વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૧
104
74064
225507
225491
2026-10-21T04:28:31Z
Snehrashmi
2103
/* Validated */
225507
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૭}}
'''</noinclude>તજી. ત્યારથી એ આંહી છે.
{{gap}}‘રાજકુમાર ! વૈશાલી નગરીનો જો કોઈ મહાનમાં મહાન નાગરિક હોય તો તે આ સિંહ સેનાપતિ છે. એણે તે દિવસે એ મહાન નગરીને ખરેખર બચાવી લીધી-રાજા બિંબિસારે તક ગુમાવી. એ તક પછી કોઈ પળે પાછી ન આવી તે ન જ આવી ! અને હવે ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી ! અત્યારે વૈશાલી બળવાનમાં બળવાન ગણતંત્ર છે. મગધને વહેલે મોડે એ ગળી જવાનુ છે !’
{{gap}}‘ગોપાલ આંહી આવ્યો એ બરાબર છે. પણ એણે મગધ-વૈશાલીને સંબંધથી જોડીને અગ્નિ પણ પ્રગટાવી રાખ્યો છે. એ શી રીતે થયું? રાજાએ એમાં સંમતિ કેમ આપી હશે?’
{{gap}}‘એણે રાજાને પોતાના અપમાનની વાત કરી. રાજા તે વખતે ગુપ્તવેષે વૈશાલી પહેાંચેલ. દુશ્મનનો દુશ્મન એ મિત્ર, એ ગણતરીએ એને સ્થાન આપવાનું નક્કી થયું. રાણી વાસવીનું આકર્ષણ પણ ખરું. પછી સિંહ સેનાપતિએ ગોપાળની વિનંતીથી પોતાની પુત્રી વાસવી રાજાને આપી. રાજા બિંબિસાર નવા નવા સંબંધો બાંધી મગધને મજબૂત બનાવવાની રાજનીતિ અપનાવી રહ્યા હતા. એમાં *<ref>*આનો આધાર Tibetan Tales—The Tibetan Dulva [derived from Indian Sources] by H. Anton Von Senilfrier & Ralston છે. સિંહ નાયકનો પિતા સકલ મૂળ વિદેહનો પ્રધાન હતો, એટલે એની પૌત્રી પણ વૈદેહી કહેવાતી હોવી જોઇએ. રાજા બિંબિસારને પાંચસો
રાણી હતી. [ વિનય પિટક્, મહાવગ્ગ ] એમાં બે ચાર વૈદેહી પણ હોઈ શકે.</ref> વાસવીનું આકર્ષણ પણ ખરું. રાજાની આ નબળાઈ ગણો, રાજનીતિ ગણો, સબંધો બાંધી રાજ ટકાવવાની ઘેલછા માનો, જે માનો તે, બહારનો એ અગ્નિ આજે મગધમાં છે. એનું પરિણામ અત્યારે જ તમે જોઈ શકો છો. મગધમાં જ મહાન આંતર ઘર્ષણ ઊભું થાય એવી આ તક ગોપાલે પકડી છે.
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
q11r9a23vzkklr2miujsxqexwx1xeyo
225508
225507
2026-10-21T04:28:58Z
Snehrashmi
2103
225508
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૭}}
'''</noinclude>તજી. ત્યારથી એ આંહી છે.
{{gap}}‘રાજકુમાર ! વૈશાલી નગરીનો જો કોઈ મહાનમાં મહાન નાગરિક હોય તો તે આ સિંહ સેનાપતિ છે. એણે તે દિવસે એ મહાન નગરીને ખરેખર બચાવી લીધી-રાજા બિંબિસારે તક ગુમાવી. એ તક પછી કોઈ પળે પાછી ન આવી તે ન જ આવી ! અને હવે ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી ! અત્યારે વૈશાલી બળવાનમાં બળવાન ગણતંત્ર છે. મગધને વહેલે મોડે એ ગળી જવાનુ છે !’
{{gap}}‘ગોપાલ આંહી આવ્યો એ બરાબર છે. પણ એણે મગધ-વૈશાલીને સંબંધથી જોડીને અગ્નિ પણ પ્રગટાવી રાખ્યો છે. એ શી રીતે થયું? રાજાએ એમાં સંમતિ કેમ આપી હશે?’
{{gap}}‘એણે રાજાને પોતાના અપમાનની વાત કરી. રાજા તે વખતે ગુપ્તવેષે વૈશાલી પહેાંચેલ. દુશ્મનનો દુશ્મન એ મિત્ર, એ ગણતરીએ એને સ્થાન આપવાનું નક્કી થયું. રાણી વાસવીનું આકર્ષણ પણ ખરું. પછી સિંહ સેનાપતિએ ગોપાળની વિનંતીથી પોતાની પુત્રી વાસવી રાજાને આપી. રાજા બિંબિસાર નવા નવા સંબંધો બાંધી મગધને મજબૂત બનાવવાની રાજનીતિ અપનાવી રહ્યા હતા. એમાં *<ref>*આનો આધાર Tibetan Tales—The Tibetan Dulva [derived from Indian Sources] by H. Anton Von Senilfrier & Ralston છે. સિંહ નાયકનો પિતા સકલ મૂળ વિદેહનો પ્રધાન હતો, એટલે એની પૌત્રી પણ વૈદેહી કહેવાતી હોવી જોઇએ. રાજા બિંબિસારને પાંચસો
રાણી હતી. [ વિનય પિટક્, મહાવગ્ગ ] એમાં બે ચાર વૈદેહી પણ હોઈ શકે.</ref>વાસવીનું આકર્ષણ પણ ખરું. રાજાની આ નબળાઈ ગણો, રાજનીતિ ગણો, સબંધો બાંધી રાજ ટકાવવાની ઘેલછા માનો, જે માનો તે, બહારનો એ અગ્નિ આજે મગધમાં છે. એનું પરિણામ અત્યારે જ તમે જોઈ શકો છો. મગધમાં જ મહાન આંતર ઘર્ષણ ઊભું થાય એવી આ તક ગોપાલે પકડી છે.
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
oz8mhn47t9f1ek31milmzyxylxzsjfp
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૨
104
74065
225509
225492
2026-10-21T04:31:29Z
Snehrashmi
2103
/* Validated */
225509
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૬૮||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}‘વૈશાલી નગરીનું નાવ અત્યારે મતભેદના મહાન ખડક ઉપર અથડાવાની તૈયારી છે.
{{gap}}‘જાણે એક જ વ્યક્તિ હોય તેમ દરેક પ્રશ્નમાં એક મતે ઊભી રહેતી એ નગરીમાં આજે મતભેદ આવ્યો છે. તે વખતે ગોપાલે તમને રાજગૃહ તરફ દોડાવવાની આ માયા પ્રગટાવી છે, તમે વિચાર કરી જુઓ, કુમાર !’
{{gap}}‘વૈશાલીમાં શાનો મતભેદ જાગે તેમ છે અહાઅમાત્યજી ?’
{{gap}}‘ત્યાં મહાનમન નામે એક નાગરિક છે. તેની અત્યંત અત્યંત રૂપવતી આમ્રપાલી કન્યા છે. એનું એવુ રૂપ છે કે એવી રૂપમોહિની જો વૈશાલી બહાર જાય તો નગરી આખી એક પગે યુદ્ધ કરવા તૈયાર થાય; અને જો વૈશાલીમાં જ એ રહે–તો આખી નગરીમાં ઘેર ઘેર ઘર્ષણ ઊભું થાય !’
{{gap}}‘કેમ ?’
{{gap}}‘ત્યાંના વર્ષોજૂના ×<ref>×પ્રવેણી પુસ્તક, એ ન્યાયની બાબતમાં છેલ્લામાં છેલ્લો અધિકાર ધરાવતું પુસ્તક ગણાતું. એનો શબ્દ અનુલ્લંઘનીય હતો.</ref>પ્રવેણી પુસ્તકમાં એક નિયમ છે. નગરીની શ્રેષ્ઠ રૂપમોહિની નગરશોભિની તરીકે રહે. એ જનપદકલ્યાણીનું પદ શાભાવે, એ ગૃહિણી ન થઈ શકે. આંતરઘર્ષણ ટાળવા માટે આ નિયમ થયેલો લાગે છે. અત્યારે એ નિયમ ત્યાં ચાલુ છે.’
{{gap}}‘આવો નિયમ ?’
{{gap}}‘વર્ષોંથી ત્યાં ચાલ્યો આવે છે કુમાર ! બધે જ ગણતંત્રો ને રાજતંત્રોમાં નગરશોભિનીનું તો અનોખું સ્થાન છે જ. પણ વૈશાલીનગરીએ આ વિશેષતા દાખવી છે. એનો કોઈ દિવસ ભંગ થયો જાણ્યો નથી ! લોકો પણ એનો ભંગ સહે તેમ નથી. આમ્રપાલીને નગરશોભિની તરીકે રાખવાની વાત સંથાગારમાં આવવાની, મહાનમન એ વાતની ના પાડે, આમ્રપાલી પણ ના પાડે, અને સભા એક મતે<noinclude>

{{reflist}}</noinclude>
h8ag411vt6ltukbiyuewrkkkw6bw4v1
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૩
104
74066
225510
225493
2026-10-21T04:34:32Z
Snehrashmi
2103
/* Validated */
225510
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૯}}
'''</noinclude>કે બહુમતે જુદો નિર્ણય લે, તો તે વખતે વૈશાલીમાં મહા ભયંકર ઘર્ષણ જન્મે. સિંંહ સેનાપતિ અત્યારે એ ચિંતામાં જ હોવો જોઈએ. ત્યાંની એવી હવા છે, આપણો સત્રી ત્યાં છે. મગધ પણ આ વખતે જ જો આંતિરક ઘર્ષણમાં સંડોવાયું હોય તો એને ઘણી મોટી રાહત મળે ! રાજા બિંબિસારે પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૈનિક જીવન સમયે જે તક ગુમાવી દીધી હતી, તે જાતી આજે પાછી ફરતી દેખાય છે. તમારે એ ગુમાવવી હોય તો તમે રાજગૃહ દોડી શકો છો. હલ્લ વિહલ્લ, સેચનક હાથી, મૌક્તિક માળા—એ બધાં જ ગોપાલે ઊભાં કરેલાં પ્રલોભનમાં તમે પડી શકો છો. અથવા તો આ સુનીધની યોજનામાં સાથ આપી શકો છો. હવે જેવી તમારી ઈચ્છા, રાજકુમાર !’
{{gap}}વર્ષકારે હવે રાજકુમાર સ્વતંત્ર હોય તેમ વાત કરીને, એનું મન વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
{{gap}}‘તમારો માર્ગ ખુલ્લો છે. સુનીધ ! મહારાજ જે સૈન્ય માગે તે આપણે તૈયાર કરી દો ! પણ મહારાજ ! તમે જે વખતે મગધ તરફ દોડી રહ્યા હશો, બરાબર એ જ વખતે, મને તો ભય છે કે કાં તો પહેલા અગ્નિ આંહીં ચંપા નગરીમાં જ પ્રગટી જાશે !’
{{gap}}‘પ્રગટી જાશે? આંહી ? ચંપા નગરીમાં ? આંહી શું છે ?’ અજાતશત્રુ હવે તો ખરેખર ચોંકી ગયો. એ પોતાને ચંપા નગરીમાં તદ્દન સલામત માની રહ્યો હતો. જ્યારે આ તો જુદી જ વાત આવી રહી હતી. પોતાના આ અજ્ઞાને તો એને ભોં ભેગો કરી દીધો. વર્ષકાર વિના લેવાતું એક પગલું એને નાશના કારણ રૂપ જણાવા માંડ્યું.
{{gap}}‘કહું સુનીધ ! પેલું મહારાજને બતાવ તો !’
{{gap}}સુનીધે પોતાની પાસેનું નાનકડુ ચંપાકળીનું ફૂલ કાઢ્યું. અજાતશત્રુની સામે ધર્યું. અજાતશત્રુ એમાં કાંઈ સમજ્યો નહિ, માત્ર એનું આશ્ચર્ય વધ્યું.
{{nop}}<noinclude></noinclude>
su2jvybqnkkrj8e71o1rd9j7tbjlvh2
225511
225510
2026-10-21T04:34:56Z
Snehrashmi
2103
225511
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|મહાઅમાત્યે કહેલી વાત ||૬૯}}
'''</noinclude>કે બહુમતે જુદો નિર્ણય લે, તો તે વખતે વૈશાલીમાં મહા ભયંકર ઘર્ષણ જન્મે. સિંંહ સેનાપતિ અત્યારે એ ચિંતામાં જ હોવો જોઈએ. ત્યાંની એવી હવા છે, આપણો સત્રી ત્યાં છે. મગધ પણ આ વખતે જ જો આંતિરક ઘર્ષણમાં સંડોવાયું હોય તો એને ઘણી મોટી રાહત મળે ! રાજા બિંબિસારે પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૈનિક જીવન સમયે જે તક ગુમાવી દીધી હતી, તે જાતી આજે પાછી ફરતી દેખાય છે. તમારે એ ગુમાવવી હોય તો તમે રાજગૃહ દોડી શકો છો. હલ્લ વિહલ્લ, સેચનક હાથી, મૌક્તિક માળા—એ બધાં જ ગોપાલે ઊભાં કરેલાં પ્રલોભનમાં તમે પડી શકો છો. અથવા તો આ સુનીધની યોજનામાં સાથ આપી શકો છો. હવે જેવી તમારી ઈચ્છા, રાજકુમાર !’
{{gap}}વર્ષકારે હવે રાજકુમાર સ્વતંત્ર હોય તેમ વાત કરીને, એનું મન વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
{{gap}}‘તમારો માર્ગ ખુલ્લો છે. સુનીધ ! મહારાજ જે સૈન્ય માગે તે આપણે તૈયાર કરી દો ! પણ મહારાજ ! તમે જે વખતે મગધ તરફ દોડી રહ્યા હશો, બરાબર એ જ વખતે, મને તો ભય છે કે કાં તો પહેલા અગ્નિ આંહીં ચંપા નગરીમાં જ પ્રગટી જાશે !’
{{gap}}‘પ્રગટી જાશે? આંહી ? ચંપા નગરીમાં ? આંહી શું છે ?’ અજાતશત્રુ હવે તો ખરેખર ચોંકી ગયો. એ પોતાને ચંપા નગરીમાં તદ્દન સલામત માની રહ્યો હતો. જ્યારે આ તો જુદી જ વાત આવી રહી હતી. પોતાના આ અજ્ઞાને તો એને ભોં ભેગો કરી દીધો. વર્ષકાર વિના લેવાતું એક પગલું એને નાશના કારણ રૂપ જણાવા માંડ્યું.
{{gap}}‘કહું સુનીધ ! પેલું મહારાજને બતાવ તો !’
{{gap}}સુનીધે પોતાની પાસેનું નાનકડુ ચંપાકળીનું ફૂલ કાઢ્યું. અજાતશત્રુની સામે ધર્યું. અજાતશત્રુ એમાં કાંઈ સમજ્યો નહિ, માત્ર એનું આશ્ચર્ય વધ્યું.<noinclude></noinclude>
lvnyei0iprisilym66kek2sy8iatd2s
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૪
104
74067
225512
225495
2026-10-21T04:43:07Z
Snehrashmi
2103
/* Validated */
225512
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૭. સુનીધે શું કહ્યું ?''' | }}

{{gap}}'''‘સુનીધ !''' આ ફૂલ શું છે? ને શાની વાત છે ?’ થોડીવાર પછી રાજકુમાર બોલ્યો.
{{gap}}‘મહારાજ ! આ ચંપાનગરીમાં વર્ષોજૂની એક માન્યતા છે. ચંપક વનમાં એક ચંપાનું વૃક્ષ છે. એને કોઈ દી ફૂલ આવતાં જ નથી. પણ જ્યારે આવે ત્યારે ચોક્કસ રાજપલટો થાય ને થાય ! અમે આજે ચંપક વનમાં આ ફૂલ જોયું. કોઈને જાણ થાય એ પહેલાં હાથ કરી લીધું છે. એ આ ફૂલ છે. આ ફૂલ ત્યાં રહ્યું હોત તો બે દિવસમાં જ હવા ફરી ગઈ હોત. લોકમાન્યતાનું એવું બળ છે મહારાજ ! એટલે ચંપાનગરી પણ સળગે તેમ છે !’
{{gap}}અજાતશત્રુ વાત સાંભળીને થંભી ગયો. તેને ખાત્રી થઈ ગઈ કે મહાઅમાત્ય વર્ષકારની દીર્ઘ દૃષ્ટિ પાસે પોતે પાણી ભરે છે. પણ એનામાં આ સમજણ આવતાં જ એણે તરત કહ્યું : ‘આપણે કટાહકને શું જવાબ દેવો છે મહાઅમાત્યજી ?’
{{gap}}‘તે તો તમારે નક્કી કરવાનું છે કુમાર !’
{{gap}}‘હું નક્કી કરનારો કોણ ?’
{{gap}}વર્ષકાર ચમકી ગયો. અજાતશત્રુને લાગે કે એના ગૌરવનો ભંગ થાય છે ને એ વસ્તુ ઈચ્છવા જેવી ન હતી. એ માત્ર સમય ઓળખે<noinclude></noinclude>
lqx68ehy266zx95oezf0izi8srkng6w
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૫
104
74068
225513
225496
2026-10-21T04:45:56Z
Snehrashmi
2103
/* Validated */
225513
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૧}}
'''</noinclude>એટલી જ વાત કરવાની હતી. ગૌરવભંગનો ઘા તો એના મનમાં બેઠો રહે. એક દિવસ એને એ સામેના પક્ષમાં ધક્કેલી દે. મહાઘર્ષણનું એ જ કારણ થઈ જાય. એ રાક્ષસ ક્યારે ઊભો થાય એ પણ કહેવાય નહિ. અચાનક ઊભો થઈ જાય !
{{gap}}તરત જ કુમારને વિશ્વાસમાં લેતો હોય તેમ તે ધીમેથી બોલ્યો:
{{gap}}‘મહારાજકુમાર ! સુનીધ આપણે માટે બે અસ્ત્રશસ્ત્ર તૈયાર કરે છે. હજી તૈયાર થયાં નથી. તૈયાર થઈ રહ્યાં છે. મહારાજ પહેલાં એ જુએ. એ તૈયાર થાય ત્યાં સુધીનો સમય જાળવી લેવા માટે જ આ છે. સુનીધ ! આપણે મહારાજકુમારને માહિતી આપીએ, ચાલો ને, ત્યાં જ જઈએ.’
{{gap}}‘ત્યાં એટલે ક્યાં ? ઓ’
{{gap}}‘આંહીં પાસે જ છે,’ વર્ષકારે કહ્યું: ‘મારી વાટિકામાં.’
{{gap}}ત્રણે જણા રાજમહાલયના પાછળના ભાગમાં જવા ઊપડ્યા. ત્યાં એક નાનકડું ગુપ્તદ્વાર હતું. મહાઅમાત્યની વાટિકા તરફ જતી એક નાનકડી વીથિકાનું એ મુખદ્વાર હતું. ખાસ સંકટ વખતે જ એનો ઉપયોગ થતો. તેઓ ત્યાં દ્વાર ઉપર પહોંચ્યા. દ્વારપાલ તેમને જોઈને આભો જ બની ગયો. તેણે ઉતાવળમાં આજ્ઞા પ્રમાણે દ્વાર ખોલ્યું. એને એમ જ રાખવાનું કહીને ત્રણે જણા મહાઅમાત્યની વાટિકા તરફ ગયા.
{{gap}}વાટિકાના છેક પાછળના ભાગમાં એક ઝાંખો દીપ બળી રહ્યો હતો. સુનીધ તેમને તે તરફ લઈ ગયો.
{{gap}}દીપ કોઈ ભૂગર્ભ રચનાના મોં ઉપર સંકેતરૂપે જલતો હોય તેમ લાગ્યું.
{{gap}}તે ત્યાં પહોંચ્યા અને સુનીધે તેમને અંદરના ભાગમાં દોર્યા. અંદર થોડાં પગથિયાં ઊતર્યા. એક ઝાંખી પ્રકાશકેડી કોઈ મહાન શિલાથી રચાયલા કુદરતી ખંડ તરફ એમને દોરી જતી દેખાઈ.
{{gap}}ખંડ ચારે તરફથી રક્ષાયેલો હતો. બહારથી લેશ પણ દેખાય તેમ ન હતો. અત્યારે ત્યાં દીપકો પ્રકાશી રહ્યા હતા. પણ નવાઈની<noinclude></noinclude>
pqjipy07mne3d4l1t7rj8evf1bsb0eg
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૬
104
74069
225514
225497
2026-10-21T04:50:24Z
Snehrashmi
2103
/* Validated */
225514
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૨||આમ્રપાલી}}
'''</noinclude>વાત હતી, કોઈ કહેતાં કોઈ માણસ ત્યાં દેખાતુ ન હતું ! સુનીધ તેમને હજી થોડા આગળ દોરી ગયો.
{{gap}}અજાતશત્રુ જોઈ રહ્યો. તેની સંમુખ કોઈક બે નાનકડી યંત્રરચના દેખાતી હતી. પણ એમાં તે કાંઈ સમજ્યો નહિ.
{{gap}}સુનીધ આગળ આવ્યો. એક યંત્રરચનામાં એણે આસપાસથી વીણીને થોડાંક પાંદડાં નાખ્યાં. અને પછી હાથવડે કાંઈક કલ સરખી કરી. પણ એક ક્ષણમાં એ પાંદડાં જાણે પ્રખળ વેગવાળાં તીર ઊડતાં હોય તેમ ઊડ્યાં ! સરર સુસવાટ કરતાં અજાતશત્રુના કાન પાસેથી જ આઘાં નીકળી ગયાં. કુમાર આશ્ચર્યમાં બે કદમ પાછો હઠી ગયો !
{{gap}}‘મહારાજકુમાર !’ સુનીધે કહ્યું : ‘આ એક પ્રયોગાત્મક શસ્ત્રઅસ્ર તૈયાર થાય છે !’
{{gap}}‘કોણ ? તું તૈયાર કરે છે ?’
{{gap}}‘હા.સહારાજ !’
