Category:સાહિત્ય સ્ટબ
From વિકિપીડિયા
અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
- # શાનદાર જીવ્યો છું # રચનાઓ
_____________________________
નામ અમૃતલાલ ભટ્ટ
ઉપનામ ‘ઘાયલ’
જન્મ 19-8-1916 – સરધાર – જિ. રાજકોટ
અવસાન ?
માતા સંતોકબેન
પિતા લાલજીભાઇ
ભાઇ બહેન ?
લગ્ન 1932- તારામતી - સણોસરા (અવસાન- 1947) 1950- ભાનુમતી – વાડોદર
સંતાનો 8
અભ્યાસ સાત ધોરણ સુધી- સરધાર, 1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ 1947- મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે ; 1948- ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો
વ્યવસાય 1939- 1948- પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી ‘રૂસવા’ના રહસ્યમંત્રી, ( રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી) 1949- 1958 PWD માં , 1959- 1973 રેવન્યુ ખાતામાં વિવિધ જગાએ નોકરી
પ્રદાન 10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન
મૂખ્ય કૃતિઓ ગઝલ - શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ , ધાર્મિક - સાન્તવ સત્સંગ , વર્ણન - મધુર સ્મૃતિ સમગ્ર ગઝલ – આઠોં જામ ખુમારી
જીવન 1938- ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ, 1939- ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’ સાથે દોસ્તી, ‘શૂન્ય’ તખલ્લૂસ સુચવ્યું , 1954- પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નું પ્રકાશન -1973 બાદ – નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ, 1978 – રશિયા પ્રવાસ , 1964- ક્ષયનો હૂમલો, જીવન ભર શરાબના શોખીન
સન્માન 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન, ‘કુમાર’નો કલાપી એવોર્ડ, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર
સાભાર પ્રવીણ પુસ્તક ભંડાર
Articles in category "સાહિત્ય સ્ટબ"
There are 15 articles in this category.
Tઅક |
ગચજદ |
નમવ |