સુરત
From વિકિપીડિયા
Contents |
[edit] સુરત
સુરત(Surat) દક્ષિણ ગુજરાત(Gujarat)નું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનુ વડું મથક છે. તેનું ભૌગૉલિક સ્થાન 20.58° N અક્ષાંશ (latitute) તથા 72.54° E રેખાંશ (longitude) છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલુ છે. તાપીના મુખ પ્રદેશથી 14 માઇલના અંતરે આવેલુ છે. સુરત શહેરની વસ્તી અંદાજે 4,505,000(2005) છે. આ શહેર ખૂબ જ રમણીય છે.
[edit] ઈતિહાસ
સુરત ગુજરાતનું બીજા નંબરનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ અને ડાઈંગનો છે. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી (જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે) અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.
[edit] આઝાદી પછી
આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વિજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસીત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.
[edit] આજનું સુરત
૯૦ના દાયકામાં અધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે શહેરમા બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદીના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રૉગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એકજ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનીસીપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે. કદાચ અંગ્રેજોની પહેલી કોઠીના સ્થાનને લીધે સુરત આજે પણ એક સાવકા પુત્ર તરીકે રખાય છે. વર્ષૉથી ચાલતા અભિયાન છતાં શહેરી વ્યવસ્થા ઘણી ઓછી છે. અને આખા વિશ્વમાં ૩૦ લાખની વસ્તી વાળું સુરત એકજ એવું શહેર છે જ્યાં આજેય એરપોર્ટ નથી. હાલમાં ભારત સરકારે આ બાબતે સકિ્યપણે વિચારે છે. રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કૉઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.
[edit] હવામાન
- શિયાળાનું તાપમાન : મહત્તમ 31° સેં., અલ્પતમ 12° સેં.
- ઊનાળાનું તાપમાન : મહત્તમ 40° સેં., અલ્પતમ 22° સેં.
- વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : 931.9 મીમી
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |