નર્મદા

From વિકિપીડિયા

જબલપુર આગળ નર્મદા નદી
જબલપુર આગળ નર્મદા નદી

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઊત્તર ભારતના ગંગા-જમૂનાના ફળદ્રૂપ પ્રદેશો તથા દક્ષીણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે.નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસપહાણો કોતરી વિંઘ્યાચળ પર્વતમાળા અને સાતપુરા પર્વતમાળાની ખીણમા થી વહે છે. ગુજરાતરાજ્યમા પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે તે મહારાષ્ટ્ર ના ભાગ માંથી વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.

નર્મદા નદી નું પાણી સાતપુડા પર્વતમાળા માંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જીલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત પ્રવેશ કરે છે. નર્મદા નદી નો ઉપયોગ સીંચાઈ તથા વાહન વ્યવહારમાટે થાય છે. ચોમાસામા ભરૂચ તથા અન્ય ભાગોમાં નાનાં તથા મોટાં વહાણોથી વાહન વ્યવહાર ચાલે છે.

કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા ભરૂચ જીલ્લાના કેવડીયા કૉલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રૉજેક્ટ હાલમાં પુરો થયો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન વર્ષો પર્યંત સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદો માં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ ચળવળ બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારનો બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

[edit] નર્મદાનું મહાત્મ્ય

આરસપહાણ ની શીલાઓ પરથી વહેતી નર્મદા
આરસપહાણ ની શીલાઓ પરથી વહેતી નર્મદા
  • ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
  • હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
  • કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને બનેલા નર્મદાને કાંઠેના પથ્થરો ને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિળ નાડુ રાજ્યના તાંજોરમા આવેલું દક્ષીણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બ્રિહ્દીશ્વર મંદીરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
  • નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
  • ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદીને કાઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
  • નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.


[edit] બાહીર્ગામી કડીઓ