ઉનાવા
From વિકિપીડિયા
ઉનાવા એ ઉંઝા તાલુકામાં આવેલું મુસલમાનૉનું પવિત્ર યાત્રાધામ છે. જે મીરાંદાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે. ગામની વસ્તીમાં મુખ્યત્વે પટેલો, મુસલમાનો, ચૌધરીઓ અને ઇતર કોમોનો સમાવેશ થાય છે. પટેલો અને મુસલમાનોનો વસવાટ મહદઅંશે ગામમાં જ છે જ્યારે ચૌધરીઓ મોટેભાગે ગામની આજુબાજુ વસેલાં પરાઓમાં રહે છે, જો કે અમુક ચૌધરીઓ ગામ માં પણ રહે છે.
અમદાવાદ-પાલનપુર હાઇ વે પર મહેસાણાથી ઉંઝા તરફ 19 કિ.મી. ના અંતરે મુખ્ય હાઇ વે પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઉંઝા છે જે ફક્ત 5 કિ.મી. ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે.