ ! '
{{gap}}‘ત્યારે ? ’
{{gap}}'એ અશ્વવિનાનો, સારથિ વિનાનો, યોદ્ધા વિનાનો, શસ્ત્રઅસ્ત્ર વિનાનો, કેવળ એક રથ જ !'
{{gap}}'પણ એનો હાંકનારો ? એ કોણ ?'
{{gap}}'એ રથ પોતે પોતાને હાંકશે. હજારીની સેનામાં એ એકલો ઘૂમશે. માત્ર ઘૂમશે નહિ, એ મુશળો ફેંકતો જાશે ! '
{{gap}}'હેં ? પોતાની મેળે?’ અજાતશત્રુની નવાઈ હવે નવાઈની પણ હદ વટાવી ગઈ હતી.
{{gap}}‘મહારાજ ! એ જે *<ref> *અજાતશત્રુના આ બે શસ્ત્રોના ઉલ્લેખ જૈનેાના ભગવતીસૂત્રમાં છે. મહાભારત પછીના આ વૈશાલી-મગધ યુદ્ધને મહાન યુદ્ધ કહ્યું છે.</ref>જનસંહાર કરશે તે સહન કરવાનું સૈન્યબળ કોઈની પાસે નહિ હોય. એ આ શસ્ર છે !'
{{gap}}'આ તો અતિ ભયંકર છે !' અજાતશત્રુ આગળ વધીને બન્ને પ્રતીક રચનાઓને નીરખી રહ્યો.
{{gap}}'એટલે જ મહારાજ ! મેં તમને કહ્યુ હતુ કે આપણે ઉતાવળા આકળા થવાની જરૂર નથી. આપણે તો સમયની પ્રતીક્ષા કરવાની છે. આપણો સમય આવશે ! ' વર્ષકારે તેનામાં વધારે વિશ્વાસ જન્માવવાની<noinclude>

{{reflist}}</noinclude>
b90tlat1whoxzd1ns88zzeqgcx3ns31
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૮
104
74071
225499
225166
2026-10-19T16:51:14Z
Amvaishnav
156
/* Proofread */
225499
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૪||આમ્રપાલી}}
'''</noinclude>તક પકડી હતી.
{{gap}}‘કયારે ?'
{{gap}}'ઉતાવળે કાંઈ આંબા પાકે, કુમાર ? આ વસ્તુ સુનીધ બરાબર સિદ્ધ કરે એટલી જ વાર. ત્યારે આપણા હાથ અત્યંત બળવાન હોય ! ’
{{gap}}'પણ એ ક્યારે તૈયાર થશે? ક્યારે તૈયાર થશે, સુનીધ ? ’
{{gap}}'મહારાજ ! એમાં વપરાતું લોહ સિદ્ધ કરવું પડે છે. ઓછામાં ઓછાં સાત — ને વધારેમાં વધારે બાર વર્ષ થાય !'
{{gap}}'બાર વરસ ? ’
{{gap}}'બે વધુ ખરાં, ઓછાં તો નહિ ' સુનીધ કાંઈ ન હોય તેમ બોલ્યો. પણ કુમાર, આ તીવ્ર અસ્ત્રશસ્ત્રથી એવો અંજાઈ ગયો હતો કે એ એમના અક્ષરે અક્ષરને બ્રહ્મવાકય ગણવા તૈયાર હતો. એને થયું કે આવાં ભયંકર હથિયાર પાસે હોય — પછી એને માટે કોઈ દુશ્મન બળવાન રહેતો જ નથી.
{{gap}}પણ એણે વર્ષકાર મહાઅમાત્ય અને સુનીધ સેનાપતિના આધારે જ એ મેળવવાં રહ્યાં. બીજો કોઈ ઉપાય ન હતો.
{{gap}}તેણે ઉતાવળે કહ્યું : ‘કટાહકને જવાબ વાળીએ મહાઅમાત્યજી ! કે અમે તમારું પગલેપગલું દબાવતા આવીએ છીએ !’
{{gap}}'કેમ જવું છે? ' વર્ષકારે પૂછ્યું.
{{gap}}‘ જવાનું ? હવે ? આ જાણ્યા પછી? હોય કાંઈ ? પણ એમ કહો કે સુનીધ આપણને જલદી આનો પરિચય આપે. હવે તો આમાં શું વધારે સામગ્રી જોઈએ તે મને કહો. મારે શું લાવવાનું છે તે બતાવો ! કટાહકને જવાબ આપવાની ખાતર જવાબ આપવાનો. ત્યાં સૌ ઊંઘતા રહે.’
