વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.24 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૩૫ 104 74018 225536 225427 2026-10-22T04:41:31Z Snehrashmi 2103 /* Validated */ 225536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''
{{rh|'''ફૂલમાં અગ્નિ'''|||'''૨૧'''}}
'''</noinclude>થઈ તો એ ખતરનાક નીવડશે. કેમ તક્ષકદેવ?’ {{gap}}‘આપણી યોજનાના મૂળમાં જ એ ઘા કરી જાશે !’ તક્ષકદેવે કહ્યું. {{gap}}‘એટલે મેં કહ્યું કે આ ફૂલ ભયંકર છે. એ અગ્નિના તણખા જેવું છે. લોકો ઘાસ જેવા છે. અત્યારે જ એ ફૂલને આપણે ઉઠાવી લો. એને ગંગાના પ્રવાહમાં ફેંકી દ્યો!’ {{gap}}‘પણ પછી બીજું આવશે તો?’ પંડિત તક્ષકદેવ બોલ્યો: ‘શી ખાતરી કે બીજું નહિ આવે?’ {{gap}}‘બીજું આવશે તો જોઈ લેવાશે, અત્યારે આને તો ફેંકી દો!’ {{gap}}મહાઅમાત્યની આજ્ઞા થતાં જ સુનીધે શિલા ઉપર ઊભા થઈ ધનુષ્યને લંબાવી તેની પ્રત્યંચામાં ભરાવીને વૃક્ષ ઉપરથી ફૂલને ઉપાડી લીધું. {{gap}}‘બસ. ચાલો હવે..... ગંગાપ્રવાહમાં એને વહેવરાવી દેજે સુનીધ! એટલે પત્યું’ વર્ષકાર બોલ્યો. ‘અને આપણે મુખ્યદ્વાર છોડીને જ બહાર નીકળો. વખત છે કોઈને શંકા જાય!’ {{gap}}ત્રણે જણા મુખ્યદ્વારની દિશા છોડીને બીજે જ રસ્તે ચાલ્યા. {{gap}}પણ જ્યાં એ ઉદ્યાનમાંથી બહાર નીકળી રાણી ગગ્ગરાની બંધાવેલી મનોહર પુષ્કરિણીને કિનારે કિનારે જવા માટે આગળ વધ્યા કે ત્યાં પ્રવેશદ્વાર પાસે જ, એમણે એક ઉત્તુંગ તેજસ્વી શ્યામ ઘોડાને ઊભેલો જોયો. જરાક વધારે દૃષ્ટિ કરતાં તે આશ્ચર્યથી થંભી ગયા. અસલ કમ્બોજનો અશ્વ! મગધનો કોઈ રાજપુરૂષ આવ્યો છે કે શું? એમના મનમાં શંકા થઈ ગઈ. બે ડગલાં આગળ ગયા ત્યાં તો એમને વધારે આશ્ચર્યમાં નાખી દે તેવો શુદ્ધ સોનેરી રણકાનો એક તેજસ્વી અવાજ સંભળાયો: {{gap}}‘કોણ છે એ અત્યારે? ઉદ્યાનમાંથી કોણ આવી રહ્યું છે?’ {{gap}}મહાઅમાત્ય વર્ષકાર આશ્ચર્યચકિત થઈ ગયો. એને નવાઈ<noinclude></noinclude> 8qsdb4vpiay02wdrpkdbnvksuwh6vkq પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૪ 104 74077 225528 225505 2026-10-22T04:08:05Z Snehrashmi 2103 /* Validated */ 225528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૮૦||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}‘એમ લાગે છે દેવ ! મહાલીએ આ આહ્‌વાન ઉપાડી પણ લીધું છે. ને કોટિગ્રામમાંથી સેંકડો માણસો આ યુદ્ધ જોવા ત્યાં જવાના છે. વૈશાલીમાં પાકો બંદોબસ્ત થઈ ગયો છે. કોઈ અજાણ્યાને એકદમ પ્રવેશ મળતો નથી. ચારે તરફ પુષ્કરિણીઓને જાળવવા સૈનિકો રાતદિવસની જાગ્રત ચોકી રાખી રહ્યા છે !’ {{gap}}‘એટલું બધું થઈ ગયું છે ?’ {{gap}}‘હા દેવ ! કોટિગ્રામમાં આ વાત ચાલે છે !’ {{gap}}વર્ષકારને થયું કે પોતે સમયસર આવ્યો છે. વૈશાલીમાં એક ઘર્ષણ ઊભું થાય છે. આ આહ્‌વાન આવ્યું છે. ત્યાં ગયે કાંઇક વધુ વાત મળશે. પણ વૈશાલીમાં પ્રવેશ મેળવવા એણે કાઈ વિદેશી શ્રેષ્ઠીનો સ્વાંગ સજવો પડશે. આગળ જતાં એકાદ અશ્વ લઈ લેવો રહેશે. કેટલીક સુંદર અદ્‌ભુત કારીગરીવાળી વસ્તુઓ ને અલભ્ય રત્નો તો એની પાસે હતાં જ. {{gap}}તે રાત ચિત્રસેન ને વર્ષકાર ત્યાં આમ્રવનમાં જ રહ્યા. રાત આખી એમણે ઘોડાં, રથ, હાથી, ગાડાં વૈશાલી તરફ જતાં જોયાં. {{gap}}સવારે ઊઠીને વર્ષકારે સામાન્ય શ્રેષ્ઠીનો વેષ સજ્યો. કોઈ જાણે નહિ કે આ શ્રેષ્ઠી નહિ હોય. પોતે દેશિવદેશની મુસાફરીએ નીકળ્યો હોય તેવો દેખાતો હતો. {{gap}}ચિત્રસેનને એણે ત્યાંથી વિદાય આપી. કોઈ ને કોઈ સંદેશવાહક બે ચાર દિવસે ચંપા નગરી બાજુથી આ કોટિગ્રામમાં આવે ને આ આમ્રકુંજમાં થોભે. {{gap}}પોતાને કોઈ સંદેશો આપવો લેવો હશે, તો તે આંહીથી મળશે. એવી નિશ્ચિત યોજના તેણે ચિત્રસેનને સમજાવી. {{gap}}આવી રીતે નિર્ણય થયો કે તરત ચિત્રસેનનો રથ ચંપાનગરીને માર્ગે રવાના થયો. {{gap}}એ અદૃશ્ય થયો એટલે વર્ષકાર એકલો વૈશાલીને પંથે આગળ વધ્યો.<noinclude></noinclude> h6acefd40v0too7z3dauxt9grihnrs7 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૫ 104 74078 225522 225506 2026-10-21T16:05:13Z Amvaishnav 156 225522 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''૯. વર્ષેકા૨ે જોયેલું વૈશાલીનું દૃશ્ય''' | }}

{{gap}}'''વર્ષકાર''' વૈશાલી જવા માટે નીકળ્યો. ત્યાં એના રસ્તામાં નાટિકાગ્રામ આવતું હતું. નાટિકાગ્રામમાં ઈંટોની બનાવેલી એક અતિથિશાલા, 'મિંજકાવ વસથ’ હતી. એ એના ધ્યાનમાં હતું. એને એકાદ અશ્વ પણ લેવો હતો. એટલે એણે ત્યાં નાટિકાગ્રામમાં એકાદ દિવસ થોભી જવાનો વિચાર રાખ્યો હતો. {{gap}}પોતે ચપાનગરીથી નીકળ્યેા ત્યારે કેટલીક ખરેખર અદ્ભુત સુંદર રત્ન વસ્તુઓ એ સાથે લાવ્યો હતો. વૈશાલીમાં વિદેશી શ્રેષ્ઠીનો સ્વાંગ રાખવા માટે એ જરૂરી હતી. નાટિકાગ્રામમાંથી એણે એક અશ્વ લઈ લીધેા. {{gap}}એને વૈશાલીમાં થોડો વધારે વખત ગાળીને પણ એની રજેરજ માહિતી મેળવી લેવી હતી. એનો એક બ્રાહ્મણુ મિત્ર ત્યાં હતો. તેને શ્રમણ ગૌતમની વાતેામાં રસ હતો. અને વર્ષકાર પાસે એની ઘણી વાતો હતી. એટલે થોડા દિવસ વૈશાલીમાં ગુપ્ત રહી શકાય તેવી ગોઠવણ હતી. ત્યાંના સત્રીએ પણ એ કહેવરાવ્યું હતું. એને ખાત્રી થઈ ગઈ હતી કે એ નગરી એકલી, આખા મગધદેશને હંફાવે તેવી શક્તિ ધરાવે છે. સંગઠન તો એ નગરીનું જ. {{gap}}અને હજી તો એનો સેનાપતિ સિંહનાયક બીજાં ગણતંત્રોને તેમ જ રાજતંત્રોને પોતાની સાથે લેવા મથી રહ્યો હતો. મગધની સામે એક અત્યંત બળવાન જૂથ ઊભું થતું હતું. પોતે સુનીધનાં શસ્ત્રઅસ્ત્ર કામ<noinclude></noinclude> iulzf945qe9tj9owmgxvprmebsliokr 225529 225522 2026-10-22T04:09:38Z Snehrashmi 2103 /* Validated */ 225529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>

{{સ-મ| |'''૯. વર્ષેકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય''' |}}

{{gap}}'''વર્ષકાર''' વૈશાલી જવા માટે નીકળ્યો. ત્યાં એના રસ્તામાં નાટિકાગ્રામ આવતું હતું. નાટિકાગ્રામમાં ઈંટોની બનાવેલી એક અતિથિશાલા, ‘મિંજકાવ વસથ’ હતી. એ એના ધ્યાનમાં હતું. એને એકાદ અશ્વ પણ લેવો હતો. એટલે એણે ત્યાં નાટિકાગ્રામમાં એકાદ દિવસ થોભી જવાનો વિચાર રાખ્યો હતો. {{gap}}પોતે ચંપાનગરીથી નીકળ્યો ત્યારે કેટલીક ખરેખર અદ્‌ભુત સુંદર રત્ન વસ્તુઓ એ સાથે લાવ્યો હતો. વૈશાલીમાં વિદેશી શ્રેષ્ઠીનો સ્વાંગ રાખવા માટે એ જરૂરી હતી. નાટિકાગ્રામમાંથી એણે એક અશ્વ લઈ લીધો. {{gap}}એને વૈશાલીમાં થોડો વધારે વખત ગાળીને પણ એની રજેરજ માહિતી મેળવી લેવી હતી. એનો એક બ્રાહ્મણ મિત્ર ત્યાં હતો. તેને શ્રમણ ગૌતમની વાતોમાં રસ હતો. અને વર્ષકાર પાસે એની ઘણી વાતો હતી. એટલે થોડા દિવસ વૈશાલીમાં ગુપ્ત રહી શકાય તેવી ગોઠવણ હતી. ત્યાંના સત્રીએ પણ એ કહેવરાવ્યું હતું. એને ખાત્રી થઈ ગઈ હતી કે એ નગરી એકલી, આખા મગધદેશને હંફાવે તેવી શક્તિ ધરાવે છે. સંગઠન તો એ નગરીનું જ. {{gap}}અને હજી તો એનો સેનાપતિ સિંહનાયક બીજાં ગણતંત્રોને તેમ જ રાજતંત્રોને પોતાની સાથે લેવા મથી રહ્યો હતો. મગધની સામે એક અત્યંત બળવાન જૂથ ઊભું થતું હતું. પોતે સુનીધનાં શસ્ત્રઅસ્ત્ર કામ<noinclude></noinclude> 373qlso3v6nwjtqte82v8tp2dr2cv4r પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૬ 104 74079 225523 225174 2026-10-21T16:16:39Z Amvaishnav 156 /* Proofread */ 225523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૨||આમ્રપાલી}}
'''</noinclude>આપતાં થાય તેની રાહ જોઈ રહ્યો હતો એ ખરું. પણ એ ભવિષ્યની વાત હતી. એટલે અત્યારે તો વૈશાલી–રાજગૃહ એક બીજાને માટે કોયડારૂપ બન્યાં હતાં. {{gap}}કોણ પહેલો ઘા કરી દે છે એ વસ્તુસ્થિતિમાં એક અદ્ભુત રોમાંચક ઇતિહાસની પળ સૂતેલી હતી. {{gap}}વર્ષકાર મહાઅમાત્યે નાટિકાગ્રામને પણ ઉત્સાહની ને આશ્ચર્યની છોળમાં નહાતુ જોયું. {{gap}}કૈાશલ–શ્રાવસ્તીના મહાબળવાન સેનાપતિ બંધુલ મલ્લ આહ્વાન આપીને વૈશાલી આવવાનો છે એ સમાચાર નાટિકાગ્રામમાં પણ ફેલાઈ ગયા હતા. ઠેર ઠેર માણસોનાં ટોળાં એ જ વાત કરી રહ્યાં હતાં. {{gap}}વર્ષકાર ગામમાં નીકળ્યો તો બધે એ જ વાત થઈ રહી હતી. બધા પોતપોતાના ધંધા રોજગાર છોડીને આ વસ્તુનો અંત જાણવા આતુર હતા. {{gap}}વર્ષકારે એક માળીને પોતાના અશ્વતી ભલામણ કરી. પોતે નાટિકાગ્રામમાં વધારે ઝીણવટભરી તપાસમાં પડ્યો. એક નાપિતના હટ્ટે ગયો. બધે બંધુલની જ વાત ચાલી રહી હતી. {{gap}}પણ બંધુલ મલ્લ હતા. અને મલ્લગણતંત્ર તો વૈશાલી સાથે એકરૂપ થઈ ગયું હતું. તેના નવ પ્રતિનિધિઓ તેા વૈશાલી સંથાગારમાં પણ બેસતા હતા. પણ બધુલે મનદુઃખથી, મલ્લરાજધાની કુશિનારા તજ્યું ત્યારથી એ કૌશલ દેશમાં સેનાપતિ હતો. રાજા પ્રસેનજીત એની સાથે જ તક્ષશિલા વિદ્યાલયમાં ભણ્યો હતો. એવી જ રીતે વૈશાલીનો એક મહાન ધનુર્ધર મહાલી સહપાઠી હતો. બંધુલે આહ્વાન આપ્યું હતું. તે વૈશાલી આવવા માગતો હતો. અભિષેક પુષ્કરિણીમાં સ્નાન કરવાની પોતાની પત્ની મલ્લિકાની દોહદ ઇચ્છા પૂરી પાડવા માટે એ આવતો હતો. રાજા પ્રસેનજીત વૈશાલી સાથે કોઈ રીતે બગાડવા માગતો ન હતો. એટલે બંધુલનું આવવું એ એક વ્યક્તિગત મહાન સાહસ હતું.<noinclude></noinclude> 0unzi9k8n2aguwt6b8e0kr3r6ekwitc 225530 225523 2026-10-22T04:11:51Z Snehrashmi 2103 /* Validated */ 225530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૮૨||આમ્રપાલી}}
'''</noinclude>આપતાં થાય તેની રાહ જોઈ રહ્યો હતો એ ખરું. પણ એ ભવિષ્યની વાત હતી. એટલે અત્યારે તો વૈશાલી–રાજગૃહ એક બીજાને માટે કોયડારૂપ બન્યાં હતાં. {{gap}}કોણ પહેલો ઘા કરી દે છે એ વસ્તુસ્થિતિમાં એક અદ્‌ભુત રોમાંચક ઇતિહાસની પળ સૂતેલી હતી. {{gap}}વર્ષકાર મહાઅમાત્યે નાટિકાગ્રામને પણ ઉત્સાહની ને આશ્ચર્યની છોળમાં નહાતું જોયું. {{gap}}કૌશલ–શ્રાવસ્તીનો મહાબળવાન સેનાપતિ બંધુલ મલ્લ આહ્‌વાન આપીને વૈશાલી આવવાનો છે એ સમાચાર નાટિકાગ્રામમાં પણ ફેલાઈ ગયા હતા. ઠેર ઠેર માણસોનાં ટોળાં એ જ વાત કરી રહ્યાં હતાં. {{gap}}વર્ષકાર ગામમાં નીકળ્યો તો બધે એ જ વાત થઈ રહી હતી. બધા પોતપોતાના ધંધા રોજગાર છોડીને આ વસ્તુનો અંત જાણવા આતુર હતા. {{gap}}વર્ષકારે એક માળીને પોતાના અશ્વની ભલામણ કરી. પોતે નાટિકાગ્રામમાં વધારે ઝીણવટભરી તપાસમાં પડ્યો. એક નાપિતના હટ્ટે ગયો. બધે બંધુલની જ વાત ચાલી રહી હતી. {{gap}}પણ બંધુલ મલ્લ હતો. અને મલ્લગણતંત્ર તો વૈશાલી સાથે એકરૂપ થઈ ગયું હતું. તેના નવ પ્રતિનિધિઓ તો વૈશાલી સંથાગારમાં પણ બેસતા હતા. પણ બંધુલે મનદુઃખથી, મલ્લરાજધાની કુશિનારા તજ્યું ત્યારથી એ કૌશલ દેશમાં સેનાપતિ હતો. રાજા પ્રસેનજીત એની સાથે જ તક્ષશિલા વિદ્યાલયમાં ભણ્યો હતો. એવી જ રીતે વૈશાલીનો એક મહાન ધનુર્ધર મહાલી સહપાઠી હતો. બંધુલે આહ્‌વાન આપ્યું હતું. તે વૈશાલી આવવા માગતો હતો. અભિષેક પુષ્કરિણીમાં સ્નાન કરવાની પોતાની પત્ની મલ્લિકાની દોહદ ઇચ્છા પૂરી પાડવા માટે એ આવતો હતો. રાજા પ્રસેનજીત વૈશાલી સાથે કોઈ રીતે બગાડવા માગતો ન હતો. એટલે બંધુલનું આવવું એ એક વ્યક્તિગત મહાન સાહસ હતું.<noinclude></noinclude> s0gc0xzofo75qi60t8g0s8197g8res7 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૭ 104 74080 225524 225175 2026-10-21T16:35:34Z Amvaishnav 156 /* Proofread */ 225524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૩}}
'''</noinclude>વર્ષકાર મહાઅમાત્ય તો એનો લાભ કેમ ઉઠાવાય એ વિચારમાં પડી ગયો હતો. {{gap}}કારણ કે એ ખરેખર આવે તો શું થાય ? વૈશાલીની અભિષેક પુષ્કરિણીમાં માત્ર વૈશાલીના રાજકર્મચારીઓનો અભિષેક સ્નાનવિધિ થતો. બીજા કોઈનો-કોઈ લિચ્છવીનો પણ—ત્યાં પગપેસારો કરવાનો અધિકાર ન હતો. {{gap}}એ પુષ્કરિણીના જલને પવિત્ર માનવામાં આવતું. એ મંગલ અભિષેક વખતે વપરાતું. આકાશનુ ઊડતું પંખી પણ એમાં ચાંચ બોળી ન જાય માટે આખા જલસરોવર ઉપર સુવણૅની બારીક જાળી રહેતી. તેમ જ બીજી રક્ષિત લેાહ જાળી બધે પથરાયેલી હતી. એની ચારે તરફના ઉદ્યાનમાં જાગ્રત દૌવારિકો રહેતા. સરવરની બાજુ ઉપરની સ્ફટિકરત્ની અદ્ભુત હૈયારખીને રક્ષતા, સેંકડો સૈનિકો ત્યાં ઉઘાડી તલવારે ચાવીસે ઘંટાની ચોકી ભરતા ! {{gap}}એવી એ અભિષેક પુષ્કરણીમાં સ્નાન કરવા આવવું એ સાહસની અવધિ હતી. {{gap}}બંધુલ મલ્લે એ આહ્વાન આપ્યું હતું. એક સહસ્ર સૈનિકો લઈ ને એ આવવાનો હતો. વૈશાલીમાં આ સમાચાર આવતાં ત્યાં આ સબંધે કંઈક વાતો થતી હોવી જોઈએ. {{gap}}નાટિકાગ્રામમાં ફરતાં વર્ષકારે જાણ્યુ કે આંહીંથી પણ સેંકડો જુવાનો વૈશાલી તરફ જવા માટે ઉત્સુક થઈ ગયા હતા. {{gap}}આનો અર્થ એ કે વૈશાલીમાં આ એક નવી ઘર્ષણની વાત આવી હતી. મહાઅમાત્યને એમાં રસ હતો. હવે એણે જલદી વૈશાલી પહોંચી જવું જોઈએ. {{gap}}બીજે દિવસે જ તે વૈશાલી તરફ જવા માટે ઊપડ્યો. {{gap}}રસ્તે *<ref>*ખેતર.</ref>કર્માન્તમાં કોઈ દેખાય કે એ એની સાથે વાત કરવા થોભે. વૈશાલી સંથાગારમાં પણ મલ્લ બંધુલનો પ્રશ્ન ચર્ચાવાનો હતો. એ<noinclude>
{{reflist}}</noinclude> 2rcvxk2qxl4k1ib3qb86rmdntx7veyk 225531 225524 2026-10-22T04:14:05Z Snehrashmi 2103 /* Validated */ 225531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૩}}
'''</noinclude>વર્ષકાર મહાઅમાત્ય તો એનો લાભ કેમ ઉઠાવાય એ વિચારમાં પડી ગયો હતો. {{gap}}કારણ કે એ ખરેખર આવે તો શું થાય ? વૈશાલીની અભિષેક પુષ્કરિણીમાં માત્ર વૈશાલીના રાજકર્મચારીઓનો અભિષેક સ્નાનવિધિ થતો. બીજા કોઈનો–કોઈ લિચ્છવીનો પણ–ત્યાં પગપેસારો કરવાનો અધિકાર ન હતો. {{gap}}એ પુષ્કરિણીના જલને પવિત્ર માનવામાં આવતું. એ મંગલ અભિષેક વખતે વપરાતું. આકાશનું ઊડતું પંખી પણ એમાં ચાંચ બોળી ન જાય માટે આખા જલસરોવર ઉપર સુવર્ણની બારીક જાળી રહેતી. તેમ જ બીજી રક્ષિત લોહ જાળી બધે પથરાયેલી હતી. એની ચારે તરફના ઉદ્યાનમાં જાગ્રત દૌવારિકો રહેતા. સરવરની બાજુ ઉપરની સ્ફટિકરત્ની અદ્‌ભુત હૈયારખીને રક્ષતા, સેંકડો સૈનિકો ત્યાં ઉઘાડી તલવારે ચાવીસે ઘંટાની ચોકી ભરતા ! {{gap}}એવી એ અભિષેક પુષ્કરણીમાં સ્નાન કરવા આવવું એ સાહસની અવધિ હતી. {{gap}}બંધુલ મલ્લે એ આહ્‌વાન આપ્યું હતું. એક સહસ્ર સૈનિકો લઈ ને એ આવવાનો હતો. વૈશાલીમાં આ સમાચાર આવતાં ત્યાં આ સંબંધે કંઈક વાતો થતી હોવી જોઈએ. {{gap}}નાટિકાગ્રામમાં ફરતાં વર્ષકારે જાણ્યું કે આંહીંથી પણ સેંકડો જુવાનો વૈશાલી તરફ જવા માટે ઉત્સુક થઈ ગયા હતા. {{gap}}આનો અર્થ એ કે વૈશાલીમાં આ એક નવી ઘર્ષણની વાત આવી હતી. મહાઅમાત્યને એમાં રસ હતો. હવે એણે જલદી વૈશાલી પહોંચી જવું જોઈએ. {{gap}}બીજે દિવસે જ તે વૈશાલી તરફ જવા માટે ઊપડ્યો. {{gap}}રસ્તે *<ref>*ખેતર.</ref>કર્માન્તમાં કોઈ દેખાય કે એ એની સાથે વાત કરવા થોભે. વૈશાલી સંથાગારમાં પણ મલ્લ બંધુલનો પ્રશ્ન ચર્ચાવાનો હતો. એ<noinclude>
{{reflist}}</noinclude> i8cxgtfvw6guo0m5hwmtang289r5nua પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૮ 104 74081 225525 225176 2026-10-21T16:47:58Z Amvaishnav 156 /* Proofread */ 225525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૪||આમ્રપાલી}}
'''</noinclude>એણે રસ્તામાં જ જાણ્યું. {{gap}}સથાગારમાં કોઈના અતિથિ તરીકે પણ જો બેસવાની તક મળે તો તેને એ પકડવી હતી. એનો બ્રાહ્મણ યજમાન પણ સદસ્ય તો હતો. એના અતિથિ તરીકે જ તક મળી જાય. તે પણ ત્યાં પહોંચ્યે ખબર પડે. વખતે ઘણો આકરો બંદોબસ્ત થઈ ગયો હોય. તેણે વૈશાલી તરફ જવા માટે ઝપાટાબંધ અશ્વને આગળ ચલાવ્યો. {{gap}}વૈશાલીથી ઠીક ઠીક દૂર વૈશાલીનો ચારે તરફ ચૈત્યો હતાં. એમાં યક્ષપૂજા થતી. એવા એકાદ ચૈત્યના ઉદ્યાનમાં કોઈ ×<ref>× ઉદ્યાનમાં આરામનું મકાન.</ref>આરામવત્થુમાં એ રાત ગાળી કાઢવા માગતો હતો. તો વહેલી પ્રભાતે જ એ વૈશાલી નગરીમાં પહોંચી જાય. પ્રભાતમાં શંકાને ઓછો અવકાશ હોય. વૈશાલીની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલા સતમ્બક ચૈત્ય તરફ વર્ષકારની દૃષ્ટિ હતી. એસ તેા બે ચાર વખત એણે વૈશાલીની ઊડતી મુલાકાત લીધી હતી, એટલે એ ચૈત્ય પાસે એક ઉદ્યાન છે, ત્યાં સુંદર પુષ્કરિણી છે, કાઈ દેવસ્થાન પણ છે, એ એને ખબર હતી. તે તરફથી મલ્લદેશના કુશિનારાનો રસ્તો નીકળતો હતો. મલ્લનો કોઈ આગંતુક આવ્યો હોય તો તે પણ ત્યાં ભેટી જાય એવો સંભવ હતો. સતમ્બક ચૈત્ય તરફ એણે ઘોડો લીધો. {{gap}}વર્ષકાર આ ચૈત્યમાં પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. ઝાંખો દીવો દેવસ્થાનમાં બળી રહ્યો હતેા, આખા સ્થાનમાં અત્યારે કોઈ હોય તેવું લાગ્યું નહિ. {{gap}}રાજગૃહ શ્રાવસ્તીના આવા નિર્જન રસ્તા ઉપર તો પાંચસો પાંચસો લૂંટારાનાં ટોળાં ફરતાં હોય એટલે એવી કાઈ જગ્યાએ નગરીની બહાર આ પ્રમાણે રાત રહેવુ પડે તો લૂંટાઈ જવાનો ભય હતો. પણ આંહીં વૈશાલીમાં કોઈ લૂંટારાનું નામનિશાન ન હતું. ચોરી કોઈ જાણતું નાંહે, વ્યભિચારીને ઓળખતું નહિ. હા, જીવનમાં રંગરાગ<noinclude>
{{reflist}}</noinclude> 9b363kp1nz80ds19yi4zybuduk8h3tz 225532 225525 2026-10-22T04:28:49Z Snehrashmi 2103 /* Validated */ 225532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૮૪||આમ્રપાલી}}
'''</noinclude>એણે રસ્તામાં જ જાણ્યું. {{gap}}સંથાગારમાં કોઈના અતિથિ તરીકે પણ જો બેસવાની તક મળે તો તેને એ પકડવી હતી. એનો બ્રાહ્મણ યજમાન પણ સદસ્ય તો હતો. એના અતિથિ તરીકે જ તક મળી જાય. તે પણ ત્યાં પહોંચ્યે ખબર પડે. વખતે ઘણો આકરો બંદોબસ્ત થઈ ગયો હોય. તેણે વૈશાલી તરફ જવા માટે ઝપાટાબંધ અશ્વને આગળ ચલાવ્યો. {{gap}}વૈશાલીથી ઠીક ઠીક દૂર વૈશાલીનો ચારે તરફ ચૈત્યો હતાં. એમાં યક્ષપૂજા થતી. એવા એકાદ ચૈત્યના ઉદ્યાનમાં કોઈ ×<ref>× ઉદ્યાનમાં આરામનું મકાન.</ref>આરામવત્થુમાં એ રાત ગાળી કાઢવા માગતો હતો. તો વહેલી પ્રભાતે જ એ વૈશાલી નગરીમાં પહોંચી જાય. પ્રભાતમાં શંકાને ઓછો અવકાશ હોય. વૈશાલીની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલા સતમ્બક ચૈત્ય તરફ વર્ષકારની દૃષ્ટિ હતી. એસ તેા બે ચાર વખત એણે વૈશાલીની ઊડતી મુલાકાત લીધી હતી, એટલે એ ચૈત્ય પાસે એક ઉદ્યાન છે, ત્યાં સુંદર પુષ્કરિણી છે, કોઈ દેવસ્થાન પણ છે, એ એને ખબર હતી. તે તરફથી મલ્લદેશના કુશિનારાનો રસ્તો નીકળતો હતો. મલ્લનો કોઈ આગંતુક આવ્યો હોય તો તે પણ ત્યાં ભેટી જાય એવો સંભવ હતો. સતમ્બક ચૈત્ય તરફ એણે ઘોડો લીધો. {{gap}}વર્ષકાર આ ચૈત્યમાં પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. ઝાંખો દીવો દેવસ્થાનમાં બળી રહ્યો હતેા, આખા સ્થાનમાં અત્યારે કોઈ હોય તેવું લાગ્યું નહિ. {{gap}}રાજગૃહ શ્રાવસ્તીના આવા નિર્જન રસ્તા ઉપર તો પાંચસો પાંચસો લૂંટારાનાં ટોળાં ફરતાં હોય એટલે એવી કાઈ જગ્યાએ નગરીની બહાર આ પ્રમાણે રાત રહેવું પડે તો લૂંટાઈ જવાનો ભય હતો. પણ આંહીં વૈશાલીમાં કોઈ લૂંટારાનું નામનિશાન ન હતું. ચોરી કોઈ જાણતું નહિ, વ્યભિચારીને ઓળખતું નહિ. હા, જીવનમાં રંગરાગ<noinclude>
{{reflist}}</noinclude> nxf57xkjzn37jywvgr5mjjbv3796s3z પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૯૯ 104 74082 225526 225177 2026-10-21T16:59:05Z Amvaishnav 156 /* Proofread */ 225526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૫}}
'''</noinclude>ઘણો હતો. વૈશાલીની આ વિશેષતા પણ અત્યારે મહાઅમાત્યને એના બળમાં પાયા રૂપે જણાઈ. {{gap}}એણે પોતાનાથી થોડે દૂર એક શિલા ઉપર કાઈ એક બીજા માણસને બેઠેલો જોયો. પણ એ કાઈની પ્રતીક્ષામાં તલ્લીન જણાયો. એણે એને જોયો હોય તેમ લાગ્યું નહિ. {{gap}}એ લિચ્છવી હાય તેમ લાગ્યું. એની ચામડીનો સોનેરી રંગ, અનેક રંગી એની વસ્રભુષા, એની સિંહ જેવી નીડર આકૃતિ, વર્ષકારને લાગ્યું કે એ વૈશાલીનો જ કોઈ અધિકારી માણસ જણાય છે. પોતે પ્રગટ થયા વિના તેની પાસેથી કાંઈક વાત મેળવવી જોઈએ. {{gap}}વૈશાલીની બહાર એક મહાવન હતું. જોજનો વિસ્તારમાં ફેલાયલું એ મહાવન લિચ્છવીઓનુ પ્રિયમાં પ્રિય સ્થાન હતું. એ મહાવનમાં પ્રભાતે પેઠેલો માણસ છેક સાંજે બહાર નીકળે તો પણ તેને થાક ન લાગે, કે કોઈ જાતની ખામી ન જણાય. એવાં સુંદર આમોદ, પ્રમોદ, વિનાદનાં સ્થાનો એમાં હતાં. દર પ્રભાતે પોતાના જબરજસ્ત સિંહ જેવડા મહાન શ્વાનોને લઈ ને સુંદર કમ્બોજ અશ્વો ઉપર એસીને આ મહાવનમાં રખડવા નીકળવું, એ લિચ્છવીઓ માટે નિત નિતનો ઉત્સવ હતો. બીજે આખા ભારતભરમાં ઉત્સવોના અમુક દિવસો હતા. હસ્તી ઉત્સવ, કૌમુદી ઉત્સવ, સર્વરતિ ઉત્સવ, વસંત ઉત્સવ. પણ વૈશાલીમાં તો દરેકને માટે દરે પળે ઉત્સવ જ હતો ! લિચ્છવી જુવાન અશ્વ ઉપર બેસે, કે રથે ચડે, ધનુષ ખભે ગોઠવે, એના પરમવિશ્વાસુ શ્વાન સાથે નીકળે કે એનો ઉત્સવ શરૂ થાય ! આ નગરી જ જાણે કેમ ઉલ્લાસની નગરી હોય ! આંહીં કોઈએ કોઈ દિવસ શોક જાણ્યો જ ન હતો. અહીં તો મરણ પણ ઉત્સવ. {{gap}}એના એવા કાઈ વિધિ નિષેધ નહિ કે એનો ભાર લાગે. માણસ મરણ પામે, એને બાળે, દાટી દ્યે, પશુપંખીના મહોત્સવ માટે શબને ખુલ્લું ફેંકી દે—લિચ્છવીને મન બધી વાત સરખી !<noinclude></noinclude> j2ub485d7rjg5vj4tf3zm4ez7bgrd9t 225533 225526 2026-10-22T04:30:52Z Snehrashmi 2103 /* Validated */ 225533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય||૮૫}}
'''</noinclude>ઘણો હતો. વૈશાલીની આ વિશેષતા પણ અત્યારે મહાઅમાત્યને એના બળમાં પાયા રૂપે જણાઈ. {{gap}}એણે પોતાનાથી થોડે દૂર એક શિલા ઉપર કાઈ એક બીજા માણસને બેઠેલો જોયો. પણ એ કોઈની પ્રતીક્ષામાં તલ્લીન જણાયો. એણે એને જોયો હોય તેમ લાગ્યું નહિ. {{gap}}એ લિચ્છવી હોય તેમ લાગ્યું. એની ચામડીનો સોનેરી રંગ, અનેક રંગી એની વસ્રભુષા, એની સિંહ જેવી નીડર આકૃતિ, વર્ષકારને લાગ્યું કે એ વૈશાલીનો જ કોઈ અધિકારી માણસ જણાય છે. પોતે પ્રગટ થયા વિના તેની પાસેથી કાંઈક વાત મેળવવી જોઈએ. {{gap}}વૈશાલીની બહાર એક મહાવન હતું. જોજનો વિસ્તારમાં ફેલાયલું એ મહાવન લિચ્છવીઓનું પ્રિયમાં પ્રિય સ્થાન હતું. એ મહાવનમાં પ્રભાતે પેઠેલો માણસ છેક સાંજે બહાર નીકળે તો પણ તેને થાક ન લાગે, કે કોઈ જાતની ખામી ન જણાય. એવાં સુંદર આમોદ, પ્રમોદ, વિનોદનાં સ્થાનો એમાં હતાં. દર પ્રભાતે પોતાના જબરજસ્ત સિંહ જેવડા મહાન શ્વાનોને લઈ ને સુંદર કમ્બોજ અશ્વો ઉપર બેસીને આ મહાવનમાં રખડવા નીકળવું, એ લિચ્છવીઓ માટે નિત નિતનો ઉત્સવ હતો. બીજે આખા ભારતભરમાં ઉત્સવોના અમુક દિવસો હતા. હસ્તી ઉત્સવ, કૌમુદી ઉત્સવ, સર્વરતિ ઉત્સવ, વસંત ઉત્સવ. પણ વૈશાલીમાં તો દરેકને માટે દરે પળે ઉત્સવ જ હતો ! લિચ્છવી જુવાન અશ્વ ઉપર બેસે, કે રથે ચડે, ધનુષ ખભે ગોઠવે, એના પરમવિશ્વાસુ શ્વાન સાથે નીકળે કે એનો ઉત્સવ શરૂ થાય ! આ નગરી જ જાણે કેમ ઉલ્લાસની નગરી હોય ! આંહીં કોઈએ કોઈ દિવસ શોક જાણ્યો જ ન હતો. અહીં તો મરણ પણ ઉત્સવ. {{gap}}એના એવા કોઈ વિધિ નિષેધ નહિ કે એનો ભાર લાગે. માણસ મરણ પામે, એને બાળે, દાટી દ્યે, પશુપંખીના મહોત્સવ માટે શબને ખુલ્લું ફેંકી દે—લિચ્છવીને મન બધી વાત સરખી ! {{nop}}<noinclude></noinclude> hv3zwoar4dqhm017878jf6ue59us481 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૧૦૦ 104 74083 225527 225178 2026-10-21T17:12:07Z Amvaishnav 156 /* Proofread */ 225527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''
{{rh|૮૬||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}માત્ર એ મરણ વીર મરણ હોવું જોઈએ, કાયરનું નહિ. એટલી જ વાત મુખ્ય હતી. વર્ષકારને ખબર હતી કે આ મહાવનને લીધે છુટાછવાયા વૃક્ષ ઝૂડોનો પણ વૈશાલીની આસપાસ પાર ન હતો. ઠેર ફેર એ દેખાતાં. ચૈત્યના પાછળના ભાગમાં ઠીક ઠીક દૂર જઈને એવા એક ઝૂંડને આધારે એણે પોતાના અશ્વને રાખી લીધો. પછી શિલા ઉપર બેઠેલા પેલા લિચ્છવીની પાસે આવવા આટે તે નીકળ્યો. {{gap}}એણે મગજમાં ખાંખાં ખેાળાં કરીને સંભાર્યું. પણ એને ક્યાંય જોયો હોય તેવું લાગ્યું નહિ. પોતે બે ત્રણ વખત વૈશાલીમાં આવી જઈ ને અછડતો ચાલ્યો ગયેલો હાય, એટલે એમાં થોડા મહાન ગણતંત્ર અધિકારીઓ સિવાય બીજાના ચહેરા બહુ યાદ પણ રાખી શક્યો ન હતો. એવા કોઈ ખાસ મહત્ત્વના અધિકારપદનો આ માણસ હોય એમ એને યાદ ન હતું. હવે તો મોંસૂઝણું પણ બંધ થયું હતું. એટલે એ કોણ છે તે તરત કળવું મુશ્કેલ હતું. {{gap}}પણ વર્ષકાર પાછો આવ્યો ત્યારે એણે ત્યાં કોઈને ય જોયો નહિ ! {{gap}}એને લાગ્યું કે એ ચાલ્યો ગયેલો હોવો જોઈએ. પણ એટલામાં એ પોતે ધ્રૂજી ઉઠે તેવો, કર્કશ, ભયંકર જણાતો, દુનિયા આખીને માટે કેવળ ઉપહાસભરી બેદરકારી રાખતો હોય તેવો, છતાં શક્તિશાળી, ન ભુલાય તેવો એક અવાજ એને કાને આવ્યો: 'એ મહાનમન. એ લિચ્છવી! ક્યાં છે તું ? કેમ બોલતો નથી ? લોક ભી કૈસે ડરપોક હોતે હૈં? મૈં બોલતા હું—મૈં . . . અયેલ કોરમટ્ટક !' {{gap}}વર્ષકાર અવાજ સાંભળતાં ચમકી ગયો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં તેણે જોયું. આખી દુનિયા જાણે જડ હોય તેમ, કોઈની પણ દરકાર ન કરતો હોય તેવો, એક ઊંચો, પડછંદ, તદ્દન નગન આદમી ત્યાં ઊભેલો જણાયો. તેની જટાજુટ શરીર ઉપર ફેલાયલી પડી હતી. તેના હાથમાં કાંઈ જ ન હતું. શરીર ઉપર કાંઈ ન હતું. પોતે પૃથ્વી ઉપર કેવળ એક વૃક્ષ હોય તેમ એ ઊભો હતો.<noinclude></noinclude> 6jc7hskykckd1cnwvvpfyhgsqvdy58c 225534 225527 2026-10-22T04:33:29Z Snehrashmi 2103 /* Validated */ 225534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''
{{rh|૮૬||આમ્રપાલી}}
'''</noinclude>{{gap}}માત્ર એ મરણ વીર મરણ હોવું જોઈએ, કાયરનું નહિ. એટલી જ વાત મુખ્ય હતી. વર્ષકારને ખબર હતી કે આ મહાવનને લીધે છુટાછવાયા વૃક્ષ ઝૂંડોનો પણ વૈશાલીની આસપાસ પાર ન હતો. ઠેર ઠેર એ દેખાતાં. ચૈત્યના પાછળના ભાગમાં ઠીક ઠીક દૂર જઈને એવા એક ઝૂંડને આધારે એણે પોતાના અશ્વને રાખી લીધો. પછી શિલા ઉપર બેઠેલા પેલા લિચ્છવીની પાસે આવવા આટે તે નીકળ્યો. {{gap}}એણે મગજમાં ખાંખાં ખોળાં કરીને સંભાર્યું. પણ એને ક્યાંય જોયો હોય તેવું લાગ્યું નહિ. પોતે બે ત્રણ વખત વૈશાલીમાં આવી જઈ ને અછડતો ચાલ્યો ગયેલો હોય, એટલે એમાં થોડા મહાન ગણતંત્ર અધિકારીઓ સિવાય બીજાના ચહેરા બહુ યાદ પણ રાખી શક્યો ન હતો. એવા કોઈ ખાસ મહત્ત્વના અધિકારપદનો આ માણસ હોય એમ એને યાદ ન હતું. હવે તો મોંસૂઝણું પણ બંધ થયું હતું. એટલે એ કોણ છે તે તરત કળવું મુશ્કેલ હતું. {{gap}}પણ વર્ષકાર પાછો આવ્યો ત્યારે એણે ત્યાં કોઈને ય જોયો નહિ ! {{gap}}એને લાગ્યું કે એ ચાલ્યો ગયેલો હોવો જોઈએ. પણ એટલામાં એ પોતે ધ્રૂજી ઉઠે તેવો, કર્કશ, ભયંકર જણાતો, દુનિયા આખીને માટે કેવળ ઉપહાસભરી બેદરકારી રાખતો હોય તેવો, છતાં શક્તિશાળી, ન ભુલાય તેવો એક અવાજ એને કાને આવ્યો: ‘એ મહાનમન. એ લિચ્છવી! ક્યાં છો તું ? કેમ બોલતો નથી ? લોક ભી કૈસે ડરપોક હોતે હે? મૈં બોલતા હૂં—મૈં... અચેલ કોરમટ્ટક !’ {{gap}}વર્ષકાર અવાજ સાંભળતાં ચમકી ગયો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં તેણે જોયું. આખી દુનિયા જાણે જડ હોય તેમ, કોઈની પણ દરકાર ન કરતો હોય તેવો, એક ઊંચો, પડછંદ, તદ્દન નગન આદમી ત્યાં ઊભેલો જણાયો. તેની જટાજુટ શરીર ઉપર ફેલાયલી પડી હતી. તેના હાથમાં કાંઈ જ ન હતું. શરીર ઉપર કાંઈ ન હતું. પોતે પૃથ્વી ઉપર કેવળ એક વૃક્ષ હોય તેમ એ ઊભો હતો.<noinclude></noinclude> m99cjqr70x61lol9bpbd5h5ejrrlics આમ્રપાલી/ફૂલમાં અગ્નિ 0 74192 225535 2026-10-22T04:37:38Z Snehrashmi 2103 Page Transclusion 225535 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = ફૂલમાં અગ્નિ | previous = | next = [[આમ્રપાલી/મગધનો રાજકુમાર|મગધનો રાજકુમાર]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="28" to="36"></pages>}} }} p0cnv3ruo2zy2cql6arhiiytfqlcq5f આમ્રપાલી/મગધનો રાજકુમાર 0 74193 225537 2026-10-22T04:43:44Z Snehrashmi 2103 Page Transclusion 225537 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = મગધનો રાજકુમાર | previous = [[આમ્રપાલી/ફૂલમાં અગ્નિ|ફૂલમાં અગ્નિ]] | next = [[આમ્રપાલી/રાજગૃહના વર્ત્તમાન|રાજગૃહના વર્ત્તમાન]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="37" to="42"></pages>}} }} r0hadrqcgi8w6fdvflxo95xsqr7j40g આમ્રપાલી/રાજગૃહના વર્ત્તમાન 0 74194 225538 2026-10-22T04:45:20Z Snehrashmi 2103 Page Transclusion 225538 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = રાજગૃહના વર્ત્તમાન | previous = [[આમ્રપાલી/મગધનો રાજકુમાર|મગધનો રાજકુમાર]] | next = [[આમ્રપાલી/શોભિતે શું કહ્યું?|શોભિતે શું કહ્યું?]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="43" to="55"></pages>}} }} lh88m2171birwmclee45688kp6y51o7 આમ્રપાલી/શોભિતે શું કહ્યું? 0 74195 225539 2026-10-22T04:46:42Z Snehrashmi 2103 Page Transclusion 225539 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = શોભિતે શું કહ્યું? | previous = [[આમ્રપાલી/રાજગૃહના વર્ત્તમાન|રાજગૃહના વર્ત્તમાન]] | next = [[આમ્રપાલી/ગુરુ અને શિષ્ય|ગુરુ અને શિષ્ય]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="56" to="63"></pages>}} }} jl6x33a12pk84q9rugnvhpv6nliyzbz આમ્રપાલી/ગુરુ અને શિષ્ય 0 74196 225540 2026-10-22T04:47:53Z Snehrashmi 2103 Page Transclusion 225540 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = ગુરુ અને શિષ્ય | previous = [[આમ્રપાલી/શોભિતે શું કહ્યું?|શોભિતે શું કહ્યું?]] | next = [[આમ્રપાલી/મહા અમાત્યે કહેલી વાત|મહા અમાત્યે કહેલી વાત]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="64" to="75"></pages>}} }} iko7hzvdzbqbh70xv11g73jwdtp3zpl આમ્રપાલી/મહા અમાત્યે કહેલી વાત 0 74197 225541 2026-10-22T04:49:59Z Snehrashmi 2103 Page Transclusion 225541 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = મહા અમાત્યે કહેલી વાત | previous = [[આમ્રપાલી/ગુરુ અને શિષ્ય|ગુરુ અને શિષ્ય]] | next = [[આમ્રપાલી/સુનીધે શું કહ્યું?|સુનીધે શું કહ્યું?]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="76" to="83"></pages>}} }} lab2x29p5dm4vyesnwiq7rwtgltvrlv આમ્રપાલી/સુનીધે શું કહ્યું? 0 74198 225542 2026-10-22T04:51:23Z Snehrashmi 2103 Page Transclusion 225542 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = સુનીધે શું કહ્યું? | previous = [[આમ્રપાલી/મહા અમાત્યે કહેલી વાત|મહા અમાત્યે કહેલી વાત]] | next = [[આમ્રપાલી/વૈશાલીને પંથે|વૈશાલીને પંથે]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="84" to="89"></pages>}} }} 69ekvtxdmxr1vwlhsiejvyp4ag008sz આમ્રપાલી/વૈશાલીને પંથે 0 74199 225543 2026-10-22T04:52:23Z Snehrashmi 2103 Page Transclusion 225543 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = વૈશાલીને પંથે | previous = [[આમ્રપાલી/સુનીધે શું કહ્યું?|સુનીધે શું કહ્યું?]] | next = [[આમ્રપાલી/વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય|વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="90" to="94"></pages>}} }} 07qb9ngiggzcxwepwwyamkrb1xb3sst આમ્રપાલી/વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય 0 74200 225544 2026-10-22T04:53:56Z Snehrashmi 2103 Page Transclusion 225544 wikitext text/x-wiki {{header | title = [[આમ્રપાલી]] | author = ધૂમકેતુ | translator = | section = વર્ષકારે જોયેલું વૈશાલીનું દૃશ્ય | previous = [[આમ્રપાલી/વૈશાલીને પંથે|વૈશાલીને પંથે]] | next = [[આમ્રપાલી/વૈશાલી સંથાગાર|વૈશાલી સંથાગાર]] | notes = }} {{justify| {{Left margin|4em| <pages index="Amrapali By Dhumketu.pdf" from="95" to="113"></pages>}} }} k0h5nwgzifvscryqdyt5r2z767rqal7