{{gap}}‘શું છે એનું નામ ?’
{{gap}}‘એનુ નામ અમે મહાશિલાકંટક આપ્યું છે. હજી એને માટે જોઈતું વજ્જરલોહ આવ્યું નથી. એ આવશે એટલે એ તૈયાર થશે. જ્યારે એ સંપૂર્ણ તૈયાર થશે મહારાજ ! ત્યારે તેમાં મૂકેલી એક કાંકરા જેવી તુચ્છ વસ્તુ પણ, મહાશિલાના બળથી એ ફેંકાશે. એમાં એક જ કાંકરો મૂકાશે અને એ એટલા તો વીજળીક બળથી ફૂંકાશે કે, સામે સેચનક હાથી પોતે કેમ નથી, એ ઊડીને ક્યાંયને ક્યાંય પડશે ! એ આ મહાશિલાકંટક છે! તૈયાર થનાર યંત્રરચનાનું આ તો એક નાનકડું પ્રતીક માત્ર છે.’
{{gap}}હમણાં જે વેગથી એના કાન પાસેથી પાંદડાં ઊડી રહ્યાં હતાં તે અજાતશત્રુ સંભારી રહ્યો.
{{gap}}એને ભારે નવાઈ લાગી. આવી વાત એણે સાંભળી ન હતી. એને આ બન્ને રાજપુરુષોનું માપ સમજાઈ ગયું. એને એમના પ્રત્યે<noinclude></noinclude>
pgh3bogim7gsynibz2vige4pdiuwrj9
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૭
104
74070
225515
225498
2026-10-21T05:03:39Z
Snehrashmi
2103
/* Validated */
225515
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૩}}
'''</noinclude>આશ્ચર્ય થયું. સાન થયું. ચેતવા જેવું પણ લાગ્યું.
{{gap}}તે સુનીધની સામે જોઈ રહ્યો. સુનીધ બે ડગલાં આગળ વધ્યો હતો. નાનકડી એક બીજી પ્રતીક રચના હોય તેવી એક યંત્રરચનાને તે હાથ અડાડીને ખોલી રહ્યો હતો.
{{gap}}‘આ એક બીજું છે મહારાજ !’
{{gap}}‘એ શું છે વળી ?’
{{gap}}‘એનું નામ અમે રથમુશળ ડરાવ્યું છે. આ રચનામાં અશ્વની જરૂર નહિ. રથની જરૂર નહિ. સારથિની જરૂર નહિ. અરે! કોઈ યોદ્ધાની પણ જરૂર નહિ !’
{{gap}}‘ત્યારે ?’
{{gap}}‘એ અશ્વવિનાનો, સારથિ વિનાનો, યોદ્ધા વિનાનો, શસ્ત્રઅસ્ત્ર વિનાનો, કેવળ એક રથ જ !’
{{gap}}‘પણ એનો હાંકનારો ? એ કોણ ?’
{{gap}}‘એ રથ પોતે પોતાને હાંકશે. હજારોની સેનામાં એ એકલો ઘૂમશે. માત્ર ઘૂમશે નહિ, એ મુશળો ફેંકતો જાશે !’
{{gap}}‘હેં ? પોતાની મેળે?’ અજાતશત્રુની નવાઈ હવે નવાઈની પણ હદ વટાવી ગઈ હતી.
{{gap}}‘મહારાજ ! એ જે *<ref>*અજાતશત્રુના આ બે શસ્ત્રોના ઉલ્લેખ જૈનોના ભગવતીસૂત્રમાં છે. મહાભારત પછીના આ વૈશાલી–મગધ યુદ્ધને મહાન યુદ્ધ કહ્યું છે.</ref>જનસંહાર કરશે તે સહન કરવાનું સૈન્યબળ કોઈની પાસે નહિ હોય. એ આ શસ્ર છે !’
{{gap}}‘આ તો અતિ ભયંકર છે !’ અજાતશત્રુ આગળ વધીને બન્ને પ્રતીક રચનાઓને નીરખી રહ્યો.
{{gap}}‘એટલે જ મહારાજ ! મેં તમને કહ્યું હતું કે આપણે ઉતાવળા આકળા થવાની જરૂર નથી. આપણે તો સમયની પ્રતીક્ષા કરવાની છે. આપણો સમય આવશે !’ વર્ષકારે તેનામાં વધારે વિશ્વાસ જન્માવવાની<noinclude>

{{reflist}}</noinclude>
2qyxuhqa6oxec9mnlaaglsfd0zh5m0z
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૮
104
74071
225516
225499
2026-10-21T05:06:29Z
Snehrashmi
2103
/* Validated */
225516
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૪||આમ્રપાલી}}
'''</noinclude>તક પકડી હતી.
{{gap}}‘ક્યારે ?’
{{gap}}‘ઉતાવળે કાંઈ આંબા પાકે, કુમાર ? આ વસ્તુ સુનીધ બરાબર સિદ્ધ કરે એટલી જ વાર. ત્યારે આપણા હાથ અત્યંત બળવાન હોય !’
{{gap}}‘પણ એ ક્યારે તૈયાર થશે? ક્યારે તૈયાર થશે, સુનીધ ?’
{{gap}}‘મહારાજ ! એમાં વપરાતું લોહ સિદ્ધ કરવું પડે છે. ઓછામાં ઓછાં સાત — ને વધારેમાં વધારે બાર વર્ષ થાય !’
{{gap}}‘બાર વરસ ?’
{{gap}}‘બે વધુ ખરાં, ઓછાં તો નહિ’ સુનીધ કાંઈ ન હોય તેમ બોલ્યો. પણ કુમાર, આ તીવ્ર અસ્ત્રશસ્ત્રથી એવો અંજાઈ ગયો હતો કે એ એમના અક્ષરે અક્ષરને બ્રહ્મવાક્ય ગણવા તૈયાર હતો. એને થયું કે આવાં ભયંકર હથિયાર પાસે હોય — પછી એને માટે કોઈ દુશ્મન બળવાન રહેતો જ નથી.
{{gap}}પણ એણે વર્ષકાર મહાઅમાત્ય અને સુનીધ સેનાપતિના આધારે જ એ મેળવવાં રહ્યાં. બીજો કોઈ ઉપાય ન હતો.
{{gap}}તેણે ઉતાવળે કહ્યું : ‘કટાહકને જવાબ વાળીએ મહાઅમાત્યજી ! કે અમે તમારું પગલેપગલું દબાવતા આવીએ છીએ !’
{{gap}}‘કેમ જવું છે?’ વર્ષકારે પૂછ્યું.
{{gap}}‘જવાનું ? હવે ? આ જાણ્યા પછી? હોય કાંઈ ? પણ એમ કહો કે સુનીધ આપણને જલદી આનો પરિચય આપે. હવે તો આમાં શું વધારે સામગ્રી જોઈએ તે મને કહો. મારે શું લાવવાનું છે તે બતાવો ! કટાહકને જવાબ આપવાની ખાતર જવાબ આપવાનો. ત્યાં સૌ ઊંઘતા રહે.’
{{gap}}વર્ષકાર મોટેથી હસી પડ્યો : ‘કુમાર ! મેં પણ એમ જ માન્યું હતું. તમે આ જોયાં ન હતાં, એટલે ઉતાવળા થઈ જતા હતા. પણ હવે તમે આ અમોઘ શસ્ત્રઅસ્ત્ર જોયાં છે. ગોપાળની વાત પણ તમે જાણી છે.<noinclude></noinclude>
tu7wvn4a84ytyaipisekja2076h042x
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૮૯
104
74072
225517
225500
2026-10-21T05:53:32Z
Snehrashmi
2103
/* Validated */
225517
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|સુનીધે શું કહ્યું?||૭૫}}
'''</noinclude>કટાહકને જવાબ આપીને મોકલી દો. આપણું પહેલું ધ્યાન હવે વૈશાલી રોકે તેમ છે. જ્યાં ઘર્ષણનું નામનિશાન કોઈ દિવસ દેખાતું ન હતું, ત્યાં આટલું આ ઘર્ષણ આવે, એ વખતે આપણી પોતાની હાજરી ત્યાં અનિવાર્ય છે. મારે ત્યાં જવું જ જોઈએ, કુમાર ! અને તે પણ જલદી.’ વર્ષકારે કહ્યું ને પછી ઉમેર્યું : ‘વૈશાલીનો સત્રી પણ એ કહે છે. ત્યાં એક બ્રાહ્મણ મિત્ર છે ત્યાં રહી શકાશે. સુનીધ ને તમે આંહીં છો. પંડિત તક્ષકદેવ હશે. આંહીં પણ સંભાળવાનું છે. કાશી નગરીનો હસ્તિમેળો માથે આવે છે. વત્સરાજ ઉદયન ત્યારે ત્યાં ચોક્કસ આવવાનો. એનાથી આપણે ચેતતા રહેવું પડશે. વખત છે.’
{{gap}}‘ચાલો ત્યારે, કટાહકને આપણે રવાના કરી દઈએ.’ રાજકુમાર બોલ્યો.
{{gap}}‘ચાલો.’
{{gap}}થોડી વાર પછી ત્રણે જણા ત્યાંથી બહાર નીકળ્યા, ત્યારે દરેકના મનમાં પોતપોતાની વાત રમી રહી હતી.
{{gap}}મહામંત્રી ગોપાલની હવે બીજી વાત શું હોઈ શકે એની કલ્પના કરતો વર્ષકાર, વૈશાલી જઈને ઘર્ષણ કેમ વધારવુંં તેની વેતરણ મનમાં ઘડી રહ્યો હતો.
{{gap}}અજાતશત્રુ પેલાં ભયંકર શસ્ત્રની સિદ્ધિનાં સ્વપ્નામાં રમી રહ્યો હતો !
{{gap}}જ્યારે સુનીધ પોતાનાં હથિયારની અપૂર્ણતા વિષે હજી વધારે શાંતિથી વિચાર કરી રહ્યો હતો.<noinclude></noinclude>
d6p57pf3cd94kbpi6dpa1n6d3vg4hmu
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૦
104
74073
225518
225501
2026-10-21T05:55:17Z
Snehrashmi
2103
/* Validated */
225518
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૮. વૈશાલીને પંથે !''' | }}

{{gap}}'''અજાતશત્રુને''' રાજગૃહ તરફ ઉતાવળો આકળો બનીને દોડતો રોકી શકાયો તે વાતનો મહાઅમાત્યના મનમાં જેવો તેવો સંતોષ ન હતો. રાજગૃહનું પહેલું આંતરઘર્ષણ જ અત્યારે રોકી શકાયું હતું. એ વાત જેવી તેવી ન હતી.
{{gap}}અને તો ભય હતો કે સેચનક જેવો હાથી જવાનો છે એ વાત આવતાં જ રાજકુમાર હાથથી જશે. તે એકદમ રાજગૃહ તરફ દોડ્યો જ જશે, કોઈનું સાંભળવા ઊભો રહેશે નહિ. અને કાંઈનું કાંઈ કરી નાંખશે. પણ એક પછી એક આવતી પ્રસંગપરંપરાઓ અને ઇતિહાસકથાઓ એને એની મર્યાદાનું ભાન કરાવી દીધું. એની મેળે જ એ જતો અટકી ગયો. એનું ગૌરવ પણ સચવાઈ ગયું. હવે સુનીધ તક્ષકદેવ બન્ને હજી આંહીં હતા. એટલે મહાઅમાત્ય વૈશાલીને પંથે પળ્યો, ત્યારે ચંપાનગરીની કે રાજકુમાર વિષેની એના મનમાં લેશ પણ ચિંતા હવે રહી ન હતી.
{{gap}}પણ એનું બધું ધ્યાન લિચ્છવીઓની અદ્ભુત નમુનેદાર એકતા ઉપર કેન્દ્રસ્થ થયુંં હતું. એ જો ન તૂટે, તો મગધ તૂટે એ ચોક્કસ.
{{gap}}એના શ્વેત કમ્બોજ અશ્વો રૂપાની ઘંટડીનો અવાજ આપતા રસ્તા ઉપર વેગથી જઈ રહ્યા હતા. સાથે એનો સારથી ચિત્રસેન હતો. વૈશાલી એકાદ જોજન રહે ત્યાંથી રથને પાછો મોકલી મહાઅમાત્ય એકલો વૈશાલી તરફ આગળ જવાનો હતો.
{{gap}}નાલંદા પાસે એ થોડીવાર થોભ્યો. નાલંદા નાનકડું ગામ. ત્યાં<noinclude></noinclude>
8pig1byqwpnisbiai9nwxr6c6xqwwki
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૧
104
74074
225502
225169
2026-10-20T16:20:47Z
Amvaishnav
156
/* Proofread */
225502
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વૈશાલીને પંથે||૭૭}}
'''</noinclude>ફલ્ગુ નદીતટમાં થાક ઉતાર્યો. કેટલાક બૌદ્ધ ભિખ્ખુએ આમ તેમ જતા આવતા એણે જોયા. *<ref>*न अलम् दा = જેને આપતાં સંતોષ થતો નથી, હવે શિષ્યો માટે ઘણું -અલમ્ થયું, એમ જે વિદ્યાધામને થતું નથી, તે નાલંદા. ત્યાંના પ્રાવારિક આમ્રવનમાં સારિપુત્ર-તથાગતનો સંવાદ થયેલો. </ref>નાલંદા વિદ્યાલયની એ વખતે કાંઈ કીર્તિ ન હતી. પણ કેટલાક વિદ્રાન કુટુંબો પ્રાચીન વિદ્યાને સાચવીને ત્યાં બેઠાં હતાં.
{{gap}}મહાઅમાત્યને ઊતરવાનો વખત ન હતા. નહિતર એક બ્રાહ્મણને એ મળવા માગતો હતો. એ બ્રાહ્મણ પાસે અદ્ભુત જ્યાતિષ વિદ્યા હતી. જમીન, હવા, પાણી અને આકાશને જોઈ ને એ કાઈ સ્થળનુ એવું તો ભવિષ્ય કહેતો કે સાંભળનારા જાણે એને પ્રત્યક્ષ બનતું જોઈ રહેતા !
{{gap}}પોતે જે મહાન દુર્ગ અને નગરરચના કરવા માગતો હતો તે સ્થળ ગંગા શોણ નદીના કિનારા પર હતું. ત્યાંથી ઉત્તર દિશામાં વૈશાલીની સામે જ એ હતું. વૈશાલી કોઈ વખત ગંગા પાર કરીને રાજગૃહનો રાજમાર્ગ પકડી અચાનક હલ્લો લાવી ન બેસે તે માટેની આ પૂર્વ તૈયારી હતી. શ્રાવસ્તીથી સાત જોજન પર રાજા પ્રસેનજીતે વસાવેલા સાકેતનો આ પ્રત્યુત્તર હતો.