{{gap}}વર્ષકાર મોટેથી હસી પડ્યો : ‘કુમાર ! મેં પણ એમ જ માન્યું હતું. તમે આ જોયાં ન હતાં, એટલે ઉતાવળા થઈ જતા હતા. પણ હવે તમે આ અમોઘ શસ્ત્રઅસ્ત્ર જોયાં છે. ગોપાળની વાત પણ તમે જાણી છે.<noinclude></noinclude>
fapcixor5973gms11tzj6zaiowaxgr9
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૯
104
74072
225500
225167
2026-10-19T16:57:51Z
Amvaishnav
156
/* Proofread */
225500
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૫}}
'''</noinclude>કટાહકને જવાબ આપીને મોકલી દો. આપણું પહેલું ધ્યાન હવે વૈશાલી રોકે તેમ છે. જ્યાં ઘર્ષણનું નામનિશાન કોઈ દિવસ દેખાતુ ન હતું, ત્યાં આટલું આ ઘર્ષણ આવે, એ વખતે આપણી પોતાની હાજરી ત્યાં અનિવાર્ય છે. મારે ત્યાં જવું જ જોઈ એ, કુમાર ! અને તે પણ જલદી.’
{{gap}}વર્ષીકારે કહ્યું ને પછી ઉમેર્યું : 'વૈશાલીનો સત્રી પણ એ કહે છે. ત્યાં
એક બ્રાહ્મણ મિત્ર છે ત્યાં રહી શકાશે. સુનીધ ને તમે આંહી છો. પંડિત તક્ષકદેવ હશે. આંહીં પણ સંભાળવાનું છે. કાશી નગરીનો હસ્તિમેળો માથે આવે છે. વત્સરાજ ઉદયન ત્યારે ત્યાં ચોક્કસ આવવાનો. એનાથી આપણે ચેતતા રહેવું પડશે. વખત છે.'
{{gap}}'ચાલેા ત્યારે, કટાહકને આપણે રવાના કરી દઈએ.’ રાજકુમાર બોલ્યો.
{{gap}}‘ ચાલો.’
{{gap}}થોડી વાર પછી ત્રણે જણા ત્યાંથી બહાર નીકળ્યા, ત્યારે દરેકના
મનમાં પોતપેાતાની વાત રમી રહી હતી.
{{gap}}મહામંત્રી ગોપાલની હવે બીજી વાત શું હોઈ શકે એની કલ્પના કરતો વર્ષકાર, વૈશાલી જઈને ઘર્ષણ કેમ વધારવુંં તેની વેતરણ મનમાં ઘડી રહ્યો હતો.
{{gap}}અજાતશત્રુ પેલાં ભયંકર શસ્ત્રની સિદ્ધિનાં સ્વમામાં રમી રહ્યો હતો !
{{gap}}જ્યારે સુનીધ પેાતાનાં હથિયારની અપૂર્ણતા વિષે હજી વધારે શાંતિથી વિચાર કરી રહ્યો હતો.<noinclude></noinclude>
1b0m8zy09r2iv7om9i7btdtx2mvxqar
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૦
104
74073
225501
225168
2026-10-19T17:06:40Z
Amvaishnav
156
/* Proofread */
225501
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૮. વૈશાલીને પંથે !''' | }}

{{gap}}'''અજાતશત્રુને''' રાજગૃહ તરફ ઉતાવળો આકળો બનીને દોડતો રોકી શકાયો તે વાતનો મહાઅસાત્યના મનમાં જેવો તેવો સંતોષ ન
હતો. રાજગૃહનું પહેલું આંતરઘર્ષણ જ અત્યારે રોકી શકાયુ હતું. એ વાત જેવી તેવી ન હતી.
{{gap}}અને તો ભય હતો કે સેચનક જેવો હાથી જવાનો છે એ વાત આવતાં જ રાજકુમાર હાથથી જશે. તે એકદમ રાજગૃહ તરફ દોડ્યો જ જશે, કોઈનું સાંભળવા ઊભો રહેશે નહિ. અને કાંઈનું કાંઈ કરી નાંખશે. પણ એક પછી એક આવતી પ્રસંગપરંપરાઓ અને ઇતિહાસકથાઓ એને એની મર્યાદાનું ભાન કરાવી દીધું. એની મેળે જ એ જતો અટકી ગયો. એનું ગૌરવ પણ સચવાઈ ગયું. હવે સુનીધ તક્ષકદેવ બન્ને હજી આંહીં હતા. એટલે મહાઅમાત્ય વૈશાલીને પંથે પળ્યો, ત્યારે ચંપાનગરીની કે રાજકુમાર વિષેની એના મનમાં લેશ પણ ચિંતા હવે રહી ન હતી.
{{gap}}પણ એનું બધું ધ્યાન લિચ્છવીઓની અદ્ભૂત નમુનેદાર એકતા ઉપર કેન્દ્રસ્થ થયુંં હતું. એ જો ન તૂટે, તો મગધ તૂટે એ ચોક્કસ.
{{gap}}એના શ્વેત કમ્બોજ અશ્વો રૂપાની ધંટડીનો અવાજ આપતા રસ્તા ઉપર વેગથી જઈ રહ્યા હતા. સાથે એનો સારથી ચિત્રસેન હતો. વૈશાલી એકાદ જોજન રહે ત્યાંથી રથને પાછો મોકલી મહાઅમાત્ય એકલો વૈશાલી તરફ આગળ જવાનો હતો.
{{gap}}નાલંદા પાસે એ થોડીવાર થોભ્યો. નાલંદા નાનકડું ગામ. ત્યાં<noinclude></noinclude>
jit3v6uabbo7ucp2bq6pdyhlaw544o7