{{gap}}હજી તો મહાઅમાત્યે માત્ર સ્થાન નક્કી કર્યું હતું. પણ નાલંદાના પેલા વિદ્વાન બ્રાહ્મણે એ જોઈ ને જ કહ્યુ` હતું કે આ સ્થાન એક સહસ્ર વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવશે. ત્યાં ભારતવિખ્યાત નરપુંગવો થશે. દેશભરની સંસ્કૃતિને એ પોષશે.
{{gap}}અત્યારે પોતાને ઉતાવળ હતી. વળી વૈશાલી હમણાં હમણાં મગધની રજેરજ હકીકત મેળવતું રહેતુ. એટલે સ્થાન ઊભું કર્યાં પહેલાં કોઈને શંકાનું કારણ આપવું નહિ, કરીને નાલંદાને બાજુ પર રહેવા દઈ મહાઅમાત્યનો રથ કોટિગ્રામની દિશામાં આગળ વધ્યો.
{{gap}}પો!તે સ્થાપવા ધારેલા પાટલીગ્રામ અને વૈશાલીની વચ્ચે કોટિગ્રામ એક સુંદર સમ્રુદ્ધ નાનું રળિયામણું સ્થાન હતું. ત્યાંની એક<noinclude>

{{reflist}}</noinclude>
cuj40o4zngtujx2ilhd3qn5jeord7i8
225519
225502
2026-10-21T05:58:38Z
Snehrashmi
2103
/* Validated */
225519
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|વૈશાલીને પંથે||૭૭}}
'''</noinclude>ફલ્ગુ નદીતટમાં થાક ઉતાર્યો. કેટલાક બૌદ્ધ ભિખ્ખુઓ આમ તેમ જતા આવતા એણે જોયા. *<ref>*न अलम् दा = જેને આપતાં સંતોષ થતો નથી, હવે શિષ્યો માટે ઘણું —અલમ્ થયું, એમ જે વિદ્યાધામને થતું નથી, તે નાલંદા. ત્યાંના પ્રાવારિક આમ્રવનમાં સારિપુત્ર–તથાગતનો સંવાદ થયેલો.</ref>નાલંદા વિદ્યાલયની એ વખતે કાંઈ કીર્તિ ન હતી. પણ કેટલાક વિદ્વાન કુટુંબો પ્રાચીન વિદ્યાને સાચવીને ત્યાં બેઠાં હતાં.
{{gap}}મહાઅમાત્યને ઊતરવાનો વખત ન હતો. નહિતર એક બ્રાહ્મણને એ મળવા માગતો હતો. એ બ્રાહ્મણ પાસે અદ્ભુત જ્યોતિષ વિદ્યા હતી. જમીન, હવા, પાણી અને આકાશને જોઈ ને એ કોઈ સ્થળનું એવું તો ભવિષ્ય કહેતો કે સાંભળનારા જાણે એને પ્રત્યક્ષ બનતું જોઈ રહેતા !
{{gap}}પોતે જે મહાન દુર્ગ અને નગરરચના કરવા માગતો હતો તે સ્થળ ગંગા શોણ નદીના કિનારા પર હતું. ત્યાંથી ઉત્તર દિશામાં વૈશાલીની સામે જ એ હતું. વૈશાલી કોઈ વખત ગંગા પાર કરીને રાજગૃહનો રાજમાર્ગ પકડી અચાનક હલ્લો લાવી ન બેસે તે માટેની આ પૂર્વ તૈયારી હતી. શ્રાવસ્તીથી સાત જોજન પર રાજા પ્રસેનજીતે વસાવેલા સાકેતનો આ પ્રત્યુત્તર હતો.
{{gap}}હજી તો મહાઅમાત્યે માત્ર સ્થાન નક્કી કર્યું હતું. પણ નાલંદાના પેલા વિદ્વાન બ્રાહ્મણે એ જોઈ ને જ કહ્યું હતું કે આ સ્થાન એક સહસ્ર વર્ષ સુધી ચક્રવર્તી પદ ભોગવશે. ત્યાં ભારતવિખ્યાત નરપુંગવો થશે. દેશભરની સંસ્કૃતિને એ પોષશે.
{{gap}}અત્યારે પોતાને ઉતાવળ હતી. વળી વૈશાલી હમણાં હમણાં મગધની રજેરજ હકીકત મેળવતું રહેતું. એટલે સ્થાન ઊભું કર્યા પહેલાં કોઈને શંકાનું કારણ આપવું નહિ, કરીને નાલંદાને બાજુ પર રહેવા દઈ મહાઅમાત્યનો રથ કોટિગ્રામની દિશામાં આગળ વધ્યો.
{{gap}}પોતે સ્થાપવા ધારેલા પાટલીગ્રામ અને વૈશાલીની વચ્ચે કોટિગ્રામ એક સુંદર સમૃદ્ધ નાનું રળિયામણું સ્થાન હતું. ત્યાંની એક<noinclude>

{{reflist}}</noinclude>
jujjrcjnliycjad2f0hzqaifv4q2bpn
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૨
104
74075
225503
225170
2026-10-20T16:32:37Z
Amvaishnav
156
/* Proofread */
225503
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૭૮||આમ્રપાલી}}
'''</noinclude>આમ્રકુંજમાં વર્ષકારે રાતવાસો કર્યો.
{{gap}}વૈશાલીમાં શી હવા ચાલી રહી છે તેની કાંઈક માહિતી મળે તો મેળવી લેવા માટે ચિત્રસેન ગામ તરફ ગયો.
{{gap}}ગ્રામ પાસે જ હતું. થોડીવારમાં જ એ ઉતાવળો ઉતાવળો પાછો આવ્યો.
{{gap}}'કેમ ચિત્રસેન ! તું કાંઈ સમાચાર લાવ્યો લાગે છે. તારા ચહેરા ઉપર એ કાતરાઈ ગયા છે. શું છે? શું સાંભળ્યું તે ? ’
{{gap}}'દેવ ! એક *<ref>*હજામ.</ref>નાપિત પોતાની વાત કહી રહ્યો હતો !'
{{gap}}‘ શું ? '
{{gap}}'એ વૈશાલી નગરીમાં પોતાના કેાઈ આપ્તજનને મળવા ગયેલો. તે દિવસે એ માણસને તેડવા માટે મહાનયન લિચ્છવીનેા કોઈ માણસ આવેલો. એની પુત્રીના નખ લેવરાવવા હતા ! '
{{gap}}'એની પુત્રી એટલે તો આમ્રપાલી !'
{{gap}}'હા. એ પણ એ જ નામ આપતો હતો. અમ્બપાલી. આ નાપિત તો કોઈ સ્વપ્નઘેલછામાં પડેલા માણસ જેવો દેખાતો હતો, ને લોકો તાલીઓ પાડીને તેને હસતા હતા !'
{{gap}}' પણ હતું શું ?'
{{gap}}'બીજું કાંઈ નહિ. જે આપ્તજનને ત્યાં એ ગયો હતો તે કાંઈ કામમાં હશે, એટલે આ ભાઈ અમ્બપાલીના નખ લેવા ગયા !'
{{gap}}‘ હા ...... '
{{gap}}'પણ એનુ એ રૂપ જોઈને, જાણે કોઈ સ્વપ્નમાં પોતે પડ્યો હોય તેવું આનુ થઈ ગયું છે. એ સ્વપ્નમાંથી હવે એ જાગી જ શકતો નથી. લાલ કમલનો અસલી રંગ દર્શાવતા એ સુંદર નખ જોઈને જ આ કોટિગ્રામના નાપિત ભાઈ ગાંડા જેવા થઈ ગયા છે ! '
{{gap}}વર્ષકાર વિચાર કરી રહ્યો. આ વિશ્વમોહન રૂપરાશિ વૈશાલીના<noinclude>

{{reflist}}</noinclude>
70po1l4s7auch33uqmffdiofb1n3hew
225520
225503
2026-10-21T06:03:22Z
Snehrashmi
2103
/* Validated */
225520
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૭૮||આમ્રપાલી}}
'''</noinclude>આમ્રકુંજમાં વર્ષકારે રાતવાસો કર્યો.
{{gap}}વૈશાલીમાં શી હવા ચાલી રહી છે તેની કાંઈક માહિતી મળે તો મેળવી લેવા માટે ચિત્રસેન ગામ તરફ ગયો.
{{gap}}ગ્રામ પાસે જ હતું. થોડીવારમાં જ એ ઉતાવળો ઉતાવળો પાછો આવ્યો.
{{gap}}‘કેમ ચિત્રસેન ! તું કાંઈ સમાચાર લાવ્યો લાગે છે. તારા ચહેરા ઉપર એ કોતરાઈ ગયા છે. શું છે? શું સાંભળ્યું તેં ?’
{{gap}}‘દેવ ! એક *<ref>*હજામ.</ref>નાપિત પોતાની વાત કહી રહ્યો હતો !’
{{gap}}‘શું ?’
{{gap}}‘એ વૈશાલી નગરીમાં પોતાના કોઈ આપ્તજનને મળવા ગયેલો. તે દિવસે એ માણસને તેડવા માટે મહાનમન લિચ્છવીનો કોઈ માણસ આવેલો. એની પુત્રીના નખ લેવરાવવા હતા !’
{{gap}}‘એની પુત્રી એટલે તો આમ્રપાલી !’
{{gap}}‘હા. એ પણ એ જ નામ આપતો હતો. અમ્બપાલી. આ નાપિત તો કોઈ સ્વપ્નઘેલછામાં પડેલા માણસ જેવો દેખાતો હતો, ને લોકો તાલીઓ પાડીને તેને હસતા હતા !’
{{gap}}‘પણ હતું શું ?’
{{gap}}‘બીજું કાંઈ નહિ. જે આપ્તજનને ત્યાં એ ગયો હતો તે કાંઈ કામમાં હશે, એટલે આ ભાઈ અમ્બપાલીના નખ લેવા ગયા !’
{{gap}}‘હા......’
{{gap}}‘પણ એનું એ રૂપ જોઈને, જાણે કોઈ સ્વપ્નમાં પોતે પડ્યો હોય તેવું આનું થઈ ગયું છે. એ સ્વપ્નમાંથી હવે એ જાગી જ શકતો નથી. લાલ કમલનો અસલી રંગ દર્શાવતા એ સુંદર નખ જોઈને જ આ કોટિગ્રામના નાપિત ભાઈ ગાંડા જેવા થઈ ગયા છે !’
{{gap}}વર્ષકાર વિચાર કરી રહ્યો. આ વિશ્વમોહન રૂપરાશિ વૈશાલીના<noinclude>

{{reflist}}</noinclude>
3xhvlaqxspwvjnec14sbtxwjufq262r
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૩
104
74076
225504
225171
2026-10-20T16:48:43Z
Amvaishnav
156
/* Proofread */
225504
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વૈશાલીને પંથે||૭૯}}
'''</noinclude>નાશ માટે જ નહિ હોય? તે તો પોતે સમયસર જઈ રહ્યો હતો. ત્યાં તો ચિત્રસેન બોલ્યો :
{{gap}}‘આખી વૈશાલી નગરી પણ કહે છે, હાલકડોલક થઈ ગઈ છે ! '
{{gap}}'કેમ કેમ ? શું છે ત્યાં?'
{{gap}}'બંધુલ નામે કોઈ ..., '
{{gap}}‘ હા, હા, બંધુલ છે. મલ્લોનો સેનાપતિ છે. રાજા પ્રસેનજીત, આ બધુલ અને એક મહાલી . . . . . . '
{{gap}}'મહાલી ? હા હા, મહાલીનું નામ પણ ત્યાં લોકોમાં બોલાતું મેં સાંભળ્યું !'
{{gap}}'શી વાત થઈ રહી હતી ?'
{{gap}}'આ મલ્લોના સેનાપતિ બંધુલે વૈશાલીમાં આહ્વાન મોકલ્યું છે !’
{{gap}}વર્ષકાર ઊંચો નીચો થઈ ગયો. તેને લાગ્યું કે પોતે નાલંદાના પેલા દૈવજ્ઞને મળ્યો હોત તો ઠીક હતું. એ પ્રકાશ આપત. આ સમાચાર એને માટે આવકારદાયક હતા.'
{{gap}}'કોણે બધુલે આહ્વાન મોકલ્યું છે? શાનુ આહ્વાન મોકલ્યું છે?’
{{gap}}'બંધુલ મલ્લે કહેવરાવ્યું છે કે વૈશાલીની ખુદ *<ref>* ત્યાં રાજાનો અભિષેક થતો. તે સ્નાન કરી શકતો. બીજા માટે એ ખુલ્લું ન હતું. </ref>અભિષેક પુષ્કરિણીમાં મારી પત્ની મલ્લિકાને સ્નાન કરવાનો દોહદ જાગ્યો છે. . .’
{{gap}}અરે ! ખરેખર? ચિત્રસેન ! આ વાત કોટિગ્રામમાં લોકો કરી રહ્યા છે?'
{{gap}}‘હા દેવ ! માત્ર વાત જ નથી કરી રહ્યા. કેટલાક તો વૈશાલી જવા માટે રથ ગાડાં ધાડાં તૈયાર કરે છે. બંધુલ મલ્લ એક સહસ્ર સૈનિક લઈને આવવાનો છે. એણે કહેવરાવ્યું છે હું ગમે તે પળે આવીશ. મલ્લિકાદેવીનો દોહદ પૂરો કરીશ. અને ચાલ્યો જઈશ !'
{{gap}}'લિચ્છવીઓ એને પૂરા પડે તેમ છે !'<noinclude>

{{reflist}}</noinclude>
mv1t4ru55t4ynfugkr49vgvfvmiohu1
225521
225504
2026-10-21T06:07:47Z
Snehrashmi
2103
/* Validated */
225521
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|વૈશાલીને પંથે||૭૯}}
'''</noinclude>નાશ માટે જ નહિ હોય? તે તો પોતે સમયસર જઈ રહ્યો હતો. ત્યાં તો ચિત્રસેન બોલ્યો :
{{gap}}‘આખી વૈશાલી નગરી પણ કહે છે, હાલકડોલક થઈ ગઈ છે !’
{{gap}}‘કેમ કેમ ? શું છે ત્યાં?’
{{gap}}‘બંધુલ નામે કોઈ,....,’
{{gap}}‘હા, હા, બંધુલ છે. મલ્લોનો સેનાપતિ છે. રાજા પ્રસેનજીત, આ બંધુલ અને એક મહાલી......’
{{gap}}‘મહાલી ? હા હા, મહાલીનું નામ પણ ત્યાં લોકોમાં બોલાતું મેં સાંભળ્યું !’
{{gap}}‘શી વાત થઈ રહી હતી ?’
{{gap}}‘આ મલ્લોના સેનાપતિ બંધુલે વૈશાલીમાં આહ્વાન મોકલ્યું છે !’
{{gap}}વર્ષકાર ઊંચો નીચો થઈ ગયો. તેને લાગ્યું કે પોતે નાલંદાના પેલા દૈવજ્ઞને મળ્યો હોત તો ઠીક હતું. એ પ્રકાશ આપત. આ સમાચાર એને માટે આવકારદાયક હતા.’
{{gap}}‘કોણે બંધુલે આહ્વાન મોકલ્યું છે? શાનુ આહ્વાન મોકલ્યું છે?’
{{gap}}‘બંધુલ મલ્લે કહેવરાવ્યું છે કે વૈશાલીની ખુદ *<ref>* ત્યાં રાજાનો અભિષેક થતો. તે સ્નાન કરી શકતો. બીજા માટે એ ખુલ્લું ન હતું.</ref>અભિષેક પુષ્કરિણીમાં મારી પત્ની મલ્લિકાને સ્નાન કરવાનો દોહદ જાગ્યો છે...’
{{gap}}‘અરે ! ખરેખર? ચિત્રસેન ! આ વાત કોટિગ્રામમાં લોકો કરી રહ્યા છે?’
{{gap}}‘હા દેવ ! માત્ર વાત જ નથી કરી રહ્યા. કેટલાક તો વૈશાલી જવા માટે રથ ગાડાં {{SIC|ઘોડાં|ઘોડા}} તૈયાર કરે છે. બંધુલ મલ્લ એક સહસ્ર સૈનિક લઈને આવવાનો છે. એણે કહેવરાવ્યું છે હું ગમે તે પળે આવીશ. મલ્લિકાદેવીનો દોહદ પૂરો કરીશ. અને ચાલ્યો જઈશ !’
{{gap}}‘લિચ્છવીઓ એને પૂરા પડે તેમ છે !’
{{nop}}<noinclude>

{{reflist}}</noinclude>
moopnyq4prklakntoxy6ku2ksoji019
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૪
104
74077
225505
225172
2026-10-20T16:58:05Z
Amvaishnav
156
/* Proofread */
225505
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૦||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}'એમ લાગે છે દેવ ! મહાલીએ આ આહ્વાન ઉપાડી પણ લીધું છે. ને કોટિગ્રામમાંથી સેંકડો માણસો આ યુદ્ધ જોવા ત્યાં જવાના છે. વૈશાલીમાં પાકો બંદોબસ્ત થઈ ગયો છે. કોઈ અજાણ્યાને એકદમ પ્રવેશ મળતો નથી. ચારે તરફ પુષ્કરિણીઓને જાળવવા સૈનિકો રાતદિવસની જાગ્રત ચોકી રાખી રહ્યા છે !'
{{gap}}'એટલું બધું થઈ ગયું છે ?’
{{gap}}'હા દેવ ! કોટિગ્રામમાં આ વાત ચાલે છે ! '
{{gap}}વર્ષકારને થયું કે પોતે સમયસર આવ્યો છે. વૈશાલીમાં એક ઘર્ષણ ઊભું થાય છે. આ આહ્વાન આવ્યું છે. ત્યાં ગયે કાંઇક વધુ વાત મળશે. પણ વૈશાલીમાં પ્રવેશ મેળવવા એણે કાઈ વિદેશી શ્રેષ્ઠીનો સ્વાંગ સજવો પડશે. આગળ જતાં એકાદ અશ્વ લઈ લેવો રહેશે. કેટલીક સુંદર અદ્ભુત કારીગરીવાળી વસ્તુઓ ને અલભ્ય રત્નો તો એની પાસે હતાં જ.
{{gap}}તે રાત ચિત્રસેન ને વર્ષકાર ત્યાં આમ્રવનમાં જ રહ્યા. રાત આખી એમણે ઘોડાં, રથ, હાથી, ગાડાં વૈશાલી તરફ જતાં જોયાં.
{{gap}}સવારે ઊઠીને વર્ષકારે સામાન્ય શ્રેષ્ઠીનો વૈધ સજ્યો. કોઈ જાણે નહિ કે આ શ્રેષ્ઠી નહિ હોય. પોતે દેશિવદેશની મુસાફરીએ નીકળ્યો હોય તેવો દેખાતો હતો.
{{gap}}ચિત્રસેનને એણે ત્યાંથી વિદાય આપી. કોઈ ને કોઈ સંદેશવાહક બે ચાર દિવસે ચંપા નગરી બાજુથી આ કોટિગ્રામમાં આવે ને આ આમ્રકુંજમાં થોભે.
{{gap}}પોતાને કોઈ સંદેશો આપવો લેવો હશે, તો તે આંહીથી મળશે. એવી નિશ્ચિત યોજના તેણે ચિત્રસેનને સમજાવી.
{{gap}}આવી રીતે નિર્ણય થયો કે તરત ચિત્રસેનનો રથ ચંપાનગરીને માર્ગે રવાના થયો.
{{gap}}એ અદૃશ્ય થયો એટલે વર્ષકાર એકલો વૈશાલીને પંથે આગળ વધ્યો.<noinclude></noinclude>
4ygn8iupw9va2h272gketbrxge6roqs
પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૫
104
74078
225506
225173
2026-10-20T17:05:54Z
Amvaishnav
156
/* Proofread */
225506
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૯. વર્ષેકા૨ે જોયેલું વૈશાલીનું દૃશ્ય''' | }}

{{gap}}'''વર્ષકાર''' વૈશાલી જવા માટે નીકળ્યો. ત્યાં એના રસ્તામાં નાટિકાગ્રામ આવતું હતું. નાટિકાગ્રામમાં ઈંટોની બનાવેલી એક અતિથિશાલા, 'મિંજકાવ વસથ’ હતી. એ એના ધ્યાનમાં હતું. એને એકાદ અશ્વ
પણ લેવો હતો. એટલે એણે ત્યાં નાટિકાગ્રામમાં એકાદ દિવસ થોભી જવાનો વિચાર રાખ્યો હતો.
{{gap}}પોતે ચપાનગરીથી નીકળ્યેા ત્યારે કેટલીક ખરેખર અદ્ભુત સુંદર રત્ન વસ્તુઓ એ સાથે લાવ્યો હતો. વૈશાલીમાં વિદેશી શ્રેષ્ઠીનો સ્વાંગ રાખવા માટે એ જરૂરી હતી. નાટિકાગ્રામમાંથી એણે એક અશ્વ લઈ લીધેા.
{{gap}}એને વૈશાલીમાં થોડો વધારે વખત ગાળીને પણ એની રજેરજ માહિતી મેળવી લેવી હતી. એનો એક બ્રાહ્મણુ મિત્ર ત્યાં હતો. તેને શ્રમણ ગૌતમની વાતેામાં રસ હતો. અને વર્ષકાર પાસે એની ઘણી વાતો હતી. એટલે થોડા દિવસ વૈશાલીમાં ગુપ્ત રહી શકાય તેવી ગોઠવણ હતી. ત્યાંના સત્રીએ પણ એ કહેવરાવ્યું હતું. એને ખાત્રી થઈ ગઈ હતી કે એ નગરી એકલી, આખા મગધદેશને હંફાવે તેવી શક્તિ ધરાવે છે. સંગઠન તો એ નગરીનું જ.
{{gap}}અને હજી તો એનો સેનાપતિ સિંહનાયક બીજાં ગણતંત્રોને તેમ જ
રાજતંત્રોને પોતાની સાથે લેવા મથી રહ્યો હતો. મગધની સામે એક અત્યંત બળવાન જૂથ ઊભું થતું હતું. પોતે સુનીધનાં શસ્ત્રઅસ્ત્ર કામ<noinclude></noinclude>
to0jkh5m1bl2s3y33fdch33b6lu0tel